Monday, May 30, 2011

05/30/2011 (Monday), Pg 61 last pera to Pg 63 1st pera

ઓઘદ્રશ્ટિ જીવ ની તરતમતા નીચેના ઉદાહરણ થી સમજાવે છે.

1. સમેઘરાત્રિ = વાદળસહિત + રાત્રિ =અલ્પતર ક્ષયોપક્ષમવાળી

2. અમેઘરાત્રિ = વાદળરહિત + રાત્રિ = કંઇક અધિક્તર વિષય જાણનારી

3. સમેઘદિવસકાલે = વાદળસહિત + દિવસ = કંઇક સ્પષ્ટ દેખનારી દ્ર્શ્ટિ

4. અમેઘદિવસકાલે = વાદળરહિત + દિવસ = વધુ સ્પષ્ટ દેખનારી દ્ર્શ્ટિ

5. ગ્રહવેશયુક્તદ્રષ્ટા = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ+ ભુત/પ્રેત વળગેલ = વિશેષ વિભ્રમસહિત દ્રશ્ટા

6. ગ્રહવેશરહિતદ્રષ્ટા = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ + ભુત/પ્રેત વિનાની સ્વતંત્ર = વિશેષ વિભ્રમરહિત દ્રશ્ટા

7. અભ્રકદ્રષ્ટા = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ + જોનાર બાળક ની દ્ર્શ્ટિ = વિવેકવિકલ

8. અનભ્રકદ્રષ્ટા = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ + જોનાર યુવાન ની દ્ર્શ્ટિ = વિવેકયુક્ત

9. મિથ્યાદ્રશ્ટિ = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ + જોનાર યુવાન ની દ્ર્શ્ટિ + મોતીયો = દોષયુક્ત દ્ર્શ્ટિ

10. ઇતર-મિથ્યાદ્રશ્ટિ = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ + જોનાર યુવાન ની દ્ર્શ્ટિ + મોતીયો વિનાની = દોષમુક્ત દ્ર્શ્ટિ

૧ થી ૪ ભેદ = દર્શનના કાળ આશ્રયી કહી છે.

૫ થી ૮ ભેદ = દેખનારી વ્યક્તિ ને આશ્રયી કહી છે.

૯ અને ૧૦ =દેખવાના સાધનભુત લોચન ને આશ્રયી કહી છે.

ઓઘદ્રશ્ટિ જીવ સંસાર ના સુખ માં જ મઝા પડે છે, તે ધર્મશ્રધાળુ હોય છે, નવ પુર્વનું શાસ્ત્રજ્ઞાન પણ પામે છે, માખીની પાંખ ન દુભાઇ એવું સંયમ પાળે છે, પરંતુ તે બધાની પાછળ સાંસારિક સુખ ની જ દ્રશ્ટિ હોઇ છે, તેવા તીવ્ર અજ્ઞાન થી યુક્ત ઓઘદ્રશ્ટિ જીવ ને અનંતગુણોના આત્મિકસુખ ની ક્લ્પના કરી શકતો નથી.

