Tuesday, March 29, 2011

03/29/2011 (Tuesday), Pg 31 last pera to Pg 34 1st pera


જે વસ્તુનું વર્ણન શાસ્ત્ર થી સંભળાતું હોય છે, ત્યારે તેનું જ્ઞાન માત્ર જ થાય છે, અનુભવ થતો નથી, આ કારણથી જ્ઞાન મેળવ્યા પછી અનુભવ કરવો પડે છે, એ જ રીતે શાસ્ત્રયોગથી મુક્તિપદ ની પ્રાપ્તિનાં કારણોનું જ્ઞાન માત્ર જ થાય છે. અનુભવ થતો નથી. જ્ઞાન મેળવ્યા પછી અનુભવ કરવો પડે છે. તેથી જે અનુભવ કરવો પડે છે. તેથી જે અનુભવ કરવો એ જ સાર્મથ્યયોગ છે.

સારાંશ કે જેમ ડોક્ટરને બધી દવાઓનું જ્ઞાન છે, પરંતુ સ્વાનુભવ નથી. સ્વાનુભવ તો ત્યારે જ થાય છે કે જ્યારે પોતે દવા લે છે. તેમ અહીં શાસ્ત્રાશ્રવણકાલે વિષયનું શાસ્ત્રીય જ્ઞાન થાય છે. પરંતુ સ્વાનુભવ થતો નથી. સ્વાનુભવ તો જ્ઞાન પછી કરવો પડે છે.

Monday, March 28, 2011

03/28/2011 (Monday) સામર્થ્યયોગ - ગાથા ૬,૭.

માર્ચ ૨૮, ૨૦૧૧ , સોમવાર . પાનાં # ૨૯,૩૦,૩૧.

સર્વકર્મક્ષય જન્ય મુક્તિ પદના કારણો સામ્યગ દર્શન, સમ્યજ્ઞાન અને સમયગચરિત્ર શાસ્ત્રમાં કહ્યા છે અને તેના અનંત ભેદો અને પ્રતિભેદો છે. આ સર્વે પરમાર્થ પણે શાસ્ત્રથીજ જણાય એવો નિયમ નથી કારણકે શાસ્ત્ર દિશાસૂચક છે. શાસ્ત્રની આ મર્યાદા છે. તેના પછી આત્માના અનુભવરૂપ આત્મ -સમર્થથી જ આગળ વધવાનું હોય છે.

શાસ્ત્ર્યોગની સીમા પૂર્ણ થાય ત્યાથી શાસ્ત્રયોગ દ્વારા જ પરિપક્વ બનેલો આ આત્મા સામાર્યથ્યયોગ વાળો બને છે અને ક્ષપક શ્રેણી ચઢે છે . કેવલજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત કરે છે.

શાસ્ત્રયોગ ની મર્યાદાનું કારણ - દર્શન , જ્ઞાન અને ચરિત્રાદીરૂપ મુક્તિના કારણો અને તે કારણ નું જ્ઞાન જ્ઞાનવરણીય અને મોહનીયના ક્ષયોપશમની હિનાધિકતાના પ્રમાણે અનંત ભેદાત્મક છે અને આ ભેદો આત્માની શક્તિ સિવાય સમજી શકાતા નથી.

શાસ્ત્ર શ્રવણથી દ્રવ્યની શક્તિનું જ્ઞાન થયી શકે છે પરંતુ અનુભવ થતો નથી કારણકે શ્રુતજ્ઞાન પરોક્ષ છે પ્રત્યક્ષ નથી . એ જ રીતે શાસ્ત્રયોગ કાળે સિધ્ધિપદ્દ ની પ્રાપ્તિના કારણ ભૂત સામ્યગદર્શના રત્નાત્રાઈનું શ્રુત જ્ઞાન માત્ર જ થાય છે અનુભવ થતો નથી . અનુભવ કરવા શાસત્રયોગને ઓરંગીને સામર્થ્યયોગમાં જવું પડે છે.

