સ્થિરા દષ્ટિ નો બોધ કેવો હોય છે?
1. અપ્રતિપાતી:
આ બોધ ભેદ જ્ઞાનાત્મક હોવાથી રત્નની પ્રભા ની જેમ કદાપિ નાશ પામતો નથી. સમ્યક્ત્વના પરિણામને નીચે પાડે તેવા તીવ્ર ઉપસર્ગ આવે તો પણ આ બોધ નાશ પામતો નથી.2. પ્રવર્ધમાન:
આ આત્મા સમ્યગ દ્રષ્ટિ છે એટલે એના પરિણામ ની ધારા વધારે ને વધારે વૈરાગ્ય વાળી થતી જાય છે.. સ્થિરા દ્રષ્ટિ માં આત્મ અનુભવ રૂપ કસોટી દ્વારા સમ્યગબોધ દિન પ્રતિદિન બળવત્તર બનતો જાય છે જેમ રત્નને કસોટી પર ઘસવાથી તેની પ્રભા(તેજ) વધે છે.
3. નિરપાય:
દિપકની પ્રભા પર પદાર્થ (તેલ, વાટ) ના અવલંબન થી ટકીરહે છે અને તે પદાર્થો ખૂટતા નાશ પામનાર છે અને પવનથી નાશ પામવાના ભય વળી છે જયારે રત્નની પ્રભા બીજા દ્રવ્ય ના અવલંબન વગરની અને નાશ અને ભય વગર ની છે. સ્થિરા દ્રષ્ટિનો બોધ મોહનીય ના ક્ષયોપક્ષમથી પ્રાપ્ત થયો છે માટે હવે તે કદાપિ ચાલ્યો જાતો નથી.
બસ પ્રગટ્યો તે પ્રગટ્યો
બાળ બુદ્ધિથી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાઇ ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ
No comments:
Post a Comment