Monday, March 14, 2011

03/14/2011 (Monday) Gatha 2 and 3

ગાથા ૨ અને ૩ પાનું ૧૯ (ત્રીજા ફકરાથી), ૨૦, ૨૧ અને ૨૨ (પહેલા બે ફકરા) ૦૩/૧૪/૨૦૧૧

ગાથા ૨:
યોગીઓના પ્રકારો:
  1. ગોત્રયોગી: નામમાત્રથી યોગી. યોગી સાથે કોઈ સંબંધ નથી. કેટલાક વર્ષો પૂર્વ તેના ગોત્રમાં કે કુળમાં યોગી થયા હોઈ. અંશમાત્રથી પણ યોગીની અપેક્ષા જેમનામાં નથી
  2. કુલયોગી: યોગીના પ્રસિદ્ધ કુળમાં જન્મ્યા છે. યોગદશા અમારામાં કેમ આવે? એવી ભાવનાવાળા છે અને યોગપ્રાપ્તિના પ્રવેશને યોગ્ય છે. અને નીચે ના ગુણો સહીત છે:
    અ) સર્વત્ર અદ્વેષ
    બ) ગુરુપ્રિય
    ચ) દેવપ્રિય
    એ) દ્વિજપ્રિય
    ફ) દયાવાન
    ગ) વિનીત
    હ) જ્ઞાનવાન
    ઈ) ઇન્દ્રિયદમન
  3. પ્રવૃતચક્રયોગી: યોગદશાની સાધનામાં વર્તનારા. યોગદશા સાધવાના ચક્રોમાં પ્રવૃત્તિશીલ. ઈચ્છાયોગ અને પ્રવૃત્તિયોગ જેણે સાધ્યો છે. સ્થિરતા અને સિદ્ધિયોગના જે અર્થી છે. યોગદશા સાધવામાં બુદ્ધિના શુશ્રુષા આદિ આથ્ગુનો પૂર્વક તેઓ પ્રવૃતિશીલ છે
  4. નિષ્પન્નયોગી: યોગ દશા પામી ચુકેલા અથવા સાધવાનું પ્રયોજન જેમનું સમાપ્ત થયું છે.

Q. ક્યાં યોગીને ઈચ્છાયોગત્રય નું સ્વરૂપ સમજવું ઉપકારક છે?
A. આ ચાર યોગીમાંથી અહી કુળયોગી અને પ્રવૃતચક્ર યોગી ગ્રહણ કરવાના છે.
કારણકે, ગોત્રયોગી ને યોગ સાથે કોઈ સંબંધ નથી, અને નિષ્પન્ન યોગીએ યોગ સાધી લીધેલો હોવાથી તેઓને કાઈ મેળવવાનું બાકી નથી.

Q. ઉપકાર એટલે શું?
A. યોગના મર્મનો બોધ થવો તેજ ઉપકાર છે. કુળયોગી અને પ્રવૃતચક્રયોગી યોગનો મર્મ સમજીને નિષ્પન્નયોગી બને એજ સાચો તેમના ઉપર ઉપકાર છે.

Q. આઠ દ્રષ્ટિ ને બદલે ઈચ્છાયોગત્રય નું સ્વરૂપ કેમ સમજાવો છો?
A. ઈચ્છાયોગત્રયને અને આઠ દ્રષ્ટિને અતિશય નિકટપને સંબંધ છે. આઠ દ્રષ્ટિઓ યોગત્રયમાં અંતરભાવ પામે છે.

ગાથા ૩:
ગથાર્થ: ૧) ધર્મ કરવાની જેની પૂર્ણ ઈચ્છા છે; ૨) આગમ=શાસ્ત્રોના અર્થ તેને સાંભળ્યા છે; ૩) જે જ્ઞાની છે; ૪) તેવા આત્માનો પ્રમાદવશ થતો અપૂર્ણ ધર્મયોગ તે ઈચ્છાયોગ છે.

ટીકા:
  • વિકલ એવો જે ધર્મયોગ તે ઈચ્છાયોગ કહેવાય છે.
  • ક્રિયા વગરની ધર્મની ઈચ્છા તે ઈચ્છાયોગ નથી.
  • ઈચ્છા વિનાની ક્રિયા પણ ઈચ્છાયોગ નથી.
  • ચાર વિશેષણોવાળા આત્માનો વિકલ ધર્મયોગ ઈચ્છાયોગ કેહવાય છે. યોગમાર્ગ માટે આ ઈચ્છાયોગ એ પ્રથમ સોપાન છે.
૧) ઈચ્છા
  • ધર્મ કરવાની નિષ્કપટપણે અંતરંગમાં સાચી ઈચ્છાવાળા આત્માનો ધર્મવ્યાપાર તે ઈચ્છાયોગ છે
  • મોહનીયકર્મના ક્ષયોપશમને લીધે સંસારના સુખનો રાગ મંદ પડવાથી કપટ વિના, માન-મોભાની ઉત્કંઠા વિના, ધર્મી દેખાવાની લાલસા વિના ની ધર્મક્રિયા કરવાની સાચા ભક્તિ-ભાવ્પુર્વાકની જે ઈચ્છા તે ઈચ્છાયોગ છે.
  • ઈચ્છાપૂર્વકની પ્રવૃત્તિ સાધકદશા માં આવતા તમામ વિઘ્નોને જીતીને ફળ સિદ્ધિ અપાવે છે. અન્યથા કરાયેલી ધર્મક્રિયા 'છાર પર લીપણ' જેવી બને છે.

No comments:

Post a Comment