Wednesday, March 23, 2011

03/23/2011 (Wednesday) Gatha 5

ગાથા ૫ પાનું ૨૮ ૦૩/૨૩/૨૦૧૧

સામર્થ્યયોગ ની વિશેષતા:
  • સામર્થ્યયોગ શાસ્ત્રના વિષયથી પર છે.
  • માર્ગ પહેલા દુર-દુર, લાંબો-લાંબો, અને મુશ્કેલ દેખાતો હતો તેજ હવે નજીક, ટુંકો અને સરળ દેખાવા લાગે છે.
  • મોહનીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી શક્તિનો ઉદ્રેક થાય છે.
  • આત્માનુભવના બળે શ્રેણીમાં આરૂઢ થાય છે.
  • શાસ્ત્રના વિષયના ઉલ્લંઘન કરવાવાળો નથી.
  • ઈચ્છાયોગ અને શાસ્ત્રયોગના બલિષ્ઠ સેવન થી આ જીવ સામર્થ્યયોગમાં આરૂઢ થાય છે.
  • સામર્થ્યયોગ એ ત્રણેય યોગમાં પ્રધાન છે, શ્રેષ્ઠ છે, શિરોમણી છે, કારણકે તે વિના વિલંબે મુક્તિ અપાવે છે
  • ઈચ્છાયોગ અને શાસ્ત્રયોગ મુક્તિમાં પરંપરા કારણ હોવાથી તેમાં વિલંબ થાય છે.
યોગ અને પ્રધાન કારણ:
  • ઈચ્છાયોગમાં ઈચ્છાની પ્રધાનતા છે.
  • શાસ્ત્રયોગમાં શાસ્ત્રની પ્રધાનતા છે.
  • સામર્થ્યયોગમાં આત્માનુભવની પ્રધાનતા છે.



Tuesday, March 22, 2011

03/22/2011 (Tuesday) યોગ્દ્રષ્ટિ સ્વાધ્યાય - ગાથા ૪ અને ૫.

પાનાં # ૨૫, ૨૬, ૨૭, ૨૮. મંગરવાર , માર્ચ ૨૨ , ૨૦૧૧

ઇચ્છાયોગ - ઈચ્છાની પ્રધાનતા છે. પ્રમાદ છે. અપૂર્ણ ધર્મવ્યાપાર છે. અવિધિ દોષ છે.

શાસ્ત્રયોગ - શાસ્ત્રની પ્રધાનતા છે . શાસ્ત્રીય સૂક્ષ્મબોધના કારણે પ્રમાદરહિત, શ્રધ્ધાવંત, અતિચાર રહિત, યથાશક્તિ કરાતો જે ધર્મયોગ તે શાશ્ત્રયોગ.

સામર્થ્યયોગ - આત્માની વિશિષ્ટ શક્તિની પ્રબળતાને લીધે શાસ્ત્રનાં વિષયથી પર, એવો સામર્થ્યયોગ છે. આમાં આત્માનું પોતાનું સામર્થ્ય જ છે. આ યોગમાં પ્રવેશ કરવાના ઉપાયો શાસ્ત્રોમાં સામાન્યથી જણાવ્યા છે પરંતુ વિશેષે પોતાના આત્મબળથી (અનુભવબળથી ) જ તેમાં પ્રવેશ કરાય છે અને મોહનીયકર્મ ના ક્ષયોપશમથી શક્તિનો ઉદ્રેક થાય છે તેથી આત્માનુભવના બળે જ શ્રેણીમાં આરૂઠ થાય છે . સામર્થ્યયોગ ક્ષપક શ્રેણીના ૮માં ગુણસ્થાનકથી શરૂ થાય છે .

આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ અને સામર્થ્યયોગ આત્માને મોક્ષની સાથે જોડે છે અને તેના પછી બીજા યોગ ની રાહ જોવાની નથી તેથી મુક્તિનું પ્રધાનતમ કારણ છે . માટે સામર્થ્ય યોગ ત્રણે યોગમાં પ્રધાન છે , શ્રેષ્ઠ છે .

ઇચ્છાયોગ પહેલું , શસ્ત્રયોગ બીજું અને સામર્થ્ય યોગ છેલ્લું પગથિયું સંસારથી મુક્ત થવાનું છે .

