Wednesday, August 24, 2011

08/24/2011 (Wednesday) page 99 gatha 19 through page 102 end of gatha 19 ગાથા ૧૯ સંપૂર્ણ

પ્રથમની ચાર દૃષ્ટિ (મિત્રા,તારા,બલા,વિપ્રા) પ્રતીપાતી (એટલે કે આવીને ચાલી જાય તેવા ભયવાળી છે. પરંતું એવો નિયમ નથી કે આવી ને ચાલી જ જાય,પણ ચાલી જવાના ભય (સંભવ) વાળી છે. પાછળ ની ચાર દૃષ્ટિ (સ્થિરા, કાન્તા,પ્રભા,પરા) અપ્રતીપાતી એટલે કે આવીને ચાલી જવાવાળી નથી. જો કે સમ્યક્ત્વ (ચોથા) દેશવિરતિ(પાંચમા) વગેરે ગુણસ્થાનકથી ઉપશાંતમોહ ગુણસ્થાનક (અગિયાર) સુધી ચડેલા આત્માઓ ત્યાંથી પડીને મીથ્યાત્વ (પહેલા ) ગુનથાને પણ આવી જાય છે એટલે છેલ્લી ચાર દૃષ્ટિ પણ પ્રતીપાતી લાગે છે પરંતું તેનો ખરેખર પ્રતિપાત ગણાતો નથી કારણકે તે જીવ અંતઃ સાગરોપમ કોડાકોડીથી વધારે સ્થીતીબંધ કરતો નથી તથા વધુમાંવધુ અર્ધ દેશોનપુદગલ પરવાર્તાનમાં અવશ્ય ઉપર આવી જાય છે.
ખુલાસો: પહેલી ચાર દૃષ્ટિ પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમ અને મોહનીય કર્મ ની મંદતાવાળી હોવાથી યોગની જ દૃષ્ટિ છે પરંતું મોહનીયકાર્મના વિપાક ઉદયથી પડવાના ભયવાળી છે એટલે દુર્ગતિનું કારણ બની શકે.

અહિયા શ્રેણિક મહારાજને ક્ષાયિક સમ્યક્ત્વ હોવા કેમ નરકની દુર્ગતિ મળી તે પુર્વાબદ્ધ કર્મોના કારણે સંભવિત છે પરંતું મોટેભાગે આવું બનતું નથી તે સમજાવે છે. બીજો અર્થ એમ પણ છે કે નરકમાં જવા છતા આ સદ્દ્રષ્ટિ હણાતી નથી.

Tuesday, August 16, 2011

08/16/2011 (Tuesday) Gatha 17

ગાથા ૧૭, પાનું ૯૫ લાસ્ટ પેરા, પાનું ૯૬ પહેલા પેરા

Date: 08/16/2011

દ્રષ્ટિ શબ્દ નો અર્થ સમજાવતા કહે છે કે...

- ભયોથી/વિઘ્નોથી મુક્ત જોવું, દેખાવું, જાણવું તે દર્શન ને દ્રષ્ટિ કહેવાય છે.

- જ્યાં સુધી આંખ ખુલી નથી ત્યાં સુધી કઈ દેખાતું નથી અને અથડાઈ જવાનો ભય રહે છે.

- એક વાર આંખ/દ્રષ્ટિ ખુલે પછી બસ તરતમતા નો ફર્ક છે, કોઈ ને થોડું વધારે દેખાય, કોઈ ને થોડું ઓછુ દેખાય, પરંતુ દેખાય છે મહત્વનું છે, અને એટલે અથડાવાનો ભય નથી.

