Wednesday, April 18, 2012

૧૧/૨૮/૧૧ સોમવાર પાનું ૧૨૯ ફકરો બીજો થી પાનું ૧૩૦ ફકરા બીજાના અંત સુધી

હવે ગાથા ૨૬ માં અન્ય યોગબીજ સમજાવે છે.:
ગાથાર્થ: પરમાત્માની જેમ ભાવવાળા આચાર્ય વગેરે વિષે પણ વિશુદ્ધ એવું કુશળચિત્તાદી તે યોગબીજ છે. અને શુદ્ધ આશય વિશેષ થી વિધિ પૂર્વક તેની સેવા કરાવી એ પણ યોગબીજ છે.
વિવેચન: વીતરાગ પરમાત્મા પાંચ પરમેષ્ઠી માં અહુથી ઉત્તમ છે. તેથી તેમના પ્રત્યેના કુશળ ચિત્તાદી એ પ્રથમ યોગબીજ છે. એજ પ્રમાણે આચાર્યાદીને વિષે સંશુધ્ધ માનસિક કુશળ ચિત્ત ,વાચિક નમસ્કાર અને કાયિક પ્રણામ એવા ત્રણે પ્રકારના કાર્યો બીજું યોગબીજ જ છે. આ ત્રણે કાર્યો ઉપદેયબુધ્ધી ,દશ સંજ્ઞા રહિત અને ફળ ની આશા વગર કરાય તો જ તે બીજું યોગબીજ કહેવાય છે.
અહીં આદિ શબ્દમાં આચાર્ય-ઉપાધ્યાય -તપસ્વી-જ્ઞાનાદીની અપેક્ષાએ પન્યાસ,ગણી, સાધુ વગેરે મહાત્માઓ સમજવા.
વીતરાગની જેમ વીતરાગની આજ્ઞાને અનુસરનારા રાત્નાત્રયીના આરાધક , પાંચ મહાવ્રતને પાળનાર , સંસારના ભોગ સુખના ત્યાગી એવા આચાર્યાદી થી મુનીપદ સુધીના મહાત્મા પ્રત્યે પણ કુશળ ચિત્ત વગેરે પ્રાપ્ત થાય તો તે પણ યોગબીજ જ છે કારણકે પંચમ કાળ માં વીતરાગ પરમાંત્મા હાજર ન હોવાથી બીજા જીવોને આત્મ કલ્યાણ નો માર્ગ દેખાડનાર આચાર્યાદી જ છે. માટે તેઓ પ્રત્યે પણ ઉપાદેય બુદ્ધિ., બહુમાન ,ભક્તિભાવ,પૂજ્યભાવ,હાર્દિક સન્માન રાખવું. અને આ પણ યોગબીજ જ છે.
અજ્ઞાનતાથી જીન આજ્ઞાથી વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ

૧૧/૧૪/૧૧ સોમવાર પાનું ૧૧૯ ફકરો બીજો લાઈન ૬ થી પાનાના અંત સુધી

કુશળ ચિત્ત જીવને પરમાત્મા પ્રત્યે અને તેઓએ કહેલા ધર્મ અનુષ્ઠાન પ્રત્યે ઉપાદેય ભાવ થી એવો રાગ થાય છે કે બધી જ ( દશ) સંજ્ઞાઓ ચાલી જાય છે. ધર્મક્રિયાઓ લોક રંજન માટે નથી પરંતું આત્મ કલ્યાણ માટે છે. આત્માનું કલ્યાણ કરવું હોય તો માન નો ત્યાગ કરવો જ પડે. આત્મ કલ્યાણ અને માન પરસ્પર વિરોધી છે. જ્યાં માન હોય ત્યાં આત્મ કલ્યાણ હોય જ નહિ.
બીજું લોકો નું રંજન પણ દુષ્કર અને ક્ષણિક છે. લોકો પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી જ બીજાના વખાણ કરે છે અને પ્રશંશા કરે છે પરંતું પોતાનો સ્વાર્થ પુરો થતા નિંદા કરે છે. એટલે લોકરંજન એ સ્વાર્થ યુક્ત હોવાથી અને વાસ્તવિક ણ હોવાથી હેય છે ઉપાદેય નથી. માટે બધીજ (દશ) સંજ્ઞા ને અટકાવવા પૂર્વક ધર્મ ક્રિયાઓ કરે છે. જો આ જીવ સંજ્ઞા સાથે ધર્મ અનુષ્ઠાનો કરે તો તે સુંદર હોવા છતા માત્ર પુણ્ય બંધ કરાવે છે અને સંસાર સુખ ને વધારનાર છે પરંતું મોક્ષ મેળવવા મદદ કરતા નથી કારણકે તેમાં સંપૂર્ણપણે શુધ્ધી નથી.
પૂર્વે થયેલા યોગાચાર્યો કહે છે કે જે ધર્મ અનુષ્ઠાન સંસાર સુખોની જરા પણ આશા વગર સંપૂર્ણ પણે મોક્ષ હેતુની અભિલાષા પૂર્વક કરવામાં આવે છે તેજ મુક્તિહેતું છે.
અજ્ઞાનતા ને કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કહી પણ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ

Tuesday, April 17, 2012

૧/૧૦/૧૨ - ગાથા ૨૯ પાનું ૧૪૧ થી ૧૪૩ ગાથા ના અંત સુધી.

મિત્રાદ્રષ્ટિમાં આવેલા જીવનું ચિત્ત સર્વે યોગબીજના શ્રવણથી અતિશય રંગાઈને તેમાં સ્થિર આશયવાળી પ્રતિપત્તિ દિવસે દિવસે વધે છે,ઘટતી નથી, જે બાજુ વળી છે ત્યાંથી પાછી સંસારની મોહવાસના તરફ વળતી નથી। મોહદશા ભૂલીને મુક્તિની અભિલાષા વાળો સંવેગ -નિર્વેદ ભાવ તીવ્ર થાય છે. ક્યારેક સંજોગવશ (સમય,સ્વાસ્થ્ય,કે ગુરુનો યોગ ન હોય)યોગબીજનું શ્રવણ,સેવન ન કરી