Monday, February 28, 2011

02/28/2011 (Monday) Gatha 15

ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૧ - સોમવાર
પાનાં # ૮૬,૮૭.
અભવ્ય જીવને સંવેગ ભાવ નથી આવતો અને તેથી અભવ્ય જીવમાં મિત્રાદી યોગદશાની
આ દ્રષ્ટિઓ કદાપિ આવતી નથી અને તેથી અભવ્ય જીવની મુક્તિ થતી નથી.
ભવ્યમાં જ કાર પાકે ત્યારે આ દ્રષ્ટિઓ હાંસલ થાય છે.
ભવ્ય આત્મા પણ અચરમાવર્તમાં ઓઘદ્રષ્ટિ હોય છે અને ચરમાવર્તમાં ઘણો ભાગ
ગયે છ્તે બહુ ભાવમલ ક્ષય થયા પછી મિત્રા, તારા, બલા, દિપ્રા દ્રષ્ટિઓ
ક્રમશઃ આવે છે અને ચરમાવર્તના છેલ્લા ભાગમાં સ્થિરા, કાન્તા, પ્રભા, પરા
દ્રષ્ટિઓ ક્રમશઃ આવે છે. આ રીતે ભવ્ય આત્મામાં દ્રષ્ટિ બદલાય છે તેથી
આત્મા પરિણમી નિત્ય છે એટલે પરીવર્તન પામનાર નિત્ય છે પરંતુ એકાંતે
નિત્ય અથવા એકાંતે ક્ષણિક નથી.
(લખાણમાં ભૂલ હોય તો સુધારીને વાંચવાની કૃપા કરશો અને બતાવશો . ભૂલ માટે
મિચ્છમી દુકકડમ )

Tuesday, February 22, 2011

02/22/2011 (Tuesday) Gatha 15

યોગ દ્રષ્ટિ સમુચ્ચય :-
ફેબ્રુઆરી ૨૨, ૨૦૧૧ - મન્ગરવાર.
ગાથા ૧૫, પાના # ૮૨,૮૩.
પરાદ્રષ્ટિ - પરા = અંતિમ, સર્વોત્તમ. ચંદ્રમાની ચાંદની સમાન નીર્મર બોધ. સૌથી શ્રેષ્ટ જ્ઞાન (બોધ).
પરાદ્રશતીમાં આત્મા જ્ઞાન દ્વારા ત્રણે ભુવનને જાણે છે. આ બોધ સર્વકાળે સદ્ધ્યાન રૂપ જ હોય છે એટલે સમાંધીમય જ હોય છે અને પરભાવ ન હોવાથી આકુલતા-વ્યાકુળતા હોતી નથી અને સ્વભાવ્દશામાં ઉત્તમસુખ વર્તે છે.
જીવન દોષરહિત હોવાથી પ્રતીક્રમાંનાદી શુભ અનુંષ્સ્થાન તેઓને સંભાવતા નથી. અને આ દ્રષ્ટિ વારો જીવ હવે પૂર્વે બાંધેલા અઘાતી કર્મોને ખપાવવા માટે જ બધી પ્રવૃત્તિ કરે છે અને તે ખપાવી અંતે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત કરે છે

Monday, February 21, 2011

02/21/2011 (Monday) Gatha 15

યોગ્દ્રષ્ટિ સમુચ્ચય:-
ફેબ્રુઅરી ૨૧, ૨૦૧૧ - સોમવાર
ગાથા ૧૫ - પાના # ૮૦, ૮૧.
સાતમી પ્રભાદ્રષ્ટિ - આ દ્રષ્ટિમાં બોધ સૂર્યના પ્રકાશ સમાન હોય છે. આ જ્ઞાનપ્રકાશ આત્માને સર્વકાળે ધ્યાનનો હેતુ બને છે, અને મોહદશા ક્ષીયમાન થવાથી અનુકુર-પ્રતીકુર સંજોવોમાં પણ સંકલ્પ-વિકલ્પ પ્રાયઃ નથી હોતા અને આત્માને સમતાના સુખનો જ સ્વાદ લાગે છે અને તેને માટે કોઈ શાસ્ત્ર પાઠનો કે શ્લોકોનો આધાર લેવો પડતો નથી.
પ્રભાદ્રષ્ટિ એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિની પૂર્વે સર્વોત્તમ નીર્વિકાલ્પાવાસ્થાવારી દ્રષ્ટિ છે.