- જન્માંધ વ્યક્તિ ને દ્રષ્ટી ની ખામી હોવાથી તેના બુદ્ધિ ના પરિઘ ની અંદર વિકલ્પો ના વમળો રચ્યા કરે છે, અને કલ્પના કરી અથડાયા કરે છે, પણ સત્ય નું ભાન નથી થતું, પરંતુ કોઈ ચિકિત્સક વૈદ્ય ની બતાવેલા માર્ગદર્શન પર અને બતાવેલી ઔષધ લેવામાં આવે તો નેત્ર પ્રાપ્ત થતા/ દ્રષ્ટિ ખુલતા, ભય માંથી મુક્તિ થતા આનંદ ની અનુભૂતિ અને સત્ય ની પ્રાપ્તિ થાય છે, અને સમસ્ત દ્રશ્ય પદાર્થો દેખાય છે. અને દ્રષ્ટિ એક વાર મળ્યા પછી કદી સાથ છોડનાર નથી, અને હંમેશાં વૃદ્ધિ પામનારી છે. તે પ્રમાણે જો સદગુરુરૂપી વૈદ્ય, સત્સાસ્ત્રરુપી તેમની આજ્ઞા અને ભાવો ની યથાર્થ રુચીરુપી ઔષધ લઈએ તો દ્રષ્ટિ ખુલે અને અનંત દર્શન પ્રગટ થાય છે.

- ખૂટે છે જીવ નો સંકલ્પ, સંસાર ના લોભામણા દ્રશ્યો, સદગુરુ પ્રત્યે સમર્પણતા. આટલા જન્મો એમ ના એમ વૈદ્ફ્યા બસ એક જન્મ સદગુરુ ની સોપી પછી જોઈ જીવ ક્યાં થી ક્યાં પહોચી સકે છે. બસ, સદગુરુ, કે જે જે પ્રભુ ના માર્ગ પર છે, પ્રભુ ની સમીપ છે, એમની કરુણા ને જીલી અને એમના મય બનાવી દઈયે અને એક વાર બુંદ ને સાગર માં ભેળવી દઈ, બસ પછી આખો સાગર દરેકે દરેક બુંદ માં મળશે..અને જીવ માં દ્રષ્ટી આવશે કે જે સદગુરુ પાસે - પ્રભુ પાસે છે.

- દ્રષ્ટી મળ્યા પહેલાનો અંધાપો દોષ વાળો હોવાથી ભયવાળો છે અને અતિશય આકરો છે જયારે દ્રષ્ટિ અલ્પ યા અધિક પ્રમાણ માં મળે તો પણ ભય મુક્ત હોવાથી તેને યોગ ની આત્મવિકાસ ની દ્રષ્ટિ કહેવાય છે.

- ફક્ત બોધ ને દ્રષ્ટી કહેતા "સત્શ્રદ્ધા સંગત" ના બોધ ને દ્રષ્ટિ કહે છે. તેથી સત્શાસ્ત્ર અને સત્શાસ્ત્ર ને સમજાવનારા સદગુરુ માં થતી પરમ શ્રદ્ધાપૂર્વક ના બોધ ને દ્રષ્ટિ કહેવાય છે. સ્વછંદ મતીકલ્પના ના આધાર પર અને સત્શાસ્ત્ર અને સત્શાસ્ત્ર ને સમજાવનારા સદગુરુ વિના જીવ અંધાપો વધારે છે અને અનંત સંસાર નું પરિભ્રમણ વધારે છે.

- સ્વછંદ મતીકલ્પના નો ત્યાગ અને સત્શાસ્ત્રની શ્રદ્ધા યોગ્દ્રષ્ટિ નું પ્રવેશદ્વાર છે અને ત્યાંથી દ્રષ્ટી અંશત: ખુલે છે.

