Thursday, August 23, 2012

. Gatha 41 page 175 2nd para thru page 176 2nd para


જેમ મિત્રાદ્રષ્ટિમાં યમ નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે તેમ તારાદ્રષ્ટિમાં નિયમ નામનું યોગનું બીજુ અંગ પ્રાપ્ત થાય છે. યમ એટલે યાવજ્જીવ સુધીનું વ્રત જે મુની માટે અહિંસા આદિ મૂળગુણ રૂપ પાંચ મહાવ્રત અને શ્રાવકને દેશથી તથા તેના ચાર ભેદ- ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ થઇ કુલ ૨૦ પ્રકારે છે. જેમ જેમ યોગમાર્ગનો રંગ લાગે છે, અધ્યાત્મદ્રષ્ટિનો વિકાસ થાય છે, યમપાલનનો રાગ વધે છે તેમ તેમ તારાદ્રષ્ટિમાં આ યમ તો વધારે મજબૂત થાયજ છે પણ તેની પૃષ્ટિ, વૃદ્ધિ અને રક્ષા માટે યથાશક્તિ અને યથાયોગ્યાકાળે નાના-મોટા નિયમ લે છે. મનને નિયમન કરે (કંટ્રોલ) તેને નિયમ કહેવાય જે પરિમિત કાળ માટે હોય. જૈનદર્શનમાં સાધુમુની માટે પિંડવિશુદ્ધિ અને શ્રાવકમાટે દિગપરીમાણ આદિ ઉત્તરગુણ રૂપ નિયમ હોય છે. પાતંજલ યોગદર્શનમાં પાંચ નિયમો કહ્યા છે ૧) શૌચ ૨) સંતોષ ૩) તપ ૪) સ્વાધ્યાય ૫) ઈશ્વરપ્રણિધાન અને તેના ઈચ્છાદિ ચાર ભેદ એમ કુળ ૨૦ નિયમ છે.
શૌચ - બે પ્રકારે- દ્રવ્ય અને ભાવ શૌચ.
૧) દ્રવ્ય શૌચ -જેમ કાયા, વસ્ત્ર, ઘર, ને પાત્રને જળ, સાબુ આદિ થી સાફ કરીએ તે દ્રવ્ય શૌચ. તે પરિમિત કાળમાટેજ શુદ્ધ રહે કારણ કે તે ફરીથી મલીન થવાનાજ, એ તેનો સ્વભાવ જ છે. ગમે એટલીવાર કાયાને સાફ કરીએ તોય મળ, મૂત્ર, લોહી આદિ અશુચિના પુદગલો અંદર ભરેલા હોવાથી ક્યારેય મૂળથી સ્વચ્છ થાશે નહિ જેમ કે ઉકરડો કદાપી સાફ થાય નહિ, તે શુદ્ધતા માટે અયોગ્ય છે. એટલેજ જૈન સાધુઓને દ્રવ્યશૌચ ઇષ્ટ નથી. તેમાં અપકાયની હિંસા છે તેથી શરીર શોભામાટે સ્નાન કરતા નથી. વસ્ત્ર ધોવણ પણ અલ્પમાત્રાએ પ્રયોજન પુરતુ જ કરે, તે પણ અચીત્ત જળથી, જેથી પરસેવાથી જીવોની ઉત્પત્તિ ન થાય.
૨) ભાવ શૌચ - એટલે આત્માને શુદ્ધ કરવો તે ભાવ શૌચ - આત્મા પોતાના જ્ઞાનગુણ આદિ સ્વભાવદશા ની શુદ્ધતા છોડીને જ્યારે પરદ્રવ્યો પર મોહિત થઇ પુદગલાનંદી થાય તો તે અશુદ્ધ, અપવિત્ર અને અશૌચ થાય, પુદગલની પ્રાપ્તિ અને ભોગવવામાં પણ હિંસા થાય. તેથી આત્માને પરદ્રવ્યોની પરિણતિથી દુર રાખવો, કરવો, છોડાવવો તે ભાવ શૌચ છે.

જીનઆજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ !

Saturday, August 18, 2012

૭/૧૮/૧૨ બુધવાર. ગાથા ૪૨ તારા દૃષ્ટિના બીજા ગુણો

તારા દ્રષ્ટિમાં બીજા જે ગુણો નો સમૂહ પ્રગટ થાય છે તે હવે જોઈએ.
ગાથાર્થ: આ દ્રષ્ટિમાં
૧) યોગકથાઓ પ્રત્યે અસ્ખલિત ( અચલ, બિનહરકતી) પ્રીતિ થાય છે
આ પ્રીતિ ભાવ પૂર્વકની પરમ પ્રીતિ હોય છે.
૨)શુદ્ધ યોગવાળા યોગીઓ ઉપર બહુમાન (આદર, સન્માન) પ્રગટે છે.
શુદ્ધ યોગવાળા યોગીઓ એટલે એવા ઉચીં કક્ષાના આત્મા કે જેનામાં યોગદશાનો વિકાસ થયો છે એવા નિર્મળ યોગીઓ


જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.

Thursday, August 16, 2012

૬/૨૭/૧૨ બુધવાર ગાથા ૪૧ તારા દૃષ્ટિ

તારા દ્રષ્ટિના મુખ્ય ચાર લક્ષણ છે.
૧) મિત્રા દૃષ્ટિ કરતા થોડો વધારે સ્પષ્ટ બોધ (દર્શન).
આ બોધ છાણા(ગોમય)ના અગ્નિ કણ સમાન હોય છે એટલે કે બહુ જ ઓછી શક્તિ વાળો અને ટૂંકો સમય ટકનાર હોય છે. આ દ્રષ્ટિકાળે જ્ઞાન બહુ જ તેજ વગરનું અને દુર્બળ હોય છે. વિષય કષાયો નું જોર હજી ચાલુ જ હોય છે. પરંતું મુક્તિ પ્રત્યે થોડો અદ્વેષ
આવ્યો છે એટલે તત્વજ્ઞાન ધર્મ ક્રિયા વગેરે કરે છે. પરંતું હજી વિષય કષાયો છોડવાની બુદ્ધિ જાગૃત થઇ નથી અને રાગાદિ એ આદરવા યોગ્ય છે તે બુદ્ધિ નાશ થઇ નથી તેથી ધર્મ ક્રિયા સમયે પણ તારા દ્રષ્ટિનો બોધ બહુ કામ કરાતો નથી. આ બોધના સંસ્કાર હજી ગાઢ થયાનાથી અને એટલે તારા દૃષ્ટિ ન કાળે થતી ધર્મક્રિયા ભાવ ક્રિયા નથી હોતી પરંતું દ્રવ્ય ક્રિયા જ હોય છે. પરંતું બધી જ ક્રિયા વિધિસર કરે છે.
હવે બીજા ત્રણ લક્ષણ જેની વધારે વિગત આ પછીના બ્લોગ માં આવશે.
૨) બોધ પ્રમાણે ના યથા યોગ્ય નિયમ
૩) (આત્માને) હિતકારી કાર્યોમાં અનુદવેગ
૪) તત્વ જાણવાના વિષયવાળી જીજ્ઞાસા

જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.

Wednesday, May 9, 2012


ગાથા  ૨૪,  પાના # ૧૧૫-૧૧૭.               સ્વાધ્યાય  તારીખ  ૧૧.૨.૨૦૧૧.

સંશુદ્ધ કુશલ  ચિત્તાદી  યોગબીજ  આવવાથી  જીવ  ચર્માંવર્ત કાળમાં  પ્રવેશે  છે .  અચર્માંવર્તમાં  જીવને  સંશુધ્ધ યોગબીજ  હોતું  જ  નથી.

ચર્માંવર્ત નો  પ્રારંભનો  બહુ ભાગ ગયે આવનાર  સંશુધ્ધ  કુશલ ચિત્ત  - પરમાત્મા  પ્રત્યે  અત્યંત  ઉપાદેય  બુદ્ધિ વાળું  એટલે  સર્વજ્ઞ વીતરાગ  પરમાત્મા  જ  આ સંસારમાં  આદરવા, ભક્તિ, ઉપાસના  કરવા  યોગ્ય  છે  એવો  દ્રઢ  રાગ  થાય   છે.  સંસારના  બધા  પદાર્થો   ગૌણ  થય જાય છે  અને  પરમાત્મા પ્રત્યે  તીવ્ર  લગની  લાગે  છે.

ગાથા  ૨૫, પાના # ૧૨૦-૧૨૨./ ૧૨૨-૧૨૩.             સ્વાધ્યાય  તારીખ   ૧૧.૧૫.૨૦૧૧ / ૧૧.૧૬.૨૦૧૧.

દશ સંજ્ઞા  - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન,  માયા, લોભ, ઓઘ, લોક  - અટકાયત  કરવા  પૂર્વકનું  કુશલ ચિત્ત  સંશુધ્ધ  કહેવાઈ  છે  .  આ  અટકાયત  સંશુધ્ધ  ચિત્ત નું  બીજું  લક્ષન  છે.  સંજ્ઞાઓ  મોહનીય  કર્મના  વિપાકોદયના  કારણે  છે. મોહનીયનો  ક્ષયોપ્શમ  કરવાથી  સંજ્ઞાઓનો  ઉદય  મંદ  હોય  છે. અહી સંપૂર્ણ  પરીશુધ્ધી ના  અભાવે  જીવ  પુણ્ય કર્મ બાંધે છે.

સંસારના  સુખો ના  ફળની  અપેક્ષા  વિનાનું  કુશલ ચિત્ત  એ  ત્રીજું  સંશુધ્ધ  યોગબીજ  છે. 

ધર્મ કાર્ય  સંસારિક  સુખોની  ઈચ્છાથી  કરાય  તે  નિયાણું  કહેવાય .  અને  ભગવાને  નિયાણું  કરવાનો  નિષેધ  કર્યો  છે.

સંશુધ્ધ ના  બીજા  લક્ષન માં  પરિગ્રહ, લોભ નો  વિષ્કંભ  કહ્યો  તે વર્તમાન ભવની અંદર ભાવિના  સંસારિક  સુખના  ફળને  આશ્રયી  છે  જયારે  ત્રીજા  લક્ષનમાં  વર્તમાન ભવથી  અન્યભવ સંબંધી  સુખના  ફળને  આશ્રયી  છે.

દરેક  ધર્મ કાર્ય ( dharmanusthan)   સુંદર  છે  પરંતુ  તેમાં  સંસારસુખની  ઈચ્છા  ભરી  હોય  તો તે  મુક્તિમાં  અડચણ  ઉભી  કરે છે  ત્યારે તે  તેનાથી  બંધાયેલ  પુણ્ય  દ્વારા  થતા  સંસારિક -સુખો  તીવ્ર  આસક્તિ  ઉત્પન્ન કરનાર થાય  છે  અને વીતરાગ ભાવ ને રોકનાર  બને  છે. વળી  ધર્મ કાર્ય   સંસાર સુખના  માટે  નહિ  પણ  ધર્મ કાર્ય ની  આસક્તિ થી  સેવાય  તો તે  આસક્તિ  આત્મ ને   ત્યાને  ત્યાજ   બાંધી  રાખે  છે  અને  આત્માના  આગળ  જવાના વિકાસને  રોકે  છે. જેમકે  શ્રી ગૌતમસ્વામીને  પ્રભુ  પ્રત્યેનો  રાગ  તેમને વીતરાગતા  મેળવવામાં  બાધક  બન્યો. માટે ધર્મ ક્રિયાનો  રાગ  શરૂઆતના  ગુણસ્થાનક માં  સહાયક  છે  પરંતુ  આઠમાં  આદિ  ઉપરના  ગુનસ્થાનકમાં  જવા  માટે  આ  પ્રશસ્ત  રાગ  પણ  બાધક  છે. એટલે  ધર્મ કાર્ય  કોઇપણ  પ્રતિબંધ વિનાનું   હોય તો જ  તે મુક્તિ પ્રાપક   બને  છે.

સાચું યોગ બીજ  - અત્યંત ઉપાદેય બુદ્ધિ વાળું  મોહ્જન્ય  દશવિધ  સંજ્ઞા ના  વિશ્કામ્ભાન વાળું  , ઉભય ભવના  સંસારસુખના  ફળની  ઈચ્છા રહિત  તથા  તે તે ધર્મ કાર્યની  પોતાની  પણ  આસક્તિ  વિનાનું  કુશલચિત  તે સાચું યોગબીજ  અને  તેમાં અન્કુરા પુરુષાર્થ થી  ફૂટી  શકે  છે  અને  મુક્તિ ફળ  અપાવી  શકે  છે.


અજ્ઞાન  કે  પ્રમાદથી   ભગવાન ની  આજ્ઞા  વિરુદ્ધ  લખાયી  ગયું  હોય  તો  મિચ્છામી  દુક્કડમ .
  





