Tuesday, April 26, 2011

04/26/2011 (Tuesday) and 04/27/2011 (Wednesday) સાધુ બનવા માટે ૧૬ ગુણ જરૂરી

સ્વધાય - મંગળવાર, બુધવાર - એપ્રિલ ૨૬, ૨૭ , ૨૦૧૧ . પાનાં # ૪૭, ૪૮, ૪૯.

જૈન આગમમાં પ્રવ્રજ્યા અર્થી જીવોની યોગ્યતા સૂચવતા ૧૬ લક્ષણો કહ્યા છે .

આર્યદેશમાં જન્મ, વિશિષ્ટ જ્ઞાતિ અને કુલથી યુક્ત, લઘુકર્મી , વિષય વાસના અને કષયોની મતિ નિવૃત, સંસારની નિર્ગુણતા જાણનાર, વૈરાગ્ય વાન, કષયો પાતળા બન્યા છે , મન્દ નોકષાય , ઉપકારીનો કૃતજ્ઞ, વિનીત, બધા વડે બહુમાન પામેલો , અદ્રોહકારી , સર્વ અંગથી પરિપૂર્ણ શરીર , શ્રધ્ધા વારો જેથી અતિચાર મુક્ત, સ્થિર પરિણામ વારો , ગુરુજીને સમર્પિત.

ઉપરના ૧૬ લક્ષણો વાળો આત્મા જ પ્રવ્રજ્યાનો અધિકારી છે અને જો આ ન હોય તો તે પ્રવ્રજિત જીવનમાં જ્ઞાનયોગ આરાધી શકતો નથી કારણકે તેનું ચિત મોહવૃત્તિમાં ભટકતું હોય છે. જો ઉપર જણાવેલ ગુણો હોય તે જીવ પ્રવ્રજ્યા સ્વીકારીને એકાગ્ર ચિત્તે જ્ઞાનયોગ આરાધી શકે છે અને દીક્ષિત જીવનમાં છઠ્ઠા- સાતમા ગુણસ્થાનકે સારંભ ધરમોનો સંન્યાસ છે જ પરંતુ ઓપચારિક હોવાથી અતાત્વિક છે અને આઠમા ગુણસ્થાનકથી ક્ષાયોપશમીક ભાવવાળા ધર્મોનો સંન્યાસ એ તાત્વિક ધર્મસન્ન્યાસ છે.



(અણસમજથી ભગવાનની આજ્ઞા વિરુધ્ધ લખાય ગયેલ હોય તો મિચ્છમી દુક્કડમ )

Wednesday, April 20, 2011

04/20/2011 (Wednesday) Gatha 10

ગાથા ૧૦ પાનું ૪૬-૪૭ ૦૪/૨૦/૨૦૧૧

પ્રવ્રજ્યા લેવાની ઈચ્છાવાળા માટે શાસ્ત્રોમાં ૧૬ લક્ષણો:
  1. આર્યદેશમાં જન્મ પામેલ - જેથી જન્મથીજ લોહીમાં ધર્મના સંસ્કાર હોઈ છે.
  2. વિશિષ્ઠ જ્ઞાતિ અને કુલ થી યુક્ત - તીવ્ર કર્મોદય આવે તો પણ લજ્જા ના કારણે સંયમમાં સ્થિર થાય જાય છે. ઉત્તમ સંસ્કારો પ્રતિકુળતામાં પ્રતિજ્ઞાથી પડતા અટકાવે છે.
  3. લઘુ કર્મી, મંદકર્મી
  4. લઘુ કર્મી હોવા થી નિર્મળ બુદ્ધિવાળો, ભવસુખ, વિષયવાસના અને કષાયો થી નિવૃત.
  5. નીચેની વિચારના દ્વારા ભવની નિર્ગુનતા, અને સંસાર ની અસારતા જાણી છે.
  • મનુષ્યભવની પ્રાપ્તિ મહાદુર્લભ છે
  • જો ચેતવામાં ના આવે તો જન્મ-મરણની પરંપરા વધારવામાં મનુષ્યજન્મ નિમિત બની શકે છે
  • સંસારિક વસ્તુઓ ચંચલ છે. કા એ ચાલી જાય અથવા તેને મૂકીને આપડે જવું પડે છે
  • પાંચ ઈન્દ્રીઓ અને ઇષ્ટ-અનિષ્ટ વિષયો દુઃખના જ હેતુઓ છે
  • જેનો સંયોગ છે તેનો વિયોગ છે. માત્ર તે સર્વેના સંયોગજન્ય પાપજ સાથે આવનાર છે
  • મૃત્યુ ક્ષણ-ક્ષણ નજીક આવી રહ્યું છે. મૃત્યુ એક ક્ષણ પણ રાહ જોતું નથી
  • આ ભવમાં કરેલા કષાયો-પાપો-આરંભ-સમારંભ આડી દુષ્કૃત્યોના વિપકો પરભાવમાં ભયંકર દુઃખદાયી છે