Wednesday, February 16, 2011

02/16/2011 (Wednesday) pg 81 3rd pera, pg 82 1st pera

સાતમી દ્રષ્ટિ(પ્રભા દ્રશ્ટિ) માં આવેલ મહાત્મા....

- જે શિષ્યનું જે ભાવે આત્મહિત થાય તે ભાવે તેમ્ના પ્રત્યે ઉચિત આચરણાથી વર્તે છે.

- શિષ્યો ના મમતા, પક્ષપાત, વેરઝેર જેવા દુષણો થી રહિત,

- વિનય-સેવા આદિ ની અપેક્ષા રાખ્યા વગર

.....સ્વભાવ-પરાયણતામા શિષ્યોના આત્મકલ્યાણ અર્થે ધર્મદેશના આપે છે.

- અલ્પમાત્ર પણ સેવાદિની અપેક્ષા ન હોવાથી, અવિનીત શિષ્ય માટે લેશમાત્ર પણ અરુચિ થતી નથી.

તેથી તેઓએ આચરેલી આત્મસુખની પ્રાપ્તિ માટેની ધર્મક્રિયા ક્દાપિ નિષ્ફળ બનતી નથી, નિયમા

કર્મક્ષયરુપ ફળ આપનારી, શિષ્યોનો ઉપકાર કરવાવાળી બને છે.

આમ, પ્રભાદ્રશ્ટિ એ કેવલગ્યાનની પ્રાપ્તીની પુર્વકાળવર્તી સર્વોત્તમ નિર્વિકલ્પાવસ્થાવાળી છે.

સંકલ્પ-વિક્લ્પ કરાવનારા પ્રશસ્ત ગણાતા કષાયો(મોક્ષ રાગ,સંસારનો દ્વેષ, દુ:ખી પર કરુણા) પર-પ્રત્યયિક ભાવ હોવાથી એનો પણ ત્યાગ કરે છે....પ્રશસ્ત કષાયો પણ મન ને ગમતા માં રાગ ને ન ગમતા માં દ્વેશ કરનારા હોઇ છે.

Monday, February 14, 2011

02/14/2011 (Monday) and 02/15/2011 (Tuesday) Gatha 15

ગાથા ૧૫ પાનું ૮૦ (છેલ્લો ફકરો) અને ૮૧ (પહેલા ત્રણ ફકરા) ૦૨/૧૪/૨૦૧૧ અને ૦૨/૧૫/૨૦૧૧

સાતમી પ્રભાદ્રષ્ટિ
૧) બોધ:
  • સૂર્યના પ્રકાશ સમાન
  • અમંદ અને અપરિમિત
  • અપૂર્વ ઉગ્રતા અને જાજ્વાલામાંન
  • અતિશય માત્રાવાળો
  • જ્ઞાનપ્રકાશ આત્માને સર્વકાળે ધ્યાનનો હેતુ જ બને છે
૨) ધ્યાન:
  • આત્મતત્વ સાધક વિષયના ચિંતનમાં એકાકારતા
  • મોહદશા ક્ષીયમાન થાય અને આત્મા તત્વચિંતનના જ વિષયમાં આત્મા નિર્ભયપણે એકાકાર બની જાય છે
  • પ્રાયઃ કોઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ થવાનો અવસર જ સાંપડતો નથી
  • ચિત કોઈપણ વિચારોમાં જતું નથી
  • ઉપસર્ગ અથવા પરીસાહોના નિવારણના ઉપાયોનો કે પ્રતિકારનો પણ સંકલ્પ-વિકલ્પ નથી
  • સાનુકુળ અને પ્રતિકુળ અવસ્થામાં આત્મા સદા સમતામય રહે છે
  • શરીર કે સાનુકુળતામાં સુખ ન માનતા 'પ્રશમભાવ' માં જ સુખનો પૂર્ણ અનુભવ કરે છે
૩) દશા:
  • સમતાના સુખનો જ સ્વાદ લાગે છે
  • નીર્વીક્લ્પતા અને પ્રશમભાવમાં સુખ માણવામાં અન્ય કોઈ શાસ્ત્રપાઠનો કે શ્લોકનો આધાર લેવો પડતો નથી
  • અન્ય સર્વ શાસ્ત્રો અકીન્ચીત્કાર બની જાય છે
  • આત્માનુભવ જ સુખકાર બને છે
  • તે કાલે કરાતું ધ્યાન-તાપ આદિ સર્વ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે
  • અલ્પ પણ ચલ-વિચાલતા કે આકુલવ્યકુલતા સંભવતી નથી
  • તેના આત્મામાં પ્રશાન્તવાહિતા પ્રસરે છે
  • આજુ-બાજુના દ્રવ્ય-ક્ષેત્રમાં પણ એવી પ્રશાન્તવાહિતા ઝળકે છે કે વાઘ-બકરીના જેવો જાતીબદ્ધ વેર નો નાશ થાય છે
  • કલ્યાણકારી અમૃતમય ધર્મદેશના દ્વારા નિરંતર પરોપકાર-પારાયણપનેજ આ આત્માઓ વર્તે છે
  • એમના મુખકમળમાંથી પ્રાયઃ પરોપકાર કરનારી ઉત્તમ ભવ્ય દેશના વહે છે