ગાથા ૨૪,  પાના # ૧૧૪,૧૧૫
.                     સ્વાધ્યાય  નોવ. ૧, ૨૦૧૧.

ચરમાંવર્તમાં યોગબીજ ની  પ્રાપ્તિ. 

સંસારમાં  ઔદારિક, વૈક્રિય, અહારક, તૈજસ, ભાષા, શ્વાસો શ્વાસ , મન  અને  કર્માણ - આઠ  જાતની ગ્રાહ્ય  અને  અગ્રાહ્ય  અનંતી  અનંતી  પુદગલ પરમાનુંઓના સ્કાન્ધોની  વર્ગનાઓ ભરેલી છે. જીવ  પ્રત્યેક  ભવમાં  સંસારી  જીવન જીવવા  માટે  ઉપરોક્ત  વર્ગનાઓના  પુદગલો  જરૂરીયાત  મુજબ  ગ્રહણ  કરે  છે  અને  જરૂરીયાત  પૂરી  થતા  ત્યાગ (મોચન)  કરે છે.એક  જીવ  જયારે સમસ્ત ચૌદ રાજલોક  પ્રમાણ  લોકાકાશ માં  રહેલી  આઠે  વર્ગનમય સંપૂર્ણ  પુદાગલાસ્તીકાય  દ્રવ્યને  જુદા-જુદા પ્રયોજનથી  ગ્રહણ-મોચન  કરતા જેટલો  કાળ જાય  તેટલા કાળનું   નામ  બાદરદ્રવ્ય  પુદગલ પરાવર્તન  કહેવાય  છે.  જે  અનંત  ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ  છે.

આ જ  સમસ્ત  પુદગલાસ્તીકાય નું   ગ્રહણ  અને મોચન   આહારક  વિના  સાતમાંથી  કોઇપણ  એકરૂપે  થાય  અને  તેમાં જેટલો  કાળ  લાગે  તે  સુક્ષ્મદ્રવ્ય પુદગલ  પરાવર્ત  કહેવાય   છે. સુક્ષ્મ પુદગલ  પરાવર્તન  કરતી વખતે  જે   વિવક્ષિત  એકરૂપે  પુદગલ ગ્રહણ  કરવાની વિવક્ષા  કરી  હોય, તેમાં  તે એક સિવાય  શેષ  રૂપે  પુદગલોનું  ગ્રહણ થવા છતાં  તેની  ગણના  કરાતી  નથી.  તે પુદગલોને  ફરીથી  વિવક્ષિત  એકરૂપે જ ગ્રહણ કરવા પડે છે . તેથી  બાદર  કરતા  સુક્ષ્મ માં  અનંતગુન કાળ  લાગે  છે. આ જ  પ્રમાણે  બાદર  અને  સુક્ષમ ક્ષેત્ર, કાળ, ભાવ  પુદગલપરાવર્તન છે  ( કુલ  આઠ  પ્રકારના  પુદગલ  પરાવર્ત ) . ચરમાંવર્ત માં  સુક્ષ્મ ક્ષેત્ર  પુદગલ પરાવર્ત  લેવાનું  છે. ચૌદ રાજલોક  વ્યાપી  સમસ્ત  લોકાકાશ ના  સર્વ  પ્રદેશોને  ક્રમશઃ મરણ વડે  સ્પર્શ કરતા  જેટલો કાળ  થાય  તેટલા  કાળનું  નામ  સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ  પરાવર્ત  કહેવાય  છે.

જીવની  સંસારમાંથી  નીકળી  મુક્તિએ  જવાની  યોગ્યતા  પાકે  (તથાભવ્યત્વ ) ત્યારે  થતું  જે છેલ્લું  પુદગલ પરાવર્ત  તે  ચરમ પુદગલ પરાવર્ત  કહેવાય   છે.  અહી  મિથ્યાત્વની તીવ્રતા  ઓછી  થઇ  છે  અને પરમાર્થ પદની  પ્રાપ્તિ નું  પહેલું  સોપાન  છે. 


અજ્ઞાન થી   કે  પ્રમાદ થી  ભગવાન ની  આજ્ઞા  વિરુદ્ધ  લખાયી  ગયું  હોય  તો  મિચ્છામી  દુક્કડમ .

Thursday, May 3, 2012

9/14/11 whole gatha20 page #.102,103,104

સ્થિરાદિ પાછળની ચાર દ્રષ્ટિ અપ્રતિપાતી અને નિરપાય છે તો એક પ્રશ્ન એવો થાય છે કે આવા જીવ મુક્તિ પામતા સુધીમાં દેવ, મનુષ્યના અનેક ભવ કરી અપાય સંસારસુખના રાગથી ચારિત્રભાવમાં અવિરત થવાથી ચારિત્રનો વિઘાત, નાશ (પ્રતિપાત)થાય છે તો કેમ એ ચાર દ્રષ્ટિને અપ્રતિપાતિ અને નિરપાય કેહવાય?
જવાબમા એક દાખલો આપે છે કે એક પુરુષ પોતાના ગામથી ઘણુ દૂર કાન્યકુબ્જ નગર તરફ પ્રયાણ કરે છે. વચ્ચે ૪-૫ સ્થળે રાત્રે વિશ્રામ માટે સ્થિર વસવાટ કરે,શયનક્રિયા કરે, અલ્પ નિદ્રા લે, સવારે ઉઠી શારીરિક પરિશ્રમ દૂર થવાથી વેગપૂર્વક પ્રસન્નાથી નવું પ્રયાણ ફરી શરુ કરી કાન્યકુબ્જ અવશ્ય પહોચે. આ વિશ્રામો પ્રયાણમા ભંગ કરતા નથી પણ ગતિના વેગ વધારે છે.
તેમજ સ્થિરાદિદ્રષ્ટિઓ આવ્યા બાદ સમ્યગ્દર્શન વાળુ ચારિત્રગુણ પામેલા આત્માર્થી મહાયોગીનું દિન-પ્રતિદિન મુક્તિ તરફનું પ્રયાણ ચાલુજ છે, માત્ર પુર્વબદ્ધ કર્મોનો ઉદય ભોગવવાનો બાકી રહ્યો હોય તે ભોગવીને ખલાસ કરવા માટેજ વચ્ચે દેવ -મનુષ્યના ભવો અધિક સંસારી,દૈવિક સુખ હોવા છતા અલિપ્ત રાખે તેવા કરે. જેથી થાક ઉતારવાની જેમ ઔદાયિક ભોગકાલ પૂર્ણ થતાજ પુન: ચારિત્રમાર્ગ સ્વીકારી વેગપૂર્વક મુક્તિનગર તરફનું પ્રયાણ અભગ્ન, અવિરતપણે, અખંડિત ચાલુજ રહે છે, ભાંગતું નથી. અભંજક છે.(યશોવિજયજી મ। યોગ્દ્રષ્ટિની સજ્જાયમાં સમજાવે છે.)
અંતે પૂર્ણપણે વિકાસ પામેલા આત્માવસ્થાના અનુભવરૂપ મુક્તિનગર પહોચે છે. એટલે દેવભવની પ્રાપ્તિથી થયેલો ચારિત્ર નો વિઘાત એ મુક્તિપ્રયાણનો ભંગ ન થવાના કારણે રસ્તો કાપતા રાત્રી આવે ત્યાં વિશ્રામ લેવા તુલ્ય (નિદ્રાતુલ્ય) છે. તેથી આ ચાર દ્રષ્ટિ અપ્રતિપાતિ અને નીરપાય પણ કહેવાય છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ.

Wednesday, May 2, 2012

3/14/12 Wed ગાથા ૩૫ પાના નં ૧૫૯ છેલ્લો ફકરો - નં ૧૬૦ અંત સુધી

આનંદઘનજી મહારાજ વિમલનાથના સ્તવનમાં કહે છે કે સદગુરુ દિવ્યજ્ઞાન રૂપી આંજણ આપણી આંખમાં આંજીને આપણી આત્મા તરફ જોવાની દ્રષ્ટિ ખોલે છે જેથી આપણાજ આત્મામા રહેલા અનંતજ્ઞાન, અનંત સુખ આદિ પરમનિધાન દેખાય અને સંસારસુખ તરફ દ્દ્રષ્ટિ ઓછી થાય.
જગધણી પરમાત્માનો મહિમા આપણા હૃદયના નયનમા ઉતારી દઇ તેમને પ્રીતિ ભક્તિની દ્રષ્ટિ થી જોતા કરીને આપણા આત્માર્થ નો ઉત્સાહ વધારે. આવા સદગુરૂનો મહિમા પણ ભગવાનની જેમ ઘણો મોટો મેરુ પર્વત સમાન છે જે આપણને તત્વનો સાચો અર્થ સમજાવી એની પણ પ્રીતિ કરાવીને જિનવાણીનું પાણી પીવડાવી બધા ભ્રમો ભાંગી કાઢે.
પરંતુ આવા સદગુરુનો યોગ અને એમની સદગુરુ તરીકેની ઓળખાણ ક્યારે થાય?
જ્યારે મોહનીય ઘાતીકર્મનો ક્ષયોપશમ થાય, આત્માની મલીનતા મંદ પડે, ભાવમલ અલ્પ થાય ત્યારે ભાવપુણ્યના નિમિત્તે આવા સદગુરુનો સમાગમ થાય.
જેમ રત્ન ઉપરનો મેલ(પર-દ્રવ્ય ) દૂર કરવાથી સ્વયં એનો ચળકાટ આપોઆપ ઝળહળી ઉઠે છે(કોઈ બીજા પ્રયત્ન વગર) તેમ જ આત્મા ઉપરનો અનાદીકાળનો અજ્ઞાનજન્ય ને મોહજન્ય(રાગાદિ કશાય ) મેલ જે પરાયો છે તે દૂર થતાજ આત્માની પરમાર્થ સાધવાની યોગ્યતા રૂપ કાંતિ (સ્વ-દ્રવ્ય) આપોઆપ ઝળહળી ઉઠે. દ્રષ્ટિનો પ્રકાશ વધારે ને વધારે ખીલી ઉઠે. આત્મા નિર્મળ બને અને પરમાર્થ સાધવાની યોગ્યતા, પાત્રતા પ્રગટે અને લોહચુંબક થી લોઢુ ખેચાય તેમ ભાવપુણ્ય વધવાથી ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેચાતા આવે ત્યાર સદગુરૂનો શુભ યોગ થાય. તેમને સતત વારંવાર સત્પ્રણામાદિ કરવાથી તેઓની નિકટ થવાથી ઓળખાણ થાય છે. પછી બહુમાન,પૂજ્યભાવ વધતા સદગુરુપણ।ની બુદ્ધિ થતા અવંચકત્રયની પ્રાપ્તિ થાય છે જેના કારણે શુભ નિમિત્તોનો સંયોગ થાય છે. એમ પરસ્પર કારણ - કાર્યભાવ જાણવો.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયુ હોય તો વિભાના મિચ્છામીદુક્કડમ.

Tuesday, May 1, 2012

૪/૧૭/૧૨ મંગળવાર-ગાથા ૪૦- પાના નં- ૧૬૯ ૩જા ફકરા - પાના નં ૧૭૦



મિત્રાદ્રષ્ટિના ગુણો ઉપર અતિશય વિચાર કરીને આત્મનિરીક્ષણ કરવુ બહુ જરૂરી છે કે આપણ।મા આવા ગુણો પ્રગટ્યા છે કે નહી, ના હોય તો તે પ્રગટાવવા છે કે નહી. ગુણસ્થાનક તો ગુણો થી આવે છે, માત્ર બાહ્યવ્યવહાર ની ક્રિયાથી સમ્યગદ્રષ્ટિ, દેશવિરતીધર સંયમી શ્રાવક - શ્રાવિકા પોતાને માની લઈને સંતોષ પામે તે અહંકાર અને અજ્ઞાન ની ભ્રાંતિમા રહે છે। બાહ્યક્રિયારૂપી વ્યવહાર તે ગુણપ્રાપ્તિમા નિમિત્ત જરૂર છે પણ તેને નિશ્ચયની સિદ્ધિમાં જોડે (યુંજે) તો જ તે નિમિત્ત ખરેખર નિમિત્ત બને અને કાર્ય પૂરું કરે.
જેમ કુહાડો છેદનનું નિમિત્ત હોવા છતા જો જીવ કુહાડાને છેદનમા જોડે (યુંજે,વાપરે) તોજ છેદનનું કાર્ય થાય અને કુહાડો ખરેખર નિમિત્ત બને.

