ગાથા 15
પાનું-૮૧ બીજા ફકરાથી પાનું-૮૨ છેલ્લેથી બીજા ફકરા સુધી
સાતમી પ્રભાદ્રષ્ટિ:
- આ મહાત્માને સમતાના સુખનો જ સ્વાદ લાગે છે.
- અન્ય કોઈ શાસ્ત્રપાઠનો કે શ્ર્લોકોનો આધાર લીધા વિના ચિતને નિર્વિકલ્પ રાખી શકે છે અને પ્રશમભાવમાં સુખ માણી શકે છે.
- પોતાના આત્માનો અનુભવજ સુખકારક બને છે, અને સર્વ અનુષ્ઠાનો સમાધિનિષ્ઠ હોય છે.
- અલ્પ પણ ચલ-વિચાલતા કે આકુલવ્યકુલતા સંભવતી નથી.
- તેમના આત્મામાં એટલી બધી પ્રશાંતવહીતા પ્રસરે છે તથા તેની આજુ-બાજુના દ્રવ્ય-ક્ષેત્રમાં પણ એવી પ્રશાંતવહીતા ઝળકે છે કે તેમના સાનિધ્યમાં ફરતા વાઘ-બકરી, કે સર્પ-નાકુલાદિમાં જતીબદ્ધ વૈરનો પણ નાશ થઇ જાય છે.
- કલ્યાણકરી અમૃતમય ધર્મદેશના દ્વારા નિરંતર પરોપકાર-પરાયણપણે જ આ આત્માઓ વર્તે છે.
- પોતે મહાયોગી હોવાથી તેઓના મુખકમળમાંથી એવી ઉતમ ભવ્ય દેશના વહે છે કે જે પ્રાયઃ પરનો ઉપકાર કરનાર જ બને.
- શિષ્યો પ્રત્યે ઔચિત્યયોગ આચરે છે. પ્રત્યેક શિષ્યોનું જે ભાવે આત્માહિત થાય તે ભાવે તેમના પ્રત્યે ઉચિત આચરણથી વર્તે છે.
- કોઈપણ શિષ્યો પ્રત્યે રાગ, મમતા, પક્ષપાત , વેરઝેર, આન્તેરકલેશ, આદિ સમસ્ત દુષણોથી રહિત તથા શિષ્યોના વિનય-સેવા-ભક્તિ-વૈયાવચ્ચ આદિની તાલમાત્ર પણ અપેક્ષા હ્ર્દયમાં રાખ્યા વિના સ્વસ્વભાવ-પારાયણ આ મહાત્માઓ માત્ર શિષ્યોના આત્માકલ્યાણ અર્થે ધર્મદેશના અને હિતશિક્ષા આપવા દ્વારા ઉચિતપણે પ્રવર્તે છે.
- અવિનીત શિષ્ય પ્રત્યે તેમનું મન અલ્પ અંશે પણ દુભાતું નથી, તેમના પ્રત્યે લેશ માત્ર પણ અરુચિ કે દ્વેષભાવ પેદા થતો નથી.
- એટલેજ એમની ધર્મક્રિયા સદા અવન્ધ્ય (સફળ) જ બને છે, નિયમા પોતાને કર્મક્ષયરૂપ ફળ આપનારી જ થાય છે તથા શિષ્યોનો પણ ઉપકાર કરવાવાળી જ બને છે.
- પ્રભાદ્રષ્ટિ એ કેવળજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વકાલવર્તી સર્વોત્તમ નિર્વિકલ્પ અવસ્થાવાળી દ્રષ્ટિ છે.
- વ્યવહારથી પ્રશસ્ત ગણાતા કષાયો પણ આ દ્રષ્ટિમા આવેલા મહાત્મા ત્યજી દે છે.
