Tuesday, March 22, 2011

03/22/2011 (Tuesday) યોગ્દ્રષ્ટિ સ્વાધ્યાય - ગાથા ૪ અને ૫.

પાનાં # ૨૫, ૨૬, ૨૭, ૨૮. મંગરવાર , માર્ચ ૨૨ , ૨૦૧૧

ઇચ્છાયોગ - ઈચ્છાની પ્રધાનતા છે. પ્રમાદ છે. અપૂર્ણ ધર્મવ્યાપાર છે. અવિધિ દોષ છે.

શાસ્ત્રયોગ - શાસ્ત્રની પ્રધાનતા છે . શાસ્ત્રીય સૂક્ષ્મબોધના કારણે પ્રમાદરહિત, શ્રધ્ધાવંત, અતિચાર રહિત, યથાશક્તિ કરાતો જે ધર્મયોગ તે શાશ્ત્રયોગ.

સામર્થ્યયોગ - આત્માની વિશિષ્ટ શક્તિની પ્રબળતાને લીધે શાસ્ત્રનાં વિષયથી પર, એવો સામર્થ્યયોગ છે. આમાં આત્માનું પોતાનું સામર્થ્ય જ છે. આ યોગમાં પ્રવેશ કરવાના ઉપાયો શાસ્ત્રોમાં સામાન્યથી જણાવ્યા છે પરંતુ વિશેષે પોતાના આત્મબળથી (અનુભવબળથી ) જ તેમાં પ્રવેશ કરાય છે અને મોહનીયકર્મ ના ક્ષયોપશમથી શક્તિનો ઉદ્રેક થાય છે તેથી આત્માનુભવના બળે જ શ્રેણીમાં આરૂઠ થાય છે . સામર્થ્યયોગ ક્ષપક શ્રેણીના ૮માં ગુણસ્થાનકથી શરૂ થાય છે .

આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ અને સામર્થ્યયોગ આત્માને મોક્ષની સાથે જોડે છે અને તેના પછી બીજા યોગ ની રાહ જોવાની નથી તેથી મુક્તિનું પ્રધાનતમ કારણ છે . માટે સામર્થ્ય યોગ ત્રણે યોગમાં પ્રધાન છે , શ્રેષ્ઠ છે .

ઇચ્છાયોગ પહેલું , શસ્ત્રયોગ બીજું અને સામર્થ્ય યોગ છેલ્લું પગથિયું સંસારથી મુક્ત થવાનું છે .

(મારી અંસમજ થી ભગવાનની વાણી વિરુધ્ધ લખાઈ ગયું હોય તો મિચ્છામી દુકકડમ)

No comments:

Post a Comment