ગાથા ૧૭: 'દ્રષ્ટિ' શબ્દનો અર્થ
ગથાર્થ:
- યોગની દ્રષ્ટિ = સમ્યગ શ્રદ્ધાથી યુક્ત બોધ
- આ બોધ અસત પ્રવૃત્તિને અટકાવનાર હોવાથી સત પ્રવૃત્તિવાળા પદને (સ્થાનને) આપનાર છે
ટીકાનું વિવેચન:
મૂળગાથામાં 'સચ્છ્દ્ધા' વાપરવા દ્વારા 'અસત શ્રદ્ધા' નો વ્યવચ્છેદ જણાવે છે
અસત શ્રદ્ધા વાળા બોધને દ્રષ્ટિ કહેવાતી નથી
અસત શ્રદ્ધા:
- સમ્યગ શાસ્ત્રોનો આધાર ત્યજી પોતાના મનફાવતાં અભિપ્રાય પ્રમાણે, સ્વચ્છંદપણે, પોતાની મતિ-કલ્પના પ્રમાણે ખોટા તર્ક-વિતર્ક કરવામાં આવે એવી શાસ્ત્રનીરપેક્ષ શ્રદ્ધા
આવી અસત શ્રદ્ધાવાળો બોધ મિત્રાદિ યોગ્દ્રષ્ટિકાળે હોતો નથી, પરંતુ ઓઘદ્રષ્ટિ-કાળે હોય છે.
સદ દ્રષ્ટિ (સાચી શ્રદ્ધાયુક્ત બોધ):
- અસદ્શ્રદ્ધાના વિકલપણાથી
- સમ્યગ શાસ્ત્રોના બોધની આધારવાળી
- આપ્ત્પુરુષોની આજ્ઞાને અનુસરનારી શ્રદ્ધા
પ્રથમની ચાર દ્રષ્ટિ પાછળની ચાર દ્રષ્ટિનું અવંધ્યકારણ હોવાથી સદ્દ્રષ્ટિ કહેવાય છે
(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)
No comments:
Post a Comment