પ્રશ્ન: પરમાત્મા અને સાધના પ્રત્યે આટલી તીવ્ર લગની લાગવાનું કારણ શું?
જવાબ: તેના ભવો પાકી ગયા છે, જેમ પાકેલું ફળ વૃક્ષ ઉપરથી પડવાની તૈયારીમાં હોઈ છે, તેમ આ જીવના ભવો સમાપ્ત થવાની તૈયારીમાં છે, ગ્રંથીભેદ કરવા પૂર્વક સમ્યાક્જ્ઞાન આવવાની તૈયારીમાં છે, આ સમ્યાક્જ્ઞાનની પ્રાપ્તિની પુર્વાકાલવર્તી અવસ્થા છે, તેથી જીવ પ્રભુ પ્રત્યેના, તેમની ભક્તિ પ્રત્યેના, પરમરાગના બળે જ ચરમ યથાપ્રવૃતકરણ અને ગ્રંથીભેદ દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યક્જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રભુ અને પ્રભુભક્તિ ગમી જાય અને રુચી જાય એ સંશુદ્ધચિત્તનું પહેલું લક્ષણ છે.
૨) મોહનીય કર્મ નો ઉદય મંદ કરી, ક્ષયોપક્ષમ થવાથી, જીવ પરમાત્મા અને તેમની ભક્તિ-સાધના માં મન લાગી જાય છે અને આહારાદી ની સંજ્ઞાઓ સાધના કાલે ઉછલતી જ નથી, અને સાધના સિવાયના કાલે આહારાદી સંજ્ઞાઓનું બળ નિર્બળ બની જાય છે. આહારાદી સંજ્ઞાઓ આ પ્રમાણે છે.
- આહાર સંજ્ઞા
- ભય સંજ્ઞા
- મૈથુન સંજ્ઞા
- પરિગ્રહ સંજ્ઞા
- ક્રોધ સંજ્ઞા
- માન સંજ્ઞા
- માયા સંજ્ઞા
- લોભ સંજ્ઞા
- ઓઘ સંજ્ઞા
- લોક સંજ્ઞા
No comments:
Post a Comment