Wednesday, May 25, 2011

05/25/2011 (Wednesday) Gatha 14

ગાથા ૧૪ પાનું ૫૯-૬૧ ૦૫/૨૫/૨૦૧૧

ઓઘદ્રષ્ટિ જીવોમાં તરતમતા:
  • સંસારી જીવોની ચેતનશક્તિ રૂપ દ્રષ્ટિ હંમેશા મોહના ઉદયના કારણે પુદગલના સુખ તરફજ હોય છે.
  • ઓઘદ્રષ્ટિ: પાંચે ઇન્દ્રિયોના વિષયસુખો પ્રાપ્ત કરવાની, તેમાં આનંદ માનવાની અને તેની વૃદ્ધિ કરવાની દ્રષ્ટિ.
  • ઓઘદ્રષ્ટિ જીવની પ્રવૃત્તિ: સંસાર સંબંધી સુખ કેમ મળે? તે કેમ વૃદ્ધિ પામે? ચિરંજીવી બને? કદાપી દુખ ન આવે?
  • ઓઘદ્રષ્ટિ જીવ શું નથી કરતો: આત્મા, આત્માની નિર્મળતા, મુક્તિ, મુક્તિની પ્રાપ્તિ અને મુક્તિના ઉપાયોનું લક્ષ્ય બિલકુલ નથી કરતો.
  • નિગોદ કરતા પૃથ્વીકાયાદીમાં, તેના કરતા બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચૌઇન્દ્રિય અને પંચેન્દ્રિયના ભવોમાં જાતિનામકર્મના ઉદયથી અને જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી જ્ઞાનદ્રષ્ટિ અધિક-અધિક વિકસે છે.
  • પણ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમની હિનાધિકતાના કારણે ઓઘદ્રષ્ટિ પણ ચિત્ર-વિચિત્ર બને છે, તે દ્રષ્ટાંત આપી ને સમજાવે છે.
  1. સમેઘ રાત્રી: વાદળ વાળી રાત્રી
  2. અમેઘ રાત્રી: વાદળ વિનાની રાત્રી
  3. સમેઘ દિવસ: વાદળ વાળો દિવસ
  4. અમેઘ દિવસ: વાદળ વગરનો દિવસ
  5. ગ્રહાવેશયુક્ત દ્રષ્ટા: ભૂત-પ્રેત- પિશાચ આદિથી યુક્ત દ્રષ્ટા.
  6. ગ્રહાવેશરહિત દ્રષ્ટા: ભૂત-પ્રેત- પિશાચ આદિથી રહિત દ્રષ્ટા.
  7. અર્ભકદ્રષ્ટા: બાળક ની દ્રષ્ટિ
  8. અનર્ભકદ્રષ્ટા: યુવાનની દ્રષ્ટિ
  9. મિથ્યાદ્રષ્ટિ: આંખના રોગ થી જેની દ્રષ્ટિ મિથ્યા બની છે
  10. અમિથ્યાદ્રષ્ટિ: રોગ વગરની આંખો જેની છે
આ દ્રષ્ટાંતોમાં જેમ પરસ્પર તરતમતા છે (ઉપરની પ્રથમની ચાર વસ્તુઓમાં તરતમતા છે; તેવી રીતે પાંચમી અને છઠીમાં; સાતમી અને આઠમીમાં; અને નવમી અને દસમીમાં તરતમતા છે;) તેમ ઓઘદ્રષ્ટિ જીવોમાં પણ તરતમતા છે. હવે પછી ભાવાર્થ ના બ્લોગ માં વધારે ખુલાસો આવશે.
(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)

Tuesday, May 24, 2011

05/24/2011 (Tuesday) યોગસન્નસ્યયોગ , દ્રષ્ટિ


ગાથા ૧૨ પાનાં # ૫૫,૫૬,૫૭,૫૮,૫૯. મે ૨૪, ૨૦૧૧ - મંગળવાર

સામર્થ્ય યોગ ના પ્રથમ ભાગ ધર્મ સંન્યાસ યોગમાં જીવ ક્ષાયિક ભાવથી પ્રથમ મોહનીય અને પછી જ્ઞાન, દર્શન, અંતરાય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાનિ બને છે. એટલે જીવ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને સર્વ દ્રવ્ય -ગુણ, પર્યાય નો સાક્ષાત્કાર કરે છે. અને ધર્મ સનન્યાસયોગ સમાપ્ત થાય છે.
હવે કેવલજ્ઞાનિ ને ફક્ત અઘતી કર્મો ભોગવીને સમાપ્ત કરવા રહે છે. અને આયુષ્ય કર્મની મુદત પૂર્ણ થવા આવતા કાયાદીના ત્રણ યોગો અને સાતવેદનીય નો આશ્રવ અટકાવવા માટે આયોજીકકરણ , કેવલીસમુડ્ઘાત અને યોગ નિરોધ કરવા દ્વારા યોગસનન્યાસ સામર્થ્ય યોગ પ્રગટાવે છે . સંપૂર્ણ અનાશ્રવાવસ્થા , સર્વ સંવર ભાવ, આત્મ પ્રદેશોની નિષ્પ્રકંપવસ્થા અને શૈલેશિકરણ દ્વારા પરિપૂર્ણ શુધ્ધ દશા પ્રાપ્ત કરે છે.

ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ થી સંસારી જીવ પૂર્વ બધ્ધ કર્મોના ઉદયજન્ય ક્રોધ-માન આદિ અધર્મો નો ત્યાગ કરવા ક્ષયોપશમીક ભાવો ક્ષમા -માર્દવતા આદિ ધરમોનો આશ્રય લે છે. આત્મવિકાસ વધતાં ક્ષઈક્ભાવાના ક્ષમા આદિ ધર્મો પ્રાપ્ત કરવા ક્ષાયોપશમીક ભાવના ક્ષમાદિ ધર્મોનો ત્યાગ કરે છે અને છેલ્લે યોગસનન્યાસથી સર્વ ગુણ સંપૂર્ણ પરિપૂર્ણ નિષ્પ્રકંપવસ્થા પામે છે .

