ગાથા ૨૪
પાનું-૧૧૬: પ્રથમ ફકરો
- સંશુદ્ધ કુશળચિતાદિ યોગબીજ ની પ્રાપ્તિ ચરમાવર્તમાં આત્મા જયારે તથાભવ્યત્વના પરિપાકથી પ્રવેશ કરે છે ત્યારે કરે છે.
- અન્યકાળે (અચરમાવર્તકાળે) સંશુદ્ધ ચિત કદાપી સંભવતું નથી, તેમ ચરમાવર્તકાળે અસંશુદ્ધ ચિતની અનુપપતી જ હોય છે, કારણકે ચરમાવર્તના પૂર્વકાળમાં (અચરમાવર્તકાળમાં) અતિશય ખરાબ આશય હોવાથી, અને ચરમાવર્તના પાછળના અંતિમકાળમાં (છેલ્લું/પાછળનું અર્ધચરમાવર્તકાળ) અતિશય વધારે વિશુદ્ધતર આશય હોવાથી કુશળચિતાદિ યોગબીજ સંભાવતા નથી.
- પૂર્વકાળમાં મિથ્યાત્વની કટુતા ઘણી વધારે હોય છે, અને પછીના કાળે મીથ્યત્વાદિનો પૂર્ણપણે ક્ષય થવાથી આ આત્મા નીરાલંબનાદિ અવસ્થા પામે છે.
- માટે ચરમાવર્તના પ્રારંભકાળે મિથ્યાત્વની મંદતા થવાથી આ આત્મા કુશળચિત, નમસ્કાર, અને સંશુદ્ધપ્રણામાંદિરૂપ યોગબીજ પ્રાપ્ત કરે છે.
ગાથા ૨૫ (સંશુદ્ધ કુશળચિતાદિ યોગબીજના લક્ષણો)
પાનું-૧૧૬: ગથાર્થ
પાનું-૧૧૭: પહેલો અને બીજો ફકરો
ગથાર્થ:
સંશુદ્ધ કુશળચિતાદિ યોગબીજ: ૧) અત્યંત ઉપાદેયપણાની બુદ્ધિવાળું, ૨) આહારાદિ સંજ્ઞાઓને અટકાવનારુ, અને ૩) સંસારિક સુખના ફળની અપેક્ષા વિનાનું હોય છે.
ટીકાનું વિવેચન:
૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે અતિશય ઉપદે બુદ્ધિ થવી.
- આ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માજ આ સંસારમાં આદરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, ઉપાસનાને યોગ્ય છે; એ જ પરમતારક છે; સંસારના સર્વ પદાર્થો કરતા આ પરમાત્મા જ પરમગુણનીધાન છે. આવા પ્રકારની પરમાત્મા પ્રત્યે અનન્યભાવયુક્ત 'અત્યંતપણે' ઉપદેપણા ની બુદ્ધિ થાય છે.
- અન્ય સર્વ કર્યો ત્યજી દઈને, અન્ય સર્વ પદાર્થોને ગોંણ કરીને પરમાત્મા પ્રત્યે જ 'દ્રઢ' રાગ થઇ જાય, પરમાત્માની ભક્તિ-સાધના-ઉપાસના જ ગમી જાય; મારે આજ ઉપદેય છે એવી ચિતમાં લગની લાગી જાય, પરમાત્મા અતિશય વ્હાલા લાગે, અત્યંત ગમી જાય, પરમાત્મા સાથે પ્રીતડી બંધાઈ જાય, દતચીતથી તેમની સાધના રૂચી જાય.
- પ્રભુ પ્રત્યે અને પ્રભુએ કહેલી સાધના પ્રત્યે અત્યંત પ્રેમપૂર્વક પરમાનંદથી ભરપુર એવું કુશળચિત આ ચરમાવર્તમાં આવે છે.
(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)
No comments:
Post a Comment