Monday, March 7, 2011

03/07/2011 (Monday), Pg 11 last pera to Pg 15 last pera

- મહાજ્ઞાની હોવા છતા જરા પણ મ્રુષાવાદ નો દોષ ન લાગે તે માટે શ્રી હરિભદ્રસૂરિજી મ.સા. પોતાને ઇચ્છાયોગ માં જ્ણાવી શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ નો વ્યવછેદ કહ્યો છે.
વીરપ્રભુ નાં ત્રણ વિશેષણો.
૧) જિનોત્તમ વિશેષણ સમજાવતા જણાવે છે...
- જિનોત્તમ વિશેષણ વીરપરમાત્માના શુધ્ધઆત્મદ્રવ્ય માટે કહ્યું છે, જે આત્મા “રાગાદિ દોષો” ને જીતે છે, તે જીન કહેવાય છે.
- આમ, મહાત્મા પુરુષો પોતાની ભુમિકા પ્રમાણે શ્રુતજિન, અવધિજિન, મન:પર્યવજિન, કેવલીજિન હોય છે.
- જિનોત્તમ કહેવાના બે કારણો છે,
૧) કેવલી હોવાથી
૨) તીર્થંકર હોવાથી વીરપ્રભુ જીનોત્તમ છે.

પ્રશ્ર્ન : સામાન્ય કેવલી અને તીર્થંકર કેવલી આ બંન્ને પ્રકારમાં સર્વજ્ઞતા, વીતરાગતા સમાન હોય છે, બંન્ને મોક્ષે જાય છે, અશરીરી બને છે, તો મહાવીરપ્રભુ ને કેવલીઓમાં જિનોત્તમ કેમ કહ્યા?
જવાબ : અહિં ગુણસ્થાનકવર્તી સશરીરી અવસ્થાને આશ્રયી અને પરોપદેશ આપવા રૂપ કાર્ય કરતી કાયાવાળી અવસ્થા ને આશ્રયી છે, અશરીરી અવસ્થાને આશ્રયી નથી.

પ્રશ્ર્ન : તેરમા ગુણસ્થાનકે ચાર ઘાતીકર્મોના ક્ષયજન્ય આત્મગુણો બંન્ને કેવલીઓ માં સમાન હોવા છતાં જિનોત્તમ કેમ ઘટે?
જવાબ : બંન્ને કેવલીઓ માં ઘાતિકર્મોના ક્ષયજન્યગુણોની સમાનતા હોવા છતાં પણ “અઘાતિકર્મો” ના ઉદયજન્ય પુણ્યાઇ હીનાધિક હોય છે. તીર્થંકર પરમાત્માઓની તીર્થંકરનામ કર્મના ઉદયજન્ય વિશિષ્ટ પરોપકારને કરનારી કાયા હોય છે, તેને આશ્રયી જિનોત્તમ વિશેષણ સાર્થક છે.
પ્રશ્ર્ન : આવા પ્રકારનું તીર્થંકરનામ કર્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
જવાબ : ૧) વીશસ્થાનકો પ્રત્યે પરમભક્તિભાવના કારણે
૨) સંસારમા પરિભ્રમણ કરતા સર્વજીવોને હું ધર્મરસિક બનાવું, કલ્યાણના માર્ગે ચઢાવું એવી પરોપકારની ભાવના કારણે.

૨) અયોગ વિશેષણ સમજાવતા જણાવે છે...
- મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવ્ર્ર્ર્રુતિ જે આત્માને કર્મની સાથે જોડે તે યોગ કહેવાય છે.
- અહિં અયોગ વિશેષણ વડે સિદ્ધાવસ્થા જણાવી છે, એમાં જાણે શુદ્ધ આત્મતત્વ એજ જાણે કાયા હોય એવી શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકારવાળી આત્માની “તત્વકાયાવસ્થા” જણાવી છે. જે અવસ્થા માટે જણાવે છે કે.....

૧) ચોદમા ગુણસ્થાનકે શૈલેષીઅવસ્થા આવ્યા પછી જ આવે છે.
૨) સર્વકર્મોના અપગમથી જ જ્ન્ય હોય છે.
૩) પરમાનંદરુપ સુખમય આ અવસ્થા છે.
૪) ક્ષપકક્ષેણી-મોહનાશ-ઘાતીકર્મનાશ-સર્વજ્ઞતા-અબંધકતા-સર્વસંવરભાવ-શૈલેષીઅવસ્થા-મુક્તિપ્રાપ્તિ આદિ સર્વકાર્યો સમાપ્ત થયાના પ્રયોજનવાળી છે.
૫) પરમફ્લસ્વરુપ છે.

૩) યોગિગમ્ય વિશેષણ સમજાવતા જણાવે છે...

- તીર્થંકરપ્રભુ મન-વચન-કાયાના યોગથી રહિત એવા અયોગિ ભગવાન હોવાથી, તેમનું સ્વરુપ યોગિઓજ માત્ર જાણી શકે છે.
- અહિં યોગિ માં શ્રુતજિન આદિ યોગિઓજ લેવાના છે, તેઓની જ દ્રષ્ટિ આત્મતત્વ તરફ વિકસિત હોવાથી તેઓને જ “શુધ્ધઆત્મતત્વ” નું સ્વરુપ સમજાય છે, બાકી મિથ્યાત્વિ જીવો ને મિથ્યાત્વનું એવું પ્રાબલ્ય હોય છે કે શુધ્ધઆત્મતત્વ ના સ્વરુપને જાણવાની જિજ્ઞાસા પણ થતી નથી.
- શુધ્ધઆત્મતત્વ ના સ્વરુપને જાણવાની જિજ્ઞાસા ચરમ યથાપ્રવ્ર્ર્ર્રુતકરણ કાલથી જ સંભવે છે.

No comments:

Post a Comment