શકે તો પણ આ આદરવા જેવું છે, બોધીબીજનું પરમ કારણ છે તેવો અત્યંત શુદ્ધ અને મહાન ઉદયને આપનારો ઉપાદેયભાવ થાય છે. આવો પરિશુદ્ધ એટલે સંસારિક સુખ અને ફળપ્રાપ્તિની અપેક્ષા વિનાનો અંતરંગ ઉપાદેયભાવ આત્માનું ઉર્ધ્વરોહણ શરૂ કરાવી મોક્ષ-પ્રાપ્તિ નું સાધન થઇ જાય અને અલ્પકાળમાં જ મુક્તિ અપાવે છે. આમ યોગબીજનું શ્રવણ, સેવન અને તેના પ્રત્યેનો ઉપાદેયભાવ થવો એ કઈ નાની વાત નથી પણ ઘણી મોટી પ્રશસ્ત વાત છે, મહોદય કરાવનાર છે. (મહોદય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ના ઉદયથી મોક્ષ પેહલાના થોડા ભવોમાં દેવલોકના સુખ મળે તો પણ એ આત્મા લેપાય નહી અલિપ્ત જ રહે અને આત્માર્થ સાધવામાં બાધા ના પડે.) યોગબીજનું શ્રવણ, સેવન અને તેના પ્રત્યેનો ઉપાદેયભાવ થવાથી કર્મોની નિર્જરા થાય અને યોગબીજની વૃદ્ધિનું કારણ હોવાથી યોગબીજ જ કહેવાય.
મિત્રાદ્રષ્ટિમાં આવેલા આત્માને નીચે મુજબ યોગબીજ આવે છે.
૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ
૨) સદગુરૂ પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ
૩)દેવ અને સદગુરુની પૂજ્યભાવપૂર્વક સેવા-વૈયાવચ્ચ, ભક્તિ, ઉપાસના
૪) સહજપણે થતો જ્ઞાનપૂર્વક ભવનો ઉદ્વેગ
૫) દ્રવ્યથી અભિગ્રહો કરવા, વ્રત-નિયમ કરવા ,દેશવિરતી-સર્વવિરતી લેવી
૬)સુન્દર સિદ્ધાંતો લખવા-લખાવવા , વાંચવા- વંચાવવા , પ્રકાશિત કરવા-કરાવવા
આ એકેક યોગબીજ પરમોત્તમ અમૃત છે. દેવ,ગુરૂ અને શાસ્ત્રની ભક્તિ એ યોગપ્રાપ્તિનું અવન્ધ્ય કારણ છે માટે યોગબીજ જ છે.
દેવ આપણા આત્માના સાધ્ય એવા શુદ્ધ સ્વરૂપના પ્રતિબિંબ છે માટે ઉપકારી છે.
ગુરૂ પોતે સુંદર જ્ઞાન અને આચરણ વડે પરમાત્માના વચનોનું અમૃતપાન કરાવે માટે ઉપકારી છે.
શાસ્ત્ર પૂર્ણપણે મુક્તીમાંર્ગની દિશા સૂચવે છે માટે ઉપકારી છે.
આ ત્રણેય ભક્તિપદ જે યોગબીજ છે તે કરવાથી દુર્લભ મનુષ્યભવ સફળ થાય છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભા ના મિચ્છામિ દુક્કડમ