Wednesday, February 9, 2011

02/09/2011 (Wednesday) Gatha 15

2-9 -11 પાનું ૭૯/૮૦

કાન્તા દ્રષ્ટિના જીવમાં ઉત્તમ જ્ઞાન દશા હોવાથી તેના વડે કરાયેલા સર્વ ધર્મ અનુષ્ઠાનોમાં નીચેના પાંચ ગુણો હોય છે.

૧.નિરતિચારમાત્ર: નિર(વગરના) અતિચાર (દોષો): બધીજ ધર્મ ક્રિયા સહજ ભાવેજ દોષો વગરની હોય છે. ધર્મ ના પ્રેમ ની એવી લગની લાગી હોય છે કે શરીરની સુખ શીલતા મોટે ભાગે નષ્ટ થઈ ગઈ હોય છે અને અતિચારો સુખ શીલતાથીજ સેવાય છે, એ જીવ ને ખબર છે કે માનવભાવ, ઉત્તમ ધર્મ આરાધન, જૈન શાસન ની પ્રાપ્તિ વગેરે આત્મા હિત સાધનો અતિ દુર્લભતાર છે અને એટલે અદમ્ય ઉત્સાહ ના કારણે

Tuesday, February 8, 2011

02/08/2011 (Tuesday) Page 78 2nd last pera, page 79 1st pera


  • પાંચમી સ્થિરા દ્રષ્ટિ માં આવેલા આત્મા ને રત્ન ની પ્રભા સમા સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, ને આત્મતત્વ સાર છે, સર્વ તેના મૂળ સ્વરૂપે સમજાય છે.
  • હીરો હાથ લાગવાથી, તેની કિંમત સમજાવાથી સંસારિક કાચ આદિ તુચ્છ લાગે છે, તેમ બોધિબીજ પ્રાપ્ત થવાથી સંસારિક પૌદગલીક પદાર્થો તુચ્છ લાગે છે.
  • જેમ રત્ન પ્રાપ્ત થતા સુખ સમ્ર્રુદ્ધિ વધે છે, તેમ બોધીરતના મળવાથી આત્માની આપત્તિઓ દૂર થાય છે.

છઠી કાન્તા દ્રષ્ટિ માં બોધ

- તારા ની કાંતિ સમાન હોઈ છે.

- તારા ની પ્રભા જેમ દુર દુર થી ચમકતો હોઈ છે.

- રત્ન ની જેમ ક્ષેત્રપરીમીત નથી.

કાન્તા એટલે પવિત્રતા સ્ત્રી, જે ઘર ના સઘળા કાર્યો કરતા છતા તેનું ધ્યાન પતિમાં હોઈ છે, તેમ દ્રષ્ટિમાં આવેલો પુરુષ સંસાર ના સઘળા કામો કરવા છતા તેનું ધ્યાન દેવ, શાસ્ત્ર, ગુરુ માં હોઈ છે, કર્મો ના ઉદય ની પરવશતાના કારણે સંસારસંબંધી કાર્યો કરવા પડે છે.

દ્રષ્ટિ માં આવેલો જીવ

- નો જ્ઞાનપ્રકાશ આત્મા ના અનંત જ્ઞાનાનંદ હોઈ છે.

- ડગમગ સ્થિતિવાળો હોતો નથી

ઉતમજ્ઞાનદશા હોવાથી વંદન, પચ્ચખાન આદિ ધર્માંનુષઠાન

- નિરતિચારમાત્ર હોઈ છે.

- શુદ્ધજ્ઞાનદશા ના ઉપયોગને અનુસરનારા હોઈ છે.

- વિશિષ્ઠ પણે અપ્રમાત્તા હોઈ છે.

- વિનીયોગપ્રધાન છે, જેમાં ઉદાર અને ગંભીર આશય હોઈ છે.