(મારી અંસમજ થી ભગવાનની વાણી વિરુધ્ધ લખાઈ ગયું હોય તો મિચ્છામી દુકકડમ)

Thursday, March 17, 2011

Gatha 15

ગાથાં ૧૫. પાનાં ૮૪, ૮૫
મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરાં, કાન્તા, અને પરા દ્રસ્ટીઓ સદદ્રષ્ટિ
આત્માની છે તેની સામાન્ય રૂપરેખા ગ્રંથકારે અહી બતાવી છે.
સદદ્રષ્ટી એટલે સંમ્યગદ્રષ્ટી॰
પ્રથમ ચાર દ્રષ્ટિમા જીવ મિથ્યાદ્રષ્ટિ હોય છે પણ આ સમયે મિથ્યાત્વ મંદ
થતું જાઈ છે અને તેને કારણે સદદ્રષ્ટિ પ્રાપ્ત થતી હોય છે તેથી પ્રથમ ચાર
દ્રષ્ટીઓ પણ સદદ્રષ્ટી તરીકે ગણાવી છે.
જીવની સદદ્રષ્ટિ મેરવવાની ક્રિયાને સમજાવવા શેરડીમાથી રસ પછી કકકબ, ગુડ,
ખાંડ, સાકર, મત્સ્યંડી, વર્ષોલક ( સાકારના ચોસલાનો હાર)  તેમ જીવને
મિથ્યાત્વીમાથી સમયગદ્રષ્ટિ બનવા માટે સંવેગ ગુણનું રૂપાંતર આ આઠ
દ્રષ્ટિથી સમજાવવામાં આવ્યું છે.

Wednesday, March 16, 2011

03/16/2011 (Wednesday) Revision-pg23 last pera to Page 25 1st pera

REVISION

ઇચ્છાયોગ ની ચાર મુખ્ય બાબતો..

૧) ધર્માનુષ્ડાન આચરવાની તીવ્ર ઇચ્છા.

૨) ધર્માનુષ્ડાન વિધિયુક્ત થાય તેવી અપેક્ષા હોવાથી ગુરુ પાસે સતત શાસ્ત્રશ્રવણ

૩) જે ધર્માનુષ્ડાન કરવું છે તેના સંબંધી કાલાદિ વિધિની જાણકારી

૪) પ્રમાદના કારણે ખામીવાળું ધર્માનુષ્ડાન

- મોહનીયકર્મના ક્ષયોપક્ષમપુર્વક્ની ધર્મ કરવાની જે ઇચ્છા એ જ યોગનું પ્રથમ પગથીયું છે.

- ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપક્ષમરુપ ધર્મબીજ આંશીક પ્રાપ્ત થયું છે, તો કાલ પાકતાં જ્ઞાની ગુરુ મળતાં અવિધિદોષ અવશ્ય જશે જ.

- ધર્માનુષ્ડાન આચરણ એ ઈચ્છાયોગ નથી, પરંતુ ધર્માનુષ્ડાન આચરવાની હદયગત તીવ્ર ઇચ્છા તે ઈચ્છાયોગ છે. કુળપરંપરાથી થતાં ધર્માનુષ્ડાન યોગ કહેવાતા નથી.

ગાથા ૪: શાસ્ત્રયોગનું સ્વરુપ સમજાવતા...

ગાથાર્થ: પ્રમાદરહિત અને શ્રધ્ધાવંત એવા શ્રાધ્ધને શાસ્ત્રીય સુક્ષ્મબોધના કારણે આગમવચનોની સાથે અનુકુલ તથા તે જ કારણે અતેચાર રહિત એવો યથાશક્તિ કરાતો જે ધર્મયોગ તે શાસ્ત્રયોગ

કહેવાય છે.

Tuesday, March 15, 2011

03/15/2011 (Tuesday) Gatha 2 and 3

માર્ચ ૧૫, ૨૦૧૧ - મંગરવાર , ગાથા ૨, ૩. પાના # ૧૯,૨૦,૨૧,૨૨,૨૩.

