Wednesday, November 23, 2011

11/23/2011 (Wednesday) Page 126 Point 9 to Page 129 1st pera

) ઇન્દ્રનું વજ્ર કોઈક પર્વત નો ભેદ કરી શકે અને મેરુપર્વત જેવા શાશ્વત પર્વતનો ભેદ કરી શકે, પરંતુ યોગબીજ નિયમા ગ્રંથિનો ભેદ કરી સમ્યક્દર્શન આપે છે.

૧૦) જેમ સ્કૂલ પૂરી થવાનો કાલ થયે કાલ ઘંટ વાગે અને છોકરાઓ છુટે તેમ યોગબીજ પ્રાપ્ત થતા સંસારરૂપ ચરક(જેલ) ને પૂર્ણ થવાનો જાણે કાલઘંટ વાગે છે.

૧૧) આત્માને અનાદીના વળગેલા એવા સંસારમાંથી આત્માનું અપસરણ(નીકળવાનું કામ) કરાવનારું યોગબીજ છે.

સાંખ્યદર્શન ના યોગાચાર્ય શ્રી તંજલિ ઋષિના શબ્દોમાં યોગબીજનું વણૅન કહીને ગ્રંથકારશ્રી હરીભદ્રસુરીજી મહારાજ પોતે વાત ને સ્પષ્ટ કરતા કહે છે, જીનકુશલચિત્તાદી(એટલે કે સાંખ્યદર્શન ના યોગાચાર્ય શ્રી પતંજલિ આદી ઋષીઓ વડે કહેવાયેલા ભાવવાળું ) હોઈ છે, અર્થાત યોગબીજ આવ્યા ત્યારથી ભવો પાકીને ખરી જવો અને મુક્તીફળ મળવાનો પાક શરુ થયો સમજવો. યોગબીજ મુક્તિની પ્રાપ્તિરૂપ ફળનો પાક શરુ થવા તુલ્ય છે. ફક્ત કાલવીલંબ લાગશે.

દા.. કાચા ચોખા ચડાવ્યા પછી તેને અનુકુલ કાલાદી લાગવા વડે તે તે ભાત આદીરૂપે પાકવાનો "ચોખા નામના દ્રવ્યનો" સ્વભાવ હોવાથી ચોખાના પાકનો જે આરંભ થયો તે ભાત રૂપ ફળ આપે છે.

Tuesday, November 22, 2011

11/22/11 (Tuesday) - Gatha 25 pg 124 (last para) through pg 126 (2nd last para)

૧૧/૨૨/૨૦૧૧ ગાથા ૨૫ પાના ૧૨૪-૧૨૬

પાતંજલઋષિએ પણ સાંખ્યદર્શનમાં યોગબીજ માટે આમજ કહ્યું છે, તેની સાક્ષી પુરતા આચાર્ય હરિભદ્રસૂરિજી કહે છે:

) સાંખ્યદર્શન પ્રમાણે યોગબીજ વિષયસુખોની આશક્તિ અને પ્રક્રુતિની (કર્મોની) શક્તિને શિથિલ (ઓછી) કરનારૂં છે.

સાંખ્યદર્શનના મૂળ બે તત્વો: ) પુરુષ: અકર્તા-અભોક્તા તથા જ્ઞાતા-દ્રષ્ટા છે. ) પ્રક્રુતિ: સત્વ-રજસ-તમસની બનેલી અને કર્તા-ભોક્તા છે. તે ઘણી બલવાન છે. તે વિષયસુખોની આસક્તિવાળી હોવાથી આત્મામાં તેનું પ્રતિબિંબ પડવાથી આત્મા આસક્તિવાળો લાગે છે.

૩) સાંખ્યદર્શન પ્રમાણે યોગબીજ પહેલા અને પછીની અવસ્થા

યોગબીજ પહેલા: અ) પ્રક્રુતિને હિતકારી માનતો, બ) તેની સાથે ગાઢમિત્રતા=અભેદબુદ્ધિ વાળો હતો, ચ) પ્રક્રુતિનું કર્તુત્વ-ભોકતૂત્વ-જ્ઞાત્રુત્વ પોતાનાં જ છે એમ આ જીવ માનતો હતો, દ) પ્રક્રુતિજન્ય વિષયસુખ અને સંસારને પોતાનો જ માની તેમાં જ આનંદ-ચમન કરતો હતો.

