ઓઘદ્રષ્ટિ જીવોમાં તરતમતા:
- સંસારી જીવોની ચેતનશક્તિ રૂપ દ્રષ્ટિ હંમેશા મોહના ઉદયના કારણે પુદગલના સુખ તરફજ હોય છે.
- ઓઘદ્રષ્ટિ: પાંચે ઇન્દ્રિયોના વિષયસુખો પ્રાપ્ત કરવાની, તેમાં આનંદ માનવાની અને તેની વૃદ્ધિ કરવાની દ્રષ્ટિ.
- ઓઘદ્રષ્ટિ જીવની પ્રવૃત્તિ: સંસાર સંબંધી સુખ કેમ મળે? તે કેમ વૃદ્ધિ પામે? ચિરંજીવી બને? કદાપી દુખ ન આવે?
- ઓઘદ્રષ્ટિ જીવ શું નથી કરતો: આત્મા, આત્માની નિર્મળતા, મુક્તિ, મુક્તિની પ્રાપ્તિ અને મુક્તિના ઉપાયોનું લક્ષ્ય બિલકુલ નથી કરતો.
- નિગોદ કરતા પૃથ્વીકાયાદીમાં, તેના કરતા બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચૌઇન્દ્રિય અને પંચેન્દ્રિયના ભવોમાં જાતિનામકર્મના ઉદયથી અને જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી જ્ઞાનદ્રષ્ટિ અધિક-અધિક વિકસે છે.
- પણ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમની હિનાધિકતાના કારણે ઓઘદ્રષ્ટિ પણ ચિત્ર-વિચિત્ર બને છે, તે દ્રષ્ટાંત આપી ને સમજાવે છે.
- સમેઘ રાત્રી: વાદળ વાળી રાત્રી
- અમેઘ રાત્રી: વાદળ વિનાની રાત્રી
- સમેઘ દિવસ: વાદળ વાળો દિવસ
- અમેઘ દિવસ: વાદળ વગરનો દિવસ
- ગ્રહાવેશયુક્ત દ્રષ્ટા: ભૂત-પ્રેત- પિશાચ આદિથી યુક્ત દ્રષ્ટા.
- ગ્રહાવેશરહિત દ્રષ્ટા: ભૂત-પ્રેત- પિશાચ આદિથી રહિત દ્રષ્ટા.
- અર્ભકદ્રષ્ટા: બાળક ની દ્રષ્ટિ
- અનર્ભકદ્રષ્ટા: યુવાનની દ્રષ્ટિ
- મિથ્યાદ્રષ્ટિ: આંખના રોગ થી જેની દ્રષ્ટિ મિથ્યા બની છે
- અમિથ્યાદ્રષ્ટિ: રોગ વગરની આંખો જેની છે
આ દ્રષ્ટાંતોમાં જેમ પરસ્પર તરતમતા છે (ઉપરની પ્રથમની ચાર વસ્તુઓમાં તરતમતા છે; તેવી રીતે પાંચમી અને છઠીમાં; સાતમી અને આઠમીમાં; અને નવમી અને દસમીમાં તરતમતા છે;) તેમ ઓઘદ્રષ્ટિ જીવોમાં પણ તરતમતા છે. હવે પછી ભાવાર્થ ના બ્લોગ માં વધારે ખુલાસો આવશે.
(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)
No comments:
Post a Comment