ગાથા ૧૭, પાનું ૯૫ લાસ્ટ પેરા, પાનું ૯૬ પહેલા ૨ પેરા
Date: 08/16/2011
દ્રષ્ટિ શબ્દ નો અર્થ સમજાવતા કહે છે કે...
- ભયોથી/વિઘ્નોથી મુક્ત જોવું, દેખાવું, જાણવું તે દર્શન ને દ્રષ્ટિ કહેવાય છે.
- જ્યાં સુધી આંખ ખુલી નથી ત્યાં સુધી કઈ દેખાતું નથી અને અથડાઈ જવાનો ભય રહે છે.
- એક વાર આંખ/દ્રષ્ટિ ખુલે પછી બસ તરતમતા નો જ ફર્ક છે, કોઈ ને થોડું વધારે દેખાય, કોઈ ને થોડું ઓછુ દેખાય, પરંતુ દેખાય છે એ જ મહત્વનું છે, અને એટલે જ અથડાવાનો ભય નથી.
- જન્માંધ વ્યક્તિ ને દ્રષ્ટી ની ખામી હોવાથી તેના બુદ્ધિ ના પરિઘ ની અંદર વિકલ્પો ના વમળો રચ્યા કરે છે, અને કલ્પના કરી અથડાયા કરે છે, પણ સત્ય નું ભાન નથી થતું, પરંતુ કોઈ ચિકિત્સક વૈદ્ય ની બતાવેલા માર્ગદર્શન પર અને બતાવેલી ઔષધ લેવામાં આવે તો નેત્ર પ્રાપ્ત થતા/ દ્રષ્ટિ ખુલતા, ભય માંથી મુક્તિ થતા આનંદ ની અનુભૂતિ અને સત્ય ની પ્રાપ્તિ થાય છે, અને સમસ્ત દ્રશ્ય પદાર્થો દેખાય છે. અને આ દ્રષ્ટિ એક વાર મળ્યા પછી કદી સાથ છોડનાર નથી, અને હંમેશાં વૃદ્ધિ પામનારી છે. તે પ્રમાણે જો સદગુરુરૂપી વૈદ્ય, સત્સાસ્ત્રરુપી તેમની આજ્ઞા અને ભાવો ની યથાર્થ રુચીરુપી ઔષધ લઈએ તો દ્રષ્ટિ ખુલે અને અનંત દર્શન પ્રગટ થાય છે.
- ખૂટે છે જીવ નો સંકલ્પ, સંસાર ના લોભામણા દ્રશ્યો, સદગુરુ પ્રત્યે સમર્પણતા. આટલા જન્મો એમ ના એમ વૈદ્ફ્યા બસ એક જન્મ સદગુરુ ની સોપી પછી જોઈ આ જીવ ક્યાં થી ક્યાં પહોચી સકે છે. બસ, સદગુરુ, કે જે જે પ્રભુ ના માર્ગ પર છે, પ્રભુ ની સમીપ છે, એમની કરુણા ને જીલી અને એમના મય બનાવી દઈયે અને એક વાર આ બુંદ ને એ સાગર માં ભેળવી દઈ, બસ પછી આખો સાગર દરેકે દરેક બુંદ માં મળશે..અને જીવ માં એ જ દ્રષ્ટી આવશે કે જે સદગુરુ પાસે - પ્રભુ પાસે છે.
- દ્રષ્ટી મળ્યા પહેલાનો અંધાપો દોષ વાળો હોવાથી ભયવાળો છે અને અતિશય આકરો છે જયારે દ્રષ્ટિ અલ્પ યા અધિક પ્રમાણ માં મળે તો પણ ભય મુક્ત હોવાથી તેને યોગ ની આત્મવિકાસ ની દ્રષ્ટિ કહેવાય છે.
- ફક્ત બોધ ને દ્રષ્ટી ન કહેતા "સત્શ્રદ્ધા સંગત" ના બોધ ને દ્રષ્ટિ કહે છે. તેથી સત્શાસ્ત્ર અને સત્શાસ્ત્ર ને સમજાવનારા સદગુરુ માં થતી પરમ શ્રદ્ધાપૂર્વક ના બોધ ને જ દ્રષ્ટિ કહેવાય છે. સ્વછંદ મતીકલ્પના ના આધાર પર અને સત્શાસ્ત્ર અને સત્શાસ્ત્ર ને સમજાવનારા સદગુરુ વિના જીવ અંધાપો વધારે છે અને અનંત સંસાર નું પરિભ્રમણ વધારે છે.
- સ્વછંદ મતીકલ્પના નો ત્યાગ અને સત્શાસ્ત્રની શ્રદ્ધા એ જ યોગ્દ્રષ્ટિ નું પ્રવેશદ્વાર છે અને ત્યાંથી જ દ્રષ્ટી અંશત: ખુલે છે.
No comments:
Post a Comment