Saturday, April 16, 2011

યોગ દ્રષ્ટિ સમુચ્ચય :-
પરાદ્રષ્ટિ -   પરા = અંતિમ , સર્વોત્તમ. ચંદ્રમાની  ચાંદની સમાન, નીરમાર બોધ, સૌથી શ્રેષ્ટ જ્ઞાન (બોધ).
પરાદ્રશ્તીમાં આત્મા જ્ઞાન દ્વારા ત્રણે ભુવનને જાણે છે. આ બોધ સર્વકાળે સદ્ધ્યન  રૂપ જ હોય છે એટલે સમાધિ મય જ હોય છે અને પરભાવ ન હોવાથી અકુરતા-વ્યકુરતા હોતી નથી  અને સ્વભાવ દશામાં ઉત્તમ સુખ વર્તે છે.
જીવન દોષ રહિત હોવાથી પ્રતિક્રમણ આદી શુભ અનુષ્ઠાન તેઓને સંભાવતા નથી અને આ દ્રષ્ટિ વારો જીવ હવે પૂર્વે બાંધેલા અઘાતી કર્મોને ખપાવવા માટે જ બધી પ્રવૃત્તિ કરે છે અને તે ખપાવી અંતે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત કરે છે.

Wednesday, April 13, 2011

04/13/2011 (Wednesday) સમ્યગ્દર્શનના ગુણ - આસ્તિકતા, અનુકંપા , નિર્વેદ, સંવેગ, પ્રશમ.

ગાથા 10, પાનાં # ૪૩, ૪૪ . બુધવાર , એપ્રિલ ૧૩,૨૦૧૧.

પ્રથમ અપૂર્વકરણથી (શુભ આત્મપરીનામથી ) જીવ ગ્રંથિ ભેદ કરે છે અને આ ગ્રંથિભેદનું ફળ સમ્યગ્દર્શન છે. એક વખત ગ્રંથિભેદ થયા પછી ગ્રંથિ કદાપિ સંધાતી નથી - ફરીથી જીવ તીવ્ર રાગ-દ્વેષ કરતો નથી. હવે જીવને તીવ્ર કષાયોનો ઉદય નથી કે નવા તીવ્ર કષાયો બંધાતા નથી. આ ગ્રથિ ભેદ એ જ મુક્તિના બીજ રૂપ સમ્યગ્દર્શન નું કારણ છે.

ગ્રંથિભેદ, અનિવૃતિકરણ, અંતરકરણ થી પ્રશમ (કષાયોની ઉપશાન્તિ ), સંવેગ (મોક્ષાભિલાષ), નીર્વેદ (સંસારના સુખોથી પણ ઉદ્વેગ ), અનુકંપા (સ્વ અને પર દયા ), આસ્તિકતા ( સર્વજ્ઞ પરમાત્માના કથનમાં દ્રઢ વિશ્વાસ ), ગૂણો પ્રગટે છે . આ ગૂણો સામ્યગ દર્શન ના ચિન્હો છે . આ ગૂણો નો ક્રમ તેની પ્રધાનતાને લક્ષીને આપેલો છે . પ્રશમ સૌથી વધુ પ્રધાન છે અને તેના પછી અનુક્રમે ઓછા પ્રધાન વારા ગૂણો છે .

પણ આ લક્ષોણીની પ્રાપ્તિમાં આસ્તિકતા ગુણ જીવ પહે લા મેળવે છે. અને પછી ચડતા ક્રમે છેલ્લે પ્રશમ ગુણ મેળવે છે. ગૂણો ની પ્રાપ્તિ આસ્તિકતા થી શરૂ થાય છે. આસ્તિકતા આવવાથી સ્વ-પરની દ્રવ્ય-ભાવ કરુણા આવે છે તેનાથી સંસારની અસારતા જણાય છે અને મોક્ષાભિલાષ થાય છે અને પુરુષાર્થ થી કષયોની મંદતા પ્રાપ્ત કરે છે અને આ ગુણોવાળું આત્મપરીનામ એ જ સમ્યગ્દર્શન છે જે ગ્રંથિભેદ્જન્ય છે.

(ભાષા જોડણી ભૂલો સુધારીને વાંચશો )

ભગવાનની આજ્ઞા વિરુધ્ધ લખાયેલું હોય તે મારી અણસમજ ને કારણે છે તે બદલ મિચ્છમી દુક્કડમ .