યોગબીજ પછી: અ) આ મારું સ્વરૂપ નથી, બ) હું પ્રક્રુતિથી અલગ છું, ચ) પ્રક્રુતિએ મને ભોળવ્યો છે, અંધારામાં રાખ્યો છે, દ) પ્રક્રુતિની સાથેની ગાઢ મિત્રતા તૂટી જાય છે, એ) પ્રક્રુતિ સાથેની અભેદબુદ્ધિ ક્ષીણ થઇ જાય છે. ફ઼) પ્રક્રુતિ કડવી લાગે છે, ગ) પ્રક્રુતિ પ્રત્યે પ્રેમ વિનાની, કડવાશ ભરેલી, અણગમાવાળી દ્રષ્ટિ અહીંથી શરૂ થાય છે.

૪) યોગબીજ આવવાથી, પ્રક્રુતિ પ્રત્યે વિપ્રિયેક્ષા (કડવી ઝેર ભરેલી દ્રષ્ટિ) થાય છે. વિષયસુખો આકરાં લાગે છે, સંસાર ઝેર જેવો લાગે છે.

૫) યોગબીજ પ્રક્રુતિ અને પ્રક્રુતિજન્ય વિકારોને મંદ કરનારૂં છે.

૬) યોગબીજ આત્માતત્વ પ્રાપ્તિનું સૂચક છે અને એમ સૂચવે છે કે મુક્તિપદ અતિશય નિકટતમ છે.

૭) મુક્તિપદ નિકટ જાણી યોગબીજ આત્માને અદમ્ય ઉત્સાહથી અને બળથી આત્મ-તત્વની પ્રપ્તિને ઉચિત ધર્મતત્વોની વિચારણામાં પ્રવેશ કરાવનારૂં છે, અને સતત તત્વવિચારણામાં ડૂબાડૂબ રાખનારૂં છે.

૮) અનાદિકાળથી જામ થયેલા અને ગાઢ બનેલી રાગ અને દ્વેષ આદિ દોષોની બનેલી ગાંઠને યોગબીજ ભેદે છે.

Monday, November 21, 2011

11/21/11 (Monday) - Gatha 25 pg 123 (2nd para) to pg 124 2nd last para.

ગાથા ૨૫ - પાના નં ૧૨૩ બીજો ફકરો થી ૧૨૪ ત્રીજો ફકરો

પ્રશ્ન ૧ : આવુ સંશુદ્ધ યોગબીજ મિથ્યાતવીને ક્યારે અને કેવી રીતે આવી શકે ?

: જ્યારે મિથ્યાતવી જીવ રાગ દ્વેષ ની ગાઢ ગ્રંથીને ભેદવા માટે અપૂર્વ વૈરાગ્યના સામર્થ્ય વડે મોહનીય કર્મનો બળવાન ક્ષયોપશમ કરી મિથ્યાત્વની અત્યંત મંદતાના કારણે ચરમ યથાપ્રવૃત્તીકરણ સમયેજ આવુ (ઉપાદેય બુદ્ધિવાળું,દસ સંજ્ઞાને અટકાવનારુ, સંસારિક ફળની અપેક્ષા વિનાનુ -ત્રણ વિશેષણ વાળુ) સંશુદ્ધ કુશલચિત્તાદી યોગબીજ આવે છે.
જેવી રીતે સાતમાં અપ્રમત્ત ગુણઠાણે મુનીમહાત્મા સંજ્વલન કશાયથી રાગી છે તોયે રાગદશા અતિશય મંદ હોવાથી વિતરાગભાવતુલ્ય કહેવાય છે તેમજ અહી મિથ્યાતવી હોવા છતા એની માત્રા અલ્પ હોવાથી અતિશય મંદ મિથ્યાત્વ ના કારણે સંશુદ્ધ કુશલચિત્તાદી યોગબીજ આવે છે. આવો આત્મા પરમાત્માની સાથે એકમેક થઈને પરમ ભક્તિથી તેમની શ્રેષ્ઠ સાધના કરે છે.

પ્રશ્ન ૨. અન્ય દર્શનનો શું મત છે?

: હરિભદ્રસુરીજી મહારાજે સાંખ્યદર્શનના પ્રસિદ્ધ યોગાચાર્ય પાતંજલઋષિના પાઠ ની સાક્ષી આપતા સમજાવ્યું કે " અન્ય દર્શનકારો પણ આમજ કહે છે".

પ્રશ્ન ૩.આ યોગબીજવાળુ ચિત્ત કેવા પ્રકારનું હોય?

જ: આ યોગબીજ સંસાર સમુદ્રમાં ડૂબેલા આત્માને પોતાના આત્મતત્વના આંશિક વિકાસ સ્વરૂપ છે.

