મંગળવાર - જુલાઈ ૫, ૨૦૧૧ પાનાં # ૭૬,૭૭,૭૮.
રાગ-દ્વેષની ગ્રંથિ ભેદનાર જીવને સ્થિરા દ્રષ્ટિ હોય છે . આ દ્રષ્ટિ કાળે જ્ઞાન (બોધ) પ્રકાશ રત્નની પ્રભા સમાન હોય છે. ભાવથી અપ્રતિપાતી (ન પડવાના ) સ્વભાવ વાળો , દિન-પ્રતિદિન વૃધ્ધિ પામતો (પ્રવર્ધમાન) , કોઈપણ જાતના અપાય (નિરપાય) (પતનાદીના ભય) વિનાનો , અન્યને પરિતાપ ન કરનારો , નિર્દોષ અને સહજ આનંદનું કારણ, તથા પ્રાયઃ પ્રણિધાન-પ્રવૃતિ આદિ આશયોના બીજભૂત હોય છે.
સમ્યકત્વ રૂપ જ્ઞાનના પ્રકાશથી આત્મજ્ઞાનિ વસ્તુને યથાર્થ પણે જાણે છે . સંસારના પૌદગલિક પદાર્થો તુચ્છ છે તે જાણે છે અને તેને તજે છે.
(મારી અણસમજન થી ભગવાન ની આજ્ઞા વિરુધ્ધ લખાઈ ગયું હોય તો મિચ્છામી દૂકકડમ ).
No comments:
Post a Comment