Thursday, August 23, 2012
. Gatha 41 page 175 2nd para thru page 176 2nd para
જેમ મિત્રાદ્રષ્ટિમાં યમ નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે તેમ તારાદ્રષ્ટિમાં નિયમ નામનું યોગનું બીજુ અંગ પ્રાપ્ત થાય છે. યમ એટલે યાવજ્જીવ સુધીનું વ્રત જે મુની માટે અહિંસા આદિ મૂળગુણ રૂપ પાંચ મહાવ્રત અને શ્રાવકને દેશથી તથા તેના ચાર ભેદ- ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ થઇ કુલ ૨૦ પ્રકારે છે. જેમ જેમ યોગમાર્ગનો રંગ લાગે છે, અધ્યાત્મદ્રષ્ટિનો વિકાસ થાય છે, યમપાલનનો રાગ વધે છે તેમ તેમ તારાદ્રષ્ટિમાં આ યમ તો વધારે મજબૂત થાયજ છે પણ તેની પૃષ્ટિ, વૃદ્ધિ અને રક્ષા માટે યથાશક્તિ અને યથાયોગ્યાકાળે નાના-મોટા નિયમ લે છે. મનને નિયમન કરે (કંટ્રોલ) તેને નિયમ કહેવાય જે પરિમિત કાળ માટે હોય. જૈનદર્શનમાં સાધુમુની માટે પિંડવિશુદ્ધિ અને શ્રાવકમાટે દિગપરીમાણ આદિ ઉત્તરગુણ રૂપ નિયમ હોય છે. પાતંજલ યોગદર્શનમાં પાંચ નિયમો કહ્યા છે ૧) શૌચ ૨) સંતોષ ૩) તપ ૪) સ્વાધ્યાય ૫) ઈશ્વરપ્રણિધાન અને તેના ઈચ્છાદિ ચાર ભેદ એમ કુળ ૨૦ નિયમ છે.
શૌચ - બે પ્રકારે- દ્રવ્ય અને ભાવ શૌચ.
૧) દ્રવ્ય શૌચ -જેમ કાયા, વસ્ત્ર, ઘર, ને પાત્રને જળ, સાબુ આદિ થી સાફ કરીએ તે દ્રવ્ય શૌચ. તે પરિમિત કાળમાટેજ શુદ્ધ રહે કારણ કે તે ફરીથી મલીન થવાનાજ, એ તેનો સ્વભાવ જ છે. ગમે એટલીવાર કાયાને સાફ કરીએ તોય મળ, મૂત્ર, લોહી આદિ અશુચિના પુદગલો અંદર ભરેલા હોવાથી ક્યારેય મૂળથી સ્વચ્છ થાશે નહિ જેમ કે ઉકરડો કદાપી સાફ થાય નહિ, તે શુદ્ધતા માટે અયોગ્ય છે. એટલેજ જૈન સાધુઓને દ્રવ્યશૌચ ઇષ્ટ નથી. તેમાં અપકાયની હિંસા છે તેથી શરીર શોભામાટે સ્નાન કરતા નથી. વસ્ત્ર ધોવણ પણ અલ્પમાત્રાએ પ્રયોજન પુરતુ જ કરે, તે પણ અચીત્ત જળથી, જેથી પરસેવાથી જીવોની ઉત્પત્તિ ન થાય.
૨) ભાવ શૌચ - એટલે આત્માને શુદ્ધ કરવો તે ભાવ શૌચ - આત્મા પોતાના જ્ઞાનગુણ આદિ સ્વભાવદશા ની શુદ્ધતા છોડીને જ્યારે પરદ્રવ્યો પર મોહિત થઇ પુદગલાનંદી થાય તો તે અશુદ્ધ, અપવિત્ર અને અશૌચ થાય, પુદગલની પ્રાપ્તિ અને ભોગવવામાં પણ હિંસા થાય. તેથી આત્માને પરદ્રવ્યોની પરિણતિથી દુર રાખવો, કરવો, છોડાવવો તે ભાવ શૌચ છે.
જીનઆજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ !
Saturday, August 18, 2012
૭/૧૮/૧૨ બુધવાર. ગાથા ૪૨ તારા દૃષ્ટિના બીજા ગુણો
તારા દ્રષ્ટિમાં બીજા જે ગુણો નો સમૂહ પ્રગટ થાય છે તે હવે જોઈએ.
ગાથાર્થ: આ દ્રષ્ટિમાં
૧) યોગકથાઓ પ્રત્યે અસ્ખલિત ( અચલ, બિનહરકતી) પ્રીતિ થાય છે
આ પ્રીતિ ભાવ પૂર્વકની પરમ પ્રીતિ હોય છે.
૨)શુદ્ધ યોગવાળા યોગીઓ ઉપર બહુમાન (આદર, સન્માન) પ્રગટે જ છે.
શુદ્ધ યોગવાળા યોગીઓ એટલે એવા ઉચીં કક્ષાના આત્મા કે જેનામાં યોગદશાનો વિકાસ થયો છે એવા નિર્મળ યોગીઓ
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.
Thursday, August 16, 2012
૬/૨૭/૧૨ બુધવાર ગાથા ૪૧ તારા દૃષ્ટિ
તારા દ્રષ્ટિના મુખ્ય ચાર લક્ષણ છે.
૧) મિત્રા દૃષ્ટિ કરતા થોડો વધારે સ્પષ્ટ બોધ (દર્શન).
આ બોધ છાણા(ગોમય)ના અગ્નિ કણ સમાન હોય છે એટલે કે બહુ જ ઓછી શક્તિ વાળો અને ટૂંકો સમય ટકનાર હોય છે. આ દ્રષ્ટિકાળે જ્ઞાન બહુ જ તેજ વગરનું અને દુર્બળ હોય છે. વિષય કષાયો નું જોર હજી ચાલુ જ હોય છે. પરંતું મુક્તિ પ્રત્યે થોડો અદ્વેષ
આવ્યો છે એટલે તત્વજ્ઞાન ધર્મ ક્રિયા વગેરે કરે છે. પરંતું હજી વિષય કષાયો છોડવાની બુદ્ધિ જાગૃત થઇ નથી અને રાગાદિ એ આદરવા યોગ્ય છે તે બુદ્ધિ નાશ થઇ નથી તેથી ધર્મ ક્રિયા સમયે પણ તારા દ્રષ્ટિનો બોધ બહુ કામ કરાતો નથી. આ બોધના સંસ્કાર હજી ગાઢ થયાનાથી અને એટલે તારા દૃષ્ટિ ન કાળે થતી ધર્મક્રિયા ભાવ ક્રિયા નથી હોતી પરંતું દ્રવ્ય ક્રિયા જ હોય છે. પરંતું બધી જ ક્રિયા વિધિસર કરે છે.
હવે બીજા ત્રણ લક્ષણ જેની વધારે વિગત આ પછીના બ્લોગ માં આવશે.
૨) બોધ પ્રમાણે ના યથા યોગ્ય નિયમ
૩) (આત્માને) હિતકારી કાર્યોમાં અનુદવેગ
૪) તત્વ જાણવાના વિષયવાળી જીજ્ઞાસા
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.
Wednesday, May 9, 2012
ગાથા ૨૪, પાના # ૧૧૫-૧૧૭. સ્વાધ્યાય તારીખ ૧૧.૨.૨૦૧૧.
સંશુદ્ધ કુશલ ચિત્તાદી યોગબીજ આવવાથી જીવ ચર્માંવર્ત કાળમાં પ્રવેશે છે . અચર્માંવર્તમાં જીવને સંશુધ્ધ યોગબીજ હોતું જ નથી.
ચર્માંવર્ત નો પ્રારંભનો બહુ ભાગ ગયે આવનાર સંશુધ્ધ કુશલ ચિત્ત - પરમાત્મા પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ વાળું એટલે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા જ આ સંસારમાં આદરવા, ભક્તિ, ઉપાસના કરવા યોગ્ય છે એવો દ્રઢ રાગ થાય છે. સંસારના બધા પદાર્થો ગૌણ થય જાય છે અને પરમાત્મા પ્રત્યે તીવ્ર લગની લાગે છે.
ગાથા ૨૫, પાના # ૧૨૦-૧૨૨./ ૧૨૨-૧૨૩. સ્વાધ્યાય તારીખ ૧૧.૧૫.૨૦૧૧ / ૧૧.૧૬.૨૦૧૧.