જેમ સમુદ્રમાં ડૂબેલા માણસને ચારે બાજુ પાણીજ દેખાય છે,બહાર નીકળવાની આશા જ તૂટી ગઈ છે તેવામા મહાપ્રયત્ને સપાટીપર આવીને જગત જોઈને આનંદ પામે છે અને તરી નીકળવાની આશા બંધાય છે તેવીજ રીતે સંસારમાં ડૂબેલા માણસને મોહાંધથી ચારેબાજુ વિષયસુખો જ દેખાય છે , તેમાંથી નીકળવુજ નથી ( ઉલ્ટાનો સંસાર વધારવો છે) તેવામા તથાભવ્યત્વનો પરિપાક થવાથી આવુ યોગબીજ (સપાટી) પ્રાપ્ત થાય છે આત્મતત્વ (કે આ વિષયસુખો ઝેર જેવા છે,સાર અસાર નું ભાન થાય છે ) જોઈને આનંદ પામે છે અને સંસાર તરી પૂર્ણ આત્મતત્વ પ્રાપ્ત કરાશે એવી આશા બંધાય છે.

માટે આ યોગબીજ સંસાર સમુદ્રમાં ડૂબેલા આત્માને પોતાના આત્મતત્વના આંશિક વિકાસ સ્વરૂપ છે.

જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખ્યું હોય તો વિભા ના મિચ્છામી દુક્કડમ.

Tuesday, November 8, 2011

11/08/2011 (Tuesday) gatha 25 page 118 third para

૧૧/૮/૨૦૧૧ ગાથા ૨૫ – યોગબીજનું સ્વરુપ

સંજ્ઞાના પ્રકારો:

આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા.

ઘર્માનુષ્ઠાન સુંદર હોય પણ જો આ દશવિધ સંજ્ઞાથી યુક્ત હોય તો પુણ્યબંધ માટે થાય છે. પરંતુ સંપૂર્ણ પરિશુદ્ધિના અભાવે મુક્તિની પ્રાપ્તિ માટે થતું નથી, કારણકે ભવના ભોગોથી નિઃસ્પ્રુહ આશયથી કરાયેલું અનુષ્ઠાન જ મુક્તિ-પ્રાપ્તિનો હેતુ બને છે.

Monday, November 7, 2011

11/07/2011 (Monday) Page 117 last pera to Page 118 2nd pera


પ્રશ્ન: પરમાત્મા અને સાધના પ્રત્યે આટલી તીવ્ર લગની લાગવાનું કારણ શું?

જવાબ: તેના ભવો પાકી ગયા છે, જેમ પાકેલું ફળ વૃક્ષ ઉપરથી પડવાની તૈયારીમાં હોઈ છે, તેમ જીવના ભવો સમાપ્ત થવાની તૈયારીમાં છે, ગ્રંથીભેદ કરવા પૂર્વક સમ્યાક્જ્ઞાન આવવાની તૈયારીમાં છે, સમ્યાક્જ્ઞાનની પ્રાપ્તિની પુર્વાકાલવર્તી અવસ્થા છે, તેથી જીવ પ્રભુ પ્રત્યેના, તેમની ભક્તિ પ્રત્યેના, પરમરાગના બળે ચરમ યથાપ્રવૃતકરણ અને ગ્રંથીભેદ દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યક્જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રભુ અને પ્રભુભક્તિ ગમી જાય અને રુચી જાય સંશુદ્ધચિત્તનું પહેલું લક્ષણ છે.

) મોહનીય કર્મ નો ઉદય મંદ કરી, ક્ષયોપક્ષમ થવાથી, જીવ પરમાત્મા અને તેમની ભક્તિ-સાધના માં મન લાગી જાય છે અને આહારાદી ની સંજ્ઞાઓ સાધના કાલે ઉછલતી નથી, અને સાધના સિવાયના કાલે આહારાદી સંજ્ઞાઓનું બળ નિર્બળ બની જાય છે. આહારાદી સંજ્ઞાઓ પ્રમાણે છે.