વ્યવહાર એ નિશ્ચયની પ્રાપ્તિનું કારણ છે અને નિશ્ચય એ વ્યવહારની શુદ્ધિ નું કારણ છે। બન્ને પરસ્પર સાપેક્ષ છે। એક વિના બીજો નિરર્થક છે, જેમ "નફો અને વકરો." આનંદઘનજી મ. સ્તવનમાં કહે છે કે (ક્રિયા) વ્યવહાર જો ભગવાનના વચન,ગુણો (નિશ્ચય) સાપેક્ષ હોય તેજ સાચો, નિરપેક્ષ હોય તે ખોટો સંસારફળ આપનાર હોય એટલે બન્ને નય (નિશ્ચય અને વ્યવહાર)સાંભળી ને સાચો આદરવાનો ઉત્સાહ વધારવો.
આવા મિત્રાદ્રષ્ટિના ગુણો આવે તોજ પ્રથમ ગુણસ્થાનક ગણાય અને આત્મવિકાસ કરીને ઉપર ચઢાય.

જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો વિભા ના મિચ્છામી દુક્કડમ.

SWADHYAY - GATHA 36, 37 - PAGE 162 to 164


ગાથા ૩૬,  પાનું  ૧૬૨                    ૩.૨૬.૨૦૧૨


આંખમાં  દોષને  હિસાબે  - મંદ્લોચનવાળો  - બરાબર  જોય  ન  શકતો જીવ  તેની  સામેના પદાર્થને  તે  પદાર્થ જેમ છે તેમ જોય શકતો નથી તેમ જે જીવનો  ભાવમલ ઓછો ન થયો હોય તે સત્પુરુષને સાચા સ્વરૂપે ઓળખી શકતો નથી અને તેથી સત્પુરુષ તરીકે પરિચય કરી શકતો નથી અને તેમના પ્રત્યે પ્રીતિ-વિશ્વાસ આવતા નથી . અને  એટલે ધર્મ ને  સમજી શકતો નથી અને આચરણમાં મૂકી શકતો નથી.




ગાથા ૩૭,  પાના # ૧૬૨,૧૬૩,૧૬૪.            ૩.૨૭.૨૦૧૨ 


કોઈ પણ વસ્તુને સમજવા માટે બે જાતની યુક્તિ લઈ  શકાય .
  1. અન્વય - હકારાત્મક ભાવે સમજાવવું 
  2. વ્યતિરેક - નકારાત્મક ભાવે  સમજાવવું 
શરીરના રોગને વૈદ્યની હિતકારી  ઔષધથી સારું થયા પછી પુરુષ સંસારના કામો સરળતાથી કરે છે  તેમ જેનો ભાવમલ ઘણો ઓછો થયી ગયો છે એવો મીત્રાદ્રષ્ટિ  માં આવેલ જીવ પણ વૃતિ માત્રથી જ અત્માંહીતમાં પ્રવૃત્તિ કરે છે કારણકે આ જીવનો ભાવમલ ઓછો થયેલ છે ( ragadi  ભાવ ઓછા થયેલ છે )  આ પ્રવૃત્તિ પાંચ પ્રકારે છે .

  1. ધૃતિ - ધીરજ, કામમાં ધીરજાતા.
  2. શ્રદ્ધા -  ધર્મ કાર્ય અવશ્ય મુક્તિ ફળ આપવાનું  છે તે શ્રદ્ધા 
  3. સુખા - ધર્મ કાર્યમાં ધીરજ અને શ્રદ્ધા પૂર્વક પ્રવૃત્તિ હોવાથી જીવને પ્રવૃતિમાં આનંદ છે તે સુખા.
  4. વિવિદિષા - જીવની પ્રવૃત્તિ ધૃતિ, શ્રદ્ધા અને સુખારૂપ હોવાથી તે ધર્મતત્વને ઊંડું જાણવાની ઈચ્છા રાખે છે તે વિવિદિષા .
  5. વિજ્ઞપ્તિ - ધૃતિ,શ્રદ્ધા, સુખા અને વિવિદિષા રૂપ પ્રવૃતિથી જીવ ધર્મ તત્વનું  જ્ઞાન આપે તેવા સદગુરુની શોધ કરે છે અને સદગુરૂ મળતા શાસ્ત્ર સંબંધી વિજ્ઞપ્તિ (જ્ઞાન) પ્રાપ્ત કરે છે. 
આ પાંચ પ્રકારની પ્રવૃતિથી જીવ ધર્મતત્વને પામે છે એટલે અત્મહીતમાં  પ્રવૃત્તિ કરે છે.



અજ્ઞાનથી અને પ્રમાદથી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો મિચ્છામી દુક્કડમ .

SWADHYAY - GATHA 23 -PAGES 109, 110- OCT.12,2011


ગાથા ૨૩, પાના # ૧૦૯, ૧૧૦.               ૧૦.૧૨.૨૦૧૧.

યોગબીજ- 
  1. જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભ ભાવ 
  2. સ્તુતિ બોલવા દ્વારા તેઓને કરાતું શીર્ષ નમન 
  3. પાંચે અંગો નમાવવા પૂર્વક કરતા પ્રણામ.
પરમાત્મા પ્રત્યે અનાદિથી દ્વેષ, અરુચિ - નાખુશી ભાવ હતો તે ટાળીને તેમના પ્રત્યે પૂજ્યભાવ પેદા થવો, હૃદયમાં બહુમાન થવું. ભક્તિ ભાવ પ્રાપ્ત થવો એ  કુશલચિત છે  તે પ્રથમ યોગબીજ.

મિત્રા દ્રષ્ટિમાં  આવેલો  આત્મા યોગના  બીજને  ગ્રહણ  કરે  છે. આનાથી  આત્મા બાધક્ભાવોને  ત્યજીને સાધક્ભાવ  ધારણ કરે છે .ભવાભીનન્દીમાંથી  અત્માંર્થ ના  આનંદને  માને  છે . વિષય સુખો તરફ  ઉદાસીનતા  આવતી જાય  છે.  સદગુરુના  સંયોગથી  જ્ઞાનપાન કરતા જીવ સંસાર સાગર તરી જાય  છે.



અજ્ઞાનતા થી  કે  પ્રમાદથી  ભગવાનની  આજ્ઞા  વિરુદ્ધ  લખાયી  ગયું  હોય તો મિચ્છામી દુક્કડમ .

Monday, April 30, 2012

02/21/2012 (Tuesday)


Blog 02/21/2012

શુભયોગ, શુભક્રિયા અને શુભફ્લ
-     શુભયોગ
·        માનવભવ, જૈનશાસનની પ્રાપ્તિ, સદગુરૂનો યોગ, તેમની વાણીરૂપી અમ્રુતનું પાન, ધર્મક્રિયામાં ઓતપ્રોત, સતત જ્ઞાનક્રિયાનું સેવન આ બાહ્ય શુભ નિમિત્તો છે.
·        મન, વચન અને કાયાના યોગો શુભ થવા અને સદગુરૂનો મિલાપ થવા તે શુભ યોગ.
-     શુભક્રિયા
·        શાસ્ત્રજ્ઞાન અનુસાર ધર્મ કાર્યોમાં પ્રવ્રુતિ કરવી તે શુભક્રિયા.
-     શુભફ્લ
·        શુભયોગ અને શુભક્રિયાથી કર્મોની નિર્જરા થવી તે શુભફ્લ.
·        શુભયોગ, શુભક્રિયા અને શુભફ્લ આ ત્રણ અભ્યંતર શુભ નિમિત્તો છે.
·        આ શુભ નિમિત્તો આત્માની ક્લયાણકારી શુદ્ધિનું પ્રધાન કારણ બને છે.
·        મોહનીય કર્મના ક્ષયોપક્ષમના કારણે આ ત્રણ શુભ નિમિત્તો અવંચક બને છે. અવંચકતાના ઉદયથી મળતા આ નિમિત્તો શુભ/પ્રશસ્ત કહેવાય છે.
·        આ નિમિત્તો મળવાથી મુક્તિનો માર્ગ સરળ બને છે.

-     ઉપાદાન અને નિમિત્ત

મુક્તિની સિદ્ધિ માટે ઉપાદાન અને નિમિત્ત બંન્ને જરુરી છે. રત્નત્રયીની પ્રાપ્તિ માટે ઉપાદાન અને બાહ્ય તેમજ અભ્યંતર નિમિત્ત કારણો પણ અવશ્ય જોઇએ જ. ઉપાદાનમાં કાર્ય કરવાની અને નિમિત્તમાં કાર્ય પ્રગટ કરવાની શક્તિ છે. ઉપાદાન, નિમિત્ત અને તે બંન્નેનું યથાયોગ્ય યુંજન એ ત્રણોની વિદ્યમાનતા એ જ કાર્ય સાધક છે.





03/12/2012 (Monday) gatha 34


ગાથા ૩૪,                                                                         તારીખ ૦૩/૧૨/૨૦૧૨

યોગાવંચક, ક્રિયાવંચક, ફ઼્લાવંચક (ત્રિપુટી)
-     યોગાવંચક, ક્રિયાવંચક, ફ઼્લાવંચક એમ ત્રણ અવંચક ભાવો છે.
-     “અવંચક” એટલે કે જે પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે કે ન આત્માનું અહિત કરે.
-     સદગુરૂનો યોગ, વંદનાદિ ક્રિયા અને તજ્જ્ન્ય ફ઼્લ આ ત્રણ ભાવની ત્રિપુટીરૂપ “અવંચક” ભાવનો ઉદય થવાથી શુભ નિમિત્તો નો સંયોગ થાય છે જે અવશ્ય મુક્તિની પ્રાપ્તિનું કારણ બને છે.

SWADHYAY - GATHA 22 ON 10.4.2011 - PAGE #s 108, 109.


મિત્રા દ્રષ્ટિ માં  આવેલ આત્મા યોગબીજ (જિનેશ્વર પ્રત્યે શુભ ભાવવાળું ચિત્ત, જીનેશ્વરને  નમસ્કાર કરવો , અતિશય શુદ્ધ પ્રનામાંદી ) ગ્રહણ કરે છે  જેનાથી આત્મા બાધક ભાવોને ત્યજીને સાધક ભાવ ધારણ કરે છે. પુદગલસુખ માં  આનંદ ને બદલે પરમાર્થ તત્વમાં આનંદ આવે છે . જો કે દ્રષ્ટિ બહુ ખીલી નથી , પણ કઈક ખુલી હોવાથી પરમાર્થ તત્વ માં  આનંદ આવે છે.
વિષય સુખો પ્રત્યે ઉદાસીનતા વધે છે . સમયગશાસ્ત્ર, સમ્યાગ શ્રદ્ધા   અને સદગુરુના જ  સયોગોની  રઢ  લાવે છે. અને જીવ કાલાંતરે સંસાર સાગર તરી જાય છે.  


ભાષાની ભૂલો સુધારી ને વાંચશો.

અજ્ઞાન  અથવા /અને  પ્રમાદથી  ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાય  ગયું હોય તો મિચ્છામી  દુક્કડમ .


ગાથા ૧૯, પાના # ૯૯ થી ૧૦૨         ૮.૨૪.૨૦૧૧ 


પ્રથમ ચાર દ્રષ્ટિ - મિત્રા, તારા,બલા,  દીપ્રા- પ્રતીપાતી  છે ( પડવાના  સ્વભાવ વારી  પણ પડે જ  એવો   નિયમ નથી ) અને  પાછળની ચાર - સ્થીરા, કાન્તા, પ્રભા, પરા - પ્રતિપાત  યુક્ત નથી .
પ્રતિપાતને કારણે પ્રથમની  ચાર  અપાયવારી છે અને પાછળની ચાર અપાયવાળી નથી પણ સમ્યક્ત્વ, દેશવીરતી આદિ ગુનસ્થાનાકેથી  ઉપશાન્ત્મોહ  ગુણસ્થાનક (૧૧મુ ) સુધી ચડેલા આત્માઓ  ત્યાંથી પડીને પહેલે  ગુણસ્થાનક  પણ આવી  જાય  છે . એટલે  સ્થીરાદી દ્રષ્ટિઓ પણ  પ્રતિપાત વાળી ભાસે  છે  પરંતુ  પહેલે  ગુનસ્થાનકે જવા છતાં  જીવ  અંતઃ કોડાકોડી  સાગરોપમથીઅધિક  સ્થિતિ બંધ કરતો  નથી તથા વધુમાં  વધુ  દેશોન  અર્ધપુદ્ગલ  પરાવર્તમાં  અવશ્ય  પુનઃ  ઉપર  આવી  જ જાય  છે. માટે  તે  પ્રતિપાત  પ્રતિપાત  કહેવાતો  નથી. જયારે પ્રથમની ચાર દ્રષ્ટિમાં જીવ  હજુ મિથ્યાત્વી જ  હોવાથી  પુનઃ ગાઢ  મિથ્યાત્વી  પણ  એવો  થયી  જાય  છે  કે જીવ  પુનઃ ક્યારે પાછો  મંદ મિથ્યાત્વી  થાય  તે  કહેવાય  નહિ.  પહેલી  ચાર  દ્રષ્ટિમાં  પડેલા જીવના સંસારની  પરીમીતાતનું  પ્રણામ  નક્કી  ન  હોવાથી  આ  દ્ર્શ્તિઓ  પ્રતિપાત વારી  છે