૧૨/૧૩/૧૧ મંગળવાર ગાથા ૨૮ પાના ૧૩૭ છેલ્લા ફકરા થી પાના ૧૩૯ - #૬ સુધી

૬ઠું યોગબીજ - ધર્મશાસ્ત્રો લેખનાદીમાં ૧૦ શબ્દોનો સમાવેશ છે.
૧) લેખના- જેમ દેવ, ગુરૂ ઉપકારી છે તેમ જ પરમશ્રુતજ્ઞાન રૂપ ધર્મશાસ્ત્રો પણ એટલાજ સ્વ -પર ને ઉપકારી છે. પંચમકાળમા સ્મૃતિભ્રંશ થતા જોઈને પૂજ્યશ્રી દેવાધીગણીક્ષમાશ્રમણે જૈનાગમોને પુસ્તાકારૂઢ કર્યા, પૂર્વાચાર્યોએ ઘણો પરિશ્રમ કરીને આ ગ્રંથો લખ્યા અને શ્રાવકો પાસે લક્ષ્મીનો સદુપયોગ કરાવી લખાવ્યા ત્યારે આ વિષમકાળે શ્રી ચતુર્વિધ સંઘને પવિત્ર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું કારણ સંભવે છે. એટલે સત્શાસ્ત્રો લખાવવા, છપાવવા, ઉંચી ક્વોલિટીના કાગળો,પુઠા, બાઈન્ડીંગથી પ્રકાશિત કરવા જેથી ગ્રંથ દીર્ઘાયુષી, આકર્ષિત બને અને જોતાજ વાચવાનું મન થાય , બહુમાન થાય આવી શાસનપ્રભાવના કરવી એ યોગબીજ છે.
મીત્રાદ્રષ્ટિમા આવેલા જીવને આ સંસારની કટુતા જાણી મુક્તિની તીવ્ર અભિલાષા જાગી છે. મુક્તિમાર્ગ જાણવા માટે શાસ્ત્રોજ ઉપકારી છે, ભવ-વ્યાધીને દૂર કરવામા ઔષધ છે, સર્વવ્યાપી ચક્ષુ સમાન છે , સર્વાપ્રયોજનનું સાધન છે, પરોપકાર કરવા કરાવવા થી પુણ્યબંધનું કારણ છે એટલે આવો જીવ યોગ્ય પાત્રો ને ઉપરની બધી પ્રભાવના વધુ ને વધુ કરાવવાની ઈચ્છા કરી છઠ્ઠુ યોગબીજ પ્રાપ્ત કરે છે.
૨)પૂજના - શાસ્ત્રપ્રેમી પુણ્યાત્મા મોટા બાજોઠ કે સાપડા ઉપર સુન્દર-આકર્ષક વસ્ત્ર મૂકી એના ઉપર પુસ્તક રાખી એની પુષ્પ-વાસક્ષેપ આદિથી પૂજા કરી શ્રુતજ્ઞાનનું બહુમાન કરે છે.
૩)દાન - આત્માર્થી બીજાને વધારે શ્રુતજ્ઞાન મળે એના માટે નિસ્પૃહ અને નિસ્વાર્થ ભાવે ભણેલું જ્ઞાન તેઓને ભણાવે, ભણવા માટે પુસ્તક આપે અને પ્રભાવના કરે.
૪)શ્રવણ - પરમ વૈરાગી- સમ્યગ્જ્ઞાની મુમુક્ષુ વડે કરાતું ધર્મશાસ્ત્રોનું પ્રવચન અને ઉત્તમ નિર્ગ્રંથ મુની ના વ્યાખ્યાન સાંભળે.
૫) વાચના - શરીર,વસ્ત્ર અને મનશુદ્ધી સાચવીને અત્યંત બહુમાનપૂર્વક, વિનય -વિવેકપૂર્વક ઉત્તમ સત્શાસ્ત્રોનું સતત વાંચન કરી પોતાની સ્મરણ, ચિંતન અને અનુપ્રેક્ષા શક્તિની વૃદ્ધિ કરવી કારણકે જ્ઞાનવાન યોગી નો યોગ દુર્લભ છે અને મળે તો પણ સતત એનો વચનયોગ ચાલવો અશક્ય છે.
૬) ઉદગ્રહ - જ્ઞાન એ દીપક છે. એની પ્રાપ્તિ માટે યોગવહન, આયમ્બીલ તપ ઉપધાન કરી ગુરુમુખે સૂત્રની અનુજ્ઞા લઇ વિધિપૂર્વક મહામંગલકારી શાસ્ત્રાધ્યયન કરવુ આવશ્યક અને મહાન હિતકારી છે, આત્માની પરિણતિ સુધારનાર બને છે અને જીતેન્દ્રિય થવા ઉપકારી છે. યોગવહન ને ગુરુમુખ વિના મેળવેલા જ્ઞાનથી અનર્થ અને અનિષ્ટ ની સંભાવના રહે.
જીનઆજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામીદુક્કડમ.

૮/૨૨/૧૧ સોમવાર પાનું ૯૬ ફકરો ૩ અને ૪ સવાલ-જવાબ

બોધ અથવા દૃષ્ટિ શબ્દ અને સત્શ્રદ્ધાવાળો બોધ સમજાવ્યા પછી હવે સવાલ એ થાય છે કે આવી દૃષ્ટિ વાળા જીવ ને શું ફળ પ્રાપ્ત થાય છે?
સત્શ્રધ્ધાવાળો બોધ સમ્યગ શાસ્ત્રો માં ખુબજ શ્રધ્ધા વાળો હોવાથી શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ નો ઘાત કરે છે અને આ જીવ સમ્યગ પ્રવૃત્તિ જ કરે છે.
આ સંસાર મોહ અને અજ્ઞાનરૂપી અંધકારથી ભરપુર છે અને સમ્યગ શાસ્ત્ર અને આપ્તપુરુષોની (પોતે જે વસ્તુ વિષે કહેતો હોય તે વસ્તુ જાતે જોઈ હોય કે જાણી હોય એવો માણસ.) વાણી અને તેનામાં શ્રધ્ધા એ દિપક સમાન છે. આથી આવા અંધકારમય વાતારણ માં પણ અસત પ્રવૃતિઓ અટકી જાય છે.
ટૂંકમાં સત્શ્રધ્ધાવાળા જીવની અસત પ્રવૃતિઓ અટકી જાય છે અને શાસ્ત્ર પ્રમાણે ની સત પ્રવૃતિઓ ને સ્થાન મળે છે.