  • આહાર સંજ્ઞા
  • ભય સંજ્ઞા
  • મૈથુન સંજ્ઞા
  • પરિગ્રહ સંજ્ઞા
  • ક્રોધ સંજ્ઞા
  • માન સંજ્ઞા
  • માયા સંજ્ઞા
  • લોભ સંજ્ઞા
  • ઓઘ સંજ્ઞા
  • લોક સંજ્ઞા

Wednesday, November 2, 2011

11/02/2011 (Wednesday) Gatha 24-25

ગાથા ૨૪-૨૫ પાનું ૧૧૬-૧૧૭ ૧૧/૦૨/૨૦૧૧

ગાથા ૨૪
પાનું-૧૧૬: પ્રથમ ફકરો
  • સંશુદ્ધ કુશળચિતાદિ યોગબીજ ની પ્રાપ્તિ ચરમાવર્તમાં આત્મા જયારે તથાભવ્યત્વના પરિપાકથી પ્રવેશ કરે છે ત્યારે કરે છે.
  • અન્યકાળે (અચરમાવર્તકાળે) સંશુદ્ધ ચિત કદાપી સંભવતું નથી, તેમ ચરમાવર્તકાળે અસંશુદ્ધ ચિતની અનુપપતી જ હોય છે, કારણકે ચરમાવર્તના પૂર્વકાળમાં (અચરમાવર્તકાળમાં) અતિશય ખરાબ આશય હોવાથી, અને ચરમાવર્તના પાછળના અંતિમકાળમાં (છેલ્લું/પાછળનું અર્ધચરમાવર્તકાળ) અતિશય વધારે વિશુદ્ધતર આશય હોવાથી કુશળચિતાદિ યોગબીજ સંભાવતા નથી.
  • પૂર્વકાળમાં મિથ્યાત્વની કટુતા ઘણી વધારે હોય છે, અને પછીના કાળે મીથ્યત્વાદિનો પૂર્ણપણે ક્ષય થવાથી આ આત્મા નીરાલંબનાદિ અવસ્થા પામે છે.
  • માટે ચરમાવર્તના પ્રારંભકાળે મિથ્યાત્વની મંદતા થવાથી આ આત્મા કુશળચિત, નમસ્કાર, અને સંશુદ્ધપ્રણામાંદિરૂપ યોગબીજ પ્રાપ્ત કરે છે.

ગાથા ૨૫ (સંશુદ્ધ કુશળચિતાદિ યોગબીજના લક્ષણો)
પાનું-૧૧૬: ગથાર્થ
પાનું-૧૧૭: પહેલો અને બીજો ફકરો

ગથાર્થ:
સંશુદ્ધ કુશળચિતાદિ યોગબીજ: ૧) અત્યંત ઉપાદેયપણાની બુદ્ધિવાળું, ૨) આહારાદિ સંજ્ઞાઓને અટકાવનારુ, અને ૩) સંસારિક સુખના ફળની અપેક્ષા વિનાનું હોય છે.

ટીકાનું વિવેચન:
૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે અતિશય ઉપદે બુદ્ધિ થવી.
  • આ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માજ આ સંસારમાં આદરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, ઉપાસનાને યોગ્ય છે; એ જ પરમતારક છે; સંસારના સર્વ પદાર્થો કરતા આ પરમાત્મા જ પરમગુણનીધાન છે. આવા પ્રકારની પરમાત્મા પ્રત્યે અનન્યભાવયુક્ત 'અત્યંતપણે' ઉપદેપણા ની બુદ્ધિ થાય છે.
  • અન્ય સર્વ કર્યો ત્યજી દઈને, અન્ય સર્વ પદાર્થોને ગોંણ કરીને પરમાત્મા પ્રત્યે જ 'દ્રઢ' રાગ થઇ જાય, પરમાત્માની ભક્તિ-સાધના-ઉપાસના જ ગમી જાય; મારે આજ ઉપદેય છે એવી ચિતમાં લગની લાગી જાય, પરમાત્મા અતિશય વ્હાલા લાગે, અત્યંત ગમી જાય, પરમાત્મા સાથે પ્રીતડી બંધાઈ જાય, દતચીતથી તેમની સાધના રૂચી જાય.
  • પ્રભુ પ્રત્યે અને પ્રભુએ કહેલી સાધના પ્રત્યે અત્યંત પ્રેમપૂર્વક પરમાનંદથી ભરપુર એવું કુશળચિત આ ચરમાવર્તમાં આવે છે.
(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)

Tuesday, November 1, 2011

11/01/2011 (Tuesday) પુદગલ પરાવર્તન શું છે? પાના નં ૧૧૩,૧૧૪,૧૧૫.