મિત્રા, તારા , બલા, દીપ્રા દ્રશ્તિઓમાં મોહનીયકર્મના  વિપકોદયના  સામર્થ્ય થી  થનારા  પ્રતિપાત કાલે  જીવમાં આવનારી દુર્ગતિ-હેતુ તા હજુ  સર્વથા નષ્ટ થયી નથી તેથી આ ચાર જ દ્રશ્તીઓ  આવા ભય વારી છે. જયારે સ્થીરા, કાન્તા, પ્રભા,પરા દ્રશ્તિઓમાં પ્રતિપાત કાલે દુર્ગતિ-હેતુતા જીવમાં આવે એવો ભય નથી કારણકે મોહનીય કર્મ નો  વિપાકોદય એટલો તીવ્ર થતો નથી 

દુર્ગતિ-હેતુતા સમજાવતો  દાખલો  - શ્રેણિક મહરાજ  આદિ જેઓ ક્ષાયિક સમ્યક્ત્વ  પામેલા છે (સ્થીરાદી દ્રષ્ટિ માં છે ) પણ પૂર્વ બદ્ધ કર્મ ના કારણે નરકમાં ગયેલ છે પણ તેમને  નરકનો ભવ દીર્ઘ સંસાર હેતુ બનશે નહિ . આવો  જીવ જો સ્થીરાદી  ચાર  દ્રષ્ટિ માં  આવ્યા પછી દુર્ગતિમાં જાય  એવું  કર્મ બંધાતો  નથી  પણ  જો  જીવ  આવી  દ્રષ્ટિમાં  આવ્યા પહેલા દુર્ગતિનું કર્મ બાંધી લે તો તે જીવ સ્થીરાદી ચાર દ્રષ્ટિમાં આવ્યા છતાં દુર્ગતિમાં  જાય છે  પણ ત્યાં  એ  જીવની  સદદ્રષ્ટિ હણાતી નથી  અને સમાંતાવત  આત્મા  પોતાના આત્મ ભાવમાં મગ્ન પણે વર્તે છે અને દુર્ગતિ તેમને દીર્ઘ સંસાર  હેતુ બનતો નથી.


વ્યાકરણ  અને  જોડણીની  ભૂલો  સુધારીને  વાંચશો.  

અજ્ઞાનતા  કે  પ્રમાદને  કારણે  ભગવાન ની  આજ્ઞા  વિરુદ્ધ લખાયી  ગયું  તો  મિચ્છા મી  દુક્કડમ .






























Sunday, April 29, 2012

૪-૧૬-૨૦૧૨ સોમવાર ગાથા ૪૦ પાનું ૧૬૮ થી પાનું ૧૬૯ બીજો ફકરો

કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ના નામ બે પ્રકારે હોય છે. (૧) ગુણ પ્રમાણે (૨) ઉપચારથી એટલે કે માત્ર બહાર ના વિવેકથી.
જેમકે દેવોના ઇન્દ્ર નું નામ દેવેન્દ્ર હોય તો તે બંધ બેસતા અર્થવાળું યથાર્થ ગુણ પ્રમાણે નામ છે. પરંતું કોઈ પૃથ્વી લોક ના બાળક નું નામ દેવેન્દ્ર રાખવામાં આવે તો તે નામ ઉપચારથી જ છે ને ગુણ પ્રમાણે નથી.
આવી જ રીતે અનાદિકાળથી જીવનું જે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાતું હતું તે ઉપચાર થી જ હતું અને ગુણ પ્રમાણે ન હતું કારણ કે ગુણસ્થાનક કહેવાય તેવા કોઈ ગુણો (આત્મ કલ્યાણ ના) પ્રગટ થયા ન હતા.
હવે આ જ જીવ જયારે ચરમાંવર્ત ને ચરમયથાપ્રવૃત્ત કરણમાં આવે છે ત્યારે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક એવા નામમાં જે ગુણસ્થાનક એવા શબ્દ નો ઉપયોગ કરાયો છે તે યથાર્થ અને ગુણ પ્રમાણે છે. આ જીવમાં ભવઉદ્વેગ, યોગ,ક્રિયા,ફલની અવંચક ત્રિપુટી વગેરે ગુણો પ્રગટ થયા છે.
જીવ જયારે ઓઘ દ્રષ્ટિમાંથી મિત્રાં નામની યોગ દ્રષ્ટિમાં આવે છે ત્યારે જ ખરેખર ગુણસ્થાનક કહેવાય છે અને આનેજ આગમમાં પ્રથમ મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે. કારણકે આ અવસ્થામાં જ ગુણો પ્રગટ થવાની સંભાવના છે અને ગુણસ્થાનક શબ્દ ની યથાર્થતા સંભવે છે.
આ અવસ્થામાં હજી મિથ્યાત્વ ગયું નથી અને સમ્યક્ત્વ પ્રગટ્યું નથી પરંતું ભાવમલ નો બહુ ક્ષય થયો છે અને સન્માર્ગે જવાની યોગ્યતા પ્રાપ્ત થવાની શરૂઆત થઇ છે. મુક્તીમાંર્ગનું પહેલું પગથીયું છે. મોટા મહેલ રચવાના પાયારૂપ છે.
મિત્ર દ્રષ્ટિમાં યોગનાં ગુણો આવવાથી ચિત્ત રૂપી જમીન વાવણી યોગ્ય બને છે. વૈરાગ્યરૂપી પાણી પાવાથી જરા પોચી બને છે અને તેમાં મિત્રાં દ્રષ્ટિ નામના યોગબીજની વાવણી ની શરૂઆત થાય છે. ઉત્તમ નીમીત્તોના સંયોગ રૂપી ખાતર-પાણી મળે છે. તેનાથી પરમાત્માની અને સદગુરૂ પ્રત્યે ભક્તિ પ્રગટે છે. આત્મકલ્યાણ નાં ગુણોનો વિકાસ થાય છે અને સમ્યકત્વ વગેરે ફળ મળેજ છે.
અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ






Thursday, April 26, 2012

swadhyay 8.23.2011 page #s 96 to 99

સ્વાધ્યાય   ૮.૨૩.૨૦૧૧     પાનું # ૯૬ થી  ૯૯ 

અસત્પ્રવૃતી  અટકે તો સત્પ્રવૃતીરૂપ યોગ આપોઆપ આવે છે  આને  વેઘસંવેદ્પદ  ( સમ્યક્ત્વ ) ( જાણવા યોગ્ય સાચી દ્રષ્ટિનું સંવેદન - અનુભવ ) કહે છે . ( અવેધસંવેદ્પદ  = અસત શાસ્ત્રોની શ્રદ્ધા - અસત દ્રષ્ટિમાં માનવું. )  વેધસંવેદ્પદની ( સમ્યક્ત્વની ) વાસ્તવિક પ્રાપ્તિ સ્થિરા , કાન્તા, પ્રભા, પરા દ્રશ્તિઓમાં છે પણ અંશે આ યોગાત્મક બોધ તો મિત્રા આદી પ્રથમની ચાર દ્રષ્ટિમાં શરુ થાય છે કે જ્યાં હજુ મીથ્યાત્વાવસ્થા છે  પણ મિથ્યાત્વ દિન પ્રતિદિન મંદ થતું જતું  હોવાથી  વેઘસંવેદ્પદની ભૂમિકા બંધાતી જતી હોવાથી અને સમ્યક્ત્વાનું અવન્ધ્ય કારણ બનવાનું  હોવાથી, આ  કાળે વર્તતા બોધ પણ કારણમાં કાર્ય નો  ઉપચાર કરીને આઠે દ્રષ્ટિમાં વર્તતા બોધને વેઘસંવેધ્પદ કહ્યું છે .

સત્પ્રવૃતીપદ એ શૈલેશીપદ  વાળું  ૧૪મા ગુન્સ્થાન્ક્વર્તી  સર્વથા અનાશ્રવાવ્સ્થારૂપ  પદ છે પણ યોગની પ્રથમ દ્રષ્ટિથી આવનારો   આ બોધ પ્રમ્પરાએ  આ પદની પ્રાપ્તિનું અવન્ધ્ય કારણ હોવાથી તે પદ પ્રાપ્ત કરાવનાર છે એમ કહેવામાં કોઈ દોષ નથી.

યોગ્દ્રષ્ટિ સ્થુંલભેદથી આઠ ભેદવારી છે પણ સુક્ષ્મભેદથિ  બહુ ભેદવારી  છે.
આઠ ભેદ - આવરણ કરનાર કર્મો  - મુખ્યત્વે જ્ઞાનાવરણીય  અને મોહનીયના ક્ષયોપશમ,  ક્ષય, ઉપશમના ભેદોને કારણે  સ્થૂળ નીતિથી આઠ ભેદ કહ્યા છે . એમાં સુક્ષ્મભેદોનિ અવિવક્ષા કરી છે . જો સુક્ષ્મભેદોનિ વિવક્ષા કરીએ તો વિશેષ ભેદો અનંત છે  કારણકે પ્રત્યેક જીવને આશ્રયી જ્ઞાનાવરણીય કર્મ અને મોહનીયાકર્મની  ક્ષયોપશમ  તરતામાંતાવાળી  અનંત જાતની દ્રષ્ટિઓ હોય છે . તે અનંત્ભેદોને જ્ઞાનીઓએ ઓછામાં ઓછી યોગ્દ્રષ્ટિ થી  (મંદ એવી મિત્રા દ્રષ્ટિ થી ) આરંભીને વધુમાં વધુ યોગ દ્રષ્ટિ (પરાદ્રષ્ટિ) સુધીમાં વર્તતા જીવોની દ્રષ્ટિઓ  ૧. અનંત્ભાગ અધિક   ૨. અસંખ્યાત ભાગ અધિક.     ૩. સંખ્યાત્ભાગ અધિક .      ૪. સંખ્યાત ગુણ અધિક.    ૫. અસંખ્યાત ગુણ અધિક.    ૬.  અનંતગુણ અધિક . એમ છ સ્થાનોથી  યુક્ત છે  અને તે સ્થાનોમાં પણ એક એકના બહુ ભેદ છે.


લખાણ માં જોડણી માં રહેલી ભૂલો માફ કરશો.

અજ્ઞાનથી કે પ્રમાદથી જો ભગવાન ની આજ્ઞા વિરુદ્ધ લખાયી ગયું હોય તો માફ કરશો અને સુધારી ને વાંચશો  .  મિચ્છામી દુક્કડમ .

૩-૧૩-૧૨ મંગળવાર પાનું ૧૫૯ ગાથા ૩૫ થી પાનાના અંત સુધી

આ ગાથામાં સદગુરૂ ના લક્ષણો બતાવે છે અને તેને પ્રણામ વગેરે કરવાથી અવંચક ત્રય (ત્રણ ) ની પ્રાપ્તિના નિમિત્ત કેવી રીતે બને છે તે સમજાવે છે.
સદગુરૂ: જેમાં સાધુપણાના ગુણો હોય છે, પુરુષાર્થ (પરમાર્થ) થી જે સાધુ છે. ( સંત) સાંસારિક પ્રપંચ રહિત હોય છે. ગીતાર્થ (બહુ શાસ્ત્રોને જાણનાર) છે દ્રવ્ય, ક્ષેત્ર,કાળ,ભાવ વગેરે ના જાણકાર છે, સંવેગ-નિર્વેદ ના પરિણામ વાળા હોય છે.
આવા સદગુરૂ મળે ત્યારે તેને પ્રણામ વગેરે કરવાથી તેની નિકટતા વધે છે અને તેનાથી પરિચય (સંબંધ) વધે છે અને સદગુરૂપણા ની બુધ્ધી થાય છે. તેના પ્રત્યે બહુમાન અને પૂજ્ય ભાવ વધે છે. સદગુરૂ આત્મ કલ્યાણ ની ક્રિયાઓ માં પ્રોત્સાહન આપે છે.
આ રીતે થયેલો સદગુરૂનો સંયોગ
યોગાવંચક બને છે ત્યારબાદ તેઓને સદગુરૂપણા ના ભાવ થી કરાતી વંદન વગેરે ક્રિયાઓ ક્રીયાવંચક અને ફલાવંચક બને છે.
આ રીતે સદગુરૂ ને પ્રણામ,વંદન,વૈયાવચ્ચ વગરે અવંચક ત્રય ની પ્રાપ્તિના નિમિત્ત છે.
સદગુરૂ આપણી આંખમાં દિવ્યજ્ઞાન રૂપી અંજન નાખીને આપણી દૃષ્ટિ આત્મ કલ્યાણ તરફ ખોલે છે અને તેનાથી સ્વાત્મામાં રહેલા અનંતજ્ઞાન,દર્શન,ચારિત્ર વગેરે નો ભંડાર દેખાય છે અને પુદગલ સુખ પ્રત્યે રાગ ઓછો થાય છે અને આત્મા પરમાર્થ સાધવા ઉત્સુક બને છે.
અજ્ઞાનતા ના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ

Wednesday, April 25, 2012


ચિત્તના ૮ દોષો ( ૪ - ૮ ) . ઓગસ્ટ ૨, ૨૦૧૧ . પાનું ૯૧

૪ ઉત્થાન - મોક્ષ સાધકનું યોગમાર્ગની ક્રિયામાંથી મન ઉઠી જવું - જેને કારણે ક્રીયામાર્ગ તજી દેવાનો ભાવ થાય પણ લોક્લજ્જા કારણે ક્રિયા કદાચ ન છોડે તો પણ તેમાં ચિત્ત ન રહે.

