પ્રશ્ન ૧. પુદગલ પરાવર્તન શું છે?
જ. પુદગલ પરાવર્તન આઠ જાતના છે.
૧) બાદર દ્રવ્ય પુદગલ પરાવર્તન સંસારી જીવ ચૌદ રાજલોકમાં ઠાસીને ભરેલી અનંતી વર્ગણામાથી ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, શ્વાચ્છોશ્વાસ, ભાષા, મન, કાર્મણ આ આઠ જાતની પુદગલ પરમાણુ ના સ્કંધોની વર્ગણા જીવન જીવવા માટે ગ્રહણ કરે છે અને છોડે છે. જ્યારે સંપૂર્ણ લોકાકાશમાં રહેલી આ આઠેય વર્ગણાના દરેક પરમાણુ ગ્રહણ કરીને છોડે એક પણ બાકી ન રહે એ કરતા જેટલો કાળ લાગે તેને બાદર દ્રવ્ય પુદગલ પરાવર્તન કહેવાય છે. આમા અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ લાગે છે.
૨) સુક્ષ્મ દ્રવ્ય પુદગલ પરાવર્તન: ઉપર પ્રમાણે જ્યારે સર્વ પુદગલ આહારક વિના સાતમાથી કોઈ પણ એકરૂપે થાય (એક સિવાય શેષરૂપે થાય તો ન ગણાય) તે કરતા જે કાળ લાગે તે. આમા બાદર કરતા અનંતગણો કાળ લાગે છે.
૩) એજ પ્રમાણે બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્તન -દરેક ક્ષેત્રના પ્રદેશને મરણથી સ્પર્શીને ગણવાના
૪) અને સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્તન - દરેક ક્ષેત્રના પ્રદેશને ક્રમશઃ મરણથી સ્પર્શીને ગણવાના
૫) એજ પ્રમાણે બાદર કાળ પુદગલ પરાવર્તન
૬) એજ પ્રમાણે સુક્ષ્મ કાળ પુદગલ પરાવર્તન
૭) એજ પ્રમાણે બાદર ભાવ પુદગલ પરાવર્તન
૮) એજ પ્રમાણે સુક્ષ્મ ભાવ પુદગલ પરાવર્તનક્ષેત્ર
પ્રશ્ન ૨. ચરમ એટલે શું?
જ. અહીં ચરમ એટલે ચરમ પુદગલાવર્ત. એટલે છેલ્લુ સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્તન. ચૌદ રાજ્લોકમાં સમસ્ત લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ વડે સ્પર્શ કરતા થાય તે કાળને સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્તન કહેવાય. જીવ એવા કેટલાય પુદગલ પરાવર્ત કરે છે. એવુ છેલ્લું પરાવર્ત એ ચરમાવર્ત પણ કહેવાય છે, ચરમપુદગલપરાવર્ત પણ કહે છે.
પ્રશ્ન ૩. તથાભવ્યત્વ એટલે શું?
જ. અનાદિ સંસારમાથી બહાર નીકળવા ની યોગ્યતા.
પ્રશ્ન ૪. તથાભવ્યત્વનો પરિપાક એટલે શું?
જ. સંસારી જીવ અનેક ભવો કરે છે. જ્યારે એમાથી નીકળી મુક્તિએ જવાની યોગ્યતા પાકે અથવા મુક્તીગમનનો કાળ બહુ નજીક આવે ત્યારે ભવો પાકી ગયા કહેવાય. ત્યારે જીવને સંસારમાંથી નીકળી જવાની યોગ્યતાનો પાક થવો તેને તથાભવ્યત્વનો પરિપાક કહેવાય છે. આ થાય ત્યારેજ જીવ ચરમપુદગલાવર્તમાં આવે છે.
પ્રશ્ન ૫. જીવ ને આ તથાભવ્યત્વનો પરિપાક થઈને ચરમપુદગલાવર્તમાં આવે ત્યારે શું થાય?
જ. ત્યારેજ કુશલચિત્તાદિ યોગબીજ પ્રાપ્ત થાય છે. મુક્તિનગર કઈક નજીક આવવાથી મિથ્યાત્વમોહનીયની કડવાશ,ઝેર ભયંકરતા ઓછી થઈને આત્મપરિણામની મધુરતા અને કોમળતાની મહાન સિદ્ધિ મળે છે. આ કઈ જેવી તેવી સિદ્ધિ નથી. આ પર્માર્થપદની પ્રાપ્તિના ઊર્ધ્વારોહણનું પ્રથમ સોપાન છે. એની દિનચર્યા,વાણી,વર્તન,દ્રષ્ટિ જ બદલાય એટલે પરમાત્મા, તેમની વાણી ,ભક્તિ,સેવા,ઉપાસના ગમવાજ માંડે છે,એજ સાર છે,દુર્લભ છે એવું મનમાં ઠસી જાય છે. પરમાત્મા પ્રત્યે સંશુદ્ધ કુશળચિત્ત અવશ્ય આવે છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ
No comments:
Post a Comment