મિત્રા, તારા, બલા, દિપ્રા, સ્થિરા,કાન્તા, પ્રભા અને પરા દ્રષ્ટિઓ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ માથી ઉત્પન્ન થયેલી છે.આ દ્રષ્ટિઓ પ્રત્યેક જીવ વિષે જુદી જુદી છે તેથી અનેક છે.દરેક દ્રષ્ટિના નામો અર્થ યુક્ત છે.

યોગની દ્રષ્ટિ શરૂ થતાં પહેલા અનાદિ મિથ્યાત્વી જીવને પ્રથમ ઓઘ દ્રષ્ટિ હોય છે. જ્યારે મિથ્યાત્વં મંદ પડે છે અને આત્મા અપુન બંધક બને છે ત્યારથી યોગની દ્રષ્ટિ શરૂ થાય છે . વસ્તુને જાણવાની આત્માની પ્રગટ રહેલી જે ચૈતન્ય શક્તિ તેને દ્રષ્ટિ કહેવાય છે. સંસારી સર્વેજીવોની ચેતનશક્તિ -જ્ઞાનશક્તિ રૂપ દ્રષ્ટિ હમેશા મોહના ઉદયને કારણે સમાન્યથી પુદગલોના સુખ તરફ જ હોય છે. આ પુદગલ આનંદી દ્રષ્ટિને ઓઘદ્રષ્ટિ કહેવાય છે.


(ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ અણસમજ થી લખાઈ ગયું હોય તો મિચ્છમી દૂકકડમ )

Tuesday, May 17, 2011

05/17/2011 (Tuesday), Gatha 11, Pg 52 last pera to pg 53

ગાથા ૧૧
- આયોજિકાકરણ પછી યોગસન્ન્યાસ નામનો બીજો સામર્થ્યયોગ છે.
- કાયાદિ ત્રણે યોગોના અભાવાત્મક એવો સર્વના સન્ન્યાસવાળો એટલે કે ઐદયિકભાવના અધર્મો અને ક્ષાયિકભાવના ધર્મો એમ ઉભય ના સંન્યાસવાળો આ યોગ અલ્પકાળમાં આત્માને મોક્ષની સાથે જોડનાર હોવાથી ઇચ્છાદિ ત્રણ યોગોમાં તથા મિત્રાદિ આઠઓ દ્રશ્ટિમાં આ સામર્થ્યયોગ સર્વશ્રેષ્ઠ યોગ છે.
- આયોજિકાકરણ અને કેવલીસમુદઘાત કર્યા પછી આ આત્મા યોગનિરોધ કરે છે.
- કાયાદિ ત્રણે યોગોનો નિરોધ કરતાં તેના ફ્લરુપે શૈલેષીઅવસ્થા પ્રગટે છે.
- આત્મ-પ્રદેશોની અત્યંત નિષ્પ્રકંપ અવસ્થા ને શૈલેષીઅવસ્થા કહે છે, જે સર્વ યોગોમાં પરમ યોગદશા, સર્વોત્તમ શ્રેશ્ર્ઠ યોગદશા કહી છે.
- આ યોગ સર્વથા અનાશ્રવ રુપ અને સર્વ સંવરભાવ રુપ છે.
- આ યોગ પામ્યા પછી પાંચ હ્ર્રસ્વસ્વરના ઉચ્ચારણકાળમાત્રમાં જ આ આત્મા મુક્તિપદ પામે છે, માટે સર્વશ્રેષ્ઠ છે.
- આમ, કોઇ સત્પુરુષ મને છોડાવનાર મળે અને દુ:ખરહિત અવસ્થાવાળા મુક્તિપદે લઇ જાય તેવી તીવ્ર ઝંખના ના ઇચ્ચાયોગ થી શરુ થયેલી યાત્રા અહિં સમાપ્ત થાય છે.

Monday, May 9, 2011

05/09/2011 (Monday) યોગસનન્યાસયોગ, આયોજિકકરણ, સમુદઘાત

સોમવાર, મે ૯, ૨૦૧૧ સ્વાધ્યાય પાનાં # ૫૦,૫૧ .

