Wednesday, September 28, 2011

09/28/2011 (Wednesday) મિત્રા દ્રષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ - પાના નં ૧૦૬ - ૧૦૭

૧) આ દ્રષ્ટિમાં આવેલો જીવ દેવ , ગુરુ , ધર્મના કાર્યમાં એવો રંગાય છે કે થાક નથી લગાડતો,ખેદ નથી પામતો.
૨) સેવા,ભક્તિ, વૈયાવચ્ચ આદિ કાર્યો આનંદથી કરીને એવો ખુશ થાય કે અલ્પ પણ થાક નથી લગાડતો,ખેદ નથી પામતો.
૩)આવા કાર્યમાં તે અદમ્ય ઉત્સાહ,અપૂર્વ વિર્યોલ્લાસ અને હૈયાના અત્યંત ઉછરંગ થી રચ્યો પચ્યો રહે છે,થાકતો નથી।
૪)પ્રવૃત્તીરેવ - શરીર અસ્વસ્થ હોવા છતા વિશેષ પ્રીતિ હોવાથી આવી પ્રવૃત્તિ કર્યા જ કરે છે.થાક નથી લગાડતો,ખેદ નથી પામતો.
૫) દેવ, ગુરુ,ધર્મના કાર્ય ન કરનારા જીવો ઉપર અલ્પ પણ દ્વેષ નથી કરતો।

જીનાગમ વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ.

Tuesday, September 27, 2011

09/27/2011 (Tuesday) Gatha 21

ગાથા ૨૧ પાનું ૧૦૫-૧૦૬ ૦૯/૨૭/૨૦૧૧

ગાથા ૨૧ - મિત્રા દ્રષ્ટિમાં
  • મંદ દર્શન
  • ઈચ્છાદિક યમ
  • દેવકાર્યાદિમાં અખેદ
  • અન્યત્ર અદ્વેષ હોય છે

મંદ બોધ (મંદ દર્શન):
  • જ્ઞાનપ્રકાશ અતિશય મંદ હોય છે
  • તૃણના અગ્નિકણના પ્રકાશ ની સાથે સમાન હોય છે
  • તૃણનો અગ્નિકણ અલ્પજીવી, અલ્પવીર્યવાન, અને દ્રઢ સંસ્કાર કરાવવામાં અપટુ હોય છે; ચમકીને શીઘ્ર ચાલ્યો જાય છે
  • તેવી રીતે મિત્રાદ્રષ્ટિકાલે થયેલો પદાર્થનો બોધ અલ્પકાળ રહેનાર, આલ્પ બળવાળો, જ્ઞાનના દ્રઢસંસ્કારોનો અનુત્પાદક, પ્રગટ થતાંની સાથે નષ્ટ થવાના સ્વભાવવાળો હોય છે
  • તેથી આ બોધ વિકલ છે, પાંગળો છે
  • આ બોધકાલે પરમાર્થતત્વની ઓળખાણ ન હોવાથી દેવ અને ગુરુ ને કરતા વંદનાદિ કાર્યો દ્રવ્યથી થાય છે. ભાવથી શૂન્ય હોય છે.

યમનામનું યોગાંગ (ઈચ્છાદિક યમ):
  • યમ = જીવનભરના અહિંસાદિ પાંચ અણુવ્રત અથવા મહાવ્રત - અ) અહિંસા, બ) સત્ય, ક) અસ્તેય દ) બ્રહ્મચર્ય, એ) અપરિગ્રહ
  • યમની તરતમતા પ્રમાણે ચાર પ્રતિભેદો: અ) ઈચ્છા, બ) પ્રવૃત્તિ, ચ) સ્થિરતા, દ) સિદ્ધિ
  • વ્રતો લેવાથી હિંસાદિ પાપો થી અટકી જવાય છે; તેથી ચિતમાં યોગની યોગ્યતા વધારે વધારે પ્રગટે છે; સંક્લેશ દુર થાય છે; તેના દ્વારા યોગદશા મેળવી શકાય છે;
  • અહિંસાદિ વ્રતો -> ચિતની સંક્લેશવૃતિનો અભાવ -> યોગપ્રાપ્તિની નજીક પહોચાય છે
ઈચ્છાદિની વ્યાખ્યા:
  • ઈચ્છા: પાપોના ભય લાગવાથી અહિંસાદિ વ્રતો લેવાની ભાવના થવી
  • પ્રવૃત્તિ: વ્રતો સ્વીકારવા
  • સ્થેર્ય: વ્રતો સ્વીકાર્ય પછી આવતા ઉપસર્ગ-પરિષહ આદિમાં સ્થિર રહેવું
  • સિદ્ધિ: તેમાં પારંગત થય નિર્દોષપણે પાળવું
જેમ અહિંસા પાળવાની ઈચ્છા, અહિંસામાં પ્રવૃત્તિ, અહિંસામાં સ્થિરતા, અને અહિંસાની સિદ્ધિ એમ ચાર ભેદ થાય છે, તેમ સત્ય, અચોર્યા, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહના પણ ચાર ચાર ભેદો જાણવા, તે સર્વ યોગપ્રાપ્તિના પ્રથમ અંગ સ્વરૂપ છે.

(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)