Gatha 15 Page 82 last paragraph through page 85 end
ત્દભાવેન: આ દૃષ્ટિ વાળા જીવને પોતાની સ્વભાવ દશાનું ઉત્તમ સુખ વર્તે છે. આ આત્માં નું જીવન દોષ રહિત હોવાથી તેને પ્રતિક્રમણ વગેરે ધર્મ ક્રિયાઓ હોતી નથી. જેમે સાધ્ય સાધી લીધું હોય તેને સાધન કે સાધનાંની જરૂર રહેતી નથી. હમેશા બીજા ના ઉપકાર માં જ સમય વિતાવે છે.આ પરોપકારિતા પણ પોતાના કર્મના (તીર્થકર નામકર્મ વગેરે ) કારણે કરે છે અને તે કર્મો ખપાવવા પુરતી જ કરે છે. પરંતુ (વ્યવહારનયથી) આ દેશના પરજીવોને ઉપકારી હોવાથી આ ભગવંતો પરોપકારી કહેવાય છે.સામાન્યથી સદ્દ્રષ્ટિ(એટલે કે સમ્યાગ્દ્રષ્ટિ)વાળા યોગીની આઠ પ્રકારની દ્રષ્ટિ હોય છે.
અહીં એવી શંકા થવી સંભવિત છે કે સમ્યગદ્રષ્ટિ જીવની દ્રષ્ટિ તો સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એમ ચાર જ થવી જોઈએ. પ્રથમ ની ચાર તો મિથ્યા દ્રષ્ટિ કાળે હોય છે.
આ હકીકતતો સાચી છે , પરંતુ પહેલી ચાર દ્રષ્ટિ મિથ્યાત્વની મંદતાજન્ય હોવાથી યોગરૂપ બનવાના કારણે સમ્યગ દ્રષ્ટિની પ્રાપ્તિનું અચૂક કારણ બનતી હોવાથી પ્રથમની ચાર દ્રષ્ટિ પણ સદ્દ્રષ્ટિ જ કહેવાય છે.
આ સમજાવવા માટે ગ્રંથકાર મહર્ષિ વર્ષોલક (મોટી સાકરના) હાર બનાવવાનું ઉદાહરણ આપે છે.
આ હાર ની શરૂઆત (૧)શેરડી ના સાંઠાથી થાય છે.(૨) તેમાંથી રસ કાઢવામાં આવે છે. (૩) રસને ઉકાળીને કાવો (માવો) બનાવવામાં આવે છે. (૪) કવને ઠારવાથી ગોળ બને છે. (૫) ગોળમાંથી જીણી ખાંડ બનાવે છે. (૬) તેમાંથી ઝીણી સાકર બનાવે છે. (૭) ઝીણી સાકારમાંથી મોટી સાકરના ચોસલા બનાવવામાં આવે છે. અને તેમાંથી (૮) વર્ષોલક નો હાર બનાવવામાં આવે છે.
આ રીતે જેમ સાંઠો કાલાન્તરે રૂપાંતર પામીને વર્ષોલક બને છે તેમ મિત્રા દ્રષ્ટિ જ કાલાન્તરે તારા દ્રષ્ટિ અને તારા દ્રષ્ટિ કાલાન્તરે બલા દ્રષ્ટિ બને છે.
એમ સર્વે દ્રષ્ટિઓ પણ યોગાત્મક છે.
બાળ બુદ્ધિથી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાઇ ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ
No comments:
Post a Comment