મિત્રા દ્રષ્ટિમાં 'અદ્વેષ' ના બે અપેક્ષાઓ:
- બીજા જીવો જે દેવ-ગુરુ-ધર્મના કાર્યાદિમાં ન વર્તતા હોય તો તેઓ પ્રત્યે દ્વેષ-મત્સર ઉપજતો નથી. ઉપેક્ષાવૃતિ હોય છે. પણ ઘૃણા-તિરસ્કાર કે અપમાનાત્મક બુદ્ધિ થતી નથી. માત્સર્યભાવ એ દ્વેષાત્મકવીર્ય પ્રગટ થવાનું બીજ છે, તે સતામાં હોવાથી ઉદયમાં આવી શકે તેમ છે, તો પણ તત્વવેદી હોવાના કારણે, તેનો ઉપશમ કરવાથી, 'મારું હિત-કલ્યાણ શામાં છે?' એટલા તત્વભુત અનુષ્ઠાન માત્રને જ આશ્રયીને પોતાનું હિત કરે તેવા કાર્યમાં આશય લગાવે છે. પરના અદેવ-ગુરુ કર્યાદિ તરફ નજર નાખતો નથી. કુત્સિત દેવ-ગુરુના કાર્યમાં પ્રવર્તતા પરજીવો ઉપર કરુણાજ ઉછળે છે. તેઓનું પણ કલ્યાણ થાઓ એવી ભાવના ભાવે છે.
- આ જીવ અનાદિકાળથી ઓઘદ્રષ્ટિવાળો અને ગાઢ મિથ્યાત્વના ઉદયવાળો હતો, તેથી દેવ-ગુરુની ભક્તિ આદિ કાર્યમાં તેને ઘણો જ દ્વેષ હતો, ગુસ્સો આવતો અને આ જીવ તે કાર્ય કરવાના અવસરમાંથી ભાગી જતો હતો, તેને બદલે યોગદ્રષ્ટિ શરુ થવાથી, અને મિથ્યાત્વ મંદ થવાથી હવેથી દેવ-ગુરુની સેવા-ભક્તિના કાર્યમાં દ્વેષ થતો નથી, પરંતુ અદ્વેષ થાય છે.
એટલે, મિત્રદ્રષ્ટિમાં આવેલા જીવને ધર્મના કાર્યોમાં અદ્વેષ હોય છે, અને બીજા આત્માઓ ધર્મના કાર્યો ન કરનારા હોય તેના ઉપર પણ અદ્વેષ હોય છે.
(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)
No comments:
Post a Comment