પ્રશ્ન ૧. પુદગલ પરાવર્તન શું છે?
જ. પુદગલ પરાવર્તન આઠ જાતના છે.
) બાદર દ્રવ્ય પુદગલ પરાવર્તન સંસારી જીવ ચૌદ રાજલોકમાં ઠાસીને ભરેલી અનંતી વર્ગણામાથી ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, શ્વાચ્છોશ્વાસ, ભાષા, મન, કાર્મણ આ આઠ જાતની પુદગલ પરમાણુ ના સ્કંધોની વર્ગણા જીવન જીવવા માટે ગ્રહણ કરે છે અને છોડે છે. જ્યારે સંપૂર્ણ લોકાકાશમાં રહેલી આ આઠેય વર્ગણાના દરેક પરમાણુ ગ્રહણ કરીને છોડે એક પણ બાકી ન રહે એ કરતા જેટલો કાળ લાગે તેને બાદર દ્રવ્ય પુદગલ પરાવર્તન કહેવાય છે. આમા અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ લાગે છે.
) સુક્ષ્મ દ્રવ્ય પુદગલ પરાવર્તન: ઉપર પ્રમાણે જ્યારે સર્વ પુદગલ આહારક વિના સાતમાથી કોઈ પણ એકરૂપે થાય (એક સિવાય શેષરૂપે થાય તો ન ગણાય) તે કરતા જે કાળ લાગે તે. આમા બાદર કરતા અનંતગણો કાળ લાગે છે.
) એજ પ્રમાણે બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્તન -દરેક ક્ષેત્રના પ્રદેશને મરણથી સ્પર્શીને ગણવાના
) અને સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્તન - દરેક ક્ષેત્રના પ્રદેશને ક્રમશઃ મરણથી સ્પર્શીને ગણવાના
) એજ પ્રમાણે બાદર કાળ પુદગલ પરાવર્તન
) એજ પ્રમાણે સુક્ષ્મ કાળ પુદગલ પરાવર્તન
) એજ પ્રમાણે બાદર ભાવ પુદગલ પરાવર્તન
) એજ પ્રમાણે સુક્ષ્મ ભાવ પુદગલ પરાવર્તનક્ષેત્ર

પ્રશ્ન ૨. ચરમ એટલે શું?
જ. અહીં ચરમ એટલે ચરમ પુદગલાવર્ત. એટલે છેલ્લુ સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્તન. ચૌદ રાજ્લોકમાં સમસ્ત લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ વડે સ્પર્શ કરતા થાય તે કાળને સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્તન કહેવાય. જીવ એવા કેટલાય પુદગલ પરાવર્ત કરે છે. એવુ છેલ્લું પરાવર્ત એ ચરમાવર્ત પણ કહેવાય છે, ચરમપુદગલપરાવર્ત પણ કહે છે.

પ્રશ્ન ૩. તથાભવ્યત્વ એટલે શું?
જ. અનાદિ સંસારમાથી બહાર નીકળવા ની યોગ્યતા.

પ્રશ્ન ૪. તથાભવ્યત્વનો પરિપાક એટલે શું?
જ. સંસારી જીવ અનેક ભવો કરે છે. જ્યારે એમાથી નીકળી મુક્તિએ જવાની યોગ્યતા પાકે અથવા મુક્તીગમનનો કાળ બહુ નજીક આવે ત્યારે ભવો પાકી ગયા કહેવાય. ત્યારે જીવને સંસારમાંથી નીકળી જવાની યોગ્યતાનો પાક થવો તેને તથાભવ્યત્વનો પરિપાક કહેવાય છે. આ થાય ત્યારેજ જીવ ચરમપુદગલાવર્તમાં આવે છે.

પ્રશ્ન ૫. જીવ ને આ તથાભવ્યત્વનો પરિપાક થઈને ચરમપુદગલાવર્તમાં આવે ત્યારે શું થાય?
જ. ત્યારેજ કુશલચિત્તાદિ યોગબીજ પ્રાપ્ત થાય છે. મુક્તિનગર કઈક નજીક આવવાથી મિથ્યાત્વમોહનીયની કડવાશ,ઝેર ભયંકરતા ઓછી થઈને આત્મપરિણામની મધુરતા અને કોમળતાની મહાન સિદ્ધિ મળે છે. આ કઈ જેવી તેવી સિદ્ધિ નથી. આ પર્માર્થપદની પ્રાપ્તિના ઊર્ધ્વારોહણનું પ્રથમ સોપાન છે. એની દિનચર્યા,વાણી,વર્તન,દ્રષ્ટિ જ બદલાય એટલે પરમાત્મા, તેમની વાણી ,ભક્તિ,સેવા,ઉપાસના ગમવાજ માંડે છે,એજ સાર છે,દુર્લભ છે એવું મનમાં ઠસી જાય છે. પરમાત્મા પ્રત્યે સંશુદ્ધ કુશળચિત્ત અવશ્ય આવે છે.

જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