દશ સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ, લોક - અટકાયત કરવા પૂર્વકનું કુશલ ચિત્ત સંશુધ્ધ કહેવાઈ છે . આ અટકાયત સંશુધ્ધ ચિત્ત નું બીજું લક્ષન છે. સંજ્ઞાઓ મોહનીય કર્મના વિપાકોદયના કારણે છે. મોહનીયનો ક્ષયોપ્શમ કરવાથી સંજ્ઞાઓનો ઉદય મંદ હોય છે. અહી સંપૂર્ણ પરીશુધ્ધી ના અભાવે જીવ પુણ્ય કર્મ બાંધે છે.
સંસારના સુખો ના ફળની અપેક્ષા વિનાનું કુશલ ચિત્ત એ ત્રીજું સંશુધ્ધ યોગબીજ છે.
ધર્મ કાર્ય સંસારિક સુખોની ઈચ્છાથી કરાય તે નિયાણું કહેવાય . અને ભગવાને નિયાણું કરવાનો નિષેધ કર્યો છે.
સંશુધ્ધ ના બીજા લક્ષન માં પરિગ્રહ, લોભ નો વિષ્કંભ કહ્યો તે વર્તમાન ભવની અંદર ભાવિના સંસારિક સુખના ફળને આશ્રયી છે જયારે ત્રીજા લક્ષનમાં વર્તમાન ભવથી અન્યભવ સંબંધી સુખના ફળને આશ્રયી છે.
દરેક ધર્મ કાર્ય ( dharmanusthan) સુંદર છે પરંતુ તેમાં સંસારસુખની ઈચ્છા ભરી હોય તો તે મુક્તિમાં અડચણ ઉભી કરે છે ત્યારે તે તેનાથી બંધાયેલ પુણ્ય દ્વારા થતા સંસારિક -સુખો તીવ્ર આસક્તિ ઉત્પન્ન કરનાર થાય છે અને વીતરાગ ભાવ ને રોકનાર બને છે. વળી ધર્મ કાર્ય સંસાર સુખના માટે નહિ પણ ધર્મ કાર્ય ની આસક્તિ થી સેવાય તો તે આસક્તિ આત્મ ને ત્યાને ત્યાજ બાંધી રાખે છે અને આત્માના આગળ જવાના વિકાસને રોકે છે. જેમકે શ્રી ગૌતમસ્વામીને પ્રભુ પ્રત્યેનો રાગ તેમને વીતરાગતા મેળવવામાં બાધક બન્યો. માટે ધર્મ ક્રિયાનો રાગ શરૂઆતના ગુણસ્થાનક માં સહાયક છે પરંતુ આઠમાં આદિ ઉપરના ગુનસ્થાનકમાં જવા માટે આ પ્રશસ્ત રાગ પણ બાધક છે. એટલે ધર્મ કાર્ય કોઇપણ પ્રતિબંધ વિનાનું હોય તો જ તે મુક્તિ પ્રાપક બને છે.
સાચું યોગ બીજ - અત્યંત ઉપાદેય બુદ્ધિ વાળું મોહ્જન્ય દશવિધ સંજ્ઞા ના વિશ્કામ્ભાન વાળું , ઉભય ભવના સંસારસુખના ફળની ઈચ્છા રહિત તથા તે તે ધર્મ કાર્યની પોતાની પણ આસક્તિ વિનાનું કુશલચિત તે સાચું યોગબીજ અને તેમાં અન્કુરા પુરુષાર્થ થી ફૂટી શકે છે અને મુક્તિ ફળ અપાવી શકે છે.
અજ્ઞાન કે પ્રમાદથી ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો મિચ્છામી દુક્કડમ .
ગાથા ૨૪, પાના # ૧૧૪,૧૧૫. સ્વાધ્યાય નોવ. ૧, ૨૦૧૧.
ચરમાંવર્તમાં યોગબીજ ની પ્રાપ્તિ.
સંસારમાં ઔદારિક, વૈક્રિય, અહારક, તૈજસ, ભાષા, શ્વાસો શ્વાસ , મન અને કર્માણ - આઠ જાતની ગ્રાહ્ય અને અગ્રાહ્ય અનંતી અનંતી પુદગલ પરમાનુંઓના સ્કાન્ધોની વર્ગનાઓ ભરેલી છે. જીવ પ્રત્યેક ભવમાં સંસારી જીવન જીવવા માટે ઉપરોક્ત વર્ગનાઓના પુદગલો જરૂરીયાત મુજબ ગ્રહણ કરે છે અને જરૂરીયાત પૂરી થતા ત્યાગ (મોચન) કરે છે.એક જીવ જયારે સમસ્ત ચૌદ રાજલોક પ્રમાણ લોકાકાશ માં રહેલી આઠે વર્ગનમય સંપૂર્ણ પુદાગલાસ્તીકાય દ્રવ્યને જુદા-જુદા પ્રયોજનથી ગ્રહણ-મોચન કરતા જેટલો કાળ જાય તેટલા કાળનું નામ બાદરદ્રવ્ય પુદગલ પરાવર્તન કહેવાય છે. જે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ છે.
આ જ સમસ્ત પુદગલાસ્તીકાય નું ગ્રહણ અને મોચન આહારક વિના સાતમાંથી કોઇપણ એકરૂપે થાય અને તેમાં જેટલો કાળ લાગે તે સુક્ષ્મદ્રવ્ય પુદગલ પરાવર્ત કહેવાય છે. સુક્ષ્મ પુદગલ પરાવર્તન કરતી વખતે જે વિવક્ષિત એકરૂપે પુદગલ ગ્રહણ કરવાની વિવક્ષા કરી હોય, તેમાં તે એક સિવાય શેષ રૂપે પુદગલોનું ગ્રહણ થવા છતાં તેની ગણના કરાતી નથી. તે પુદગલોને ફરીથી વિવક્ષિત એકરૂપે જ ગ્રહણ કરવા પડે છે . તેથી બાદર કરતા સુક્ષ્મ માં અનંતગુન કાળ લાગે છે. આ જ પ્રમાણે બાદર અને સુક્ષમ ક્ષેત્ર, કાળ, ભાવ પુદગલપરાવર્તન છે ( કુલ આઠ પ્રકારના પુદગલ પરાવર્ત ) . ચરમાંવર્ત માં સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્ત લેવાનું છે. ચૌદ રાજલોક વ્યાપી સમસ્ત લોકાકાશ ના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ વડે સ્પર્શ કરતા જેટલો કાળ થાય તેટલા કાળનું નામ સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્ત કહેવાય છે.
જીવની સંસારમાંથી નીકળી મુક્તિએ જવાની યોગ્યતા પાકે (તથાભવ્યત્વ ) ત્યારે થતું જે છેલ્લું પુદગલ પરાવર્ત તે ચરમ પુદગલ પરાવર્ત કહેવાય છે. અહી મિથ્યાત્વની તીવ્રતા ઓછી થઇ છે અને પરમાર્થ પદની પ્રાપ્તિ નું પહેલું સોપાન છે.
અજ્ઞાન થી કે પ્રમાદ થી ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો મિચ્છામી દુક્કડમ .
Thursday, May 3, 2012
9/14/11 whole gatha20 page #.102,103,104
સ્થિરાદિ પાછળની ચાર દ્રષ્ટિ અપ્રતિપાતી અને નિરપાય છે તો એક પ્રશ્ન એવો થાય છે કે આવા જીવ મુક્તિ પામતા સુધીમાં દેવ, મનુષ્યના અનેક ભવ કરી અપાય સંસારસુખના રાગથી ચારિત્રભાવમાં અવિરત થવાથી ચારિત્રનો વિઘાત, નાશ (પ્રતિપાત)થાય છે તો કેમ એ ચાર દ્રષ્ટિને અપ્રતિપાતિ અને નિરપાય કેહવાય?
જવાબમા એક દાખલો આપે છે કે એક પુરુષ પોતાના ગામથી ઘણુ દૂર કાન્યકુબ્જ નગર તરફ પ્રયાણ કરે છે. વચ્ચે ૪-૫ સ્થળે રાત્રે વિશ્રામ માટે સ્થિર વસવાટ કરે,શયનક્રિયા કરે, અલ્પ નિદ્રા લે, સવારે ઉઠી શારીરિક પરિશ્રમ દૂર થવાથી વેગપૂર્વક પ્રસન્નાથી નવું પ્રયાણ ફરી શરુ કરી કાન્યકુબ્જ અવશ્ય પહોચે. આ વિશ્રામો પ્રયાણમા ભંગ કરતા નથી પણ ગતિના વેગ વધારે છે.