યોગીઓના ચાર ભેદ છે.
૧. ગોત્રયોગી - નામ માત્રથી યોગી, યોગી કુર માં જન્મ પરંતુ અંશમાત્ર પણ યોગની અપેક્ષા નથી.
૨. કુરયોગી - યોગી કુરમાં જન્મ અને યોગ પ્રાપ્તિના પ્રવેશને યોગ્ય ગુણો અદ્વેષ,ગુરુપ્રિય, દેવપ્રિય, દ્વીજ્પ્રીય,દયાવાન,વિનીત,જ્ઞાનવાન અને ઇન્દ્રીયદમન.
૩. પ્રવૃતચક્રયોગી - યોગદશા સાધવાના ચક્રોમાં પ્રવૃતિશીલ, ઇચ્છાયોગ તથા પ્રવૃતીયોગ સાધ્યો છે ,
૪. નીષપન્નયોગી - યોગદશા સાધી ચુક્યા છે અને સાધવાનું પ્રયોજન સમાપ્ત થયેલ છે.

આ ચાર પ્રકારના યોગીઓમાંથી કુલયોગી અને પ્રવૃતચક્ર યોગી માટે આ ગ્રંથ ઉપકાર થનાર છે માટે તેઓ આ ભણવાના અર્થી છે. આ ગ્રંથ ભણવાથી તેઓ યોગદશાનું હાર્દ સમજી નિષ્પન્ન યોગી બની શકે.

યોગને આઠ દ્રશ્તીઓથી સમજાવવામાં આવશે અને આ દ્રશ્તીઓ ઈચ્છા યોગાદીથી સંબંધ વારી છે માટે ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સમાંર્થ્યોગ પહેલા સમજાવે છે.

૧. ઇચ્છાયોગ - ધર્મ કરવાની પૂર્ણ ઈચ્છા, શાસ્ત્રોના અર્થના જ્ઞાની પણ પ્રમાદ વશથી અપૂર્ણ ધર્મયોગ .
ધર્મની ક્રિયા વિના માત્ર ધર્મની ઈચ્છા તે ઈચ્છા યોગ નથી તથા ઈચ્છા વિના પરની પરધીન્તાથી કે દમ્ભાદીથી કરાયેલો ધર્મ પણ ઈચ્છા યોગ નથી.

ચાર વિશેષણો વારા આત્માનો કઈક દોશવારો એવો ધર્મયોગ = ધર્મક્રિયા તેને ઇચ્છાયોગ કહેવાય .

૧ કર્તુંમીચ્છો - નીષક્પતપણે અંતરંગ સાચી ઇચ્છાથી કરેલા ધર્મવ્યપારને ઇચ્છાયોગ કહેવાય . આ ધર્મ પ્રવેશનું પ્રથમ સોપાન.

૨. શ્રુતાર્થસ્ય - ધર્મયોગને સમજાવનારા આગમો જેણે ગુરુગમથી સાંભર્યા છે તેવા શ્રુત્જ્ઞાની
આત્માનો ધર્મયોગ .

૩. જ્ઞાનીનોદપી - આગમ શાસ્ત્રનું વિશાલ જ્ઞાન ન હોય પરંતુ આત્માર્થ સાધવાનું જ્ઞાન છે. એટલે આત્માને શુદ્ધ કરવા માટે શું કરવું તે કર્તવ્યપના વડે જાણે .

૪. પ્રમાંદત: - સામ્યગજ્ઞાની ધર્મ કરવાની ઇચ્છ્વાવારો હોય પણ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન તથા નવ નોકષાયના ઉદયને વશ પૂર્ણ ધર્મયોગ સાધી શકતો નથી. અહી પ્રમાદ વિકથાનો છે જેને લીધે આત્મા આત્મસ્વરૂપમાથી ભ્રષ્ટ થાય, પતન પામે એવી રાજ્યકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથાના ભાવો કરે. ધર્મની ઇચ્છ્હવારો પણ પાંચચારના ૩૯ આચારો સાચવવામાં પ્રમાદને કારણે અપૂર્ણ હોય છે. આવો ધર્મયોગ તે ઈચ્છાયોગ.