Monday, August 15, 2011

08/15/2011 (Monday) gatha 17

ગાથા ૧૭ પાનું ૯૪-૯૫ ૦૮/૧૫/૨૦૧૧

ગાથા ૧૭: 'દ્રષ્ટિ' શબ્દનો અર્થ
ગથાર્થ:
  • યોગની દ્રષ્ટિ = સમ્યગ શ્રદ્ધાથી યુક્ત બોધ
  • આ બોધ અસત પ્રવૃત્તિને અટકાવનાર હોવાથી સત પ્રવૃત્તિવાળા પદને (સ્થાનને) આપનાર છે

ટીકાનું વિવેચન:
મૂળગાથામાં 'સચ્છ્દ્ધા' વાપરવા દ્વારા 'અસત શ્રદ્ધા' નો વ્યવચ્છેદ જણાવે છે
અસત શ્રદ્ધા વાળા બોધને દ્રષ્ટિ કહેવાતી નથી
અસત શ્રદ્ધા:
  • સમ્યગ શાસ્ત્રોનો આધાર ત્યજી પોતાના મનફાવતાં અભિપ્રાય પ્રમાણે, સ્વચ્છંદપણે, પોતાની મતિ-કલ્પના પ્રમાણે ખોટા તર્ક-વિતર્ક કરવામાં આવે એવી શાસ્ત્રનીરપેક્ષ શ્રદ્ધા
આવી અસત શ્રદ્ધાવાળો બોધ મિત્રાદિ યોગ્દ્રષ્ટિકાળે હોતો નથી, પરંતુ ઓઘદ્રષ્ટિ-કાળે હોય છે.
સદ દ્રષ્ટિ (સાચી શ્રદ્ધાયુક્ત બોધ):
  • અસદ્શ્રદ્ધાના વિકલપણાથી
  • સમ્યગ શાસ્ત્રોના બોધની આધારવાળી
  • આપ્ત્પુરુષોની આજ્ઞાને અનુસરનારી શ્રદ્ધા
પ્રથમની ચાર દ્રષ્ટિ પાછળની ચાર દ્રષ્ટિનું અવંધ્યકારણ હોવાથી સદ્દ્રષ્ટિ કહેવાય છે

(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)

Wednesday, August 10, 2011

08/10/2011 (Wednesday) ગાથા ૧૬ પાના નં ૯૨-૯૩ -૯૪ ८/१०/११

યોગમાર્ગની ધર્મક્રિયા કરતા આઠે ચિત્તના દોષો ક્રમસર આવે છે। એક આવે એટલે બધા આવે અને એક જાય એટલે બધા જ જાય .જેમકે

ધર્મક્રિયા કરતા થાક લાગે (પેહલો દોષ ખેદ)
થાક લાગે એટલે કંટાળો આવે (બીજો દોષ ઉદ્વેગ)
કંટાળો આવે એટલે ચિત્ત અસ્થિર થઇ બીજે જાય (ત્રીજો દોષ ક્ષેપ)
એટલે ચાલુ ધર્મકાર્યમાંથી ઉઠી જાય (ચોથો દોષ ઉત્થાન)
ચિત્ત ઉઠી જતા ચારેકોર અહી તહી ભમે (પાંચમો દોષ ભ્રાંતિ)
ભમતા ચિત્તને પરભાવદશામાં આનંદ આવે છે મોહોદય થી (છટ્ઠો દોષ અન્યમુદ)
પરભાવાદશાનો આનંદ જ યોગમાર્ગમાં પીડા આપે(સાતમો દોષ રુગ)
અનાદિના મોહની વાસનાથી પુદગલસુખમાજ આસક્તિ વધે (આઠમો દોષ આસંગ)

જેમ જેમ એક એક દોષ નીકળતો જશે તેમ તેમ એક એક કરતા આઠેય ગુણ આપોઆપ ક્રમશ પ્રગટ થશે e,g, જેમ વાસણનો કાટ ઓછો થશે તેમ આપમેળે ચમક વધશે

આઠ ગુણ (આઠ ગુણમય અંગની સદદ્રષ્ટિ)