તેમજ સ્થિરાદિદ્રષ્ટિઓ આવ્યા બાદ સમ્યગ્દર્શન વાળુ ચારિત્રગુણ પામેલા આત્માર્થી મહાયોગીનું દિન-પ્રતિદિન મુક્તિ તરફનું પ્રયાણ ચાલુજ છે, માત્ર પુર્વબદ્ધ કર્મોનો ઉદય ભોગવવાનો બાકી રહ્યો હોય તે ભોગવીને ખલાસ કરવા માટેજ વચ્ચે દેવ -મનુષ્યના ભવો અધિક સંસારી,દૈવિક સુખ હોવા છતા અલિપ્ત રાખે તેવા કરે. જેથી થાક ઉતારવાની જેમ ઔદાયિક ભોગકાલ પૂર્ણ થતાજ પુન: ચારિત્રમાર્ગ સ્વીકારી વેગપૂર્વક મુક્તિનગર તરફનું પ્રયાણ અભગ્ન, અવિરતપણે, અખંડિત ચાલુજ રહે છે, ભાંગતું નથી. અભંજક છે.(યશોવિજયજી મ। યોગ્દ્રષ્ટિની સજ્જાયમાં સમજાવે છે.)
અંતે પૂર્ણપણે વિકાસ પામેલા આત્માવસ્થાના અનુભવરૂપ મુક્તિનગર પહોચે જ છે. એટલે દેવભવની પ્રાપ્તિથી થયેલો ચારિત્ર નો વિઘાત એ મુક્તિપ્રયાણનો ભંગ ન થવાના કારણે રસ્તો કાપતા રાત્રી આવે ત્યાં વિશ્રામ લેવા તુલ્ય (નિદ્રાતુલ્ય) છે. તેથી આ ચાર દ્રષ્ટિ અપ્રતિપાતિ અને નીરપાય પણ કહેવાય છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ.
જવાબમા એક દાખલો આપે છે કે એક પુરુષ પોતાના ગામથી ઘણુ દૂર કાન્યકુબ્જ નગર તરફ પ્રયાણ કરે છે. વચ્ચે ૪-૫ સ્થળે રાત્રે વિશ્રામ માટે સ્થિર વસવાટ કરે,શયનક્રિયા કરે, અલ્પ નિદ્રા લે, સવારે ઉઠી શારીરિક પરિશ્રમ દૂર થવાથી વેગપૂર્વક પ્રસન્નાથી નવું પ્રયાણ ફરી શરુ કરી કાન્યકુબ્જ અવશ્ય પહોચે. આ વિશ્રામો પ્રયાણમા ભંગ કરતા નથી પણ ગતિના વેગ વધારે છે.
તેમજ સ્થિરાદિદ્રષ્ટિઓ આવ્યા બાદ સમ્યગ્દર્શન વાળુ ચારિત્રગુણ પામેલા આત્માર્થી મહાયોગીનું દિન-પ્રતિદિન મુક્તિ તરફનું પ્રયાણ ચાલુજ છે, માત્ર પુર્વબદ્ધ કર્મોનો ઉદય ભોગવવાનો બાકી રહ્યો હોય તે ભોગવીને ખલાસ કરવા માટેજ વચ્ચે દેવ -મનુષ્યના ભવો અધિક સંસારી,દૈવિક સુખ હોવા છતા અલિપ્ત રાખે તેવા કરે. જેથી થાક ઉતારવાની જેમ ઔદાયિક ભોગકાલ પૂર્ણ થતાજ પુન: ચારિત્રમાર્ગ સ્વીકારી વેગપૂર્વક મુક્તિનગર તરફનું પ્રયાણ અભગ્ન, અવિરતપણે, અખંડિત ચાલુજ રહે છે, ભાંગતું નથી. અભંજક છે.(યશોવિજયજી મ। યોગ્દ્રષ્ટિની સજ્જાયમાં સમજાવે છે.)
અંતે પૂર્ણપણે વિકાસ પામેલા આત્માવસ્થાના અનુભવરૂપ મુક્તિનગર પહોચે જ છે. એટલે દેવભવની પ્રાપ્તિથી થયેલો ચારિત્ર નો વિઘાત એ મુક્તિપ્રયાણનો ભંગ ન થવાના કારણે રસ્તો કાપતા રાત્રી આવે ત્યાં વિશ્રામ લેવા તુલ્ય (નિદ્રાતુલ્ય) છે. તેથી આ ચાર દ્રષ્ટિ અપ્રતિપાતિ અને નીરપાય પણ કહેવાય છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ.
Wednesday, May 2, 2012
3/14/12 Wed ગાથા ૩૫ પાના નં ૧૫૯ છેલ્લો ફકરો - નં ૧૬૦ અંત સુધી
આનંદઘનજી મહારાજ વિમલનાથના સ્તવનમાં કહે છે કે સદગુરુ દિવ્યજ્ઞાન રૂપી આંજણ આપણી આંખમાં આંજીને આપણી આત્મા તરફ જોવાની દ્રષ્ટિ ખોલે છે જેથી આપણાજ આત્મામા રહેલા અનંતજ્ઞાન, અનંત સુખ આદિ પરમનિધાન દેખાય અને સંસારસુખ તરફ દ્દ્રષ્ટિ ઓછી થાય.
જગધણી પરમાત્માનો મહિમા આપણા હૃદયના નયનમા ઉતારી દઇ તેમને પ્રીતિ ભક્તિની દ્રષ્ટિ થી જોતા કરીને આપણા આત્માર્થ નો ઉત્સાહ વધારે. આવા સદગુરૂનો મહિમા પણ ભગવાનની જેમ ઘણો મોટો મેરુ પર્વત સમાન છે જે આપણને તત્વનો સાચો અર્થ સમજાવી એની પણ પ્રીતિ કરાવીને જિનવાણીનું પાણી પીવડાવી બધા ભ્રમો ભાંગી કાઢે.
પરંતુ આવા સદગુરુનો યોગ અને એમની સદગુરુ તરીકેની ઓળખાણ ક્યારે થાય?
જ્યારે મોહનીય ઘાતીકર્મનો ક્ષયોપશમ થાય, આત્માની મલીનતા મંદ પડે, ભાવમલ અલ્પ થાય ત્યારે ભાવપુણ્યના નિમિત્તે આવા સદગુરુનો સમાગમ થાય.
જેમ રત્ન ઉપરનો મેલ(પર-દ્રવ્ય ) દૂર કરવાથી સ્વયં એનો ચળકાટ આપોઆપ ઝળહળી ઉઠે છે(કોઈ બીજા પ્રયત્ન વગર) તેમ જ આત્મા ઉપરનો અનાદીકાળનો અજ્ઞાનજન્ય ને મોહજન્ય(રાગાદિ કશાય ) મેલ જે પરાયો છે તે દૂર થતાજ આત્માની પરમાર્થ સાધવાની યોગ્યતા રૂપ કાંતિ (સ્વ-દ્રવ્ય) આપોઆપ ઝળહળી ઉઠે. દ્રષ્ટિનો પ્રકાશ વધારે ને વધારે ખીલી ઉઠે. આત્મા નિર્મળ બને અને પરમાર્થ સાધવાની યોગ્યતા, પાત્રતા પ્રગટે અને લોહચુંબક થી લોઢુ ખેચાય તેમ ભાવપુણ્ય વધવાથી ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેચાતા આવે ત્યાર સદગુરૂનો શુભ યોગ થાય. તેમને સતત વારંવાર સત્પ્રણામાદિ કરવાથી તેઓની નિકટ થવાથી ઓળખાણ થાય છે. પછી બહુમાન,પૂજ્યભાવ વધતા સદગુરુપણ।ની બુદ્ધિ થતા અવંચકત્રયની પ્રાપ્તિ થાય છે જેના કારણે શુભ નિમિત્તોનો સંયોગ થાય છે. એમ પરસ્પર કારણ - કાર્યભાવ જાણવો.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયુ હોય તો વિભાના મિચ્છામીદુક્કડમ.