Tuesday, April 12, 2011

04/12/2011 (Tuesday) Pg 40 last pera to Pg 42 last pera


યોગસન્ન્યાસયોગ = આહાર-નિહાર-વિહારરુપ કાયયોગ, ધર્મદેશના આપવા રુપ વચનયોગ અને મનથી પ્રત્યુત્તર આપવા રુપ મનોયોગ એમ ત્રણે યોગોનો સર્વથા નિરોધ કરી અયોગી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે એવા પ્રકારના સામથ્યયોગને યોગસન્ન્યાસયોગ કહે છે. જેનું ફ્ળ અયોગી અવસ્થાની પ્રાપ્તી અને શેષ રહેલા કર્મોને યોગી મુક્ત થાય છે.

ગાથા : ૧૦

સામથ્યયોગ ના બે ભેદ અને તે ક્યારે સંભવી શકે?

૧) ધર્મસન્ન્યાસયોગ સમ્યકદર્શન પુર્વે બીજા અપુર્વકરણકાલે હોય છે.

૨) યોગસન્ન્યાસયોગ કેવલીસમુદઘાત પછી યોગનિરોધ કરે છે તે યોગનિરોધ એટલે યોગસન્ન્યાસયોગ

- સામથ્યયોગ ફ્ક્ત ક્ષપકશ્રેણી મા જ આવે આઠમા ગુ.સ્થા. છે અને આઠમા ગુ.સ્થા. થી શરૂ થાય છે.

- અપુર્વકરણક જીવ આખા સંસારચક્ર માં જીવ બે વાર કરે છે.

૧) પહેલે ગુ.સ્થા. ૨) આઠમા ગુ.સ્થા.

અપૂર્વકરણ = કદાપિ પૂર્વે ન પ્રવર્તેલો શુભ આત્મપરિણામ.

- જેનું ફ઼્ળ ગ્રંથિભેદ છે, અને ગ્રંથિભેદ નું ફ઼્ળ સમ્યકદર્શન છે.

ગ્રંથિભેદ= અપૂર્વ આત્મપરિણામ દ્વારા, અનાદિકાળ ના સુખ નો રાગ અને દુઃખનો દ્વેષ ની ગ્રંથિ ને જીવ તોડે છે, જે કદિ સંધાતી નથી, અને જેથી આત્મા ને તેવા તીવ્રકષાયો નો ઉદય અને બંધ કદિ થતો નથી.

- જેના ફ઼્ળરુપ સમ્યકદર્શન અવશ્ય થાય જ છે, અને પદાર્થનું યથાર્થ સ્વરુપ નું જ્ઞાન થાય છે.

સમ્યકદર્શન = તત્વભૂત પદાર્થોની રુચિરુપ આત્મપરિણામ.

- જે આવવાથી આત્મામાં પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા એમ પાંચ ગુણો પ્રગટે છે.

- આત્માને અર્વણનીય આનંદ પ્રસરે છે.

- આત્મસ્વરુપની અપૂર્વ અનુભોતિ થાય છે.

- સંસાર નિશ્ર્ચિતરૂપે સિમિત થાય છે.

Thursday, April 7, 2011

સામર્થ્યોગ - ગાથા ૯

ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ માં ઘાતી કર્મો ના ઉદય થી આત્મગુણો આવૃત થયા છે પણ જીવ ઘાતી કર્મો ના ક્ષયોપશમથી આત્મગુણો પ્રગટ કરે છે છતાં મંદરસવાલા કર્મોનો ઉદય ચાલુ હોવાથી અતિચારો અને દોષો લાગે છે . વળી કર્મને મંદ રસવાળા કરવામાં પ્રમાદ આવી જાય તો તે તીવ્રરસે ઉદય માં આવે છે અને પ્રાપ્ત ગુણો પણ પાછા આવૃત થયી જાઈ છે .


સામર્થ્યયોગ માં જીવ ક્ષયોપશમ ભાવના ગુણો રૂપ જે ધર્મો છે તે ધર્મોને આત્માના સામર્થ્યથી ત્યાગ કરે છે કારણકે જીવ આ યોગથી ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં તિવ્ર કે મંદ રસવારા ઘાતી કર્મો નો ક્ષયોપશમ નહીં પણ ક્ષય કરતો જાઈ છે. જેથી ચારે ઘાતિકર્મ ના મંદ ઉદયજન્ય પણ અતિચાર યુક્ત અને ભય યુક્ત ગુણો રૂપ જે ક્ષયોપશમીક ધર્મો હતા તે નાશ પામી જાઈ છે . તેનું જ નામ ધર્મસન્ન્યાસ છે. આનાથી આત્મા નિરતિચાર અને નિર્દોષ ગુણવાળો બને છે આને ક્ષાયિકભાવ કહેવાય છે.