અજ્ઞાનતા થી જીન અજયના વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ




Tuesday, April 10, 2012

ધર્મ સંન્યાસ અને ક્ષાયિક ભાવ

ઈચ્છાયોગ અને શાસ્ત્ર યોગથી ક્ષયોપક્ષમિક ભાવ રૂપ આત્માના ગુણો પ્રગટ થાય છે પરંતુ તે ભય યુક્ત છે કારણકે મંદ રસવાળા કર્મોનો ઉદય ચાલુ છે અને તેનાથી અતીચારો અને દોષો તો લાગે જ છે. એમાં પણ જો મંદ રસ કરવામાં પ્રમાદ આવી જાય અને તીવ્ર રસવાળા કર્મો ઉદયમાં આવી જાય તો આત્મા ના પ્રગટ થયેલા ગુણો પણ ઢંકાઈ જાય.
આ ભય ને દુર કરવા માટે ક્ષયોપક્ષમભાવ વાળા કર્મોનો મૂળથી જ નાશ કરવો પડે છે  તેથી આ જીવ સામર્થ્ય યોગ ના બળે ક્ષયોપક્ષમ ભાવ ના  ગુણો રૂપ જે ધર્મો છે તેનો સંન્યાસ (ત્યાગ) કરે છે. ક્ષપક્ શ્રેણીમાં ૮-૧૨ ગુણસ્થાનક માં રહેલો જીવ કોઈ પણ પ્રકારના રસ વાળા ચાર ધાતી કર્મોનો સંપૂર્ણ પણે નાશ કરતો જાય છે. અને મંદ ઉદય જન્ય પરંતું અતિચાર યુક્ત અને ભયયુકત  ગુણો રૂપ જે ક્શાયોપશામિક ધર્મો હતા તે નાશ પામી જાય છે અને તેનેજ ધર્મસન્યાસયોગ કહેવાય છે.
આથી આત્મ નિર્ગુણ કે નિર્ધ્રમી થતો નથી પરંતું નીરતિચાર અને નિર્દોષ ગુણો વાળો બને છે જેને ક્ષાયિકભાવ કહેવાય છે.
આ પ્રમાણે જીવ ઈચ્છા યોગમાંથી  આગળ વધીને શાસ્ત્ર યોગમાં  અને તેમાંથી  આગળ વધીને સામર્થ્ય યોગના પ્રથમ ભેદ દ્વારા ક્ષપક શ્રેણીમાં ૮ થી  ૧૨ ગુણસ્થાનકમાં આગળ વધે છે  છે અને નિર્દોષ અને નિર્ભય એવા ક્ષાયિક ભાવના ગુણધર્મો પ્રાપ્ત કરે છે.