* ભગવાનની આજ્ઞા વિરુધ્ધ લખાયું હોય તો તે મારી અજ્ઞાનતાને કારણે છે. તેને માટે મીચ્છ્હમી દુકકડમ.
* જોડણી લખવામાં ભૂલો છે તે સુધારી ને વાંચશો.

ગીતા

Monday, March 14, 2011

03/14/2011 (Monday) Gatha 2 and 3

ગાથા ૨ અને ૩ પાનું ૧૯ (ત્રીજા ફકરાથી), ૨૦, ૨૧ અને ૨૨ (પહેલા બે ફકરા) ૦૩/૧૪/૨૦૧૧

ગાથા ૨:
યોગીઓના પ્રકારો:
  1. ગોત્રયોગી: નામમાત્રથી યોગી. યોગી સાથે કોઈ સંબંધ નથી. કેટલાક વર્ષો પૂર્વ તેના ગોત્રમાં કે કુળમાં યોગી થયા હોઈ. અંશમાત્રથી પણ યોગીની અપેક્ષા જેમનામાં નથી
  2. કુલયોગી: યોગીના પ્રસિદ્ધ કુળમાં જન્મ્યા છે. યોગદશા અમારામાં કેમ આવે? એવી ભાવનાવાળા છે અને યોગપ્રાપ્તિના પ્રવેશને યોગ્ય છે. અને નીચે ના ગુણો સહીત છે:
    અ) સર્વત્ર અદ્વેષ
    બ) ગુરુપ્રિય
    ચ) દેવપ્રિય
    એ) દ્વિજપ્રિય
    ફ) દયાવાન
    ગ) વિનીત
    હ) જ્ઞાનવાન
    ઈ) ઇન્દ્રિયદમન
  3. પ્રવૃતચક્રયોગી: યોગદશાની સાધનામાં વર્તનારા. યોગદશા સાધવાના ચક્રોમાં પ્રવૃત્તિશીલ. ઈચ્છાયોગ અને પ્રવૃત્તિયોગ જેણે સાધ્યો છે. સ્થિરતા અને સિદ્ધિયોગના જે અર્થી છે. યોગદશા સાધવામાં બુદ્ધિના શુશ્રુષા આદિ આથ્ગુનો પૂર્વક તેઓ પ્રવૃતિશીલ છે
  4. નિષ્પન્નયોગી: યોગ દશા પામી ચુકેલા અથવા સાધવાનું પ્રયોજન જેમનું સમાપ્ત થયું છે.

Q. ક્યાં યોગીને ઈચ્છાયોગત્રય નું સ્વરૂપ સમજવું ઉપકારક છે?
A. આ ચાર યોગીમાંથી અહી કુળયોગી અને પ્રવૃતચક્ર યોગી ગ્રહણ કરવાના છે.
કારણકે, ગોત્રયોગી ને યોગ સાથે કોઈ સંબંધ નથી, અને નિષ્પન્ન યોગીએ યોગ સાધી લીધેલો હોવાથી તેઓને કાઈ મેળવવાનું બાકી નથી.

Q. ઉપકાર એટલે શું?
A. યોગના મર્મનો બોધ થવો તેજ ઉપકાર છે. કુળયોગી અને પ્રવૃતચક્રયોગી યોગનો મર્મ સમજીને નિષ્પન્નયોગી બને એજ સાચો તેમના ઉપર ઉપકાર છે.

Q. આઠ દ્રષ્ટિ ને બદલે ઈચ્છાયોગત્રય નું સ્વરૂપ કેમ સમજાવો છો?
A. ઈચ્છાયોગત્રયને અને આઠ દ્રષ્ટિને અતિશય નિકટપને સંબંધ છે. આઠ દ્રષ્ટિઓ યોગત્રયમાં અંતરભાવ પામે છે.

