ઈચ્છાયોગ અને શાસ્ત્ર યોગથી ક્ષયોપક્ષમિક ભાવ રૂપ આત્માના ગુણો પ્રગટ થાય છે પરંતુ તે ભય યુક્ત છે કારણકે મંદ રસવાળા કર્મોનો ઉદય ચાલુ છે અને તેનાથી અતીચારો અને દોષો તો લાગે જ છે. એમાં પણ જો મંદ રસ કરવામાં પ્રમાદ આવી જાય અને તીવ્ર રસવાળા કર્મો ઉદયમાં આવી જાય તો આત્મા ના પ્રગટ થયેલા ગુણો પણ ઢંકાઈ જાય.
આ ભય ને દુર કરવા માટે ક્ષયોપક્ષમભાવ વાળા કર્મોનો મૂળથી જ નાશ કરવો પડે છે તેથી આ જીવ સામર્થ્ય યોગ ના બળે ક્ષયોપક્ષમ ભાવ ના ગુણો રૂપ જે ધર્મો છે તેનો સંન્યાસ (ત્યાગ) કરે છે. ક્ષપક્ શ્રેણીમાં ૮-૧૨ ગુણસ્થાનક માં રહેલો જીવ કોઈ પણ પ્રકારના રસ વાળા ચાર ધાતી કર્મોનો સંપૂર્ણ પણે નાશ કરતો જાય છે. અને મંદ ઉદય જન્ય પરંતું અતિચાર યુક્ત અને ભયયુકત ગુણો રૂપ જે ક્શાયોપશામિક ધર્મો હતા તે નાશ પામી જાય છે અને તેનેજ ધર્મસન્યાસયોગ કહેવાય છે.
આથી આત્મ નિર્ગુણ કે નિર્ધ્રમી થતો નથી પરંતું નીરતિચાર અને નિર્દોષ ગુણો વાળો બને છે જેને ક્ષાયિકભાવ કહેવાય છે.
આ પ્રમાણે જીવ ઈચ્છા યોગમાંથી આગળ વધીને શાસ્ત્ર યોગમાં અને તેમાંથી આગળ વધીને સામર્થ્ય યોગના પ્રથમ ભેદ દ્વારા ક્ષપક શ્રેણીમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં આગળ વધે છે છે અને નિર્દોષ અને નિર્ભય એવા ક્ષાયિક ભાવના ગુણધર્મો પ્રાપ્ત કરે છે.
અજ્ઞાન અને અસમજણના કારણે જીન આજ્ઞાથી વિરુધ્ધ કઈ લખાય ગયું હોયતો મિચ્છામીદુક્કડમ
No comments:
Post a Comment