૫. ભ્રાંતિ - ભ્રમ થવો , ભમવું , ભટકવું. યોગમાર્ગની ધર્મક્રિયા ને  છોડી ચિત્તનું ભમવું, ભટકવું અથવા અતત્વને તત્વ માનવું અથવા અમુક ક્રિયા થયી કે નં થઈ તેનો ભ્રમ થવો.

૬. અન્યમુદ.- યોગમાર્ગની ક્રિયા કરતા અન્ય સ્થાને હર્ષ કરવો. તેમાં પ્રવૃત્તિ કરવી જેનાથી ઇષ્ટ કાર્યમાં અવરોધ થાય છે.

૭. રૂગ - રોગ -  રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન) આ ત્રણ મહારોગ છે . ભાવરોગ છે - સંસાર વર્ધક ક્રિયાનો રાગ, મોક્ષ સાધક ક્રિયાનો દ્વેષ, યોગમાર્ગની સાચી ક્રિયાની અણસમજ - આ સર્વ ભાવ સાધનામાં વિઘ્ન રૂપ છે. આનાથી શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ બની જાય છે અને યોગ્ય ફળ આપવા અસમર્થ બને છે.

૮. આસંગ - પર્દ્રવ્ય , પરભાવ પ્રત્યે આસક્તિ થવાથી મુક્તીમાંર્ગની સાધના નબળી  પડે અથવા મુક્તીમાંર્ગની સાધનાના અસંખ્ય ઉપાયો પૈકી કોઈ એક ઉપાયમાં આસક્તિ થવી કે જેથી અન્ય ઉપાયો પ્રત્યે ઉપેક્ષા ભાવ આવતા ગુણસ્થાનક નો વિકાસ રૂંધાય છે.


સ્વાધ્યાય ૮.૩.૨૦૧૧  પાનું ૯૨ - પેરા બીજો


ચિત્તના આઠ દોષો - ખેદ,ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ,અન્યમુદ, રૂગ, આસંગ  -  પરસ્પર સંકળાયેલા છે. એક આવવાથી બધા આવે છે. એક જવાથી ક્રમશઃ સર્વે જાય છે.

યોગ માર્ગમાં આત્માનો વિકાસ કરાવે એવી ધર્મક્રિયામાં જો ખેદ ઉપજે (થાક લાગે) તો ઉદ્વેગ (કંટાળો) આવે . આનાથી ચિત્ત બીજે જાય જ (ક્ષેપ) એટલે ચાલુંક્રીયામાં ચિત્ત  સ્થિર ન રહે (એટલે ઉત્થાન) અને ચિત્ત ધર્મક્રિયામાં ન રહેતા તે ચોતરફ ભટકયા જ કરે (ભ્રાંતિ), ચિત્ત નું બહાર ભમવાથી મોહ ઉદયથી પરભાવ દશામાં પ્રીતિ વધે અને તેમાંજ ચિત્ત આનંદ પામે (અન્યમુદ) અને આ પરભાવ આનંદ એ જ યોગમાર્ગમાં પીડારૂપ બને (રૂગ) અને આ રાગ, દ્વેષ, અજ્ઞાનની અનાદિ વાસનાના  જોરે પુદગલ્સુખમાં  જ આસક્તિ વધતી જાય ( તે આસંગ). આ રીતે દોષો ક્રમશઃ આવે છે અને જો પ્રથમ દોષ-ખેદ-નો પરિહાર કરાય તો તેના બળે ક્રમશઃ બધા દોષો જાય છે.

ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાય હોય તો મિચ્છામી  દુક્કડમ .

Tuesday 2-27-12 pg.no 154 - gatha 33 - 2nd para onwards.


આનંદઘનજી અને દેવેન્દ્રસુરી જેવા પૂર્વાચાર્યોએ આ પદો થી એ સમજાવ્યું છે કે કારણ વગર કર્તા કાર્યની સિદ્ધિ કરી શકતો નથી. એમાં કોઈ સવાલ જ નથી. કોઈ પણ કાર્ય ની સિદ્ધિમા પાંચ સમવાય હોવા જરૂરી છે. તેમાં પણ પુરુષાર્થ જ આપણા હાથમાં છે.અનાદિકાળથી પુરુષાર્થ સાથે નિયતી આદિ ચાર કારણો હોવાથી જ કાર્ય થાય છે. નિયતી કર્મબદ્ધ પર્યાય પ્રમાણે જ બધું થશે પુરુષાર્થની જરૂર નથી તે એકાંતવાદ હોવાથી ઉત્સુત્રપ્રરૂપણા કહેવાય. તેવીજ રીતે ઉપાદાન હોય પણ યોગ્ય નિમિત્ત રૂપ કારણ સાથે ન હોવાથી પણ કાર્ય સફળ થતું નથી. બન્ને ઉપાદાન અને નિમિત્ત એકબીજાને આધીન છે. પ્રભુની સમતામય અમૃતવાણીનું અવલંબન એ જગમાં ઉત્તમ નિમિત્ત છે. તેનું અવલંબન લઇ આત્માનું ઉપાદાન જીનેશ્વર પ્રભુની જેમ સિદ્ધ બની શકશે.

આમ નિશ્ચય અને વ્યવહાર નય બન્નેની અપેક્ષા રાખવી અને ઉપાદાન અને નિમિત્ત બંનેની પ્રધાનતા રાખવી. કોઈ પણ એક ની પ્રદ્ધાનતા કરી એકાંતવાદી ન થવું.

જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ

Monday, April 23, 2012

૨/૨૨/૧૨ પાનું ૧૫૩. છેલ્લા ફકરાથી પાનું ૧૫૪ પહેલો ફકરો

અહીં  નિયતી અને પુરુષાર્થની સાપેક્ષતા બતાવવામાં  આવે છે.

દાખલા તરીકે: મુંબઈ જવા ઉપાડેલી ગાડી મુંબઈ પહોંચશે જ અને રસ્તામાં ક્રમસર નડિયાદ, વડોદરા,ભરૂચ, સુરત,વલસાડ વગેરે ગામો પસાર કરીને જ મુંબઈ આવશે. આ બધું નિયત (નક્કી) ને ક્રમસર  હોવા છતા પણ  ડ્રાઈવર ચલાવવા (પુરુષાર્થ) વડે જ ,લાઈન મળવા વડે જ, પાટાની સાનુકુળતા રૂપ નિમિત્ત વડે જ પહોંચાડવાની છે. આ બધા જ કારણો પણ જોઈએ જ .
મરીચી નો આત્મા મહાવીરસ્વામીપણાના પર્યાય ને અવશ્ય પામવાનો હતો જ પરંતું તે પર્યાયના મેળવવા રૂપ પુરુષાર્થ વડે જ . પૂર્વે ત્રીજા ભવમાં માસક્ષમણના પારણે માસક્ષમણ કરવા રૂપ પુરુષાર્થ, ચરમ (છેલ્લા ) ભાવમાં સાડા બાર વર્ષ  ખુબ જ ઉપસર્ગ સહન કરવા રૂપ પુરુષાર્થ, ધ્યાન,તપ, ચરિત્ર સેવવા રૂપ પુરુષાર્થ દ્વારા જ મહાવીરપણા ના પર્યાયને પામવાના હતા.
 મહાવીર ભગવાન જન્મ સમયેજ કેવળ જ્ઞાનપણા ને પામવાના હતા તે નક્કી જ હતું (અને તેમને ત્રણ જ્ઞાન હોવાથી જાણતા પણ હતા) છતા પણ દીક્ષા લેવાનો અને તપ ધ્યાન ચારિત્ર સેવવાનો પુરુષાર્થ કાર્યો!
માટે નિયતી પણ પુરુષાર્થ વગેરે કારણો ની અપેક્ષા ના કારણે જ નક્કી (નિયત) છે.
પાંચ સમાવાય ના પાંચ કારણો માં આપણે નિયતી ને પણ માનવાની જ છે પરંતું પુરુષાર્થ ને સાથે રાખીને.
એવી જ રીતે ઉપાદાન પણ નિમિત્ત ની હાજરીમાંજ કાર્ય કરે છે. એકલું ઉપાદાન કર્યા સાધક નથી.
એકલો નીક્ષ્ચય ઉપકારક નથી પરંતું વ્યવહાર સાપેક્ષ નીક્ષ્ચય જ ઉપકારક છે. અને નીક્ષ્ચય સાપેક્ષ વ્યવહાર ઉપકારક છે.
સ્યાદવાદી આત્માઓ ને સાપેક્ષ પ્રમાણે વિચારેલા નયો જ (આત્મ કલ્યાણ માટે) ઉપકારી છે.


અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ

૧/૩૧/૧૨મંગળવાર પાનું ૧૪૭ ફકરા બીજાથી પાનું ૧૪૮ ફકરો બીજો.

ચરમ આવર્ત વર્તી બહુભાવમલ ક્ષય યુક્ત જીવના લક્ષણો (ચાલુ)
() ત્રીજું લક્ષણ : બધા જ યોગ્ય જીવો પ્રત્યે  કોઈ પણ જાતના ભેદભાવ કર્યા વગર (અવિશેષપણે ) ઔચિત્ય (ઉચિત) આચરણ કરવું તે છે.
દુર્બળ,દુખી,ગરીબ વગેરે દયાને પાત્ર જીવો પ્રત્યે કોઈ પણ જાતના ભેદભાવ વગર અવશ્ય અનુકંપા કરવી. અને ગુણવાન પાત્ર જીવો ઉપર ભક્તિ ભાવ થી સેવા કરવી અથવા તો જયા જયા જે જીવો ઉપકારી હોય ત્યાં ત્યાં તે પ્રમાણે ભાવ થી વર્તવું અને  જ્યાં જ્યાં અપકારી જીવો હોય ત્યાં ત્યાં તેનો ત્યાગ કરવો તેને ઔચિત્ય (ઉચિત) આચરણ કહેવાય છે.
આ રીતે ઉપકારી ભાવ ને મુખ્ય કરીને  વર્તવું તે જ અતિશય ભાવમલક્ષય નું ત્રીજું લક્ષણ સમજવું
આવા આચરણ થી જીવમાં અપકાર કરનારી(અસત્ત) ખોટી પ્રવૃત્તિ નો નાશ થતો જાય છે અને સત્ત પ્રવૃત્તિઓ નો વધારો થાય છે.
અજ્ઞાનતા ન કારણે જીન આજ્ઞા થી વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ.






Thursday, April 19, 2012

૧/૪/૧૨ બુધવાર ગાથા ૨૯ પાના ૧૪૦ થી પાના ૧૪૧ ફકરો પહેલો

ગાથા ૨૮ ના અંતે બતાવેલા છ યોગબીજ નું મીત્રાદ્ર્ષ્ટિમાં આવેલા જીવમાં આચરણ થાય તો તે ઉત્તમ છે પરંતું આ જીવો હજી પ્રાથમિક કક્ષાના હોવાથી બધા જ જીવોથી આ યોગબીજો નું આચરણ થાય જ એવો નિયમ નથી. સંજોગવશાત કદાચ આ બીજોનું આચરણ ન થાય તો પણ આ યોગબીજ પ્રત્યે અત્યંત રૂચી હોય છે અને વારંવાર શ્રવણ કરવાનું મન થાય છે. આ યોગબીજ ની કથા વાર્તા સાંભળ્યા કરીએ એવો વિર્યોઉલ્લાસ પ્રગટ થાય છે અને આ સાંભળ્યા પછી "આ આમજ છે " એવી અખૂટ શ્રધ્ધા હૃદયમાં પ્રગટે છે. અંતરમાં યોગબીજ પ્રત્યે પ્રેમ ઉભરાય છે. ગુરુજી જે સમજાવે છે તે અમૃત વચન લાગે છે અને તે કહે છે તે પ્રમાણે જ છે એવા શબ્દો મોઢામાંથી નીકળી પડે છે. યોગબીજ ને સાંભળવાથી તેનો આત્મા નાચવા લાગે છે અને તેના અંગે અંગે રોમરાજી ખીલી ઉઠે છે. તેના હૈયામાં હર્ષ માતો નથી એવી શ્રધ્ધા પેદા થાય છે.