અજ્ઞાન અને અસમજણના કારણે જીન આજ્ઞાથી વિરુધ્ધ કઈ લખાય ગયું હોયતો મિચ્છામીદુક્કડમ

Monday, March 26, 2012

પ્રાતિભ જ્ઞાન વિષે સમજણ અને સામર્થ્ય યોગ ના ભાગો

પ્રાતિભ જ્ઞાન એ શ્રુત જ્ઞાન ના અંતે અને કેવળ જ્ઞાન ની પહેલા થતું સીમાડા રૂપી જ્ઞાન છે એટલે એ શ્રુતજ્ઞાન (તત્વથી વિચારતા) જ છે પરંતું આ જ્ઞાન મોહનીયના વિશિષ્ટ ક્ષયોપક્ષમ યુક્ત એવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમવાળું હોવાથી અતિ વિશિષ્ટ શ્રુત છે. આ જ્ઞાન ૮ થી ૧૨ ગુણસ્થાનકવાળા જીવને જ થાય છે અને તે પણ ક્ષપક શ્રેણી માં જ થાય છે.
બીજા દર્શનકારો પણ "તારક" અને "નિરીક્ષણ" વગેરે શબ્દોથી આ અપૂર્વ જ્ઞાનને સ્વીકારે છે. પૂ. યશોવિજયજી મ.શ્રીએ કહ્યું છે કે જેમ રાત્રી અને દિવસ ની સંધ્યા જુદી હોય છે તેમ આ પ્રાતીભ જ્ઞાન શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાનથી ભિન્ન છે.
ગાથા ૯ માં સામર્થ્ય યોગ ના બે ભેદો બતાવે છે,
૧. ધર્મસન્યાસ ૨. યોગ સંન્યાસ
અહીં ક્ષયોપશામિક ભાવોના ભેદો એ ધર્મ અને મન વચન અને કાયા ની ક્રિયા(પ્રવૃત્તિ) એ યોગ એમ સમજવું .
ધર્મ એટલે જ્ઞાનાવરણીય વગેરે ચાર ઘાતીકર્મોના ક્ષયોપક્ષમથી થતા ચાર જ્ઞાન (કેવળ જ્ઞાન નહિ લેવાનું) ત્રણ દર્શન (કેવળ દર્શન નહિ લેવાનું).મોહનીય કર્મના ક્ષયોપક્ષમિક ભાવવાળા ગુણો (ક્ષમા,નમ્રતા,સરળતા,સંતોષ વગેરે ) તથા ક્ષયોપક્ષમિક ભાવની દાન વગેરે પાંચ લબ્ધિ વગેરે તત્ત્વાર્થ સુત્ર માં જણાવેલા ૧૮ ધર્મો.
સંન્યાસ એટલે ત્યાગ કરવો
(યોગ ઉપર સમજાવેલ જ છે )
ક્ષયોપક્ષમ એટલે ઉદયમાં આવેલ કર્મ ના રસ ને તીવ્રમાંથી મંદ કરી બોગાવીને ક્ષય કરવો અને તેજ સમયે ના ઉદયમાં આવેલ કર્મને ઉદીરણા વગેરે બળ વડે ઉદયમાં ન આવી શકે એવી સ્થિતિમાં મુકવા તે ઉપશમ.
એમ ક્ષય અને ઉપશમ બંને જ્યાં સાથે છે તે ક્ષયોપક્ષમ.
ઔદયિકભાવ એટલે ચાર ઘાતિ કર્મો જેવા પ્રકારના તીવ્ર રસે બાંધ્યા હોય તેવા તીવ્ર રસે ઉદયમાં આવે અને તેવાજ તીવ્ર રસે ભોગવાય.
ઔદયિકભાવ આત્માના સ્વરૂપને રોકનારા દુર્ગુણો છે. આત્માની વિભાવ દશા છે. આ ભાવો ત્યજવા લાયક છે. તેથી તેને દુર કરવા શુભ આલંબન દ્વારા ઉદયમાં આવવાળાકર્મોમાં જે તીવ્ર રસ છે તેને હણીને મંદ કરવામાં આવે કે જેથી તે કર્મો ઉદયમાં આવે ત્યારે પણ આત્માના ગુણોને હણવાની શક્તિવાળા રહેતા નથી માત્ર
પ્રગટ થયેલા આત્માના ગુણોમાં દોષો-કલંકો અને અતિચારો લાવવાની શક્તિવાળા જ હોય છે. અને આને ક્ષયોપશમ ભાવ કહેવાય છે.

મંદ બુદ્ધિ ના કારણે જીન આજ્ઞા થી વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