02/08/2011 (Tuesday) Gatha 15

૨-૮-૧૧ ગાથા ૧૫ પાનું ૭૮ /૭૯ છેલ્લો પેરેગ્રાફ:

કાન્તા દ્રષ્ટિ માં બોધ તારા ની પ્રભા જેવો હોય છે. જ્ઞાન પ્રકાશ દૂર દૂરથી તારા ની જેમ ચમકતો અને જળહળતો દેખાય છે. કાન્તા એટલે પતિવ્રતા સ્ત્રી જે ઘરના સઘળા કામ કરે છતાં તેનું ધ્યાન પતિમાં જ હોય છે તેવીજ રીતે આ દ્રષ્ટિ માં આવેલો જીવ સંસારના બધા કામ કરવા છતાં તેનું ધ્યાન શાસ્ત્ર અનુભવમાં જ એકાગ્ર હોય છે. કર્મો ના ઉદયની પરવશતાને કારણે સંસાર સંબંધિ કામ કરવું પડે છે પરંતુ તેનું મન તેમાં હોતું નથી

આ દ્રષ્ટિવાળા જીવનું ચિત્ત અનાસક્ત હોય છે આ જ્ઞાન પ્રકાશ સહજ ભાવે સ્થિર હોય છે અને અનંત જ્ઞાનાનંદ માં ચમકે છે

Monday, February 7, 2011

02/07/2011 (Monday) Gatha 15

Fifth Sthira drashti Page 78 third and fourth para
૬-અ) પ્રનીધાનાદીયોની:
  • વીતરાગ પરમાત્માના વચનો માં અપૂર્વ શ્રદ્ધા અને પ્રેમ વર્તે છે.
  • આ આત્મા પ્રનીધાનાદી પાંચ આશય રાતનો મેળવવા ઉત્સુખ બને છે.
  • પાંચ રત્નો:
    1. ધર્મકાર્ય કરવાની પ્રબળ ઈચ્છા
    2. સમય મળતા તે ધર્મકાર્ય માં પ્રવૃત્તિ
    3. સામે આવતા વિઘ્નનો પરાજય
    4. અંતે સિદ્ધિ
    5. વિનિયોગ ની પ્રાપ્તિ
ઘણી જગ્યા એ પ્રનીધાનાદીયોની ને બદલે પરીગ્યાનાદેયોની વપરાય છે.
૬-બ) પરીગ્યાનાદેયોની:
  • સ્થિરા દ્રષ્ટિ માં સમ્યક્ત્વ થવા થી આત્મતત્વ એ જ સાર છે, એમ યથાર્થ જણાય છે.
  • બોધીરત્ન રૂપ હીરો મળવા થી સંસારિક પૌદ્ગલિક અન્ય પદાર્થ ની તુચ્છતા સમજાય જાય છે, અને આત્મા ની આપત્તિઓ દુર થાય જાય છે, અને મંગલ જ મંગલ થાય જાય છે.

02/07/2011 (Monday) Gatha 15 (repeat)

ફેબ્રુઆરી ૭,૨૦૧૧ પાનાં નંબર ૭૮ ત્રીજો અને ચોથો પેરેગ્રાફ

(૬):પરિજ્ઞાનાદિયોનિ: પારિજ્ઞાન એટલે પૂર્ણ કે સમ્યકજ્ઞાન જે સુષ્મ વસ્તુનો ભેદ પણ જાણી શકે.

પાંચમી દ્રષ્ટિનો પ્રકાશ રત્ન ની પ્રભા જેવો હોય છે રત્ન ની પ્રભાથી રત્ન ની આરપારના સર્વ ભાગો દેખાય છે તેવીજ રીતે સ્થિરા દ્રષ્ટિ માં આવેલા જીવ ને સમ્યકત્વ થવાથી આત્મતત્વ એજ સાર છે એમ યથાર્થ જણાય છે. સમ્યકત્વ રૂપ બોધિરત્નના પ્રકાશથી આત્મજ્ઞાની વસ્તુને યથાર્થ(વાસ્તવિક) પણે જાણે છે॰ અને સાંસારિક પૌદગલિક પદાર્થો તુચ્છ છે તેમ સમજાય જાય છે બોધિરત્ન મળવાથી આત્મા ની આપત્તિઓ દૂર થાય છે, સંપત્તિ (આત્મિક) વધે છે અને મંગલ જ મંગલ થઈ જાય છે

Sunday, February 6, 2011

Yog Drashti Samuchay

Here we will publish classnotes of the Yog Drashti Samuchay granth swadhyay at Jain Center of Northern California.