Monday, June 27, 2011

06/27/2011 (Monday) Gatha 15

ગાથા ૧૫ પાનું ૭૪-૭૫ ૦૬/૨૭/૨૦૧૧
ચોથી દીપ્રાદ્રષ્ટિમાં:
  • પ્રથમની ત્રણ દ્રષ્ટિ કરતાં વિશિષ્ટ બોધ હોય છે
  • દીપકની પ્રભા સમાન બોધ હોય છે
  • દીર્ઘ સ્થિતિ અને તીવ્રસામર્થ્યવાળો બોધ હોય છે
  • મિથ્યાત્વનો ઉદય અતિશય મંદ હોય છે
  • પરમસુખની પ્રાપ્તિ માટેનો બોધ વધતો જાય છે
  • ઇન્દ્રિય સુખ ની ઘેલછા તૂટતી જાય છે
  • આત્મજ્ઞાનનો પ્રકાશ દીપકની પ્રભાની જેમ ચિરસ્થાયી અને બળવાન બનતો જાય છે
  • જ્ઞાનના આવરણનો ક્ષયોપશમ + ગાઢ સંસ્કારોનું આધાન = વંદનાદિ ધર્મક્રિયાના પ્રયોગકાલે અતિશય પટુતાવાળી સ્મૃતિ થાય છે
  • અધ્યાત્મજ્ઞાનની પરાકાષ્ઠા વૃદ્ધિ પામવાથી મોહને (વિષય-કષાયની વાસના સંબંધી રાગ-દ્વેષની ગાંઠને) તોડવાનો પ્રબળ પુરુષાર્થ ધર્મની પ્રીતિ થી કરે છે.
  • ધર્માનુષ્ઠાનો પ્રત્યે પ્રીતીભાવ હોવા છતાં + અદમ્ય ઉત્સાહ રૂપ પ્રબળ પુરુષાર્થ કરવાનો પ્રયત્ન હોવા છતાં પણ હજુ પ્રથમ ગુણસ્થાનક હોવાથી વંદનાદિ ધર્મક્રિયામાં દ્રવ્યપ્રયોગ હોય છે, કારણકે સમ્યક્ત્વ ન હોવાના કારણે ભાવક્રિયા નથી
  • દ્રવ્યક્રિયા ચડતા ચડતા પરિણામ વળી ભાવક્રિયાભીમુખ થતી જાય છે
  • ધર્મ અનુષ્ઠાનો પ્રત્યે જ્ઞાનની ઝલક વધતા પ્રીતિ અને શ્રદ્ધાપૂર્વકની અપૂર્વ ભક્તિ પ્રગટે છે
  • અપૂર્વ = પ્રીતિ + ભક્તિ ઉભયભાવ
  • ખરું મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે = પ્રીતિ-ભક્તિ ઉભયપૂર્વકના ધર્માનુષ્ઠાનનું આચરણ, તેના પ્રત્યે પરમ શ્રદ્ધા, અને તે સંબંધી અપૂર્વબોધ એમ ગુણોનો વધુ વિકાસ થવો
મિથ્યાત્વ અવસ્થામાં ચોથી દ્રષ્ટિ આવે ત્યારે જ ગુણોનો પ્રકર્ષ વધે છે
અપૂર્વકરણ-ગ્રંથીભેદ-અનિવૃત્તિકરણ ચોથી દ્રષ્ટિનો વેગ વધતા સહજ અને સરળતાથી થઇ જાય છે

(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)

No comments:

Post a Comment