Tuesday, May 24, 2011

05/24/2011 (Tuesday) યોગસન્નસ્યયોગ , દ્રષ્ટિ


ગાથા ૧૨ પાનાં # ૫૫,૫૬,૫૭,૫૮,૫૯. મે ૨૪, ૨૦૧૧ - મંગળવાર

સામર્થ્ય યોગ ના પ્રથમ ભાગ ધર્મ સંન્યાસ યોગમાં જીવ ક્ષાયિક ભાવથી પ્રથમ મોહનીય અને પછી જ્ઞાન, દર્શન, અંતરાય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાનિ બને છે. એટલે જીવ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને સર્વ દ્રવ્ય -ગુણ, પર્યાય નો સાક્ષાત્કાર કરે છે. અને ધર્મ સનન્યાસયોગ સમાપ્ત થાય છે.
હવે કેવલજ્ઞાનિ ને ફક્ત અઘતી કર્મો ભોગવીને સમાપ્ત કરવા રહે છે. અને આયુષ્ય કર્મની મુદત પૂર્ણ થવા આવતા કાયાદીના ત્રણ યોગો અને સાતવેદનીય નો આશ્રવ અટકાવવા માટે આયોજીકકરણ , કેવલીસમુડ્ઘાત અને યોગ નિરોધ કરવા દ્વારા યોગસનન્યાસ સામર્થ્ય યોગ પ્રગટાવે છે . સંપૂર્ણ અનાશ્રવાવસ્થા , સર્વ સંવર ભાવ, આત્મ પ્રદેશોની નિષ્પ્રકંપવસ્થા અને શૈલેશિકરણ દ્વારા પરિપૂર્ણ શુધ્ધ દશા પ્રાપ્ત કરે છે.

ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ થી સંસારી જીવ પૂર્વ બધ્ધ કર્મોના ઉદયજન્ય ક્રોધ-માન આદિ અધર્મો નો ત્યાગ કરવા ક્ષયોપશમીક ભાવો ક્ષમા -માર્દવતા આદિ ધરમોનો આશ્રય લે છે. આત્મવિકાસ વધતાં ક્ષઈક્ભાવાના ક્ષમા આદિ ધર્મો પ્રાપ્ત કરવા ક્ષાયોપશમીક ભાવના ક્ષમાદિ ધર્મોનો ત્યાગ કરે છે અને છેલ્લે યોગસનન્યાસથી સર્વ ગુણ સંપૂર્ણ પરિપૂર્ણ નિષ્પ્રકંપવસ્થા પામે છે .

મિત્રા, તારા, બલા, દિપ્રા, સ્થિરા,કાન્તા, પ્રભા અને પરા દ્રષ્ટિઓ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ માથી ઉત્પન્ન થયેલી છે.આ દ્રષ્ટિઓ પ્રત્યેક જીવ વિષે જુદી જુદી છે તેથી અનેક છે.દરેક દ્રષ્ટિના નામો અર્થ યુક્ત છે.

યોગની દ્રષ્ટિ શરૂ થતાં પહેલા અનાદિ મિથ્યાત્વી જીવને પ્રથમ ઓઘ દ્રષ્ટિ હોય છે. જ્યારે મિથ્યાત્વં મંદ પડે છે અને આત્મા અપુન બંધક બને છે ત્યારથી યોગની દ્રષ્ટિ શરૂ થાય છે . વસ્તુને જાણવાની આત્માની પ્રગટ રહેલી જે ચૈતન્ય શક્તિ તેને દ્રષ્ટિ કહેવાય છે. સંસારી સર્વેજીવોની ચેતનશક્તિ -જ્ઞાનશક્તિ રૂપ દ્રષ્ટિ હમેશા મોહના ઉદયને કારણે સમાન્યથી પુદગલોના સુખ તરફ જ હોય છે. આ પુદગલ આનંદી દ્રષ્ટિને ઓઘદ્રષ્ટિ કહેવાય છે.


(ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ અણસમજ થી લખાઈ ગયું હોય તો મિચ્છમી દૂકકડમ )

No comments:

Post a Comment