સોમવાર, મે ૯, ૨૦૧૧ સ્વાધ્યાય પાનાં # ૫૦,૫૧ .
આઠમા ગુણથાનાથી ધર્મસન્ન્યાસયોગ શરૂ થાય છે અને તેરમાં ગુણથાને કેવલજ્ઞાન પામેલા તીર્થંકર કેવલી અને અતીર્થકર કેવલી તેમના આયુષ્યનું અંતમુર્હુત શેષ રહે ત્યારે આયોજીકકરન ( આવશ્યક કરણ, આવર્જિત કરણ અથવા આયોજ્ય કરણ ) કરે છે. આયોજિકાકરણમાં કેવલી ભગવાન આત્માનું અચિંત્ય સામર્થ્ય ફોરવી અઘાતી કર્મોને ખપાવવા માટે તે કાલે જે પ્રયત્નવિશેષ કરે તેને આયોજીકાકરન કહે છે . "અસાધારણ વીર્ય વિશેષ વડે શુભયોગોનું જે પ્રવર્તન તે આયોજિકા કરણ "
દરેક કેવલી ભગવંત કેવલીસમુદઘાત અવશ્ય કરે જ તેવો નિયમ નથી પણ આ આયોજિકા કરણ તો અવશ્ય કરે જ છે માટે આનું બીજું નામ આવશ્ય કરણ પણ કહેવાય છે. તથા પોતાના કર્મોને ખપાવવા જાણે આત્મા પોતાના તરફ આવર્જિત = સન્મુખ કરાયો હોય તેવી આ પ્રકિયા છે તેથી તેને અવરજીતકરણ પણ કહે છે. આ આયોજયકરન કર્યા પછી જે કેવલિ ભગવંતનું આયુષ્ય કર્મ બીજાં અઘાતી કર્મો કરતાં અલ્પ હોય તો તેઓ કેવલિ સમુદઘાત કરે છે .
બલાત્કારે એકી સાથે કર્મોનો નાશ કરવો તે સમુદઘાત કહેવાય છે . સમુદ ઘાત ની પ્રક્રિયા - શરીર માથી આત્મપ્રદેશો બહાર કાઠી પ્રથમ સમયે ઊધ્વ -અધો ચૌદ રાજલોક પ્રમાણ દંડ કરે છે. દ્વિતીય સમયે બે દિશા માં કપાટ રચે છે. ત્રીજા સમય માં બાકીની બે દિશા માં મનથાન રચે છે. ચોથા સમયે આંતરા માં આત્મપ્રદેશો લંબાવી ચૌદ રાજ લોકવ્યાપી ભગવાન બને છે. પાંચમા સમયે આત્મપ્રદેશો નું આંતરમાથી સંહરણ., ૬ થા સમયે મંથાનમાથી સમહરન, સાતમા સમયે કપાટ માથી સમહરન , આઠમા સમયે દંડ માથી સમહરન કરે છે . કેવલિ ભગવંત ની અચિંત્ય વીર્ય દ્વારા કરેલી પ્રક્રિયા જ સંપૂર્ણ કર્મ ક્ષય નો હેતુ બને છે. અને શેષ વેદનીય આદિ ત્રણ કર્મો આયુષ્ય કર્મની સાથે સમાન થાય છે. આ કેવલિ સમુદ ઘાત કહેવાય છે. અને સમુદઘાત પૂર્વે આયોજયકરન કરે છે અને સમુદઘાત પછી યોગનિરોધ કરે છે .
જ્યાં સુધી મન, વચન, કાયના યોગો હોય છે ત્યાં સુધી સાતા વેદનીય નો આશ્રવ ચાલુ રહે છે અને આશ્રવ હોય ત્યાં સુધી મુક્તિ થતી નથી. આ કાયાદી યોગોનો ત્યાગ કરવો એ જ યોગ સનન્યાસ નામ નો બીજો સામર્થ્ય યોગ અને તેના ફર રૂપે શૈલેશી અવસ્થા પ્રગટ થાય છે. અને પરમાત્મા મેરુ પર્વત જેવા સર્વથા નિષ્પ્રકંપ, અનાશ્રવભાવ વારા , સર્વ સંવર ભાવ યુક્ત આયોગી કેવલિ નામે મહયોગી બને છે અને પછી તરત જ મુક્તિપદ પામે છે.
આ સર્વ હકીકત આગમનુસારી છે. એમાં અલ્પ પણ કપોલ કલ્પિત કલ્પના નથી.
(અણ સમજ થી ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ લખાઈ ગયું હોય તો મિચ્છા મી દૂકકડમ )

No comments:
Post a Comment