અજ્ઞાનતા ના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ

10/17/11 Gatha 23 pg. no.110 પ્રથમ યોગબીજ -કુશલચિત્ત

ગાથાર્થ: ૧) જીનેશ્વર ભગવાન પ્રત્યે શુભભાવવાળું ચિત્ત ૨) તેઓને નમસ્કાર કરવો ૩)અતિશય શુદ્ધ પ્રણામાદિ કરવા આ ત્રણ અનુત્તમ યોગબીજ છે. !! ૨૩ !!

પ્રથમ યોગબીજ - કુશલચિત્ત

અનાદિકાળથી મિથ્યાત્વમોહના ઉદયથી એકેન્દ્રિયાદી ભવોમાં પરમાત્માનું નામ પણ સાંભળ્યું ન હતું. પંચેન્દ્રિયના કોઈક ભવમાં સાંભળ્યું હશે તો પણ સ્ત્રીરાગી અને શસ્ત્રધારી કુત્સિત દેવ ને માન્યું હશે. જીનેશ્વર પરમાત્મા-જેઓએ મૂળથી રાગ - દ્વેષ અને અજ્ઞાનનો નાશ કરી વીતરાગાવસ્થાને પ્રાપ્ત કરીનેત્રણેય લોકના સમસ્ત દ્રવ્યોના ત્રણેય કાળના સર્વપર્ય।યોના ભાવો સાક્ષાત જાણે એવા સર્વજ્ઞ થયા આવા અરિહંત (જીન) પરમાત્મા તરફ તો દ્વેષ, અરુચિ, તિરસ્કાર, નાખુશી ભાવ કર્યો કારણ કે તેઓ વીતરાગી હોવાથી શું લાભ આપે? જ્યાં સુધી આવા ભાવ હોય ત્યાં સુધી તેમના પ્રત્યે પ્રીતિ -ભક્તિ-બહુમાન-પૂજ્યભાવ ક્યાંથી આવે? જ્યારે મનની શુદ્ધિ થાય અને અશુભ ભાવ ના અભાવથી ચિત્તમાં જીનેશ્વર ભગવાન પ્રત્યે શુભભાવ નીપજે ત્યારે શુભભાવવાળું કુશલચિત્ત નામનું પ્રથમ યોગબીજ મિત્રાદ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે.

જીન આજ્ઞા વિરુદ્ધ જે કઈ લખાયું હોય તો વિભા ના મિચ્છામી દુક્કડમ

2/01/12 gatha 32-33 Wed page no.148 3rd para - 149 second last para.

ચર્માવર્તના અને બહુ ભાવમલ ક્ષયના ત્રણ બાહ્ય લક્ષણો :
૧) અનુકંપા-દયાથી ભરેલું કોમળ હૃદય જે દુખી જીવોના દુઃખ દૂર કરે.
૨)ગુણી પુરુષોને જોઈને અદ્વેષ-આનંદિત અને પ્રમોદિત થાય, દ્વેષ ન કરે.
૩) સર્વત્ર ઉચિત આચરણ.
આ ચિહ્નોથી આપણે અનુમાન કરી શકિયે કે આપણે ચરમાવર્તમાં છીએ કે નહિ(સંપૂર્ણપણે તો કેવળી જ જાણે) અને ના હોય તો લાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
કર્મબદ્ધપર્યાયવાદી (નિયતીવાદી) એમ માને છે કે, જે કાલે ચરમાવર્ત થવાનું હશે ત્યારે આપોઆપ થશે કારણ બધી પર્યાય ક્રમશ: ગોઠવાયેલી જ છે પણ તે ઉચિત નથી, એકાંતવાદી હોવાથી મિથ્યાદ્રષ્ટિ છે કારણકે આમા પુરુષાર્થની હીનતા થાય છે। છદ્મસ્થને કર્મ ખપાવવા માટે પાંચ સમવાયમા પુરુષાર્થ જ પ્રધાન છે,નિયતીઆદિ પણ કામ કરે પણ તે ગૌણ છે (કેવલીનેજ નિયતી પ્રધાન છે - એમના ઘાતીકર્મ ખપી ગયા છે)
ગાથા ૩૩-ઉપરના ત્રણ લક્ષણોવાળા મહાત્માને પોતાના અવંચક્પણ।ના ઉદયથી યોગ્યકાળે અવશ્ય શુભ નિમિત્તોનો સંયોગ થાય છે.
આવો જીવ કેવો છે? ભદ્રમુર્તી = જેની ભદ્ર નિર્દોષ,પ્રસન્ન અને કલ્યાણકારી મુખમુદ્રાવાળી મૂર્તિ જોઈનેજ વહાલ-પ્રેમ ઉપજે અને એનું હૈયું નિખાલસ છે. તેમની કંઈક આત્મદ્રષ્ટિ ખુલતા સંસારિકસુખ માટે કરાતો પુરુષાર્થ હવે આત્મહિત માટે કરાય છે. આવા સદવીર્ય (પુરુષાર્થ)ના કારણે અવંચક પુણ્યોદયથી શુભ અને પ્રશસ્ત એવા નિમિત્તસંયોગ થાય છે.- કેવા?
આવા સદયોગાદી - શુભયોગ, શુભક્રિયા, અને શુભફળ વાળા નિમિત્તોના યોગ થી મુક્તિ સાધીને નજીકમાંજ કલ્યાણ થવાનું છે માટે આવા ભદ્રમુર્તીવાળા આત્માને મહાન આત્મા કે મહાત્મા કહેલ છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ.

૧૨/૧૪/૧૧બુધવાર પાનું ૧૩૯ #૭ થી પાનું ૧૪૦ ગાથા ૨૮ ન અંત સુધી.

ધર્મશાસ્ત્રો લેખનાદીમાં ૧૦ શબ્દોનો સમાવેષ (ચાલુ)
(૭)પ્રકાશના: આપણે ગ્રહણ કરેલા શાસ્ત્ર જ્ઞાનનું યોગ્ય અને ભવ્ય જીવોમાં પ્રસારણ કરાવવું ,ભણાવવું, પુસ્તકો પ્રકાશિત કરવા, અન્ય જીવોને તત્વ સમજાવવું અને અભિમાન વગર બીજા જીવોના ભલા માટે આ જ્ઞાન આપવું.
(૮)સ્વાધ્યાય : સ્વાધ્યાય દ્વારા શાસ્ત્ર જ્ઞાન ને વિનય સહીત ભણવું અને બીજાને આપવું.
સ્વાધ્યાય પાચ પ્રકારે છે: (૧) વાચના: કર્મોની નિર્જરા અને જ્ઞાન મેળવવા ગીતાર્થ ગુરુ પાસે વિનય થી ભણવું (૨)પૃચ્છના : પોતાની શંકા ટાળવા માટે અને પોતાના જ્ઞાનને નિસંદેહ કરવા માટે વિનયપૂર્વક ગુરુને પૂછવું. (૩)પરાવર્તના : શીખાયેલા સુત્રોને યાદ રાખવા માટે અને કર્મોની નિર્જરા માટે સુત્રોનું વારંવાર રટણ કરવું (૪) અનુપ્રેક્ષા :સુષ્મબુદ્ધિપૂર્વક શીખાયેલા વિષયોનું ઊંડું તત્વ ચિંતન કરવું. (૫)ધર્મકથા: આપણ ને જે વિષય યથાર્થ સમજાયો હોય તેનું બીજાના આત્મ કલ્યાણ માટે અને મદદ કરવાની બુદ્ધિથી દાન કરવું
આ રીતે પંચવિધ સ્વાધ્યાય કરવો.
(૯)ચિંતના: સુષ્મ તત્વ ચિતન કરવું.નવા નવા શાસ્ત્રો વડે મળેલું જ્ઞાન પહેલા પ્રાપ્ત કરેલા ગ્રંથોના અર્થની સાથે અવિરુદ્ધ પણે સમજવું અને પૂર્વાપર અવિરુદ્ધ અર્થ લગાવવા.
(૧૦)ભાવના: જે સુત્રો અને જ્ઞાન પ્રાપ્ત થયા છે તેનું વારંવાર રટણ કરવું,બોલી જવું અને દઢીભૂત કરવું( ન ભુલાય તેવી રીતે યાદ રાખવું). આ ભવમાં મેળવેલા જ્ઞાન ના સંસ્કાર ભવાન્તરે નાની ઉંમરથી જ મળવા લાગે છે
આ રીતે જે આત્માને સમજે છે કે મુક્તિની પ્રાપ્તિ શાસ્ત્ર જ્ઞાનથી જ થાય છે તે શાસ્ત્ર નું બહુમાન,પગે લાગવું, લખવું, લખાવવું, દાન કરવું,ભણવું અને ભણાવવું. ઊંડો અભ્યાસ કરવો વગેરે પ્રવૃત્તિ માં જ પ્સ્યો રહે છે . આ પણ છઠું યોગબીજ છે આ રીતે નીચે પ્રમાણે છ યોગબીજ છે:
(1.) જીનેશ્વર પ્રત્યે સંશુધ્ધ એવું કુશળ ચિત્ત.
(૨) આચાર્ય વગેરે મહાત્મા પ્રત્યે સંશુધ્ધ એવું કુશળ ચિત્ત
(૩)શુદ્ધ આશય સાથે વિધિપૂર્વક વૈયાવચ્ચ.
(૪) સહજ એવો ભવ ઉદવેગ
(૫) દ્રવ્ય અભિગ્રહ નું પાલન
(૬)સિધ્ધાંત ની લેખન વગેરે ક્રિયા
અજ્ઞાનતાના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ

૧૨/૫/11 પાનું ૧૩૩ ફકરા ૩ થી પાનું ૧૩૪ ગાથા ના અંત સુધી

વૈયાવચ્ચમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા (ચાલુ)
(૩) આપણી વૈયાવચ્ચ્થી ઉપકારીનો અપકાર (હાની,તકલીફ ) ન થવી જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ.
આપણે આપેલા આહાર વગેરે થી અપચો ન થવો જોઈએ. ભોજન,વસ્ત્રવગેરે ઉપર ત્યાગીની મમતા ન વધે તે માટે સાદી અને સાત્વિક વસ્તુ પરંતું ઉપયોગી થાય તેવી જ આપવી. દવા વગેરે થી કોઈ જાતના રિએકશન ન આવે અને રોગ ન વધે તેનો વિચાર કરીને જ આપવી.
(૪) વૈયાવચ્ચ કરતી વખતે આ આપણા આત્મઉપકારની તક છે તેમ સમજવું અને આવો અવસર વારંવાર મળે તેવી ભાવના ભાવવી. સાથે સાથે વૈયાવચ્ચથી આપણો પણ કોઈ અપકાર ન થાય તેનું ધ્યાન રાખવું. આપણા દૈનિક કાર્યોમાં ખલેલ ન પહોંચે, ધર્મ ક્રિયા વગેરે ચાલુ રહે અને પોતાની આજીવિકાના સાધનોને ધક્કો ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવું.
(૫) સેવા અને ભક્તિ એ પ્રભુની આજ્ઞા છે એમ સમજીને વિવેકપૂર્વક તેમની આજ્ઞા પ્રમાણે જ કરવી. કોઈ પણ જાતની આશાતના ન થાય તે પ્રમાણે સમજી વિચારીને જ કરવી. નવકારશી, રાત્રી ભોજન , અભક્ષ્ય ખાવાનું વગેરેના દોષો ન લાગે તેનું ધ્યાન રાખવું.
(૬)સેવાભક્તિ આત્મ કલ્યાણ માટે જ કરવી અને કોઈ પણ જાતના ( આ ભવ કે પરભવના ) પોદગલીક સુખની આશા વગર કરવી.
આ પ્રમાણે પોતાને અને પરને ઉપકારક થાય તેવી વિવેકપૂર્વક કરેલી વૈયાવચ્ચ એ ત્રીજું યોગબીજ છે.
ગાથાનો ભાવાર્થ ધ્યાનમાં રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે શુદ્ધ આશય વિશેષ થી વૈયાવચ્ચ કરવી અને શુધ્દ્ધ મનની વૃત્તિ માં
ઉપરના છ પ્રકારો આવી જાય છે.
આ શુદ્ધ આશય વિશેષ જયારે તે જીવના ભવોનો પરિપાક થાય ,મુક્તીપદની નજીક આવે, દેશોન અર્ધ આવર્ત જેટલો સમય બાકી રહે,કર્મોની લઘુતા થાય અને મીથ્યાત્વની મંદતા થાય ત્યારે જ આવે છે. આ જીવનો સ્વભાવ ગ્રંથીભેદ અને સમ્યગ દર્શન પામવાનો હોવાથી જ આવો શુદ્ધ આશય વિશેષ આવે છે.