જગધણી પરમાત્માનો મહિમા આપણા હૃદયના નયનમા ઉતારી દઇ તેમને પ્રીતિ ભક્તિની દ્રષ્ટિ થી જોતા કરીને આપણા આત્માર્થ નો ઉત્સાહ વધારે. આવા સદગુરૂનો મહિમા પણ ભગવાનની જેમ ઘણો મોટો મેરુ પર્વત સમાન છે જે આપણને તત્વનો સાચો અર્થ સમજાવી એની પણ પ્રીતિ કરાવીને જિનવાણીનું પાણી પીવડાવી બધા ભ્રમો ભાંગી કાઢે.
પરંતુ આવા સદગુરુનો યોગ અને એમની સદગુરુ તરીકેની ઓળખાણ ક્યારે થાય?
જ્યારે મોહનીય ઘાતીકર્મનો ક્ષયોપશમ થાય, આત્માની મલીનતા મંદ પડે, ભાવમલ અલ્પ થાય ત્યારે ભાવપુણ્યના નિમિત્તે આવા સદગુરુનો સમાગમ થાય.
જેમ રત્ન ઉપરનો મેલ(પર-દ્રવ્ય ) દૂર કરવાથી સ્વયં એનો ચળકાટ આપોઆપ ઝળહળી ઉઠે છે(કોઈ બીજા પ્રયત્ન વગર) તેમ જ આત્મા ઉપરનો અનાદીકાળનો અજ્ઞાનજન્ય ને મોહજન્ય(રાગાદિ કશાય ) મેલ જે પરાયો છે તે દૂર થતાજ આત્માની પરમાર્થ સાધવાની યોગ્યતા રૂપ કાંતિ (સ્વ-દ્રવ્ય) આપોઆપ ઝળહળી ઉઠે. દ્રષ્ટિનો પ્રકાશ વધારે ને વધારે ખીલી ઉઠે. આત્મા નિર્મળ બને અને પરમાર્થ સાધવાની યોગ્યતા, પાત્રતા પ્રગટે અને લોહચુંબક થી લોઢુ ખેચાય તેમ ભાવપુણ્ય વધવાથી ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેચાતા આવે ત્યાર સદગુરૂનો શુભ યોગ થાય. તેમને સતત વારંવાર સત્પ્રણામાદિ કરવાથી તેઓની નિકટ થવાથી ઓળખાણ થાય છે. પછી બહુમાન,પૂજ્યભાવ વધતા સદગુરુપણ।ની બુદ્ધિ થતા અવંચકત્રયની પ્રાપ્તિ થાય છે જેના કારણે શુભ નિમિત્તોનો સંયોગ થાય છે. એમ પરસ્પર કારણ - કાર્યભાવ જાણવો.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયુ હોય તો વિભાના મિચ્છામીદુક્કડમ.
Tuesday, May 1, 2012
૪/૧૭/૧૨ મંગળવાર-ગાથા ૪૦- પાના નં- ૧૬૯ ૩જા ફકરા - પાના નં ૧૭૦
મિત્રાદ્રષ્ટિના ગુણો ઉપર અતિશય વિચાર કરીને આત્મનિરીક્ષણ કરવુ બહુ જરૂરી છે કે આપણ।મા આવા ગુણો પ્રગટ્યા છે કે નહી, ના હોય તો તે પ્રગટાવવા છે કે નહી. ગુણસ્થાનક તો ગુણો થી આવે છે, માત્ર બાહ્યવ્યવહાર ની ક્રિયાથી સમ્યગદ્રષ્ટિ, દેશવિરતીધર સંયમી શ્રાવક - શ્રાવિકા પોતાને માની લઈને સંતોષ પામે તે અહંકાર અને અજ્ઞાન ની ભ્રાંતિમા રહે છે। બાહ્યક્રિયારૂપી વ્યવહાર તે ગુણપ્રાપ્તિમા નિમિત્ત જરૂર છે પણ તેને નિશ્ચયની સિદ્ધિમાં જોડે (યુંજે) તો જ તે નિમિત્ત ખરેખર નિમિત્ત બને અને કાર્ય પૂરું કરે.
જેમ કુહાડો છેદનનું નિમિત્ત હોવા છતા જો જીવ કુહાડાને છેદનમા જોડે (યુંજે,વાપરે) તોજ છેદનનું કાર્ય થાય અને કુહાડો ખરેખર નિમિત્ત બને.
વ્યવહાર એ નિશ્ચયની પ્રાપ્તિનું કારણ છે અને નિશ્ચય એ વ્યવહારની શુદ્ધિ નું કારણ છે। બન્ને પરસ્પર સાપેક્ષ છે। એક વિના બીજો નિરર્થક છે, જેમ "નફો અને વકરો." આનંદઘનજી મ. સ્તવનમાં કહે છે કે (ક્રિયા) વ્યવહાર જો ભગવાનના વચન,ગુણો (નિશ્ચય) સાપેક્ષ હોય તેજ સાચો, નિરપેક્ષ હોય તે ખોટો સંસારફળ આપનાર હોય એટલે બન્ને નય (નિશ્ચય અને વ્યવહાર)સાંભળી ને સાચો આદરવાનો ઉત્સાહ વધારવો.
આવા મિત્રાદ્રષ્ટિના ગુણો આવે તોજ પ્રથમ ગુણસ્થાનક ગણાય અને આત્મવિકાસ કરીને ઉપર ચઢાય.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો વિભા ના મિચ્છામી દુક્કડમ.
SWADHYAY - GATHA 36, 37 - PAGE 162 to 164
ગાથા ૩૬, પાનું ૧૬૨ ૩.૨૬.૨૦૧૨
આંખમાં દોષને હિસાબે - મંદ્લોચનવાળો - બરાબર જોય ન શકતો જીવ તેની સામેના પદાર્થને તે પદાર્થ જેમ છે તેમ જોય શકતો નથી તેમ જે જીવનો ભાવમલ ઓછો ન થયો હોય તે સત્પુરુષને સાચા સ્વરૂપે ઓળખી શકતો નથી અને તેથી સત્પુરુષ તરીકે પરિચય કરી શકતો નથી અને તેમના પ્રત્યે પ્રીતિ-વિશ્વાસ આવતા નથી . અને એટલે ધર્મ ને સમજી શકતો નથી અને આચરણમાં મૂકી શકતો નથી.
ગાથા ૩૭, પાના # ૧૬૨,૧૬૩,૧૬૪. ૩.૨૭.૨૦૧૨
કોઈ પણ વસ્તુને સમજવા માટે બે જાતની યુક્તિ લઈ શકાય .
- અન્વય - હકારાત્મક ભાવે સમજાવવું
- વ્યતિરેક - નકારાત્મક ભાવે સમજાવવું
- ધૃતિ - ધીરજ, કામમાં ધીરજાતા.
- શ્રદ્ધા - ધર્મ કાર્ય અવશ્ય મુક્તિ ફળ આપવાનું છે તે શ્રદ્ધા
- સુખા - ધર્મ કાર્યમાં ધીરજ અને શ્રદ્ધા પૂર્વક પ્રવૃત્તિ હોવાથી જીવને પ્રવૃતિમાં આનંદ છે તે સુખા.
- વિવિદિષા - જીવની પ્રવૃત્તિ ધૃતિ, શ્રદ્ધા અને સુખારૂપ હોવાથી તે ધર્મતત્વને ઊંડું જાણવાની ઈચ્છા રાખે છે તે વિવિદિષા .
- વિજ્ઞપ્તિ - ધૃતિ,શ્રદ્ધા, સુખા અને વિવિદિષા રૂપ પ્રવૃતિથી જીવ ધર્મ તત્વનું જ્ઞાન આપે તેવા સદગુરુની શોધ કરે છે અને સદગુરૂ મળતા શાસ્ત્ર સંબંધી વિજ્ઞપ્તિ (જ્ઞાન) પ્રાપ્ત કરે છે.
અજ્ઞાનથી અને પ્રમાદથી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો મિચ્છામી દુક્કડમ .
SWADHYAY - GATHA 23 -PAGES 109, 110- OCT.12,2011
ગાથા ૨૩, પાના # ૧૦૯, ૧૧૦. ૧૦.૧૨.૨૦૧૧.
- જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભ ભાવ
- સ્તુતિ બોલવા દ્વારા તેઓને કરાતું શીર્ષ નમન
- પાંચે અંગો નમાવવા પૂર્વક કરતા પ્રણામ.
પરમાત્મા પ્રત્યે અનાદિથી દ્વેષ, અરુચિ - નાખુશી ભાવ હતો તે ટાળીને તેમના પ્રત્યે પૂજ્યભાવ પેદા થવો, હૃદયમાં બહુમાન થવું. ભક્તિ ભાવ પ્રાપ્ત થવો એ કુશલચિત છે તે પ્રથમ યોગબીજ.
