Wednesday, August 10, 2011

08/10/2011 (Wednesday) ગાથા ૧૬ પાના નં ૯૨-૯૩ -૯૪ ८/१०/११

યોગમાર્ગની ધર્મક્રિયા કરતા આઠે ચિત્તના દોષો ક્રમસર આવે છે। એક આવે એટલે બધા આવે અને એક જાય એટલે બધા જ જાય .જેમકે

ધર્મક્રિયા કરતા થાક લાગે (પેહલો દોષ ખેદ)
થાક લાગે એટલે કંટાળો આવે (બીજો દોષ ઉદ્વેગ)
કંટાળો આવે એટલે ચિત્ત અસ્થિર થઇ બીજે જાય (ત્રીજો દોષ ક્ષેપ)
એટલે ચાલુ ધર્મકાર્યમાંથી ઉઠી જાય (ચોથો દોષ ઉત્થાન)
ચિત્ત ઉઠી જતા ચારેકોર અહી તહી ભમે (પાંચમો દોષ ભ્રાંતિ)
ભમતા ચિત્તને પરભાવદશામાં આનંદ આવે છે મોહોદય થી (છટ્ઠો દોષ અન્યમુદ)
પરભાવાદશાનો આનંદ જ યોગમાર્ગમાં પીડા આપે(સાતમો દોષ રુગ)
અનાદિના મોહની વાસનાથી પુદગલસુખમાજ આસક્તિ વધે (આઠમો દોષ આસંગ)

જેમ જેમ એક એક દોષ નીકળતો જશે તેમ તેમ એક એક કરતા આઠેય ગુણ આપોઆપ ક્રમશ પ્રગટ થશે e,g, જેમ વાસણનો કાટ ઓછો થશે તેમ આપમેળે ચમક વધશે

આઠ ગુણ (આઠ ગુણમય અંગની સદદ્રષ્ટિ)

અદ્વેષ - આ છે આત્મકલ્યાણનું પેહલું પગથીયું -દ્વેષ ન થવો,અણગમો ન થવો પરમાર્થ સાધવા પ્રત્યે - તો વિકાસ શક્ય છે.
જીજ્ઞાસા - પરમાર્થ જાણવાની ઈચ્છા
શુશ્રુષા - ધર્મતત્વ સાંભળવાની ઈચ્છા,તમન્ના તાલાવેલી થવી
શ્રવણ - એકાગ્રતાથી ધર્મતત્વ સુગુરુ પાસે સાંભળવું.
બોધ - ધર્મતત્વ સાંભળીને જ્ઞાન થવું,તત્વબોધ થવો
મીમાંસા - તત્વબોધ ઉપર સુક્ષ્મ વિચારણા કરી સુક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું
પ્રતિપત્તિ - સુક્ષ્મજ્ઞાન સ્વીકારવું, ઉપાદેય ને ઉપાદેય રૂપે સ્વીકારવું. આ જ સત્ય છે બીજું મિથ્યા છે તેમ સ્વીકારવું
પ્રવૃત્તિ - ઉપાદેય તરીકે સ્વીકારેલા માર્ગમાં પ્રવૃત્તિ કરવી,ઓતપ્રોત થવું,અનુભવમય બનવું.

આઠ યોગ્દ્રષ્ટિની એક એક દૃષ્ટિમાં આઠ અંગમાંથી એક એક અંગ પ્રાપ્ત થાય છે,એક એક દોષ દૂર થાય છે,એક એક ગુણ પ્રાપ્ત થાય છે, અંતે આત્મા સર્વદોશરહિત અને સર્વ ગુણમય બને છે.
જૈન તથા અન્ય દર્શન ના યોગચાર્યો જેમકે પાતંજલિ,ભાસ્કરબંધુ ,દત્તમુની વિગેરે ને પણ
"આ સદદ્રષ્ટિ કહેવાય" ,તેમ માન્ય છે.

જીનાગમ વિરુદ્ધ કઈ લખાયગયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ

No comments:

Post a Comment