અજ્ઞાનતાને કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ



Wednesday, April 18, 2012

૧૧/૨૮/૧૧ સોમવાર પાનું ૧૨૯ ફકરો બીજો થી પાનું ૧૩૦ ફકરા બીજાના અંત સુધી

હવે ગાથા ૨૬ માં અન્ય યોગબીજ સમજાવે છે.:
ગાથાર્થ: પરમાત્માની જેમ ભાવવાળા આચાર્ય વગેરે વિષે પણ વિશુદ્ધ એવું કુશળચિત્તાદી તે યોગબીજ છે. અને શુદ્ધ આશય વિશેષ થી વિધિ પૂર્વક તેની સેવા કરાવી એ પણ યોગબીજ છે.
વિવેચન: વીતરાગ પરમાત્મા પાંચ પરમેષ્ઠી માં અહુથી ઉત્તમ છે. તેથી તેમના પ્રત્યેના કુશળ ચિત્તાદી એ પ્રથમ યોગબીજ છે. એજ પ્રમાણે આચાર્યાદીને વિષે સંશુધ્ધ માનસિક કુશળ ચિત્ત ,વાચિક નમસ્કાર અને કાયિક પ્રણામ એવા ત્રણે પ્રકારના કાર્યો બીજું યોગબીજ જ છે. આ ત્રણે કાર્યો ઉપદેયબુધ્ધી ,દશ સંજ્ઞા રહિત અને ફળ ની આશા વગર કરાય તો જ તે બીજું યોગબીજ કહેવાય છે.
અહીં આદિ શબ્દમાં આચાર્ય-ઉપાધ્યાય -તપસ્વી-જ્ઞાનાદીની અપેક્ષાએ પન્યાસ,ગણી, સાધુ વગેરે મહાત્માઓ સમજવા.
વીતરાગની જેમ વીતરાગની આજ્ઞાને અનુસરનારા રાત્નાત્રયીના આરાધક , પાંચ મહાવ્રતને પાળનાર , સંસારના ભોગ સુખના ત્યાગી એવા આચાર્યાદી થી મુનીપદ સુધીના મહાત્મા પ્રત્યે પણ કુશળ ચિત્ત વગેરે પ્રાપ્ત થાય તો તે પણ યોગબીજ જ છે કારણકે પંચમ કાળ માં વીતરાગ પરમાંત્મા હાજર ન હોવાથી બીજા જીવોને આત્મ કલ્યાણ નો માર્ગ દેખાડનાર આચાર્યાદી જ છે. માટે તેઓ પ્રત્યે પણ ઉપાદેય બુદ્ધિ., બહુમાન ,ભક્તિભાવ,પૂજ્યભાવ,હાર્દિક સન્માન રાખવું. અને આ પણ યોગબીજ જ છે.
અજ્ઞાનતાથી જીન આજ્ઞાથી વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ

૧૧/૧૪/૧૧ સોમવાર પાનું ૧૧૯ ફકરો બીજો લાઈન ૬ થી પાનાના અંત સુધી

કુશળ ચિત્ત જીવને પરમાત્મા પ્રત્યે અને તેઓએ કહેલા ધર્મ અનુષ્ઠાન પ્રત્યે ઉપાદેય ભાવ થી એવો રાગ થાય છે કે બધી જ ( દશ) સંજ્ઞાઓ ચાલી જાય છે. ધર્મક્રિયાઓ લોક રંજન માટે નથી પરંતું આત્મ કલ્યાણ માટે છે. આત્માનું કલ્યાણ કરવું હોય તો માન નો ત્યાગ કરવો જ પડે. આત્મ કલ્યાણ અને માન પરસ્પર વિરોધી છે. જ્યાં માન હોય ત્યાં આત્મ કલ્યાણ હોય જ નહિ.
બીજું લોકો નું રંજન પણ દુષ્કર અને ક્ષણિક છે. લોકો પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી જ બીજાના વખાણ કરે છે અને પ્રશંશા કરે છે પરંતું પોતાનો સ્વાર્થ પુરો થતા નિંદા કરે છે. એટલે લોકરંજન એ સ્વાર્થ યુક્ત હોવાથી અને વાસ્તવિક ણ હોવાથી હેય છે ઉપાદેય નથી. માટે બધીજ (દશ) સંજ્ઞા ને અટકાવવા પૂર્વક ધર્મ ક્રિયાઓ કરે છે. જો આ જીવ સંજ્ઞા સાથે ધર્મ અનુષ્ઠાનો કરે તો તે સુંદર હોવા છતા માત્ર પુણ્ય બંધ કરાવે છે અને સંસાર સુખ ને વધારનાર છે પરંતું મોક્ષ મેળવવા મદદ કરતા નથી કારણકે તેમાં સંપૂર્ણપણે શુધ્ધી નથી.
પૂર્વે થયેલા યોગાચાર્યો કહે છે કે જે ધર્મ અનુષ્ઠાન સંસાર સુખોની જરા પણ આશા વગર સંપૂર્ણ પણે મોક્ષ હેતુની અભિલાષા પૂર્વક કરવામાં આવે છે તેજ મુક્તિહેતું છે.
અજ્ઞાનતા ને કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કહી પણ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ

Tuesday, April 17, 2012

૧/૧૦/૧૨ - ગાથા ૨૯ પાનું ૧૪૧ થી ૧૪૩ ગાથા ના અંત સુધી.

મિત્રાદ્રષ્ટિમાં આવેલા જીવનું ચિત્ત સર્વે યોગબીજના શ્રવણથી અતિશય રંગાઈને તેમાં સ્થિર આશયવાળી પ્રતિપત્તિ દિવસે દિવસે વધે છે,ઘટતી નથી, જે બાજુ વળી છે ત્યાંથી પાછી સંસારની મોહવાસના તરફ વળતી નથી। મોહદશા ભૂલીને મુક્તિની અભિલાષા વાળો સંવેગ -નિર્વેદ ભાવ તીવ્ર થાય છે. ક્યારેક સંજોગવશ (સમય,સ્વાસ્થ્ય,કે ગુરુનો યોગ ન હોય)યોગબીજનું શ્રવણ,સેવન ન કરી શકે તો પણ આ આદરવા જેવું છે, બોધીબીજનું પરમ કારણ છે તેવો અત્યંત શુદ્ધ અને મહાન ઉદયને આપનારો ઉપાદેયભાવ થાય છે. આવો પરિશુદ્ધ એટલે સંસારિક સુખ અને ફળપ્રાપ્તિની અપેક્ષા વિનાનો અંતરંગ ઉપાદેયભાવ આત્માનું ઉર્ધ્વરોહણ શરૂ કરાવી મોક્ષ-પ્રાપ્તિ નું સાધન થઇ જાય અને અલ્પકાળમાં જ મુક્તિ અપાવે છે. આમ યોગબીજનું શ્રવણ, સેવન અને તેના પ્રત્યેનો ઉપાદેયભાવ થવો એ કઈ નાની વાત નથી પણ ઘણી મોટી પ્રશસ્ત વાત છે, મહોદય કરાવનાર છે. (મહોદય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ના ઉદયથી મોક્ષ પેહલાના થોડા ભવોમાં દેવલોકના સુખ મળે તો પણ એ આત્મા લેપાય નહી અલિપ્ત જ રહે અને આત્માર્થ સાધવામાં બાધા ના પડે.) યોગબીજનું શ્રવણ, સેવન અને તેના પ્રત્યેનો ઉપાદેયભાવ થવાથી કર્મોની નિર્જરા થાય અને યોગબીજની વૃદ્ધિનું કારણ હોવાથી યોગબીજ જ કહેવાય.
મિત્રાદ્રષ્ટિમાં આવેલા આત્માને નીચે મુજબ યોગબીજ આવે છે.
૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ
૨) સદગુરૂ પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ
૩)દેવ અને સદગુરુની પૂજ્યભાવપૂર્વક સેવા-વૈયાવચ્ચ, ભક્તિ, ઉપાસના
૪) સહજપણે થતો જ્ઞાનપૂર્વક ભવનો ઉદ્વેગ
૫) દ્રવ્યથી અભિગ્રહો કરવા, વ્રત-નિયમ કરવા ,દેશવિરતી-સર્વવિરતી લેવી
૬)સુન્દર સિદ્ધાંતો લખવા-લખાવવા , વાંચવા- વંચાવવા , પ્રકાશિત કરવા-કરાવવા
આ એકેક યોગબીજ પરમોત્તમ અમૃત છે. દેવ,ગુરૂ અને શાસ્ત્રની ભક્તિ એ યોગપ્રાપ્તિનું અવન્ધ્ય કારણ છે માટે યોગબીજ જ છે.
દેવ આપણા આત્માના સાધ્ય એવા શુદ્ધ સ્વરૂપના પ્રતિબિંબ છે માટે ઉપકારી છે.
ગુરૂ પોતે સુંદર જ્ઞાન અને આચરણ વડે પરમાત્માના વચનોનું અમૃતપાન કરાવે માટે ઉપકારી છે.
શાસ્ત્ર પૂર્ણપણે મુક્તીમાંર્ગની દિશા સૂચવે છે માટે ઉપકારી છે.
આ ત્રણેય ભક્તિપદ જે યોગબીજ છે તે કરવાથી દુર્લભ મનુષ્યભવ સફળ થાય છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભા ના મિચ્છામિ દુક્કડમ

૧૨/૧૩/૧૧ મંગળવાર ગાથા ૨૮ પાના ૧૩૭ છેલ્લા ફકરા થી પાના ૧૩૯ - #૬ સુધી

૬ઠું યોગબીજ - ધર્મશાસ્ત્રો લેખનાદીમાં ૧૦ શબ્દોનો સમાવેશ છે.
૧) લેખના- જેમ દેવ, ગુરૂ ઉપકારી છે તેમ જ પરમશ્રુતજ્ઞાન રૂપ ધર્મશાસ્ત્રો પણ એટલાજ સ્વ -પર ને ઉપકારી છે. પંચમકાળમા સ્મૃતિભ્રંશ થતા જોઈને પૂજ્યશ્રી દેવાધીગણીક્ષમાશ્રમણે જૈનાગમોને પુસ્તાકારૂઢ કર્યા, પૂર્વાચાર્યોએ ઘણો પરિશ્રમ કરીને આ ગ્રંથો લખ્યા અને શ્રાવકો પાસે લક્ષ્મીનો સદુપયોગ કરાવી લખાવ્યા ત્યારે આ વિષમકાળે શ્રી ચતુર્વિધ સંઘને પવિત્ર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું કારણ સંભવે છે. એટલે સત્શાસ્ત્રો લખાવવા, છપાવવા, ઉંચી ક્વોલિટીના કાગળો,પુઠા, બાઈન્ડીંગથી પ્રકાશિત કરવા જેથી ગ્રંથ દીર્ઘાયુષી, આકર્ષિત બને અને જોતાજ વાચવાનું મન થાય , બહુમાન થાય આવી શાસનપ્રભાવના કરવી એ યોગબીજ છે.
મીત્રાદ્રષ્ટિમા આવેલા જીવને આ સંસારની કટુતા જાણી મુક્તિની તીવ્ર અભિલાષા જાગી છે. મુક્તિમાર્ગ જાણવા માટે શાસ્ત્રોજ ઉપકારી છે, ભવ-વ્યાધીને દૂર કરવામા ઔષધ છે, સર્વવ્યાપી ચક્ષુ સમાન છે , સર્વાપ્રયોજનનું સાધન છે, પરોપકાર કરવા કરાવવા થી પુણ્યબંધનું કારણ છે એટલે આવો જીવ યોગ્ય પાત્રો ને ઉપરની બધી પ્રભાવના વધુ ને વધુ કરાવવાની ઈચ્છા કરી છઠ્ઠુ યોગબીજ પ્રાપ્ત કરે છે.
૨)પૂજના - શાસ્ત્રપ્રેમી પુણ્યાત્મા મોટા બાજોઠ કે સાપડા ઉપર સુન્દર-આકર્ષક વસ્ત્ર મૂકી એના ઉપર પુસ્તક રાખી એની પુષ્પ-વાસક્ષેપ આદિથી પૂજા કરી શ્રુતજ્ઞાનનું બહુમાન કરે છે.
૩)દાન - આત્માર્થી બીજાને વધારે શ્રુતજ્ઞાન મળે એના માટે નિસ્પૃહ અને નિસ્વાર્થ ભાવે ભણેલું જ્ઞાન તેઓને ભણાવે, ભણવા માટે પુસ્તક આપે અને પ્રભાવના કરે.
૪)શ્રવણ - પરમ વૈરાગી- સમ્યગ્જ્ઞાની મુમુક્ષુ વડે કરાતું ધર્મશાસ્ત્રોનું પ્રવચન અને ઉત્તમ નિર્ગ્રંથ મુની ના વ્યાખ્યાન સાંભળે.
૫) વાચના - શરીર,વસ્ત્ર અને મનશુદ્ધી સાચવીને અત્યંત બહુમાનપૂર્વક, વિનય -વિવેકપૂર્વક ઉત્તમ સત્શાસ્ત્રોનું સતત વાંચન કરી પોતાની સ્મરણ, ચિંતન અને અનુપ્રેક્ષા શક્તિની વૃદ્ધિ કરવી કારણકે જ્ઞાનવાન યોગી નો યોગ દુર્લભ છે અને મળે તો પણ સતત એનો વચનયોગ ચાલવો અશક્ય છે.
૬) ઉદગ્રહ - જ્ઞાન એ દીપક છે. એની પ્રાપ્તિ માટે યોગવહન, આયમ્બીલ તપ ઉપધાન કરી ગુરુમુખે સૂત્રની અનુજ્ઞા લઇ વિધિપૂર્વક મહામંગલકારી શાસ્ત્રાધ્યયન કરવુ આવશ્યક અને મહાન હિતકારી છે, આત્માની પરિણતિ સુધારનાર બને છે અને જીતેન્દ્રિય થવા ઉપકારી છે. યોગવહન ને ગુરુમુખ વિના મેળવેલા જ્ઞાનથી અનર્થ અને અનિષ્ટ ની સંભાવના રહે.
જીનઆજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામીદુક્કડમ.