મિત્રા દ્રષ્ટિમાં આવેલો આત્મા યોગના બીજને ગ્રહણ કરે છે. આનાથી આત્મા બાધક્ભાવોને ત્યજીને સાધક્ભાવ ધારણ કરે છે .ભવાભીનન્દીમાંથી અત્માંર્થ ના આનંદને માને છે . વિષય સુખો તરફ ઉદાસીનતા આવતી જાય છે. સદગુરુના સંયોગથી જ્ઞાનપાન કરતા જીવ સંસાર સાગર તરી જાય છે.
અજ્ઞાનતા થી કે પ્રમાદથી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો મિચ્છામી દુક્કડમ .
Monday, April 30, 2012
02/21/2012 (Tuesday)
Blog 02/21/2012
શુભયોગ,
શુભક્રિયા અને શુભફ્લ
- શુભયોગ
·
માનવભવ,
જૈનશાસનની પ્રાપ્તિ, સદગુરૂનો યોગ, તેમની વાણીરૂપી અમ્રુતનું પાન, ધર્મક્રિયામાં
ઓતપ્રોત, સતત જ્ઞાનક્રિયાનું સેવન આ બાહ્ય શુભ નિમિત્તો છે.
·
મન, વચન અને
કાયાના યોગો શુભ થવા અને સદગુરૂનો મિલાપ થવા તે શુભ યોગ.
- શુભક્રિયા
·
શાસ્ત્રજ્ઞાન
અનુસાર ધર્મ કાર્યોમાં પ્રવ્રુતિ કરવી તે શુભક્રિયા.
- શુભફ્લ
·
શુભયોગ અને
શુભક્રિયાથી કર્મોની નિર્જરા થવી તે શુભફ્લ.
·
શુભયોગ,
શુભક્રિયા અને શુભફ્લ આ ત્રણ અભ્યંતર શુભ નિમિત્તો છે.
·
આ શુભ નિમિત્તો
આત્માની ક્લયાણકારી શુદ્ધિનું પ્રધાન કારણ બને છે.
·
મોહનીય કર્મના
ક્ષયોપક્ષમના કારણે આ ત્રણ શુભ નિમિત્તો અવંચક બને છે. અવંચકતાના ઉદયથી મળતા આ
નિમિત્તો શુભ/પ્રશસ્ત કહેવાય છે.
·
આ નિમિત્તો
મળવાથી મુક્તિનો માર્ગ સરળ બને છે.
- ઉપાદાન અને નિમિત્ત
મુક્તિની સિદ્ધિ
માટે ઉપાદાન અને નિમિત્ત બંન્ને જરુરી છે. રત્નત્રયીની પ્રાપ્તિ માટે ઉપાદાન અને
બાહ્ય તેમજ અભ્યંતર નિમિત્ત કારણો પણ અવશ્ય જોઇએ જ. ઉપાદાનમાં કાર્ય કરવાની અને
નિમિત્તમાં કાર્ય પ્રગટ કરવાની શક્તિ છે. ઉપાદાન, નિમિત્ત અને તે બંન્નેનું
યથાયોગ્ય યુંજન એ ત્રણોની વિદ્યમાનતા એ જ કાર્ય સાધક છે.
03/12/2012 (Monday) gatha 34
ગાથા ૩૪, તારીખ
૦૩/૧૨/૨૦૧૨
યોગાવંચક,
ક્રિયાવંચક, ફ઼્લાવંચક (ત્રિપુટી)
-
યોગાવંચક, ક્રિયાવંચક, ફ઼્લાવંચક એમ ત્રણ
અવંચક ભાવો છે.
-
“અવંચક” એટલે કે જે
પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે કે ન આત્માનું અહિત કરે.
-
સદગુરૂનો યોગ,
વંદનાદિ ક્રિયા અને તજ્જ્ન્ય ફ઼્લ આ ત્રણ ભાવની ત્રિપુટીરૂપ “અવંચક” ભાવનો ઉદય
થવાથી શુભ નિમિત્તો નો સંયોગ થાય છે જે અવશ્ય મુક્તિની પ્રાપ્તિનું કારણ બને છે.
SWADHYAY - GATHA 22 ON 10.4.2011 - PAGE #s 108, 109.
મિત્રા દ્રષ્ટિ માં આવેલ આત્મા યોગબીજ (જિનેશ્વર પ્રત્યે શુભ ભાવવાળું ચિત્ત, જીનેશ્વરને નમસ્કાર કરવો , અતિશય શુદ્ધ પ્રનામાંદી ) ગ્રહણ કરે છે જેનાથી આત્મા બાધક ભાવોને ત્યજીને સાધક ભાવ ધારણ કરે છે. પુદગલસુખ માં આનંદ ને બદલે પરમાર્થ તત્વમાં આનંદ આવે છે . જો કે દ્રષ્ટિ બહુ ખીલી નથી , પણ કઈક ખુલી હોવાથી પરમાર્થ તત્વ માં આનંદ આવે છે.
વિષય સુખો પ્રત્યે ઉદાસીનતા વધે છે . સમયગશાસ્ત્ર, સમ્યાગ શ્રદ્ધા અને સદગુરુના જ સયોગોની રઢ લાવે છે. અને જીવ કાલાંતરે સંસાર સાગર તરી જાય છે.
ભાષાની ભૂલો સુધારી ને વાંચશો.
અજ્ઞાન અથવા /અને પ્રમાદથી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ .
ગાથા ૧૯, પાના # ૯૯ થી ૧૦૨ ૮.૨૪.૨૦૧૧
પ્રથમ ચાર દ્રષ્ટિ - મિત્રા, તારા,બલા, દીપ્રા- પ્રતીપાતી છે ( પડવાના સ્વભાવ વારી પણ પડે જ એવો નિયમ નથી ) અને પાછળની ચાર - સ્થીરા, કાન્તા, પ્રભા, પરા - પ્રતિપાત યુક્ત નથી .
પ્રતિપાતને કારણે પ્રથમની ચાર અપાયવારી છે અને પાછળની ચાર અપાયવાળી નથી પણ સમ્યક્ત્વ, દેશવીરતી આદિ ગુનસ્થાનાકેથી ઉપશાન્ત્મોહ ગુણસ્થાનક (૧૧મુ ) સુધી ચડેલા આત્માઓ ત્યાંથી પડીને પહેલે ગુણસ્થાનક પણ આવી જાય છે . એટલે સ્થીરાદી દ્રષ્ટિઓ પણ પ્રતિપાત વાળી ભાસે છે પરંતુ પહેલે ગુનસ્થાનકે જવા છતાં જીવ અંતઃ કોડાકોડી સાગરોપમથીઅધિક સ્થિતિ બંધ કરતો નથી તથા વધુમાં વધુ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તમાં અવશ્ય પુનઃ ઉપર આવી જ જાય છે. માટે તે પ્રતિપાત પ્રતિપાત કહેવાતો નથી. જયારે પ્રથમની ચાર દ્રષ્ટિમાં જીવ હજુ મિથ્યાત્વી જ હોવાથી પુનઃ ગાઢ મિથ્યાત્વી પણ એવો થયી જાય છે કે જીવ પુનઃ ક્યારે પાછો મંદ મિથ્યાત્વી થાય તે કહેવાય નહિ. પહેલી ચાર દ્રષ્ટિમાં પડેલા જીવના સંસારની પરીમીતાતનું પ્રણામ નક્કી ન હોવાથી આ દ્ર્શ્તિઓ પ્રતિપાત વારી છે
મિત્રા, તારા , બલા, દીપ્રા દ્રશ્તિઓમાં મોહનીયકર્મના વિપકોદયના સામર્થ્ય થી થનારા પ્રતિપાત કાલે જીવમાં આવનારી દુર્ગતિ-હેતુ તા હજુ સર્વથા નષ્ટ થયી નથી તેથી આ ચાર જ દ્રશ્તીઓ આવા ભય વારી છે. જયારે સ્થીરા, કાન્તા, પ્રભા,પરા દ્રશ્તિઓમાં પ્રતિપાત કાલે દુર્ગતિ-હેતુતા જીવમાં આવે એવો ભય નથી કારણકે મોહનીય કર્મ નો વિપાકોદય એટલો તીવ્ર થતો નથી
દુર્ગતિ-હેતુતા સમજાવતો દાખલો - શ્રેણિક મહરાજ આદિ જેઓ ક્ષાયિક સમ્યક્ત્વ પામેલા છે (સ્થીરાદી દ્રષ્ટિ માં છે ) પણ પૂર્વ બદ્ધ કર્મ ના કારણે નરકમાં ગયેલ છે પણ તેમને નરકનો ભવ દીર્ઘ સંસાર હેતુ બનશે નહિ . આવો જીવ જો સ્થીરાદી ચાર દ્રષ્ટિ માં આવ્યા પછી દુર્ગતિમાં જાય એવું કર્મ બંધાતો નથી પણ જો જીવ આવી દ્રષ્ટિમાં આવ્યા પહેલા દુર્ગતિનું કર્મ બાંધી લે તો તે જીવ સ્થીરાદી ચાર દ્રષ્ટિમાં આવ્યા છતાં દુર્ગતિમાં જાય છે પણ ત્યાં એ જીવની સદદ્રષ્ટિ હણાતી નથી અને સમાંતાવત આત્મા પોતાના આત્મ ભાવમાં મગ્ન પણે વર્તે છે અને દુર્ગતિ તેમને દીર્ઘ સંસાર હેતુ બનતો નથી.
