બુધવાર - જુલાઈ ૬, ૨૦૧૧. પાનાં # ૭૯,૮૦.
કાન્તા દ્રષ્ટિ માં બોધ (જ્ઞાન) તારાની કાન્તિ સમાન હોય છે . આ દ્રષ્ટી વારો જીવ સંસારના કામ કરવા છતાં તેનું ધ્યાન શાસ્ત્રાનુભવમાં જ એકાગ્ર હોય છે.
આ બોધ સહજભાવે અત્યંત સ્થિર હોય છે તેથી કરાતા ધર્મ અનુષ્ઠાનો - નિરતિચાર (દોષ વગરના ), શુધ્ધ ઉપયોગ અનુસારી (અલ્પ માત્રાએ પણ ચિત્ત બાહ્ય ભાવમાં નથી ), વિશિષ્ટ અપ્રમાદ સચિવમ (નિદ્રા, વિકથા કે રાગાદી રહિત શૂધ્ધ ધર્મ કાર્ય ) , વિનિયોગ પ્રધાન (સ્વ આચરણ ઉચ્ચ , નિર્દોષ, અપ્રમાદી ) હોવાથી બીજા જીવો પણ પ્રેરાય છે . આ બધુ હોવા છતાં પણ મોટા દેખાવાની વૃત્તિ નથી હોતી અને સ્વ તકલીફોને પણ ગણ્યા વગર બીજાને મદદ કરવાની વૃત્તિ હોય છે.
(મારી અણસમજન થી ભગવાનની આજ્ઞા વિરુધ્ધ લખાઈ ગયું હોય તો મિચ્છા મી દુકકડમ )
No comments:
Post a Comment