ગાથા ૩:
ગથાર્થ: ૧) ધર્મ કરવાની જેની પૂર્ણ ઈચ્છા છે; ૨) આગમ=શાસ્ત્રોના અર્થ તેને સાંભળ્યા છે; ૩) જે જ્ઞાની છે; ૪) તેવા આત્માનો પ્રમાદવશ થતો અપૂર્ણ ધર્મયોગ તે ઈચ્છાયોગ છે.

ટીકા:
  • વિકલ એવો જે ધર્મયોગ તે ઈચ્છાયોગ કહેવાય છે.
  • ક્રિયા વગરની ધર્મની ઈચ્છા તે ઈચ્છાયોગ નથી.
  • ઈચ્છા વિનાની ક્રિયા પણ ઈચ્છાયોગ નથી.
  • ચાર વિશેષણોવાળા આત્માનો વિકલ ધર્મયોગ ઈચ્છાયોગ કેહવાય છે. યોગમાર્ગ માટે આ ઈચ્છાયોગ એ પ્રથમ સોપાન છે.
૧) ઈચ્છા
  • ધર્મ કરવાની નિષ્કપટપણે અંતરંગમાં સાચી ઈચ્છાવાળા આત્માનો ધર્મવ્યાપાર તે ઈચ્છાયોગ છે
  • મોહનીયકર્મના ક્ષયોપશમને લીધે સંસારના સુખનો રાગ મંદ પડવાથી કપટ વિના, માન-મોભાની ઉત્કંઠા વિના, ધર્મી દેખાવાની લાલસા વિના ની ધર્મક્રિયા કરવાની સાચા ભક્તિ-ભાવ્પુર્વાકની જે ઈચ્છા તે ઈચ્છાયોગ છે.
  • ઈચ્છાપૂર્વકની પ્રવૃત્તિ સાધકદશા માં આવતા તમામ વિઘ્નોને જીતીને ફળ સિદ્ધિ અપાવે છે. અન્યથા કરાયેલી ધર્મક્રિયા 'છાર પર લીપણ' જેવી બને છે.

Thursday, March 10, 2011

03/10/2011 (Wednesday) Gatha 1

YOGDRASHTI - VISHAY, SAMBANDH, PRAYOJAN.
માર્ચ ૧૦, ૨૦૧૧ -
બુધવાર, .
પાના # ૧૬,૧૭,૧૮,1૯.
આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરને પ્રણામ કરીને આ
ગ્રંથ લખે છે.
વીર - ' ઉત્કૃષ્ટ આત્મવીર્યવારા', 'તપચર્યાથી કર્મોનું વિદારણ કરનાર',
'કષાયદી ભાવ શત્રું ઉપર વિજય કરનાર', 'સ્વયંસંબુધ્ધ'.
ભગવાન મહાવીરના અસાધારણ ગુણોની સ્તુતિ કરતાં ગ્રંથનું મંગલચરણ લખ્યું છે
અને વિષય, સંબંધ અને પ્રયોજન માટે કહે છે કે યોગને મિત્રા, તારા, બલા,
દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરાના ભેદથી સમજાવશે.
આ જ યોગ વિસ્તારથી ઉત્તરાધ્યયન અને યોગનીરણય આદિ મહાગ્રંથોમાં કહ્યો જ
છે.
યોગ એ નિર્વાણનું નિષ્ફર ન જાય તેવું બીજ છે અને મુક્તિ એ તેનું ફર છે .
ગ્રન્થનું અધ્યયન કરનાર યોગની ઉચિત પ્રવૃતિ જ અદારે છે અને નિશ્ચિત
મુક્તિ પ્રાપ્ત કરે છે
ત્રણ યોગ - ઇચ્છાયોગ, શાત્રયોગ અને સામર્થ્યયોગ - ના લક્ષણ જાણીને સાધક
વિકાસ પામી પુર્ણપણે યોગ પ્રગટ કરી યોગી બની શકે માટે યોગાત્રયનું સ્વરૂપ
વર્ણાવે છે.
* ગ્રંથમાથી મને સમજાય તેમ લખેલ છે. ભૂલ હોય તો મિછામી દૂકકડમ.