- મોક્ષનો રાગ, સંસારનો દ્વેષ, દુખી પુરુષો પ્રત્યે કરુણા, પરના દુખો દુર કરવાની પર-પ્રત્યયિકદ્રષ્ટિ, શુભ (પ્રશસ્ત) હોવા છતાં પણ સંકલ્પ-વિકલ્પ કરાવનાર છે, મનની ધારણા પ્રમાણે ન થય તો કલેશ કરાવનાર છે. આ પ્રમાણે પ્રશસ્ત રાગ-દ્વેષ પણ પર-પ્રત્યયિક ભાવ હોવાથી અહી આવેલા મહાત્માઓ તે પ્રશસ્ત રાગ-દ્વેષનો પણ ત્યાગ કરે છે.
આઠમી પરાદ્રષ્ટિ:
- ચંદ્રમાની ચાંદની સમાન સુંદર નિર્મળ બોધવાળી હોય છે.
- સૂર્ય પણ સમસ્ત પૃથ્વી ઉપર તેજ પ્રકાશ પાથરે છે તો પણ તે ઉગ્ર છે, તાપયુક્ત છે, અને તેનો પ્રકાશ ગરમ ગરમ લાગે છે.
- જયારે ચંદ્રની ચાંદની શીતલ અને આહ્લાદક લાગે છે, માટે ચંદ્રનો પ્રકાશ સૌથી શ્રેષ્ઠ છે. તેના જેવું જ્ઞાન (બોધ) પરદ્રષ્ટિમા હોય છે.
- સર્વથા શ્રેષ્ઠ, સર્વથા અંતિમ એટલે પરાદ્રષ્ટિ. શ્રેષ્ઠમા શ્રેષ્ઠ આ દ્રષ્ટિ છે. આના થી શ્રેષ્ઠ અન્ય કોઈ દ્રષ્ટિ હવે નથી.
- ચંદ્ર પૃથ્વીને પ્રકાશિત કરતો હોવા છતાં પૃથ્વીરૂપ બની જતો નથી.
- તેમ પરાદ્રષ્ટિમા આવેલો આત્મા જ્ઞાન દ્વારા ત્રણે ભુવનને પ્રકાશિત કરે છે (જાણે છે), પરંતુ આત્મા કે આત્માની જ્ઞાનદશા ત્રણ ભુવનરૂપ બની જતી નથી.
- જ્ઞાતા કે જ્ઞાન આ બેમાંથી કોઈપણ જ્ઞેયરૂપે બને જતા નથી.
- આ બોધ સર્વકાળે સદધ્યાન રૂપ જ હોય છે.
- આત્મદ્રવ્ય અત્યંત શુદ્ધ બન્યું હોવાથી સદા સદધ્યાનમય એટલે કે સમાધિમય જ હોય છે.
- પરભાવદશા ન હોવાથી વ્યગ્રતા કે આકુલ-વ્યાકુળતા સંભવતી જ નથી.
- સદધ્યાનમય અવસ્થા = સદા સમાધિમય આ આત્મા હોય છે, પણ ઉત્તમ ધ્યાન એમ અર્થ ન કરવો, કારણકે આ અવસ્થામાં આત્માને ધ્યાનાન્તારિકા દશા હોય છે. ધર્મ ધ્યાનના ચાર ભેદો કે શુક્લધ્યાનના પ્રથા બે ભેદો આ આત્મા કેવલી હોવાથી ઓળંગી ગયા છે (આ છ ભેદો છદ્મસ્થ ને જ હોય છે).
- અંતિમ બે ભેદ યોગનીરોધાત્મક હોવાથી તેરમાના અંતે આવવાના છે એટલે અહીં ધ્યાન શબ્દનો અર્થ ચિતની એકાગ્રતા અથવા સ્થિરતા એ રૂપ ન લેવો પરંતુ સમાધિસ્થ એવો અર્થ સમજવો.
- તેઓ નું મન વિકલ્પ રહિત હોય છે.
(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)
No comments:
Post a Comment