ગાથા ૧૧
- આયોજિકાકરણ પછી યોગસન્ન્યાસ નામનો બીજો સામર્થ્યયોગ છે.
- કાયાદિ ત્રણે યોગોના અભાવાત્મક એવો સર્વના સન્ન્યાસવાળો એટલે કે ઐદયિકભાવના અધર્મો અને ક્ષાયિકભાવના ધર્મો એમ ઉભય ના સંન્યાસવાળો આ યોગ અલ્પકાળમાં આત્માને મોક્ષની સાથે જોડનાર હોવાથી ઇચ્છાદિ ત્રણ યોગોમાં તથા મિત્રાદિ આઠઓ દ્રશ્ટિમાં આ સામર્થ્યયોગ સર્વશ્રેષ્ઠ યોગ છે.
- આયોજિકાકરણ અને કેવલીસમુદઘાત કર્યા પછી આ આત્મા યોગનિરોધ કરે છે.
- કાયાદિ ત્રણે યોગોનો નિરોધ કરતાં તેના ફ્લરુપે શૈલેષીઅવસ્થા પ્રગટે છે.
- આત્મ-પ્રદેશોની અત્યંત નિષ્પ્રકંપ અવસ્થા ને શૈલેષીઅવસ્થા કહે છે, જે સર્વ યોગોમાં પરમ યોગદશા, સર્વોત્તમ શ્રેશ્ર્ઠ યોગદશા કહી છે.
- આ યોગ સર્વથા અનાશ્રવ રુપ અને સર્વ સંવરભાવ રુપ છે.
- આ યોગ પામ્યા પછી પાંચ હ્ર્રસ્વસ્વરના ઉચ્ચારણકાળમાત્રમાં જ આ આત્મા મુક્તિપદ પામે છે, માટે સર્વશ્રેષ્ઠ છે.
- આમ, કોઇ સત્પુરુષ મને છોડાવનાર મળે અને દુ:ખરહિત અવસ્થાવાળા મુક્તિપદે લઇ જાય તેવી તીવ્ર ઝંખના ના ઇચ્ચાયોગ થી શરુ થયેલી યાત્રા અહિં સમાપ્ત થાય છે.
No comments:
Post a Comment