આઠમા ગુણથાનાથી ધર્મસન્ન્યાસયોગ શરૂ થાય છે અને તેરમાં ગુણથાને કેવલજ્ઞાન પામેલા તીર્થંકર કેવલી અને અતીર્થકર કેવલી તેમના આયુષ્યનું અંતમુર્હુત શેષ રહે ત્યારે આયોજીકકરન ( આવશ્યક કરણ, આવર્જિત કરણ અથવા આયોજ્ય કરણ ) કરે છે. આયોજિકાકરણમાં કેવલી ભગવાન આત્માનું અચિંત્ય સામર્થ્ય ફોરવી અઘાતી કર્મોને ખપાવવા માટે તે કાલે જે પ્રયત્નવિશેષ કરે તેને આયોજીકાકરન કહે છે . "અસાધારણ વીર્ય વિશેષ વડે શુભયોગોનું જે પ્રવર્તન તે આયોજિકા કરણ "

દરેક કેવલી ભગવંત કેવલીસમુદઘાત અવશ્ય કરે જ તેવો નિયમ નથી પણ આ આયોજિકા કરણ તો અવશ્ય કરે જ છે માટે આનું બીજું નામ આવશ્ય કરણ પણ કહેવાય છે. તથા પોતાના કર્મોને ખપાવવા જાણે આત્મા પોતાના તરફ આવર્જિત = સન્મુખ કરાયો હોય તેવી આ પ્રકિયા છે તેથી તેને અવરજીતકરણ પણ કહે છે. આ આયોજયકરન કર્યા પછી જે કેવલિ ભગવંતનું આયુષ્ય કર્મ બીજાં અઘાતી કર્મો કરતાં અલ્પ હોય તો તેઓ કેવલિ સમુદઘાત કરે છે .

બલાત્કારે એકી સાથે કર્મોનો નાશ કરવો તે સમુદઘાત કહેવાય છે . સમુદ ઘાત ની પ્રક્રિયા - શરીર માથી આત્મપ્રદેશો બહાર કાઠી પ્રથમ સમયે ઊધ્વ -અધો ચૌદ રાજલોક પ્રમાણ દંડ કરે છે. દ્વિતીય સમયે બે દિશા માં કપાટ રચે છે. ત્રીજા સમય માં બાકીની બે દિશા માં મનથાન રચે છે. ચોથા સમયે આંતરા માં આત્મપ્રદેશો લંબાવી ચૌદ રાજ લોકવ્યાપી ભગવાન બને છે. પાંચમા સમયે આત્મપ્રદેશો નું આંતરમાથી સંહરણ., ૬ થા સમયે મંથાનમાથી સમહરન, સાતમા સમયે કપાટ માથી સમહરન , આઠમા સમયે દંડ માથી સમહરન કરે છે . કેવલિ ભગવંત ની અચિંત્ય વીર્ય દ્વારા કરેલી પ્રક્રિયા જ સંપૂર્ણ કર્મ ક્ષય નો હેતુ બને છે. અને શેષ વેદનીય આદિ ત્રણ કર્મો આયુષ્ય કર્મની સાથે સમાન થાય છે. આ કેવલિ સમુદ ઘાત કહેવાય છે. અને સમુદઘાત પૂર્વે આયોજયકરન કરે છે અને સમુદઘાત પછી યોગનિરોધ કરે છે .
જ્યાં સુધી મન, વચન, કાયના યોગો હોય છે ત્યાં સુધી સાતા વેદનીય નો આશ્રવ ચાલુ રહે છે અને આશ્રવ હોય ત્યાં સુધી મુક્તિ થતી નથી. આ કાયાદી યોગોનો ત્યાગ કરવો એ જ યોગ સનન્યાસ નામ નો બીજો સામર્થ્ય યોગ અને તેના ફર રૂપે શૈલેશી અવસ્થા પ્રગટ થાય છે. અને પરમાત્મા મેરુ પર્વત જેવા સર્વથા નિષ્પ્રકંપ, અનાશ્રવભાવ વારા , સર્વ સંવર ભાવ યુક્ત આયોગી કેવલિ નામે મહયોગી બને છે અને પછી તરત જ મુક્તિપદ પામે છે.

આ સર્વ હકીકત આગમનુસારી છે. એમાં અલ્પ પણ કપોલ કલ્પિત કલ્પના નથી.


(અણ સમજ થી ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ લખાઈ ગયું હોય તો મિચ્છા મી દૂકકડમ )

Sunday, May 8, 2011

Short Question and Answer Part-I

પ્રશ્ન -: ગ્રંથ પ્રારંભમાં કયા ભાવ દર્શાવે છે?

જવાબ: ) મંગલાચરણ, ) વિષય, ) સંબંધ, ) પ્રયોજન

પ્રશ્ન -: મંગલાચરણ આદિનું શું પ્રયોજન છે?

