Monday, December 12, 2011

12/12/2011 (Monday) Gatha 27

છઠ્ઠું યોગબીજ:

શુભ આશયરુપ અને શાસન પ્રભાવનાનું કારણ હોવાથી – સિદ્ધાન્ત, સદાગમ, વસ્તુનું યથાર્થ વર્ણન કરનારાં ધર્મશાસ્ત્રો લખવાં-લખવવાં – તે યોગબીજ છે. તે અનુત્તમ અને સર્વોત્તમ યોગબીજ છે.

ધર્મશાસ્ત્રો (આસ્તિથી) – આર્ષ ઋષિઓએ રચેલાં ધર્મશાસ્ત્રો, કે જે:

  • મોહના વિષને ઉતારનારાં છે.
  • આત્માના હિત કરનારાં છે.
  • કલ્યાણના માર્ગે પ્રેરનારાં છે.

ધર્મશાસ્ત્રો (નાસ્તિથી) – અર્થ-વિષયક તથા કામવિષયક શાસ્ત્રો ન સમજવાં, કે જે:

  • વિષયરસનું ઝેર વધારી લોભ અને વાસનામાં આ જીવને ગરકાવ કરી દે છે.

સમ્યગ્શાસ્ત્રોનું લેખન વિધિથી કરવું અને કરાવવું.

અહિંયા વિધિ એટલે – ન્યાયથી મેળવેલા ઘનનો સદુપયોગ કરવારુપ વિધિ

અન્યાયથી મેળવેલું ધન:

  • ચિંતા, ભય, અને દેન્યતા જ આપનારું છે
  • તેનું સત્કાર્યમાં સ્થાન જ નથી
  • તેવા ધનથી સુકૃતોનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થતું નથી

ન્યાયથી મેળવેલા ધનના સદુપયોગકાળે જે પ્રસન્નતા, પરિણામની ધારાની ઉજ્જ્વલતા, નિર્મળતા, ઉત્સાહ જોવા મળે છે તે અન્યત્ર ન સંભવે

ઉત્તમ ધર્મશાસ્ત્રો લખવાં, છપાવવાં, પ્રકાશિત કરવાં, સુંદર કાગળ, સુંદર પુંઠાં રાખવાં એ પણ છઠ્ઠું યોગબીજ છે.

જેમ વીતરાગદેવ અને ગુરુજી આરાધ્ય છે, એ રીતે શાસ્ત્ર પણ સ્વ-પરને તત્વ માર્ગ બતાવનાર છે, આધ્યાત્મદ્રષ્ટિ ખીલાવનાર છે, તેના દ્વારા જ જ્ઞાનપ્રાપ્તિ શક્ય છે માટે શાસ્ત્ર પણ દેવ-ગુરુના તુલ્ય જ ઉપાસ્ય છે.

Wednesday, December 7, 2011

12/07/2011 (Wednesay), Pg 135 last pera to pg 137 1st pera

ચોથું યોગબીજ જ્ઞાનગર્ભિત ભવોદ્વેગ માટે
- પૈદગલિક સુખો ક્ષણમાત્ર છે, તેની ઉપાધિ દીર્ઘકાળ છે. આયુષ્ય વિજળીના ચમકારા જેવું છે, સંસાર સગાઇ માયાવી અને સ્વાર્થાધ છે, યૈવન વાદળ સમાન છે, વગેરે અસારતા, વગેરે એવી અસારતા-દુ:ખો થી થતા સહજ વૈરાજ્ઞ ને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહ્યો છે, અને તે દુ:ખો માંથી છુટવા જીવ ઇચ્છે છે.
પાંચમું યોગબીજ = અભિગ્રહો/નિયમો નું પાલન
સત્પાત્રોને આહાર, ઔષધ, વસ્ત્ર આદિ આપવાના અભિગ્રહનું પાલન કરવું, અતિથિની ભક્તિ કરીને જ જમવું ઇત્યાદિ દ્ર્વ્ય આશ્રયી અભિગ્રહને પાંચમું યોગબીજ કહ્યું છે.
- ગ્રંથિભેદ કર્યો હોય તેવો આત્માને મોહનીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપક્ષમ હોવાથી ભાવાભિગ્રહ આવે છે, પરંતુ અહિં અભિન્નગ્રંથિભેદ હોવાથી દ્ર્વ્યાભિગ્રહ કહ્યું છે.
- સુત્પાત્ર શ્બ્દમાં અહિં જે મુનિ દેહની મુર્છા વિનાના, આત્મધ્યાન મા મગ્ન, દેહ ને પોતાના સાધનભૂત માની, સ્વ-પર-ઉપકાર-પરાયણ હોય તે સમજવા. આવા સુત્પાત્ર મુનિને યોગ્ય સમયે યથાશક્તિ વિધિપૂર્વક કરવાન દાન ના અભિગ્રહ સુંદર ફ્ળ આપનાર છે. કારણ તે મુનિ ગામોગામ વિહાર કરી અનેક જીવો ને ધર્મ પમાદશે.
- દીન-દુ:ખી આત્માઓને યોગ્ય સમયે અનુકંપા દાન કરવું, કરુણા કરવી એમા પણ પરોપકારનો હેતુ હોવાથી, શુભ આશયવિશેષ હોવાથી યોગબીજ છે.
આમ, સુપાત્રદાન, પાત્રદાન અને અનુકંપા દાન દ્રવ્યાભિગ્રહ એ પણ શુભાશય રૂપ હોવાથી તેને યોગમાર્ગની પ્રાપ્તિનુ બીજ કહ્યું છે.

Tuesday, December 6, 2011

12/06/2011 (Tuesday), Gatha 27, Pg 134 last pera to pg 135 3rd pera

ચોથું યોગબીજ = સહજપણે થતો ભવોદ્વેગ
પાંચમું યોગબીજ = નિયમો નું પાલન
છઠ્ઠું યોગબીજ = સિધ્ધાન્તોને આશ્રયી વિધિપૂર્વક લેખનાદિ સેવવા
જેમાં ચોથું યોગબીજ સમજાવતા કહે છે કે.....
- જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, ભવના જ્ન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ-ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગઆદિ પ્રત્યે થવો તે ચોથું બીજ છે.
- સંસારની અલગ અલગ અવસ્થા તરફ દુ:ખગર્ભિત વૈરાગ્ય ને અહિં ન લેતા તેને આર્તધ્યાનનો જ એક પ્રકાર ગણાવ્યો છે, જેમાં ભારોભાર મોહ જ છુપાયેલો છે.

12/06/2011 (Tuesday), Gatha 27, Pg 134 last pera to pg 135 3rd pera

ચોથું યોગબીજ = સહજપણે થતો ભવોદ્વેગ
પાંચમું યોગબીજ = નિયમો નું પાલન
છઠ્ઠું યોગબીજ = સિધ્ધાન્તોને આશ્રયી વિધિપૂર્વક લેખનાદિ સેવવા
જેમાં ચોથું યોગબીજ સમજાવતા કહે છે કે.....
- જ્ઞાનગર્ભિત ભવના જ્ન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ-ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગઆદિ પ્રત્યે વૈરાગ્ય થવો તે ચોથું બીજ છે.
- સંસારની અલગ અલગ અવસ્થા તરફ દુ:ખગર્ભિત વૈરાગ્ય ને અહિં ન લેતા તેને આર્તધ્યાનનો જ એક પ્રકાર ગણાવ્યો છે, જેમાં ભારોભાર મોહ જ છુપાયેલો છે.