Monday, December 12, 2011

12/12/2011 (Monday) Gatha 27

છઠ્ઠું યોગબીજ:

શુભ આશયરુપ અને શાસન પ્રભાવનાનું કારણ હોવાથી – સિદ્ધાન્ત, સદાગમ, વસ્તુનું યથાર્થ વર્ણન કરનારાં ધર્મશાસ્ત્રો લખવાં-લખવવાં – તે યોગબીજ છે. તે અનુત્તમ અને સર્વોત્તમ યોગબીજ છે.

ધર્મશાસ્ત્રો (આસ્તિથી) – આર્ષ ઋષિઓએ રચેલાં ધર્મશાસ્ત્રો, કે જે:

  • મોહના વિષને ઉતારનારાં છે.
  • આત્માના હિત કરનારાં છે.
  • કલ્યાણના માર્ગે પ્રેરનારાં છે.

ધર્મશાસ્ત્રો (નાસ્તિથી) – અર્થ-વિષયક તથા કામવિષયક શાસ્ત્રો ન સમજવાં, કે જે:

  • વિષયરસનું ઝેર વધારી લોભ અને વાસનામાં આ જીવને ગરકાવ કરી દે છે.

સમ્યગ્શાસ્ત્રોનું લેખન વિધિથી કરવું અને કરાવવું.

અહિંયા વિધિ એટલે – ન્યાયથી મેળવેલા ઘનનો સદુપયોગ કરવારુપ વિધિ

અન્યાયથી મેળવેલું ધન:

  • ચિંતા, ભય, અને દેન્યતા જ આપનારું છે
  • તેનું સત્કાર્યમાં સ્થાન જ નથી
  • તેવા ધનથી સુકૃતોનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થતું નથી

ન્યાયથી મેળવેલા ધનના સદુપયોગકાળે જે પ્રસન્નતા, પરિણામની ધારાની ઉજ્જ્વલતા, નિર્મળતા, ઉત્સાહ જોવા મળે છે તે અન્યત્ર ન સંભવે

ઉત્તમ ધર્મશાસ્ત્રો લખવાં, છપાવવાં, પ્રકાશિત કરવાં, સુંદર કાગળ, સુંદર પુંઠાં રાખવાં એ પણ છઠ્ઠું યોગબીજ છે.

જેમ વીતરાગદેવ અને ગુરુજી આરાધ્ય છે, એ રીતે શાસ્ત્ર પણ સ્વ-પરને તત્વ માર્ગ બતાવનાર છે, આધ્યાત્મદ્રષ્ટિ ખીલાવનાર છે, તેના દ્વારા જ જ્ઞાનપ્રાપ્તિ શક્ય છે માટે શાસ્ત્ર પણ દેવ-ગુરુના તુલ્ય જ ઉપાસ્ય છે.

No comments:

Post a Comment