અદ્વેષ - આ છે આત્મકલ્યાણનું પેહલું પગથીયું -દ્વેષ ન થવો,અણગમો ન થવો પરમાર્થ સાધવા પ્રત્યે - તો વિકાસ શક્ય છે.
જીજ્ઞાસા - પરમાર્થ જાણવાની ઈચ્છા
શુશ્રુષા - ધર્મતત્વ સાંભળવાની ઈચ્છા,તમન્ના તાલાવેલી થવી
શ્રવણ - એકાગ્રતાથી ધર્મતત્વ સુગુરુ પાસે સાંભળવું.
બોધ - ધર્મતત્વ સાંભળીને જ્ઞાન થવું,તત્વબોધ થવો
મીમાંસા - તત્વબોધ ઉપર સુક્ષ્મ વિચારણા કરી સુક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું
પ્રતિપત્તિ - સુક્ષ્મજ્ઞાન સ્વીકારવું, ઉપાદેય ને ઉપાદેય રૂપે સ્વીકારવું. આ જ સત્ય છે બીજું મિથ્યા છે તેમ સ્વીકારવું
પ્રવૃત્તિ - ઉપાદેય તરીકે સ્વીકારેલા માર્ગમાં પ્રવૃત્તિ કરવી,ઓતપ્રોત થવું,અનુભવમય બનવું.

આઠ યોગ્દ્રષ્ટિની એક એક દૃષ્ટિમાં આઠ અંગમાંથી એક એક અંગ પ્રાપ્ત થાય છે,એક એક દોષ દૂર થાય છે,એક એક ગુણ પ્રાપ્ત થાય છે, અંતે આત્મા સર્વદોશરહિત અને સર્વ ગુણમય બને છે.
જૈન તથા અન્ય દર્શન ના યોગચાર્યો જેમકે પાતંજલિ,ભાસ્કરબંધુ ,દત્તમુની વિગેરે ને પણ
"આ સદદ્રષ્ટિ કહેવાય" ,તેમ માન્ય છે.

જીનાગમ વિરુદ્ધ કઈ લખાયગયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ

Monday, August 1, 2011

08/01/2011 (Monday) ૮-૧-૧૧ page 91 2nd para through point 3 under 'chhit na aath dosho'ચિત્તના આઠ દોષો

ખેદ વગેરે ચિત્તના (મનના -આશયના) દોષો છે અને દોષવાળા ચિત્ત ઉપર વિજય મેળવી શકાતો નથી અને ગુણોની પ્રાપ્તિ થતી નથી. અને આ ચિત્ત વિજય અને ગુણ પ્રાપ્તિ વિના આત્મવિકાસ સાધવો શક્ય નથી. તેથી યોગદશા પ્રાપ્ત કરનાર ભવ્ય આત્માએ આ દોષો જાણવા જ જોઈએ અને કાઢવા જ જોઈએ.



ચિત્તના આઠ દોષો



૧. ખેદ=થાકી જવું. ધર્મની પ્રવૃત્તિ કરતા ઘણો જ પરિશ્રમ પડે છે એમ માનવું. જ્યાં થાકની બુદ્ધિ થાય છે ત્યાં દ્વેષ, અરૂચી,અપ્રીતિ, નાખુશીભાવ આવે જ છે. જેથી આગળ કહેવાતા અદ્વેષ વગેરે ગુણો આવતા નથી.



૨.ઉદ્વેગ=કંટાળો-તિરસ્કાર. ધર્મની પ્રવૃત્તિમાં બેઠા બેઠા કંટાળો આવે, તિરસ્કાર આવે, ક્યારે પૂરું થાય એવા ભાવ આવે,ગોટાળા વાળે



એટલે કે ભૂલો કરે.



૩.ક્ષેપ =ફેંકવુ. ચાલુ(ધર્મ) ક્રિયાને છોડીને ચિત્તને બીજા કામમાં નાખવું. એજેથી ચાલુ ક્રિયા પણ રસ વિનાની બની જાય .


બાળ બુદ્ધિથી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાઇ ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