Wednesday, June 1, 2011

06/01/2011 (Wednesday) and 06/06/2011 (Monday) ઓઘદ્રષ્ટિ


ગાથા ૧૪ , સ્વાધ્યાય - જૂન ૧ અને ૬ , ૨૦૧૧ , બુધવાર અને સોમવાર .
પાનાં # ૬૩,૬૪,૬૫,૬૬.

ગ્રંથકારે જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમ અને મોહનીય કર્મના ઉદયને લીધે સંસારી જીવ ની સત્ય સમજવાની દ્રષ્ટિ તરતમાતા વાળી હોય છે તે સમજાવવા માટે જીવની ઇન્દ્રિય થી સમજવાની શક્તિનો દાખલો આપ્યો છે - સમેઘા રાત્રિ, અમેઘા રાત્રિ, સમેઘ દિવસ,અમેઘ દિવસ,ગ્રહવેશયુક્ત દ્રષ્ટા , ગ્રહવેષરહિત દ્રષ્ટા, અભ્રક દ્રષ્ટા, અન ર્ભક્દ્રષ્ટા , મિથ્યા દ્રષ્ટિ - આમાં પ્રથમ ચાર ભેદો કાળને આશ્રયી છે અને પાંચથી આઠ સુધીના ભેદો દેખનાર વ્યક્તિને આશ્રયી છે અને છેલ્લા બે ભેદો લોચનને આશ્રયી છે.

પુદગલનાંદી જીવની દ્રષ્ટિ સામાન્યપણે પુદગલોના સુખ તરફની હોય છે તે ઓઘદ્રષ્ટિ . આ ઓઘદ્રષ્ટિ પ્રથમ ગુણસ્થાનકે આપુંબર્ધકવસ્થા પ્રાપ્ત થતાં પૂર્વે જ સમાપ્ત થયી જાય છે. અને યોગદ્રષ્ટિ શરૂ થાય છે. પૌદગલિક સુખમાં, દુખ દેખાવા લાગે ત્યારે જીવ ચરમાવર્ત માં પ્રવેશ કરે છે અને ક્રમશઃ અપૂન્બર્ધક બને છે. ચર્મવર્તના પૂર્વના અર્ધભાગ માં મિત્રા,તારા,બલા , દિપ્રા દ્રષ્ટિ હોય છે. અચર્મવર્ત માં અને ચર્મવર્તના પૂર્વાર્ધમાં જીવને જ્ઞાનવરણીય કર્મની ક્ષયોપશમ ની તરતમતાં ને લીધે અને મિથ્યાત્વ ના ઉદયને કારણે દર્શનભેદ અર્થાત પ્રતિપતિભેદ હોય છે.

કર્મની મંદતાને લીધે જીવ અપૂર્વકર્ણ , અનિવૃતિકરણ, અંતરકરણ કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. સમયગદ્રષ્ટિ જીવ સ્થિરા, કાંતા, પ્રભા, પરા દ્રષ્ટિમાં વર્તનાર છે. અને તેમને પ્રતિ પત્તિ ભેદ હોતો નથી અને આ યોગી મહાત્માઓની પ્રવૃત્તિ પણ પરોપકાર માટે હોય છે . તેઓ પોતાની સંપત્તિ પરના ઉપકાર માં જોડે છે અને પોતાને જે પરમાર્થ તત્વનો લાભ થયેલ છે તે બીજા જીવોને પણ મળે તે માટે પ્રયત્ન કરે છે.

આ પ્રયત્ન પાછળ પાંચ મુખ્ય કારણ છે.

૧ . શુધ્ધબોધ ભાવેન - નિશ્ચય અને વ્યવહાર નયોની અપેક્ષા સમજાઈ હોવાથી શુધ્ધ બોધ છે. જ્ઞાન નિર્મળ છે. દ્રષ્ટિ સાપેક્ષ છે. તેથી પરમાર્થ તત્વનો પ્રેમ જાગે છે. અધ્યાત્મિક દ્રષ્ટિ વિકસે છે અને પરોપકાર કરવા તરફ પ્રવૃત્તિ કરે છે.

૨. વિનિવૃત્તગ્રહતયા - સાપેક્ષ દ્રષ્ટિ હોવાથી કદાગ્રહ નથી . દ્રષ્ટિ નિર્મળ , વિશાળ છે. અને પરમાર્થ તત્વ પ્રત્યેના પ્રેમથી પરોપકાર પારાયણ બને છે.

૩. માઈત્ર્યદિપરત ન્ત્રએન - સમ્યકત્વના પ્રતાપે કષયોની મંદતા છે તેથી મૈત્રી-પ્રમોદ-કરુણા અને મધ્યસ્થા ભાવોથી દર્શન ભેદનો ત્યાગ કરી પરોપકાર કરવામાં જીવ પ્રવર્તે છે.

૪. ગંભીરોદરાશયત્વત - સ્થિરાદિ દ્રષ્ટિમાં આવેલ જીવો ક્ષમા આપનાર હોય છે. અન્યના અવિનયાદીને ભૂલી જઈને પરોપકારી હોય છે.

૫. - બાલ જીવો નું હિત-કલ્યાણ થાય તે રીતે સદા ધર્મ શ્રવણ કરાવે છે.

નોંધ :

પ્રતિપત્તિ - મીમાંસા કરતાં સાચા બોધનો સ્વીકાર કરવો .
મીમાંસા - તત્વબોધ થવાથી તે સંબંધી સૂક્ષ્મવિચારણા કરી સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું .
દર્શનભેદ - ( શ્રી યોગદ્રષ્ટિ સમુચ્ચય - પાનાં #૬૫ ) પ્રથમ ચાર દ્રષ્ટિ વખતે જીવ સાચા તત્વ નો બોધ સ્વીકારે છે પરંતુ જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ અને દર્શનમોહના ઉદયને લીધે તત્વબોધનો પોતાની માન્યતા પ્રમાણે સ્વીકારે છે તેનાથી દર્શનભેદ રહે છે .


(સ્વાધ્યાય લખવામાં અણસમજ થી ભૂલ થયેલ હોય તો મિચ્છમી દુક્કડમ .)

No comments:

Post a Comment