૯) ઇન્દ્રનું વજ્ર કોઈક પર્વત નો ભેદ કરી શકે અને મેરુપર્વત જેવા શાશ્વત પર્વતનો ભેદ ન કરી શકે, પરંતુ આ યોગબીજ નિયમા ગ્રંથિનો ભેદ કરી સમ્યક્દર્શન આપે છે.
૧૦) જેમ સ્કૂલ પૂરી થવાનો કાલ થયે કાલ ઘંટ વાગે અને છોકરાઓ છુટે તેમ આ યોગબીજ પ્રાપ્ત થતા સંસારરૂપ ચરક(જેલ) ને પૂર્ણ થવાનો જાણે કાલઘંટ વાગે છે.
૧૧) આત્માને અનાદીના વળગેલા એવા સંસારમાંથી આ આત્માનું અપસરણ(નીકળવાનું કામ) કરાવનારું આ યોગબીજ છે.
સાંખ્યદર્શન ના યોગાચાર્ય શ્રી પતંજલિ ઋષિના શબ્દોમાં યોગબીજનું વણૅન કહીને ગ્રંથકારશ્રી હરીભદ્રસુરીજી મહારાજ પોતે આ જ વાત ને સ્પષ્ટ કરતા કહે છે, જીનકુશલચિત્તાદી(એટલે કે સાંખ્યદર્શન ના યોગાચાર્ય શ્રી પતંજલિ આદી ઋષીઓ વડે કહેવાયેલા ભાવવાળું જ) હોઈ છે, અર્થાત યોગબીજ આવ્યા ત્યારથી જ ભવો પાકીને ખરી જવો અને મુક્તીફળ મળવાનો પાક શરુ થયો જ સમજવો. યોગબીજ એ મુક્તિની પ્રાપ્તિરૂપ ફળનો પાક શરુ થવા તુલ્ય છે. ફક્ત કાલવીલંબ લાગશે.
No comments:
Post a Comment