Monday, July 25, 2011

07/25/2011 (Monday) Page 86,87


1. શેરડી,

2. શેરડી માંથી શેરડી નો કાઢેલ પ્રવાહી રસ,

3. પ્રવાહી રસને ઉકાળીને બનાવેલ કાવો,

4. કવને ઠારવાથી બનેલો ગોળ,

5. તેમાંથી બનેલી ઝીણી ખાંડ,

6. ખાંડ માંથી બનેલી ઝીણી સાકાર

7. ઝીણી સાકાર માંથી બનેલી મોટા સાકાર ના ચોસલા

8. મોટા સાકાર ના ચોસલા માંથી બનાવેલો હાર.

  • આમ, આઠે દ્રષ્ટિઓ, ઉપરોક્ત ઉદાહરણ અનુસાર અનુક્રમે રૂચી - શ્રદ્ધા - આત્મતત્વ નો પ્રેમ - પર્માંર્થ્ તત્વ ની પ્રીતિ ના વિષય વાળી હોઈ છે, ક્રમશ: સવેગ રૂપી મધુરતા વાળી હોઈ છે.
  • જો શેરડી ના હોઈ તો રસ ના નીકળે, રસ ના હોઈ તો કકબ ના બને, કક્બ ના હોઈ તો ગોળ ના બને, તેવી રીતે મિત્રાદ્રષ્ટિ ના આવે તો તારાદ્રષ્ટિ ના આવે, તારાદ્રષ્ટિ ના આવે તો બલાદ્રષ્ટિ ના આવે ઈત્યાદી સમજવું.
  • અનાદીકાળ થી અનંતકાળ સુધી મિથ્યાત્વી રહેવાના છે તેવા અભવ્ય જીવો માં સંવેગરૂપ પરિણામ થવાના નથી, અને કદી યોગ ની દ્રષ્ટિ મળવાની નથી, મિત્રાદી યોગ ની દ્રષ્ટિ ભવ્ય જીવ માં પણ કાલ ના પાક્ય આવે
  • ભવ્યાતમાં

) અચર્માંવર્ત કાલ માં જીવ ઔઘ્દ્રષ્ટિ
)ચર્માંવર્ત માં ઘણો કાલ ગયે છતે બહુ ભાવમલ ક્ષય થયે, પ્રથમ ની ચાર દ્રષ્ટિ આવે છે, અને જીવ યોગદ્રષ્ટિ બને છે, પશ્ચાત કાલ માં બાકીની ચાર દ્રષ્ટિ આવે છે.

  • દ્રષ્ટિઓ બદલાતી હોવાથી આત્મદ્રવ્ય નિત્ય હોવા છતા પરિણામી નિત્ય છે, પરિવર્તન પામનાર એવો નિત્ય છે, પરંતુ એકાંતે નિત્ય અથવા
  • કારણ ) સાંખ્યદર્શન અને ન્યાયવૈશેષિક મત અનુસાર એકાંતે નિત્ય હોઈ તો આત્મદ્રવ્ય નું પરિણામન થાય નહિ કે દ્રષ્ટિ બદલાય નહિ, પણ રૂપાંતરણ થતું હોવાથી એકાંતે નિત્ય રહે નહિ.
  • કારણ ) અન્યદર્શનશાસ્ત્ર અને જૈનદર્શન માં પણ એકાંત નિશ્ચયનય નું આલંબન લઇ વ્યવહારનય નો નિષેધ કરનારા માન્યતા અનુસાર એકાંતે ક્ષણિક હોઈ તો એક સમય માં જે આત્મદ્રવ્ય છે તે બીજે સમયે નથી, અને આમ ઓઘદ્રષ્ટિ માંથી યોગ્દ્રષ્ટિ થાય નહિ, ,માટે એકાંતે ક્ષણિક નથી.
  • માટે બંને એકાન્ત્દ્રષ્ટિ બરાબર નથી, અને પરિણામી નિત્ય આત્મવાદ યુક્તિસંગત છે, અને તે સ્વીકારવાથી ભવ થી મુક્તિ તરફ નું પ્રયાણ ઘટી શકે છે.

No comments:

Post a Comment