Tuesday, July 26, 2011

07/26/2011 (Tuesday) page 88-90 gatha 16


૦૭/૨૬/૨૦૧ ગાથા ૧૬ – દ્રષ્ટિવાર દોષ પરિહાર, યોગના અંગની પ્રાપ્તિ, અને ગુણની પ્રાપ્તિ

ગાથાર્થ: ખેદ આદિ દોષોન પરિહારથી યમ આદિ યોગના અંગોથી યુક્ત એવા આત્માનોને અદ્વેષ આદિ ગુણમયએવી દ્રષ્ટિ અનુક્રમે હોય છે.

ખેદ વગેરે ચિત્તના દોષો હેય (ત્યજવા જેવા) છે. ’અદ્વેષ આદિ ગુણો ઉપાદેય (પ્રાપ્ત કરવા જેવા) છે.


યોગના આઠ અંગો:

શરીર અવયવી (અંગી) છે. હાથ-પગ-માથું-પેટ-હ્રદય-પીઠ-આદિ શરીરનાં આઠ અવયવ (અંગ) છે. દ્રષ્ટિનો અંગી છે અને યમ-નિયમ-આસન વગેરે યોગનાં અંગો છે. શરીરનાં અંગો જોડવાથી અંગી (શરીર) ની રચના થાય છે, તેમ યમાદિ અંગોના સંધાનથી દ્રષ્ટિરુપ યોગાત્મક અવયવી (શરીર) ની નિષ્પત્તિ થાય છે.

૧) યમ: મુખ્યવ્રત = યમ. પ્રાણાતિપાતવિરમણ, મ્રુષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, અને પરિગ્રહવિરમણ – આ પાંચ મહાવ્રત કે અણુવ્રતરુપ હોય તેને યમ કહેવાય. યાવજ્જીવનું વ્રત તે યમ, અને પરિમિત કાળવાળું જે વ્રત તે નિયમ.

૨) નિયમ: અણુવ્રત કે મહાવ્રતાત્મક પાંચ યમોની વ્રુદ્ધિ-પુષ્ટિ તથા કંટાની વાડ જેમ ધાન્યનું તેમ રક્ષણ કરે, તેમ સંરક્ષણ કરનાર એવાં બીજાં નાનાં-મોટાં જે વ્રતો તે નિયમ કહેવાય છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ-ધ્યાન, આ પાંચ નિયમ કહેવાય છે.

૩) આસન: બેઠક કરવી, સ્થિર થવું, સ્થિરતા પૂર્વક બેસવું, તેના બે ભેદ છે. અ) દ્રવ્યથી: કાયાની ચંચળતાને રોકી, પદ્માસને, પર્યંકાસને, વીરાસનાદિ આસનવિશેષમાં બેસવું, સ્થિર થવું. બ) આ આત્માને પરભાવથી ચંચળતાને રોકી આત્મભાવમાં સ્થિર થવું, એકાકાર બની જવું તે ભાવ આસન.



No comments:

Post a Comment