૧)મિત્રાદૃષ્ટિ -એક તૃણ અથવા ઘાસ(a single blade of grass not a bunch)ની અગ્નિના કણ(તણખલાની) ઉપમા સરખો
૨)તારાદૃષ્ટિ - ગોમય અથવા છાણાં ની અગ્નિ ના કણની ઉપમા સરખો બોધ -પ્રકાશ
૩)બલાદૃષ્ટિ - કાષ્ટના અથવા લાકડાના અગ્નિના કણની
" " બોધ -પ્રકાશ૪) દીપ્રાદૃષ્ટિ - દિપકના પ્રકાશની ઉપમાવાળો બોધ
૫) સ્થિરાદૃષ્ટિ - રત્નની પ્રભાની ઉપમાવાળો બોધ
૬) કાન્તાદૃષ્ટિ - તારાની પ્રભાની ઉપમાવાળો બોધ
૭) પ્રભાદૃષ્ટિ - સૂર્યની પ્રભાની " "
૮) પરા દૃષ્ટિ - ચંદ્રની પ્રભાની " "
મિત્રાદૃષ્ટિ: કેવલ પૌદગલિક સુખ તરફની અનાદિકાળની અંધકરવાળી ઓઘદૃષ્ટિ (અસદદૃષ્ટિ) માં થી જ્યારે મિથ્યાત્વ થોડુ મોળુ પડે ત્યારે ત્યાથી નિકળી ને આત્મા ચરમાવર્તમાં પ્રવેશીને મોક્ષ તરફ વળવાનો પ્રયાસ શરૂ કરે છે અને પહેલી યોગદૃષ્ટિ (સદદૃષ્ટિ)વાળો થાય છે. આ પહેલી મિત્રાદૃષ્ટિના પગથિયા ઉપર ધીમે ધીમે ચઢીને વીતરાગતા તરફ જઈ છેલ્લી પરાદૃષ્ટિવાળો બને છે. જેમ ગાઢ અંધકાર માં એક તૃણ ની અગ્નિકણ નો અલ્પ પ્રકાશ નો ચમકારો દિશા બતાવે છે ભલે અલ્પ જ સમય માટે, તેમ જ ગાઢ મિથ્યાત્વના અજ્ઞાનના અંધકારમાં થી અલ્પ આધ્યાત્મિક સુખની લગની નો પ્રકાશ(બોધ/જ્ઞાન ) આત્મા ને બહારની બદલે અંતર સ્વરૂપ તરફ વળવાની દિશા બતાવે છે જે પહેલા ન હતી. બોધ ઓછો છે પણ સાવ ન હતો તેના થી તો વધારે છે. આ બોધ અલ્પસમય અને અલ્પવીર્ય વાળો હોવાથી ધર્મક્રિયા વગરે કરે, પણ અધૂરી રહે. ભાવ ટકે નહીં તેથી દ્રવ્ય (mechanical) ક્રિયા થઈ ને રહી જાય છે. છતા થોડો તો થોડો પણ પ્રકાશ હોવાથી અંધારી ઓઘદૃષ્ટિ થી ભિન્ન મિત્રાયોગદૃષ્ટિવાળો આ જીવાત્મા યોગી જ કહેવાય છે.
"મારા થી ભૂલ થઈ હોય તો મિચ્છમી દુક્કડમ"-વિભા
No comments:
Post a Comment