Monday, May 30, 2011

05/30/2011 (Monday), Pg 61 last pera to Pg 63 1st pera

ઓઘદ્રશ્ટિ જીવ ની તરતમતા નીચેના ઉદાહરણ થી સમજાવે છે.

1. સમેઘરાત્રિ = વાદળસહિત + રાત્રિ =અલ્પતર ક્ષયોપક્ષમવાળી

2. અમેઘરાત્રિ = વાદળરહિત + રાત્રિ = કંઇક અધિક્તર વિષય જાણનારી

3. સમેઘદિવસકાલે = વાદળસહિત + દિવસ = કંઇક સ્પષ્ટ દેખનારી દ્ર્શ્ટિ

4. અમેઘદિવસકાલે = વાદળરહિત + દિવસ = વધુ સ્પષ્ટ દેખનારી દ્ર્શ્ટિ

5. ગ્રહવેશયુક્તદ્રષ્ટા = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ+ ભુત/પ્રેત વળગેલ = વિશેષ વિભ્રમસહિત દ્રશ્ટા

6. ગ્રહવેશરહિતદ્રષ્ટા = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ + ભુત/પ્રેત વિનાની સ્વતંત્ર = વિશેષ વિભ્રમરહિત દ્રશ્ટા

7. અભ્રકદ્રષ્ટા = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ + જોનાર બાળક ની દ્ર્શ્ટિ = વિવેકવિકલ

8. અનભ્રકદ્રષ્ટા = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ + જોનાર યુવાન ની દ્ર્શ્ટિ = વિવેકયુક્ત

9. મિથ્યાદ્રશ્ટિ = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ + જોનાર યુવાન ની દ્ર્શ્ટિ + મોતીયો = દોષયુક્ત દ્ર્શ્ટિ

10. ઇતર-મિથ્યાદ્રશ્ટિ = ઉપરોક્ત ચાર વસ્તુસ્થિતિ + જોનાર યુવાન ની દ્ર્શ્ટિ + મોતીયો વિનાની = દોષમુક્ત દ્ર્શ્ટિ

૧ થી ૪ ભેદ = દર્શનના કાળ આશ્રયી કહી છે.

૫ થી ૮ ભેદ = દેખનારી વ્યક્તિ ને આશ્રયી કહી છે.

૯ અને ૧૦ =દેખવાના સાધનભુત લોચન ને આશ્રયી કહી છે.

ઓઘદ્રશ્ટિ જીવ સંસાર ના સુખ માં જ મઝા પડે છે, તે ધર્મશ્રધાળુ હોય છે, નવ પુર્વનું શાસ્ત્રજ્ઞાન પણ પામે છે, માખીની પાંખ ન દુભાઇ એવું સંયમ પાળે છે, પરંતુ તે બધાની પાછળ સાંસારિક સુખ ની જ દ્રશ્ટિ હોઇ છે, તેવા તીવ્ર અજ્ઞાન થી યુક્ત ઓઘદ્રશ્ટિ જીવ ને અનંતગુણોના આત્મિકસુખ ની ક્લ્પના કરી શકતો નથી.

No comments:

Post a Comment