(ગુજરાતી ભાષા લખવામાં ભૂલ થયેલ છે તે સુધારીને વાંચશો )

ભગવાનની આજ્ઞા વિરુદ્ધ અણસમજથી લખાયેલ હોય તો મિચ્છમી દૂકકડમ .

Monday, April 4, 2011

04/04/2011 (Monday) પ્રાતિભજ્ઞાન - યોગદ્રષ્ટિ સ્વાધ્યાય - ગાથા ૮


એપ્રિલ ૪, ૨૦૧૧ - સોમવાળ પાનાં # ૩૪,૩૫,૩૬,૩૭.

પ્રાતિભજ્ઞાન - આત્મ પ્રતિભાથી પ્રગટેલુ જ્ઞાન, અલ્પ માત્ર પણ મર્યાદા ને ઓળંગ્યા વિના યથાર્થ મુક્તિના માર્ગને અનુસરનારું એવું પ્રકૃષ્ટ =શ્રેષ્ઠતમ =અપૂર્વ તત્વચિંતન નામનું વિશિષ્ટ જ્ઞાન . આ જ્ઞાન છે તો શ્રુતજ્ઞાન પણ પ્રાતિભ જ્ઞાન સ્વરૂપ અમુલ્ય તત્વચિંતન એ જ્ઞાનાવરનીય ઉપરાંત મોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમ બળે અને ક્ષય બળે થાય છે. આથી વસ્ત્તુના સ્વરૂપને જાણવા માત્ર રૂપ શ્રુતજ્ઞાન કરતાં અનુભવાત્મક રૂપે અધિક હોવાથી આ જ્ઞાન શ્રુતજ્ઞાન નથી પરંતુ શ્રુતજ્ઞાન થી અધિક અર્થાત શ્રુતજ્ઞાન ના અંતિમ સીમાડા વર્તી છે અને કેવલજ્ઞાન ની પ્રાપ્તિનાં પૂર્વકાલ વર્તી છે ॰
પ્રતિભા જ્ઞાન - ૮ થી ૧૨ ગુણસ્થાનક માં શ્રપક શ્રેણી કાળે જ આત્માનુભવ -ગોચર અને શબ્દોથી અવાચ્ય , જ્ઞાના વરણીય અને મોહનીય કર્મ ના ક્ષયોપશમ જન્ય તથા મોહનીય કર્મ ના ક્ષય જન્ય જે આત્માનુભવ થાય છે તે પ્રાતિભ જ્ઞાન.. આ પ્રાતિભ જ્ઞાન યુક્ત , વાણીથી અગોચર આ અનુભવાત્મક સામર્થ્ય યોગ કેવલ જ્ઞાનાદિ નું પ્રબળ સાધન બને છે .

ગુરૂ મુખે શાસ્ત્ર શ્રવણથી મુક્તિ ના ઉપાયભૂત સમ્યગદર્શન , સમ્ય ગજ્ઞાન , સમ્ય ગચારિત્ર ગુણોનું સ્વરૂપ જાણવા મળે છે . પરંતુ અનુભવ મેળવી શકતો નથી . પણ ઉપયોનું બરોબર જ્ઞાન થવાથી અને અદમ્ય પુરુષાર્થ થી આત્માનુભવ નો પ્રકાશ થાય છે. અને આ આત્માનુભવ એ જ પ્રાતીભ જ્ઞાન . અને આ જ્ઞાનપૂર્વક આત્મવિર્ય વડે મોહનો નાશ કરતો ક્ષપક શ્રેણી માં આરૂઠ થાય છે અને પ્રાતીભ જ્ઞાન યુક્ત એવા આત્માનુભવ રૂપ અપૂર્વ -તત્વચિંતન મય સામર્થ્ય યોગ ના બળે મોહનીય કર્મની નિર્જરા કરી ક્ષીણ મોહ ગુણસ્થાનકે આવી ઘનઘાતી કર્મો ખપાવી તેરમે ગુણસ્થાનકે જઈને કેવલયવસ્થા ને અક્ષેપે પ્રાપ્ત કરે છે.

સામર્થ્ય યોગ ના બે ભેદ - ધર્મ સંન્યાસ અને યોગસન્ન્યાસ.
ધર્મ (ક્ષાયોપશમીક ભાવ ) નો સંન્યાસ (ત્યાગ) એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે તે યોગ ધર્મ સનન્યાસ .

યોગ (મન, વચન, કાય યોગ )નો સનન્યાસ (ત્યાગ) એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે તે યોગસન્ન્યાસ .

(અણસમજ થી ભગવાનની આજ્ઞા વિરુધ્ધ લખાઈ ગયું હોય તો મિચ્છમી દૂ ક્કડમ ).