Monday, March 7, 2011

03/07/2011 (Monday), Pg 11 last pera to Pg 15 last pera

- મહાજ્ઞાની હોવા છતા જરા પણ મ્રુષાવાદ નો દોષ ન લાગે તે માટે શ્રી હરિભદ્રસૂરિજી મ.સા. પોતાને ઇચ્છાયોગ માં જ્ણાવી શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ નો વ્યવછેદ કહ્યો છે.
વીરપ્રભુ નાં ત્રણ વિશેષણો.
૧) જિનોત્તમ વિશેષણ સમજાવતા જણાવે છે...
- જિનોત્તમ વિશેષણ વીરપરમાત્માના શુધ્ધઆત્મદ્રવ્ય માટે કહ્યું છે, જે આત્મા “રાગાદિ દોષો” ને જીતે છે, તે જીન કહેવાય છે.
- આમ, મહાત્મા પુરુષો પોતાની ભુમિકા પ્રમાણે શ્રુતજિન, અવધિજિન, મન:પર્યવજિન, કેવલીજિન હોય છે.
- જિનોત્તમ કહેવાના બે કારણો છે,
૧) કેવલી હોવાથી
૨) તીર્થંકર હોવાથી વીરપ્રભુ જીનોત્તમ છે.

પ્રશ્ર્ન : સામાન્ય કેવલી અને તીર્થંકર કેવલી આ બંન્ને પ્રકારમાં સર્વજ્ઞતા, વીતરાગતા સમાન હોય છે, બંન્ને મોક્ષે જાય છે, અશરીરી બને છે, તો મહાવીરપ્રભુ ને કેવલીઓમાં જિનોત્તમ કેમ કહ્યા?
જવાબ : અહિં ગુણસ્થાનકવર્તી સશરીરી અવસ્થાને આશ્રયી અને પરોપદેશ આપવા રૂપ કાર્ય કરતી કાયાવાળી અવસ્થા ને આશ્રયી છે, અશરીરી અવસ્થાને આશ્રયી નથી.

પ્રશ્ર્ન : તેરમા ગુણસ્થાનકે ચાર ઘાતીકર્મોના ક્ષયજન્ય આત્મગુણો બંન્ને કેવલીઓ માં સમાન હોવા છતાં જિનોત્તમ કેમ ઘટે?
જવાબ : બંન્ને કેવલીઓ માં ઘાતિકર્મોના ક્ષયજન્યગુણોની સમાનતા હોવા છતાં પણ “અઘાતિકર્મો” ના ઉદયજન્ય પુણ્યાઇ હીનાધિક હોય છે. તીર્થંકર પરમાત્માઓની તીર્થંકરનામ કર્મના ઉદયજન્ય વિશિષ્ટ પરોપકારને કરનારી કાયા હોય છે, તેને આશ્રયી જિનોત્તમ વિશેષણ સાર્થક છે.
પ્રશ્ર્ન : આવા પ્રકારનું તીર્થંકરનામ કર્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
જવાબ : ૧) વીશસ્થાનકો પ્રત્યે પરમભક્તિભાવના કારણે
૨) સંસારમા પરિભ્રમણ કરતા સર્વજીવોને હું ધર્મરસિક બનાવું, કલ્યાણના માર્ગે ચઢાવું એવી પરોપકારની ભાવના કારણે.

૨) અયોગ વિશેષણ સમજાવતા જણાવે છે...
- મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવ્ર્ર્ર્રુતિ જે આત્માને કર્મની સાથે જોડે તે યોગ કહેવાય છે.
- અહિં અયોગ વિશેષણ વડે સિદ્ધાવસ્થા જણાવી છે, એમાં જાણે શુદ્ધ આત્મતત્વ એજ જાણે કાયા હોય એવી શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકારવાળી આત્માની “તત્વકાયાવસ્થા” જણાવી છે. જે અવસ્થા માટે જણાવે છે કે.....