વ્યાકરણ અને જોડણીની ભૂલો સુધારીને વાંચશો.
અજ્ઞાનતા કે પ્રમાદને કારણે ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું તો મિચ્છા મી દુક્કડમ .
Sunday, April 29, 2012
૪-૧૬-૨૦૧૨ સોમવાર ગાથા ૪૦ પાનું ૧૬૮ થી પાનું ૧૬૯ બીજો ફકરો
કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ના નામ બે પ્રકારે હોય છે. (૧) ગુણ પ્રમાણે (૨) ઉપચારથી એટલે કે માત્ર બહાર ના વિવેકથી.
જેમકે દેવોના ઇન્દ્ર નું નામ દેવેન્દ્ર હોય તો તે બંધ બેસતા અર્થવાળું યથાર્થ ગુણ પ્રમાણે નામ છે. પરંતું કોઈ પૃથ્વી લોક ના બાળક નું નામ દેવેન્દ્ર રાખવામાં આવે તો તે નામ ઉપચારથી જ છે ને ગુણ પ્રમાણે નથી.
આવી જ રીતે અનાદિકાળથી જીવનું જે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાતું હતું તે ઉપચાર થી જ હતું અને ગુણ પ્રમાણે ન હતું કારણ કે ગુણસ્થાનક કહેવાય તેવા કોઈ ગુણો (આત્મ કલ્યાણ ના) પ્રગટ થયા ન હતા.
હવે આ જ જીવ જયારે ચરમાંવર્ત ને ચરમયથાપ્રવૃત્ત કરણમાં આવે છે ત્યારે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક એવા નામમાં જે ગુણસ્થાનક એવા શબ્દ નો ઉપયોગ કરાયો છે તે યથાર્થ અને ગુણ પ્રમાણે છે. આ જીવમાં ભવઉદ્વેગ, યોગ,ક્રિયા,ફલની અવંચક ત્રિપુટી વગેરે ગુણો પ્રગટ થયા છે.
જીવ જયારે ઓઘ દ્રષ્ટિમાંથી મિત્રાં નામની યોગ દ્રષ્ટિમાં આવે છે ત્યારે જ ખરેખર ગુણસ્થાનક કહેવાય છે અને આનેજ આગમમાં પ્રથમ મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે. કારણકે આ અવસ્થામાં જ ગુણો પ્રગટ થવાની સંભાવના છે અને ગુણસ્થાનક શબ્દ ની યથાર્થતા સંભવે છે.
આ અવસ્થામાં હજી મિથ્યાત્વ ગયું નથી અને સમ્યક્ત્વ પ્રગટ્યું નથી પરંતું ભાવમલ નો બહુ ક્ષય થયો છે અને સન્માર્ગે જવાની યોગ્યતા પ્રાપ્ત થવાની શરૂઆત થઇ છે. મુક્તીમાંર્ગનું પહેલું પગથીયું છે. મોટા મહેલ રચવાના પાયારૂપ છે.
મિત્ર દ્રષ્ટિમાં યોગનાં ગુણો આવવાથી ચિત્ત રૂપી જમીન વાવણી યોગ્ય બને છે. વૈરાગ્યરૂપી પાણી પાવાથી જરા પોચી બને છે અને તેમાં મિત્રાં દ્રષ્ટિ નામના યોગબીજની વાવણી ની શરૂઆત થાય છે. ઉત્તમ નીમીત્તોના સંયોગ રૂપી ખાતર-પાણી મળે છે. તેનાથી પરમાત્માની અને સદગુરૂ પ્રત્યે ભક્તિ પ્રગટે છે. આત્મકલ્યાણ નાં ગુણોનો વિકાસ થાય છે અને સમ્યકત્વ વગેરે ફળ મળેજ છે.
અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ
Thursday, April 26, 2012
swadhyay 8.23.2011 page #s 96 to 99
સ્વાધ્યાય ૮.૨૩.૨૦૧૧ પાનું # ૯૬ થી ૯૯
અસત્પ્રવૃતી અટકે તો સત્પ્રવૃતીરૂપ યોગ આપોઆપ આવે છે આને વેઘસંવેદ્પદ ( સમ્યક્ત્વ ) ( જાણવા યોગ્ય સાચી દ્રષ્ટિનું સંવેદન - અનુભવ ) કહે છે . ( અવેધસંવેદ્પદ = અસત શાસ્ત્રોની શ્રદ્ધા - અસત દ્રષ્ટિમાં માનવું. ) વેધસંવેદ્પદની ( સમ્યક્ત્વની ) વાસ્તવિક પ્રાપ્તિ સ્થિરા , કાન્તા, પ્રભા, પરા દ્રશ્તિઓમાં છે પણ અંશે આ યોગાત્મક બોધ તો મિત્રા આદી પ્રથમની ચાર દ્રષ્ટિમાં શરુ થાય છે કે જ્યાં હજુ મીથ્યાત્વાવસ્થા છે પણ મિથ્યાત્વ દિન પ્રતિદિન મંદ થતું જતું હોવાથી વેઘસંવેદ્પદની ભૂમિકા બંધાતી જતી હોવાથી અને સમ્યક્ત્વાનું અવન્ધ્ય કારણ બનવાનું હોવાથી, આ કાળે વર્તતા બોધ પણ કારણમાં કાર્ય નો ઉપચાર કરીને આઠે દ્રષ્ટિમાં વર્તતા બોધને વેઘસંવેધ્પદ કહ્યું છે .
સત્પ્રવૃતીપદ એ શૈલેશીપદ વાળું ૧૪મા ગુન્સ્થાન્ક્વર્તી સર્વથા અનાશ્રવાવ્સ્થારૂપ પદ છે પણ યોગની પ્રથમ દ્રષ્ટિથી આવનારો આ બોધ પ્રમ્પરાએ આ પદની પ્રાપ્તિનું અવન્ધ્ય કારણ હોવાથી તે પદ પ્રાપ્ત કરાવનાર છે એમ કહેવામાં કોઈ દોષ નથી.
યોગ્દ્રષ્ટિ સ્થુંલભેદથી આઠ ભેદવારી છે પણ સુક્ષ્મભેદથિ બહુ ભેદવારી છે.
આઠ ભેદ - આવરણ કરનાર કર્મો - મુખ્યત્વે જ્ઞાનાવરણીય અને મોહનીયના ક્ષયોપશમ, ક્ષય, ઉપશમના ભેદોને કારણે સ્થૂળ નીતિથી આઠ ભેદ કહ્યા છે . એમાં સુક્ષ્મભેદોનિ અવિવક્ષા કરી છે . જો સુક્ષ્મભેદોનિ વિવક્ષા કરીએ તો વિશેષ ભેદો અનંત છે કારણકે પ્રત્યેક જીવને આશ્રયી જ્ઞાનાવરણીય કર્મ અને મોહનીયાકર્મની ક્ષયોપશમ તરતામાંતાવાળી અનંત જાતની દ્રષ્ટિઓ હોય છે . તે અનંત્ભેદોને જ્ઞાનીઓએ ઓછામાં ઓછી યોગ્દ્રષ્ટિ થી (મંદ એવી મિત્રા દ્રષ્ટિ થી ) આરંભીને વધુમાં વધુ યોગ દ્રષ્ટિ (પરાદ્રષ્ટિ) સુધીમાં વર્તતા જીવોની દ્રષ્ટિઓ ૧. અનંત્ભાગ અધિક ૨. અસંખ્યાત ભાગ અધિક. ૩. સંખ્યાત્ભાગ અધિક . ૪. સંખ્યાત ગુણ અધિક. ૫. અસંખ્યાત ગુણ અધિક. ૬. અનંતગુણ અધિક . એમ છ સ્થાનોથી યુક્ત છે અને તે સ્થાનોમાં પણ એક એકના બહુ ભેદ છે.
