ગાથા ૧૫ . સ્વાધ્યાય - સોમવાર - મંગળવાર , જુલાઈ ૧૮/૧૯, ૨૦૧૧
પાનાં # ૮૦,૮૧,૮૨, ૮૩.
પ્રભાદ્રષ્ટિમાં જ્ઞાન પ્રકાશ , સૂર્યના પ્રકાશ જેવો અમંદ અને અપરિમિત હોય છે જેનાથી આત્મા સર્વકાળે આત્મતત્વ સાધક એવા કોઈપણ એક વિષયના ચિંતનમાં એકકારતા સાધે છે અને મોહદશા ક્ષીયમાણ કરે છે અને કોઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પો થતાં નથી . ઉપસર્ગ અને પરિષહો આવે તો પણ નિવારણ ના ઉપાયનો કે પ્રતિકારનો વિચાર કરતાં નથી . અનુકૂળ કે પ્રતિકૂળતા માં સમતા રહે છે અને પ્રશમ ભાવમાં સુખનો પૂર્ણ અનુભવ કરે છે. આ સુખ માટે શાસ્ત્ર પાઠ કે શ્લોકોનો આધાર નહીં પણ આત્માનુભવ જ આધાર છે અને તેથી ધ્યાન-તપ આદિ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે અને આ પ્રશાંતવાહિતા , આજુબાજુ ના દ્રવ્ય-ક્ષેત્રમાં વહે છે અને તેમાં રહેલા જીવો પર અસર કરે છે . તેઓની ધર્મક્રિયા કદાપિ નિષ્ફર બનતી નથી - કર્મ ક્ષય કરે છે -અને શિષ્યો માટે પણ ઉપકારવાળી બને છે . આ પ્રભાદ્રષ્ટિ કેવળજ્ઞાનનિ પ્રાપ્તિ ના પૂર્વ કાળ વર્તી નિર્વિકલ્પવસ્થા વાળી દ્રષ્ટિ છે. પ્રશસ્ત કષાયો પણ આ પ્રભાદ્રષ્ટિ માં આવેલા મહાત્માઓ ત્યજી દે છે . મોક્ષ નો રાગ, સંસારનો દ્વેષ , દુખી જીવ પ્રત્યે કરુણા, પર ના દુખ દૂર કરવાની પર-પ્રત્યયિક દ્રષ્ટિ વગેરે પ્રશસ્ત રાગ-દ્વેષ નો પણ ત્યાગ કરે છે.
પરાદ્રષ્ટિ = અંતિમ સર્વોત્તમ દ્રષ્ટિએ પહોચેલો આત્મા જ્ઞાન્ દ્વારા ત્રણે ભુવનને જાણે છે અને આ બોધ સર્વકાલે સદધ્યાનમય (સમાધિમય) જ હોય છે. પરભાવ દશા નથી તેથી વ્યગ્રતા કે આકુળ-વ્યાકુળતા સંભવતી જ નથી અને મન વિકલ્પ રહિત હોય છે તેથી સ્વભાવ દશાની રમણતાનું ઉત્તમ સુખ વર્તે છે. જીવન દોષરહિત હોવાથી પ્રતિક્રમણાદી શુભાનુસ્થાણ તેઓને સંભવતાં જ નથી.
ધર્મદેશના અને ગામનુગામ વિહાર વડે લોકોને ધર્મ પમાડવાની પરોપકારકારિતા હોય છે. આ ધર્મદેશના નિશ્ચય નયથિ તો પોતાના શેષ રહેલા કર્મોને તોડવા માટે છે પરંતુ વ્યવહારનાયથી દેશનાથી પરજીવોનો ઉપકાર થતો હોવાથી તે ભગવંતો પરોપકારી કહેવાય છે.
(અણસમજન થી ભગવાન ની આજ્ઞા વિરુધ્ધ લખાઈ ગયું હોય તો મિચ્છમી દૂકકડમ )
ભાષાની ભૂલ રહી ગયેલ છે તો સુધારીને વાંચશો.
(અણસમજન થી ભગવાન ની આજ્ઞા વિરુધ્ધ લખાઈ ગયું હોય તો મિચ્છમી દૂકકડમ )
ભાષાની ભૂલ રહી ગયેલ છે તો સુધારીને વાંચશો.
No comments:
Post a Comment