૦૭/૨૬/૨૦૧૧ ગાથા ૧૬ – દ્રષ્ટિવાર દોષ પરિહાર, યોગના અંગની પ્રાપ્તિ, અને ગુણની પ્રાપ્તિ
ગાથાર્થ: ખેદ આદિ દોષોન પરિહારથી યમ આદિ યોગના અંગોથી યુક્ત એવા આત્માનોને અદ્વેષ આદિ ગુણમયએવી આ દ્રષ્ટિ અનુક્રમે હોય છે.
’ખેદ’ વગેરે ચિત્તના દોષો હેય (ત્યજવા જેવા) છે. ’અદ્વેષ’ આદિ ગુણો ઉપાદેય (પ્રાપ્ત કરવા જેવા) છે.

યોગના આઠ અંગો:
શરીર અવયવી (અંગી) છે. હાથ-પગ-માથું-પેટ-હ્રદય-પીઠ-આદિ શરીરનાં આઠ અવયવ (અંગ) છે. દ્રષ્ટિનો અંગી છે અને યમ-નિયમ-આસન વગેરે યોગનાં અંગો છે. શરીરનાં અંગો જોડવાથી અંગી (શરીર) ની રચના થાય છે, તેમ યમાદિ અંગોના સંધાનથી દ્રષ્ટિરુપ યોગાત્મક અવયવી (શરીર) ની નિષ્પત્તિ થાય છે.
૧) યમ: મુખ્યવ્રત = યમ. પ્રાણાતિપાતવિરમણ, મ્રુષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, અને પરિગ્રહવિરમણ – આ પાંચ મહાવ્રત કે અણુવ્રતરુપ હોય તેને યમ કહેવાય. યાવજ્જીવનું વ્રત તે યમ, અને પરિમિત કાળવાળું જે વ્રત તે નિયમ.
૨) નિયમ: અણુવ્રત કે મહાવ્રતાત્મક પાંચ યમોની વ્રુદ્ધિ-પુષ્ટિ તથા કંટાની વાડ જેમ ધાન્યનું તેમ રક્ષણ કરે, તેમ સંરક્ષણ કરનાર એવાં બીજાં નાનાં-મોટાં જે વ્રતો તે નિયમ કહેવાય છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ-ધ્યાન, આ પાંચ નિયમ કહેવાય છે.
૩) આસન: બેઠક કરવી, સ્થિર થવું, સ્થિરતા પૂર્વક બેસવું, તેના બે ભેદ છે. અ) દ્રવ્યથી: કાયાની ચંચળતાને રોકી, પદ્માસને, પર્યંકાસને, વીરાસનાદિ આસનવિશેષમાં બેસવું, સ્થિર થવું. બ) આ આત્માને પરભાવથી ચંચળતાને રોકી આત્મભાવમાં સ્થિર થવું, એકાકાર બની જવું તે ભાવ આસન.