૧) ચોદમા ગુણસ્થાનકે શૈલેષીઅવસ્થા આવ્યા પછી જ આવે છે.
૨) સર્વકર્મોના અપગમથી જ જ્ન્ય હોય છે.
૩) પરમાનંદરુપ સુખમય આ અવસ્થા છે.
૪) ક્ષપકક્ષેણી-મોહનાશ-ઘાતીકર્મનાશ-સર્વજ્ઞતા-અબંધકતા-સર્વસંવરભાવ-શૈલેષીઅવસ્થા-મુક્તિપ્રાપ્તિ આદિ સર્વકાર્યો સમાપ્ત થયાના પ્રયોજનવાળી છે.
૫) પરમફ્લસ્વરુપ છે.

૩) યોગિગમ્ય વિશેષણ સમજાવતા જણાવે છે...

- તીર્થંકરપ્રભુ મન-વચન-કાયાના યોગથી રહિત એવા અયોગિ ભગવાન હોવાથી, તેમનું સ્વરુપ યોગિઓજ માત્ર જાણી શકે છે.
- અહિં યોગિ માં શ્રુતજિન આદિ યોગિઓજ લેવાના છે, તેઓની જ દ્રષ્ટિ આત્મતત્વ તરફ વિકસિત હોવાથી તેઓને જ “શુધ્ધઆત્મતત્વ” નું સ્વરુપ સમજાય છે, બાકી મિથ્યાત્વિ જીવો ને મિથ્યાત્વનું એવું પ્રાબલ્ય હોય છે કે શુધ્ધઆત્મતત્વ ના સ્વરુપને જાણવાની જિજ્ઞાસા પણ થતી નથી.
- શુધ્ધઆત્મતત્વ ના સ્વરુપને જાણવાની જિજ્ઞાસા ચરમ યથાપ્રવ્ર્ર્ર્રુતકરણ કાલથી જ સંભવે છે.

Wednesday, March 2, 2011

03/02/2011 (Wednesday) Gatha 1

પાનાં # ૭ થી ૧૧ . માર્ચ ૨, ૨૦૧૧ બુધવાર
યોગના વિષયને સમજાવતા ગ્રંથોમાં ' યોગદ્રષ્ટિ સમુચ્ચય ' ગ્રંથ સર્વેને
સમન્વય કરે તેવો ગ્રંથ છે.
ગ્રંથના પ્રારંભમાં ૧. મંગલચરણ , ૨ વિષય , ૩ સંબધ , ૪ પ્રયોજન ,
દર્શાવવામાં ત્રણ મુખ્ય કારણો છે .
૧ શિષ્ટ પુરુષોના આચારનું પાલન ૨ વિઘ્નોના સમૂહની શાન્તિ - અને ૩
વિદ્વાન પુરૂષોનો ગ્રંથ પ્રવેશ .
ગ્રંથકાર જીનોત્તમ વીર પ્રભુને ઇચ્છાયોગથી નમસ્કાર કરી યોગને યોગની
દ્ર્ષ્ટિઓના ભેદથી સંક્ષેપમાં સમજાવે છે .
મંગલચરણનું પહેલું કારણ ઈષ્ટદેવને નમસ્કારએ શીષ્ટ પુરુષોનો આચાર છે .
બીજું કારણ વિઘ્નો આવે નહીં તે માટે અને ત્રીજું કારણ વિદ્વાન શરૂઆતમાં
ગ્રંથના પ્રયોજન, વિષય અને સંબંધ જાણી ગ્રંથમાં પ્રવેશ કરે .
શ્રી હરિભદ્રસૂરિજીએ પ્રથમ શ્લોકમાં મંગલ, પ્રયોજન, વિષય અને સંબંધ
જણાવી શિષ્ટ પુરુષોના આચાર પાલન માટે નિર્વિઘ્ન ગ્રંથ સમાપ્તિ માટે અને
તેઓનો ગ્રંથ પ્રવેશ સરર કરી દીધો છે ( અહિયાં ગ્રંથકાર ઈચ્છાયોગથી
નમસ્કારનો ઉલ્લેખ કરીને પોતે શાસ્ત્રયોગ અને સમર્થયોગના અધિકારી નથી તેવી
લઘુતા બતાવે છે )
(લખાણમાં ભૂલ થઈ હોય તો મિચ્છમિડુક્કડમ )॰