Sunday, May 8, 2011

Short Question and Answer Part-I

પ્રશ્ન ૧-૧: ગ્રંથ પ્રારંભમાં કયા ભાવ દર્શાવે છે?

જવાબ: ૧) મંગલાચરણ, ૨) વિષય, ૩) સંબંધ, ૪) પ્રયોજન

પ્રશ્ન ૧-૨: મંગલાચરણ આદિનું શું પ્રયોજન છે?

જવાબ: ૧) શિષ્ટ પુરુષોના આચારોનું પાલન; ૨) વિઘ્નોના સમૂહની શાંતિ; ૩) વિદ્વાન પુરુષોનો ગ્રંથ પ્રવેશ.

પ્રશ્ન ૧-3: ગાથા-૧ નો અર્થ શો છે?

જવાબ: અયોગી, યોગીનો વડે જ પ્રાપ્ય, અને જીનોત્તમ એવા વીરપ્રભુને ઈચ્છાયોગથી નમસ્કાર કરી તે યોગની દ્રષ્ટિઓના ભેદથી હું સંક્ષેપમાં યોગને સમજાવીશ.

પ્રશ્ન ૧-૪: શિષ્ટ પુરુષોના આચારોનું પાલન કેવો હોઈ છે?

જવાબ: શિષ્ટ પુરુષો કોઈ પણ ઇષ્ટકાર્ય શરૂ કરતા પહેલા ઇષ્ટદેવને નમસ્કાર કરે છે.

પ્રશ્ન ૧-૫: શા માટે ગ્રંથ પ્રારંભમાં 'પ્રયોજન' જણાવાય છે?

જવાબ: પ્રયોજન ન કહેવાયું હોઈ તેવો ગ્રંથ કોઈ વાંચે નહિ. એટલે ગ્રંથ પ્રારંભમાં 'પ્રયોજન' જણાવાય છે.

પ્રશ્ન ૧-૬: શા માટે ગ્રંથ પ્રારંભમાં 'વિષય (અભિધેય)' જણાવાય છે?

જવાબ: જે શાસ્ત્ર વિષય વિનાનું હોઈ તેનું પ્રયોજન કહેવું શક્યા નથી. એટલે ગ્રંથ પ્રારંભમાં 'વિષય' જણાવાય છે.

પ્રશ્ન ૧-૬: શા માટે ગ્રંથ પ્રારંભમાં 'સંબંધ' જણાવાય છે?

જવાબ:'આ ગ્રંથનું આ ફળ છે' એ વાક્યમાં 'ગ્રંથ=વાચક' અને 'જ્ઞાનરુપ ફળ=વાચ્ય'. એમ વાંચ્ય-વાચક સ્વરૂપ જે યોગ તે 'સંબંધ'.

પ્રશ્ન ૧-૭: ગ્રંથકારશ્રી મહાવીર પરમાત્માના કયા ગુણો દર્શાવે છે?

જવાબ: ૧) અયોગ, ૨) યોગીગમ્ય, ૩) જીનોત્તમ

પ્રશ્ન ૧-૮: જિન કોને કહેવાય?

જવાબ: જે 'રાગાદિ' દોષોને જીતે તે જિન કહેવાય.

પ્રશ્ન ૧-૯: જિનના પ્રકાર?

જવાબ: ૧) શ્રુતજિન: વિશિષ્ટ શ્રુતજ્ઞાન વડે મોહાદિ દોષોને જીતતા હોઈ તેવા શ્રુતકેવલી

૨) અવધિજિન: સમ્યકજ્ઞાન દ્વારા મોહાદિ દોષોને જીતતા અવધિજ્ઞાની

૩) મન:પર્યવજિન: સમ્યકજ્ઞાન દ્વારા મોહાદિ દોષોને જીતતા મન:પર્યવજ્ઞાની

૪) કેવલીજિન: સમ્યકજ્ઞાન દ્વારા મોહાદિ દોષોને જીતતા કેવલજ્ઞાની

પ્રશ્ન ૧-૧૦: મહાવીર પરમાત્મા જીનોત્તમ શા માટે છે?

જવાબ: કેવલી અને તીર્થંકર હોવાથી

પ્રશ્ન ૧-૧૧: તીર્થંકર કેવલી સામાન્ય કેવલી થી કેમ અલગ પડે છે?

જવાબ: તીર્થંકર નામકર્મ ના ઉદય થી તીર્થંકર પરમાત્મા પરોપદેશ આપેજ છે અને તેઓ અતિશય સહીત વિચરતા હોઈ છે.

પ્રશ્ન ૧-૧૨: તીર્થંકર નામકર્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

જવાબ: સમ્યક્ત્વ સહીત આત્માને અરિહંતાદિ વીશસ્થાનકો પ્રત્યે પરમવાત્સલ્યભાવ=પરમ ભક્તિભાવના કારણે અને સંસાર પરિભ્રમણ કરતા સર્વજીવોને 'હું ધર્મરસિક કરું', અને 'કલ્યાણના માર્ગે ચડાવું' એવી ભાવના દ્વારા


No comments:

Post a Comment