Tuesday, June 28, 2011

06/28/2011 (Tuesday) Page 75 2nd pera, Page 76 1st pera


પ્રશ્ન : ત્રીજીદ્રષ્ટિ માં જણાવેલ પ્રીતિ અનુષ્ઠાન અને ચોથી દ્રષ્ટિ માં જણાવેલ પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન એમ ઉભયગુણયુક્ત અનુષ્ઠાન માં શો તફાવત છે?

જવાબ: પ્રેમભાવ-સ્નેહભાવ-મમતા તે પ્રીતિ કહેવાય છે. પૂજ્યભાવ-અહોભાવ-વંદનીયભાવ-બહુમાનભાવ ભક્તિ કહેવાય છે.

દા.. પુરુષ ને પોતાની પત્ની પ્રત્યે પ્રીતિ હોઈ છે, અને માતા પ્રત્યે પૂજ્ય ભાવ હોઈ છે, આમ ત્રીજી દ્રષ્ટિ કાલે જીવ ધર્મઅનુષ્ઠાન પ્રીતિ ભાવથી અને ચોથી દ્રષ્ટિ માં ધર્મઅનુષ્ઠાન પ્રીતિ-ભક્તિ એમ ઉભયભાવ થી કરે છે.

પ્રશ્ન : ચોથી દ્રષ્ટિમાં જ્ઞાનપ્રકાશ દીપકની પ્રભાસમાન કહ્યો તેમાં સ્થિતિની દીર્ઘતા અને વીર્યની તીવ્ર્તાદી સિવાય બીજું કોઈ અધિક કારણ હોઈ શકે?

જવાબ: જ્ઞાનપ્રકાશ દીર્ઘસ્થીતી અને તીવ્ર-સામર્થ્યવાળો હોવા છતાં રત્ન-તારા-સૂર્ય-ચંદ્રની પ્રભા કરતા વિલક્ષણ છે.

- દીપક ની પ્રભા તેલ-વાત-કોડિયું-સાનુકુળ પવન આડી પર પરવશ છે, પરાધીન છે,

- વાયુવડે પરાભાવનીય છે, અસ્થિર છે, બુઝવાવાળી, જ્યોત હાની-વૃદ્ધિ પામનાર છે,

- જયારે પાંચમી દ્રષ્ટિ ની પછીની દ્રષ્ટિ ની પછીની દ્રષ્ટિઓ માં પ્રભા સ્વતંત્ર છે, સ્વાધીન છે, અપરાભવનીય છે,

- આમ, તૃણ આદિ ના અગ્નિકણ થી અધિક અને રત્ન આદિ ની પ્રભા થી હીન પ્રભા હોઈ છે.

સ્થિરાદ્રષ્ટિ(પાંચમી), રાગ-દ્વેષ ની ગાંઠ જેમને ભેદી છે સમ્યક્દ્રષ્ટિ મહાત્મા ને પ્રાપ્ત થાય છે.
જેનો જ્ઞાન પ્રકાશ રત્ન ની પ્રભા સમાન, ભાવ થી અપ્રતિપાતી( પડવાના)સ્વભાવવાળો,વૃદ્ધિ પામનારો,અપાય(પતનાદીના ભય) વિનાનો, અન્ય ને પરિતાપ આપનારો, નિર્દોષ, સહજ આનદ નું કારણ, પ્રણીધાન આદિ આશયો ના બીજભૂત હોઈ છે.

No comments:

Post a Comment