Wednesday, June 15, 2011

06/15/2011 (Wednesday) મિત્રા, તારા અને બલા દ્રષ્ટિ . - ગાથા ૧૫ . - પાનાં # ૭૧,૭૨,૭૩,૭૪.

જૂન ૧૫ , ૨૦૧૧ - બુધવાર .

મિત્રા દ્રષ્ટિ - બોધ - જ્ઞાન પ્રકાશ તૃણ ના અગ્નિના કણ સરખો. અલ્પ વીર્યવાન, તાત્વિકપને ધર્મ કાર્ય કરવા સમર્થ નથી . માત્ર દ્રવ્યથી ધર્મ કાર્ય હોય શકે . મિત્રા દ્રષ્ટિ અલ્પ પણ પ્રકાશવાળી હોવાથી ઓઘદ્રષ્ટિ થી જુદી પડે છે અને વસ્ત્તુના યથાર્થ બોધ તરફ લઈ જાઈ છે માટે તેને યોગદ્રષ્ટિ કહે છે.તૃણ ના અગ્નિનો આ કણ અલ્પસ્થિતિ , અલ્પવિર્ય વાળો હોવાથી સૂક્ષ્મ પદાર્થોને જણાવવામાં અસમર્થ છે અને તેનાથી કાર્ય અધૂરું જ રહે છે. પણ જો આ અલ્પ પ્રકાશ વૃધ્ધિ પામે તો આત્માને વિતરાગાવસ્થા સુધી લઈ જાઈ છે.

તારાદ્રષ્ટિ - બોધ છાણના અગ્નિકન જેવો હોય છે. જે તૃણ ના અગ્નિ કણ કરતાં સતેજ હોય છે તેથી મિત્રા કરતાં તારામાં બોધ વધારે સતેજ હોય છે પણ આ ભેદ અંશમાત્ર હોય છે . અહી પણ બોધ અલ્પકાળ , મંદ વીર્ય વાન અને વિકલતવાળો હોય છે તેથી જીવ ભાવયુક્ત ધર્મ ક્રિયા ના કાર્યને કરવા સમર્થ નથી . પણ મિત્રા દ્રષ્ટિ કરતાં પ્રકાશ સતેજ છે અને અનાદિની ઓઘદ્રષ્ટિ માથી જીવ ને બહાર આવવામાં મદદ કરે છે.

બલા દ્રષ્ટિ - બોધ કાષ્ઠ ના અગ્નિ કણ સમાન હોય છે અને મિત્રા , તારા દ્રષ્ટિ ના બોધ કરતાં વિશિષ્ઠ હોય છે. ચિર સ્થાયી , વધારે શક્તિ સંપન્ન હોય છે તેથી જોવાનું, વાંચવાનું , લખવાનું ધર્મ કાર્ય થઈ શકે છે . મિત્રા, તારા કરતાં બલાદ્રષ્ટિમાં મિથ્યાત્વ મોહનીય નો ઉદય વધારે મંદ થવાથી અને જ્ઞાનવરણીય કર્મ નો ક્ષયોપશમ વૃધ્ધિ થવાથી અહી બોધ વધારે સામર્થ્ય વાળો અને દીર્ઘકાલ રહે તેવો હોય છે અને તેથી તેના સંસ્કાર વધારે મજબૂત પડે છે અને ધર્મ ક્રિયા વખતે તેનો પ્રભાવ પડે છે અને ધર્મક્રિયા માં પ્રીતિભાવ થાય છે. અત્યાર સુધી મિથ્યાત્વની તીર્વતા ના લીધે પૌદગલિક સુખ અને સાધનો પ્રત્યે રાગ હતો તેને બદલે મિથ્યાત્વ મંદ પડવાથી ધર્માનુષ્ઠાનો પ્રત્યે પ્રીતિભાવ જાગે છે અને પ્રીતિ અનુષ્ઠાન શરૂ થાય છે.

( અણસમજથી ભગવાન ની આજ્ઞા વિરુધ્ધ લખાય ગયું હોય તો મિચ્છમી દુકકડમ )
ટાઇપ કરવામાં ભૂલો છે તે સુધારીને વાંચવા વિનંતી .

No comments:

Post a Comment