લખાણ માં જોડણી માં રહેલી ભૂલો માફ કરશો.
અજ્ઞાનથી કે પ્રમાદથી જો ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો માફ કરશો અને સુધારી ને વાંચશો . મિચ્છામી દુક્કડમ .
૩-૧૩-૧૨ મંગળવાર પાનું ૧૫૯ ગાથા ૩૫ થી પાનાના અંત સુધી
આ ગાથામાં સદગુરૂ ના લક્ષણો બતાવે છે અને તેને પ્રણામ વગેરે કરવાથી અવંચક ત્રય (ત્રણ ) ની પ્રાપ્તિના નિમિત્ત કેવી રીતે બને છે તે સમજાવે છે.
સદગુરૂ: જેમાં સાધુપણાના ગુણો હોય છે, પુરુષાર્થ (પરમાર્થ) થી જે સાધુ છે. ( સંત) સાંસારિક પ્રપંચ રહિત હોય છે. ગીતાર્થ (બહુ શાસ્ત્રોને જાણનાર) છે દ્રવ્ય, ક્ષેત્ર,કાળ,ભાવ વગેરે ના જાણકાર છે, સંવેગ-નિર્વેદ ના પરિણામ વાળા હોય છે.
આવા સદગુરૂ મળે ત્યારે તેને પ્રણામ વગેરે કરવાથી તેની નિકટતા વધે છે અને તેનાથી પરિચય (સંબંધ) વધે છે અને સદગુરૂપણા ની બુધ્ધી થાય છે. તેના પ્રત્યે બહુમાન અને પૂજ્ય ભાવ વધે છે. સદગુરૂ આત્મ કલ્યાણ ની ક્રિયાઓ માં પ્રોત્સાહન આપે છે.
આ રીતે થયેલો સદગુરૂનો સંયોગ યોગાવંચક બને છે ત્યારબાદ તેઓને સદગુરૂપણા ના ભાવ થી કરાતી વંદન વગેરે ક્રિયાઓ ક્રીયાવંચક અને ફલાવંચક બને છે.
સદગુરૂ: જેમાં સાધુપણાના ગુણો હોય છે, પુરુષાર્થ (પરમાર્થ) થી જે સાધુ છે. ( સંત) સાંસારિક પ્રપંચ રહિત હોય છે. ગીતાર્થ (બહુ શાસ્ત્રોને જાણનાર) છે દ્રવ્ય, ક્ષેત્ર,કાળ,ભાવ વગેરે ના જાણકાર છે, સંવેગ-નિર્વેદ ના પરિણામ વાળા હોય છે.
આવા સદગુરૂ મળે ત્યારે તેને પ્રણામ વગેરે કરવાથી તેની નિકટતા વધે છે અને તેનાથી પરિચય (સંબંધ) વધે છે અને સદગુરૂપણા ની બુધ્ધી થાય છે. તેના પ્રત્યે બહુમાન અને પૂજ્ય ભાવ વધે છે. સદગુરૂ આત્મ કલ્યાણ ની ક્રિયાઓ માં પ્રોત્સાહન આપે છે.
આ રીતે થયેલો સદગુરૂનો સંયોગ યોગાવંચક બને છે ત્યારબાદ તેઓને સદગુરૂપણા ના ભાવ થી કરાતી વંદન વગેરે ક્રિયાઓ ક્રીયાવંચક અને ફલાવંચક બને છે.
આ રીતે સદગુરૂ ને પ્રણામ,વંદન,વૈયાવચ્ચ વગરે અવંચક ત્રય ની પ્રાપ્તિના નિમિત્ત છે.
સદગુરૂ આપણી આંખમાં દિવ્યજ્ઞાન રૂપી અંજન નાખીને આપણી દૃષ્ટિ આત્મ કલ્યાણ તરફ ખોલે છે અને તેનાથી સ્વાત્મામાં રહેલા અનંતજ્ઞાન,દર્શન,ચારિત્ર વગેરે નો ભંડાર દેખાય છે અને પુદગલ સુખ પ્રત્યે રાગ ઓછો થાય છે અને આત્મા પરમાર્થ સાધવા ઉત્સુક બને છે.
અજ્ઞાનતા ના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ
Wednesday, April 25, 2012
ચિત્તના ૮ દોષો ( ૪ - ૮ ) . ઓગસ્ટ ૨, ૨૦૧૧ . પાનું ૯૧
૪ ઉત્થાન - મોક્ષ સાધકનું યોગમાર્ગની ક્રિયામાંથી મન ઉઠી જવું - જેને કારણે ક્રીયામાર્ગ તજી દેવાનો ભાવ થાય પણ લોક્લજ્જા કારણે ક્રિયા કદાચ ન છોડે તો પણ તેમાં ચિત્ત ન રહે.
૫. ભ્રાંતિ - ભ્રમ થવો , ભમવું , ભટકવું. યોગમાર્ગની ધર્મક્રિયા ને છોડી ચિત્તનું ભમવું, ભટકવું અથવા અતત્વને તત્વ માનવું અથવા અમુક ક્રિયા થયી કે નં થઈ તેનો ભ્રમ થવો.
૬. અન્યમુદ.- યોગમાર્ગની ક્રિયા કરતા અન્ય સ્થાને હર્ષ કરવો. તેમાં પ્રવૃત્તિ કરવી જેનાથી ઇષ્ટ કાર્યમાં અવરોધ થાય છે.
૭. રૂગ - રોગ - રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન) આ ત્રણ મહારોગ છે . ભાવરોગ છે - સંસાર વર્ધક ક્રિયાનો રાગ, મોક્ષ સાધક ક્રિયાનો દ્વેષ, યોગમાર્ગની સાચી ક્રિયાની અણસમજ - આ સર્વ ભાવ સાધનામાં વિઘ્ન રૂપ છે. આનાથી શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ બની જાય છે અને યોગ્ય ફળ આપવા અસમર્થ બને છે.
૮. આસંગ - પર્દ્રવ્ય , પરભાવ પ્રત્યે આસક્તિ થવાથી મુક્તીમાંર્ગની સાધના નબળી પડે અથવા મુક્તીમાંર્ગની સાધનાના અસંખ્ય ઉપાયો પૈકી કોઈ એક ઉપાયમાં આસક્તિ થવી કે જેથી અન્ય ઉપાયો પ્રત્યે ઉપેક્ષા ભાવ આવતા ગુણસ્થાનક નો વિકાસ રૂંધાય છે.
સ્વાધ્યાય ૮.૩.૨૦૧૧ પાનું ૯૨ - પેરા બીજો
ચિત્તના આઠ દોષો - ખેદ,ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ,અન્યમુદ, રૂગ, આસંગ - પરસ્પર સંકળાયેલા છે. એક આવવાથી બધા આવે છે. એક જવાથી ક્રમશઃ સર્વે જાય છે.
યોગ માર્ગમાં આત્માનો વિકાસ કરાવે એવી ધર્મક્રિયામાં જો ખેદ ઉપજે (થાક લાગે) તો ઉદ્વેગ (કંટાળો) આવે . આનાથી ચિત્ત બીજે જાય જ (ક્ષેપ) એટલે ચાલુંક્રીયામાં ચિત્ત સ્થિર ન રહે (એટલે ઉત્થાન) અને ચિત્ત ધર્મક્રિયામાં ન રહેતા તે ચોતરફ ભટકયા જ કરે (ભ્રાંતિ), ચિત્ત નું બહાર ભમવાથી મોહ ઉદયથી પરભાવ દશામાં પ્રીતિ વધે અને તેમાંજ ચિત્ત આનંદ પામે (અન્યમુદ) અને આ પરભાવ આનંદ એ જ યોગમાર્ગમાં પીડારૂપ બને (રૂગ) અને આ રાગ, દ્વેષ, અજ્ઞાનની અનાદિ વાસનાના જોરે પુદગલ્સુખમાં જ આસક્તિ વધતી જાય ( તે આસંગ). આ રીતે દોષો ક્રમશઃ આવે છે અને જો પ્રથમ દોષ-ખેદ-નો પરિહાર કરાય તો તેના બળે ક્રમશઃ બધા દોષો જાય છે.
ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાય હોય તો મિચ્છામી દુક્કડમ .
Tuesday 2-27-12 pg.no 154 - gatha 33 - 2nd para onwards.
આનંદઘનજી અને દેવેન્દ્રસુરી જેવા પૂર્વાચાર્યોએ આ પદો થી એ સમજાવ્યું છે કે કારણ વગર કર્તા કાર્યની સિદ્ધિ કરી શકતો નથી. એમાં કોઈ સવાલ જ નથી. કોઈ પણ કાર્ય ની સિદ્ધિમા પાંચ સમવાય હોવા જરૂરી છે. તેમાં પણ પુરુષાર્થ જ આપણા હાથમાં છે.અનાદિકાળથી પુરુષાર્થ સાથે નિયતી આદિ ચાર કારણો હોવાથી જ કાર્ય થાય છે. નિયતી કર્મબદ્ધ પર્યાય પ્રમાણે જ બધું થશે પુરુષાર્થની જરૂર નથી તે એકાંતવાદ હોવાથી ઉત્સુત્રપ્રરૂપણા કહેવાય. તેવીજ રીતે ઉપાદાન હોય પણ યોગ્ય નિમિત્ત રૂપ કારણ સાથે ન હોવાથી પણ કાર્ય સફળ થતું નથી. બન્ને ઉપાદાન અને નિમિત્ત એકબીજાને આધીન છે. પ્રભુની સમતામય અમૃતવાણીનું અવલંબન એ જગમાં ઉત્તમ નિમિત્ત છે. તેનું અવલંબન લઇ આત્માનું ઉપાદાન જીનેશ્વર પ્રભુની જેમ સિદ્ધ બની શકશે.
આમ નિશ્ચય અને વ્યવહાર નય બન્નેની અપેક્ષા રાખવી અને ઉપાદાન અને નિમિત્ત બંનેની પ્રધાનતા રાખવી. કોઈ પણ એક ની પ્રદ્ધાનતા કરી એકાંતવાદી ન થવું.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ
Monday, April 23, 2012
૨/૨૨/૧૨ પાનું ૧૫૩. છેલ્લા ફકરાથી પાનું ૧૫૪ પહેલો ફકરો
અહીં નિયતી અને પુરુષાર્થની સાપેક્ષતા બતાવવામાં આવે છે.
દાખલા તરીકે: મુંબઈ જવા ઉપાડેલી ગાડી મુંબઈ પહોંચશે જ અને રસ્તામાં ક્રમસર નડિયાદ, વડોદરા,ભરૂચ, સુરત,વલસાડ વગેરે ગામો પસાર કરીને જ મુંબઈ આવશે. આ બધું નિયત (નક્કી) ને ક્રમસર હોવા છતા પણ ડ્રાઈવર ચલાવવા (પુરુષાર્થ) વડે જ ,લાઈન મળવા વડે જ, પાટાની સાનુકુળતા રૂપ નિમિત્ત વડે જ પહોંચાડવાની છે. આ બધા જ કારણો પણ જોઈએ જ .
મરીચી નો આત્મા મહાવીરસ્વામીપણાના પર્યાય ને અવશ્ય પામવાનો હતો જ પરંતું તે પર્યાયના મેળવવા રૂપ પુરુષાર્થ વડે જ . પૂર્વે ત્રીજા ભવમાં માસક્ષમણના પારણે માસક્ષમણ કરવા રૂપ પુરુષાર્થ, ચરમ (છેલ્લા ) ભાવમાં સાડા બાર વર્ષ ખુબ જ ઉપસર્ગ સહન કરવા રૂપ પુરુષાર્થ, ધ્યાન,તપ, ચરિત્ર સેવવા રૂપ પુરુષાર્થ દ્વારા જ મહાવીરપણા ના પર્યાયને પામવાના હતા.
મહાવીર ભગવાન જન્મ સમયેજ કેવળ જ્ઞાનપણા ને પામવાના હતા તે નક્કી જ હતું (અને તેમને ત્રણ જ્ઞાન હોવાથી જાણતા પણ હતા) છતા પણ દીક્ષા લેવાનો અને તપ ધ્યાન ચારિત્ર સેવવાનો પુરુષાર્થ કાર્યો!
માટે નિયતી પણ પુરુષાર્થ વગેરે કારણો ની અપેક્ષા ના કારણે જ નક્કી (નિયત) છે.
પાંચ સમાવાય ના પાંચ કારણો માં આપણે નિયતી ને પણ માનવાની જ છે પરંતું પુરુષાર્થ ને સાથે રાખીને.
એવી જ રીતે ઉપાદાન પણ નિમિત્ત ની હાજરીમાંજ કાર્ય કરે છે. એકલું ઉપાદાન કર્યા સાધક નથી.
એકલો નીક્ષ્ચય ઉપકારક નથી પરંતું વ્યવહાર સાપેક્ષ નીક્ષ્ચય જ ઉપકારક છે. અને નીક્ષ્ચય સાપેક્ષ વ્યવહાર ઉપકારક છે.
સ્યાદવાદી આત્માઓ ને સાપેક્ષ પ્રમાણે વિચારેલા નયો જ (આત્મ કલ્યાણ માટે) ઉપકારી છે.
અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ
દાખલા તરીકે: મુંબઈ જવા ઉપાડેલી ગાડી મુંબઈ પહોંચશે જ અને રસ્તામાં ક્રમસર નડિયાદ, વડોદરા,ભરૂચ, સુરત,વલસાડ વગેરે ગામો પસાર કરીને જ મુંબઈ આવશે. આ બધું નિયત (નક્કી) ને ક્રમસર હોવા છતા પણ ડ્રાઈવર ચલાવવા (પુરુષાર્થ) વડે જ ,લાઈન મળવા વડે જ, પાટાની સાનુકુળતા રૂપ નિમિત્ત વડે જ પહોંચાડવાની છે. આ બધા જ કારણો પણ જોઈએ જ .
મરીચી નો આત્મા મહાવીરસ્વામીપણાના પર્યાય ને અવશ્ય પામવાનો હતો જ પરંતું તે પર્યાયના મેળવવા રૂપ પુરુષાર્થ વડે જ . પૂર્વે ત્રીજા ભવમાં માસક્ષમણના પારણે માસક્ષમણ કરવા રૂપ પુરુષાર્થ, ચરમ (છેલ્લા ) ભાવમાં સાડા બાર વર્ષ ખુબ જ ઉપસર્ગ સહન કરવા રૂપ પુરુષાર્થ, ધ્યાન,તપ, ચરિત્ર સેવવા રૂપ પુરુષાર્થ દ્વારા જ મહાવીરપણા ના પર્યાયને પામવાના હતા.
મહાવીર ભગવાન જન્મ સમયેજ કેવળ જ્ઞાનપણા ને પામવાના હતા તે નક્કી જ હતું (અને તેમને ત્રણ જ્ઞાન હોવાથી જાણતા પણ હતા) છતા પણ દીક્ષા લેવાનો અને તપ ધ્યાન ચારિત્ર સેવવાનો પુરુષાર્થ કાર્યો!
માટે નિયતી પણ પુરુષાર્થ વગેરે કારણો ની અપેક્ષા ના કારણે જ નક્કી (નિયત) છે.
પાંચ સમાવાય ના પાંચ કારણો માં આપણે નિયતી ને પણ માનવાની જ છે પરંતું પુરુષાર્થ ને સાથે રાખીને.
એવી જ રીતે ઉપાદાન પણ નિમિત્ત ની હાજરીમાંજ કાર્ય કરે છે. એકલું ઉપાદાન કર્યા સાધક નથી.
એકલો નીક્ષ્ચય ઉપકારક નથી પરંતું વ્યવહાર સાપેક્ષ નીક્ષ્ચય જ ઉપકારક છે. અને નીક્ષ્ચય સાપેક્ષ વ્યવહાર ઉપકારક છે.
સ્યાદવાદી આત્માઓ ને સાપેક્ષ પ્રમાણે વિચારેલા નયો જ (આત્મ કલ્યાણ માટે) ઉપકારી છે.
અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ
Subscribe to:
Posts (Atom)