જવાબ: ) શિષ્ટ પુરુષોના આચારોનું પાલન; ) વિઘ્નોના સમૂહની શાંતિ; ) વિદ્વાન પુરુષોનો ગ્રંથ પ્રવેશ.

પ્રશ્ન -3: ગાથા- નો અર્થ શો છે?

જવાબ: અયોગી, યોગીનો વડે પ્રાપ્ય, અને જીનોત્તમ એવા વીરપ્રભુને ઈચ્છાયોગથી નમસ્કાર કરી તે યોગની દ્રષ્ટિઓના ભેદથી હું સંક્ષેપમાં યોગને સમજાવીશ.

પ્રશ્ન -: શિષ્ટ પુરુષોના આચારોનું પાલન કેવો હોઈ છે?

જવાબ: શિષ્ટ પુરુષો કોઈ પણ ઇષ્ટકાર્ય શરૂ કરતા પહેલા ઇષ્ટદેવને નમસ્કાર કરે છે.

પ્રશ્ન -: શા માટે ગ્રંથ પ્રારંભમાં 'પ્રયોજન' જણાવાય છે?

જવાબ: પ્રયોજન કહેવાયું હોઈ તેવો ગ્રંથ કોઈ વાંચે નહિ. એટલે ગ્રંથ પ્રારંભમાં 'પ્રયોજન' જણાવાય છે.

પ્રશ્ન -: શા માટે ગ્રંથ પ્રારંભમાં 'વિષય (અભિધેય)' જણાવાય છે?

જવાબ: જે શાસ્ત્ર વિષય વિનાનું હોઈ તેનું પ્રયોજન કહેવું શક્યા નથી. એટલે ગ્રંથ પ્રારંભમાં 'વિષય' જણાવાય છે.

પ્રશ્ન -: શા માટે ગ્રંથ પ્રારંભમાં 'સંબંધ' જણાવાય છે?

જવાબ:' ગ્રંથનું ફળ છે' વાક્યમાં 'ગ્રંથ=વાચક' અને 'જ્ઞાનરુપ ફળ=વાચ્ય'. એમ વાંચ્ય-વાચક સ્વરૂપ જે યોગ તે 'સંબંધ'.

પ્રશ્ન -: ગ્રંથકારશ્રી મહાવીર પરમાત્માના કયા ગુણો દર્શાવે છે?

જવાબ: ) અયોગ, ) યોગીગમ્ય, ) જીનોત્તમ

પ્રશ્ન -: જિન કોને કહેવાય?

જવાબ: જે 'રાગાદિ' દોષોને જીતે તે જિન કહેવાય.

પ્રશ્ન -: જિનના પ્રકાર?

જવાબ: ) શ્રુતજિન: વિશિષ્ટ શ્રુતજ્ઞાન વડે મોહાદિ દોષોને જીતતા હોઈ તેવા શ્રુતકેવલી

) અવધિજિન: સમ્યકજ્ઞાન દ્વારા મોહાદિ દોષોને જીતતા અવધિજ્ઞાની

) મન:પર્યવજિન: સમ્યકજ્ઞાન દ્વારા મોહાદિ દોષોને જીતતા મન:પર્યવજ્ઞાની

) કેવલીજિન: સમ્યકજ્ઞાન દ્વારા મોહાદિ દોષોને જીતતા કેવલજ્ઞાની

પ્રશ્ન -૧૦: મહાવીર પરમાત્મા જીનોત્તમ શા માટે છે?

જવાબ: કેવલી અને તીર્થંકર હોવાથી

પ્રશ્ન -૧૧: તીર્થંકર કેવલી સામાન્ય કેવલી થી કેમ અલગ પડે છે?

જવાબ: તીર્થંકર નામકર્મ ના ઉદય થી તીર્થંકર પરમાત્મા પરોપદેશ આપેજ છે અને તેઓ અતિશય સહીત વિચરતા હોઈ છે.

પ્રશ્ન -૧૨: તીર્થંકર નામકર્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

જવાબ: સમ્યક્ત્વ સહીત આત્માને અરિહંતાદિ વીશસ્થાનકો પ્રત્યે પરમવાત્સલ્યભાવ=પરમ ભક્તિભાવના કારણે અને સંસાર પરિભ્રમણ કરતા સર્વજીવોને 'હું ધર્મરસિક કરું', અને 'કલ્યાણના માર્ગે ચડાવું' એવી ભાવના દ્વારા