૮/૨૨/૧૧ સોમવાર પાનું ૯૬ ફકરો ૩ અને ૪ સવાલ-જવાબ

બોધ અથવા દૃષ્ટિ શબ્દ અને સત્શ્રદ્ધાવાળો બોધ સમજાવ્યા પછી હવે સવાલ એ થાય છે કે આવી દૃષ્ટિ વાળા જીવ ને શું ફળ પ્રાપ્ત થાય છે?
સત્શ્રધ્ધાવાળો બોધ સમ્યગ શાસ્ત્રો માં ખુબજ શ્રધ્ધા વાળો હોવાથી શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ નો ઘાત કરે છે અને આ જીવ સમ્યગ પ્રવૃત્તિ જ કરે છે.
આ સંસાર મોહ અને અજ્ઞાનરૂપી અંધકારથી ભરપુર છે અને સમ્યગ શાસ્ત્ર અને આપ્તપુરુષોની (પોતે જે વસ્તુ વિષે કહેતો હોય તે વસ્તુ જાતે જોઈ હોય કે જાણી હોય એવો માણસ.) વાણી અને તેનામાં શ્રધ્ધા એ દિપક સમાન છે. આથી આવા અંધકારમય વાતારણ માં પણ અસત પ્રવૃતિઓ અટકી જાય છે.
ટૂંકમાં સત્શ્રધ્ધાવાળા જીવની અસત પ્રવૃતિઓ અટકી જાય છે અને શાસ્ત્ર પ્રમાણે ની સત પ્રવૃતિઓ ને સ્થાન મળે છે.

અજ્ઞાનતા થી જીન અજયના વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ




Tuesday, April 10, 2012

ધર્મ સંન્યાસ અને ક્ષાયિક ભાવ

ઈચ્છાયોગ અને શાસ્ત્ર યોગથી ક્ષયોપક્ષમિક ભાવ રૂપ આત્માના ગુણો પ્રગટ થાય છે પરંતુ તે ભય યુક્ત છે કારણકે મંદ રસવાળા કર્મોનો ઉદય ચાલુ છે અને તેનાથી અતીચારો અને દોષો તો લાગે જ છે. એમાં પણ જો મંદ રસ કરવામાં પ્રમાદ આવી જાય અને તીવ્ર રસવાળા કર્મો ઉદયમાં આવી જાય તો આત્મા ના પ્રગટ થયેલા ગુણો પણ ઢંકાઈ જાય.
આ ભય ને દુર કરવા માટે ક્ષયોપક્ષમભાવ વાળા કર્મોનો મૂળથી જ નાશ કરવો પડે છે  તેથી આ જીવ સામર્થ્ય યોગ ના બળે ક્ષયોપક્ષમ ભાવ ના  ગુણો રૂપ જે ધર્મો છે તેનો સંન્યાસ (ત્યાગ) કરે છે. ક્ષપક્ શ્રેણીમાં ૮-૧૨ ગુણસ્થાનક માં રહેલો જીવ કોઈ પણ પ્રકારના રસ વાળા ચાર ધાતી કર્મોનો સંપૂર્ણ પણે નાશ કરતો જાય છે. અને મંદ ઉદય જન્ય પરંતું અતિચાર યુક્ત અને ભયયુકત  ગુણો રૂપ જે ક્શાયોપશામિક ધર્મો હતા તે નાશ પામી જાય છે અને તેનેજ ધર્મસન્યાસયોગ કહેવાય છે.
આથી આત્મ નિર્ગુણ કે નિર્ધ્રમી થતો નથી પરંતું નીરતિચાર અને નિર્દોષ ગુણો વાળો બને છે જેને ક્ષાયિકભાવ કહેવાય છે.
આ પ્રમાણે જીવ ઈચ્છા યોગમાંથી  આગળ વધીને શાસ્ત્ર યોગમાં  અને તેમાંથી  આગળ વધીને સામર્થ્ય યોગના પ્રથમ ભેદ દ્વારા ક્ષપક શ્રેણીમાં ૮ થી  ૧૨ ગુણસ્થાનકમાં આગળ વધે છે  છે અને નિર્દોષ અને નિર્ભય એવા ક્ષાયિક ભાવના ગુણધર્મો પ્રાપ્ત કરે છે.

અજ્ઞાન અને અસમજણના કારણે જીન આજ્ઞાથી વિરુધ્ધ કઈ લખાય ગયું હોયતો મિચ્છામીદુક્કડમ

Monday, March 26, 2012

પ્રાતિભ જ્ઞાન વિષે સમજણ અને સામર્થ્ય યોગ ના ભાગો

પ્રાતિભ જ્ઞાન એ શ્રુત જ્ઞાન ના અંતે અને કેવળ જ્ઞાન ની પહેલા થતું સીમાડા રૂપી જ્ઞાન છે એટલે એ શ્રુતજ્ઞાન (તત્વથી વિચારતા) જ છે પરંતું આ જ્ઞાન મોહનીયના વિશિષ્ટ ક્ષયોપક્ષમ યુક્ત એવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમવાળું હોવાથી અતિ વિશિષ્ટ શ્રુત છે. આ જ્ઞાન ૮ થી ૧૨ ગુણસ્થાનકવાળા જીવને જ થાય છે અને તે પણ ક્ષપક શ્રેણી માં જ થાય છે.
બીજા દર્શનકારો પણ "તારક" અને "નિરીક્ષણ" વગેરે શબ્દોથી આ અપૂર્વ જ્ઞાનને સ્વીકારે છે. પૂ. યશોવિજયજી મ.શ્રીએ કહ્યું છે કે જેમ રાત્રી અને દિવસ ની સંધ્યા જુદી હોય છે તેમ આ પ્રાતીભ જ્ઞાન શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાનથી ભિન્ન છે.
ગાથા ૯ માં સામર્થ્ય યોગ ના બે ભેદો બતાવે છે,
૧. ધર્મસન્યાસ ૨. યોગ સંન્યાસ
અહીં ક્ષયોપશામિક ભાવોના ભેદો એ ધર્મ અને મન વચન અને કાયા ની ક્રિયા(પ્રવૃત્તિ) એ યોગ એમ સમજવું .
ધર્મ એટલે જ્ઞાનાવરણીય વગેરે ચાર ઘાતીકર્મોના ક્ષયોપક્ષમથી થતા ચાર જ્ઞાન (કેવળ જ્ઞાન નહિ લેવાનું) ત્રણ દર્શન (કેવળ દર્શન નહિ લેવાનું).મોહનીય કર્મના ક્ષયોપક્ષમિક ભાવવાળા ગુણો (ક્ષમા,નમ્રતા,સરળતા,સંતોષ વગેરે ) તથા ક્ષયોપક્ષમિક ભાવની દાન વગેરે પાંચ લબ્ધિ વગેરે તત્ત્વાર્થ સુત્ર માં જણાવેલા ૧૮ ધર્મો.
સંન્યાસ એટલે ત્યાગ કરવો
(યોગ ઉપર સમજાવેલ જ છે )
ક્ષયોપક્ષમ એટલે ઉદયમાં આવેલ કર્મ ના રસ ને તીવ્રમાંથી મંદ કરી બોગાવીને ક્ષય કરવો અને તેજ સમયે ના ઉદયમાં આવેલ કર્મને ઉદીરણા વગેરે બળ વડે ઉદયમાં ન આવી શકે એવી સ્થિતિમાં મુકવા તે ઉપશમ.
એમ ક્ષય અને ઉપશમ બંને જ્યાં સાથે છે તે ક્ષયોપક્ષમ.
ઔદયિકભાવ એટલે ચાર ઘાતિ કર્મો જેવા પ્રકારના તીવ્ર રસે બાંધ્યા હોય તેવા તીવ્ર રસે ઉદયમાં આવે અને તેવાજ તીવ્ર રસે ભોગવાય.
ઔદયિકભાવ આત્માના સ્વરૂપને રોકનારા દુર્ગુણો છે. આત્માની વિભાવ દશા છે. આ ભાવો ત્યજવા લાયક છે. તેથી તેને દુર કરવા શુભ આલંબન દ્વારા ઉદયમાં આવવાળાકર્મોમાં જે તીવ્ર રસ છે તેને હણીને મંદ કરવામાં આવે કે જેથી તે કર્મો ઉદયમાં આવે ત્યારે પણ આત્માના ગુણોને હણવાની શક્તિવાળા રહેતા નથી માત્ર
પ્રગટ થયેલા આત્માના ગુણોમાં દોષો-કલંકો અને અતિચારો લાવવાની શક્તિવાળા જ હોય છે. અને આને ક્ષયોપશમ ભાવ કહેવાય છે.

મંદ બુદ્ધિ ના કારણે જીન આજ્ઞા થી વિરુદ્ધ કઈ લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ

Sunday, March 25, 2012

5/24/11 ગાથા 12,૧૩,અને ૧૪ દ્રષ્ટિની વ્યાખ્યા

અહીં ત્રણ યોગ (ઈચ્છા,શાસ્ત્ર અને સામર્થ્ય) જે આઠ દ્રષ્ટિ (મિત્ર,બલા,તારા વગેરે) ના પાયારૂપ છે તેને મજબુત કરીને હવે તે યોગોના અવલંબન વગર જ (સ્વતંત્રપણે,ભીન્નપણે) સમજાવાશે. એટલે કે કઈ દૃષ્ટિ ક્યાં યોગમાંથી આવેલી છે આવું બતાવ્યા વગર સ્વતંત્રપણે બતાવવામાં આવશે. આ દ્રષ્ટિઓ દરેક જીવ પ્રમાણે જુદી જુદી છે તેથી અનેક છે પરંતું સામાન્યથી આઠ ભાગ(મિત્ર,તારા,બલા....)છે.
ગાથા ૧૩ માં આ આઠ દૃષ્ટિ નામ નીચે પ્રમાણે છે.
(૧)મિત્ર,(૨)તારા,(૩)બલા, (૪)દીપ્રા,(૫)સ્થિરા,(૬)કાંટા,(૭)પરા (૮)પ્રભા
અને હવે તેના લક્ષણો બતાવવામાં આવશે.
આ દૃષ્ટિઓના નામો અર્થયુક્ત છે અને તે દૃષ્ટિ સમજાવતી વખતે બતાવવામાં આવશે.
અહીં યોગ દૃષ્ટિ શબ્દ વાપરીને ઓઘ દ્રષ્ટિનો નાશ કરવામાં આવે છે થી પહેલા ઓઘ દૃષ્ટિ જ સમજાવવામાં આવે છે.
ગાથા ૧૪ : મેઘ સહીત અને મેઘ રહિત રાત્રી તથા દિવસમાં, ગ્રહ યુક્ત કે ગ્રહ વિના, બાળક કે યુવાનને, મિથ્યા દૃષ્ટિ કે અમીથ્યા દૃષ્ટિ (જીવ)ને જેમ તરતમતા વાળી(હીન અને અધિક) દૃષ્ટિ હોય છે તેમ અહીં ઓઘ દૃષ્ટિ જાણવી.
અનાદિ કાલથી મિથ્યાતવી જીવની પ્રથમ ઓઘ દૃષ્ટિ હોય છે ને જયારે મીથ્યાત્વ બંધ પડે છે અને આત્મા અપુનર્બંધક બનેછે ત્યારથી યોગની દૃષ્ટિ શરૂ થાય છે.
અનાદીકાળથી સર્વ સંસારી જીવોને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન અને મોહનીય કર્મના ઉદયથી સંસારના સુખનો રાગ અને સુખના પ્રતિબંધક તત્વો ઉપર દ્વેષ હોય છે. પરંતું સર્વ જીવોને હમેશા અલ્પ અથવા અધિક પ્રમાણમાં મતિ-શ્રુત જ્ઞાનાવરણીય કર્મ અને અચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપક્ષમ હોય જ છે.
કારણકે આ કર્મો ઉદય વખતે હમેશા ક્ષયોપક્ષમ વાળા જ હોય છે. તેથી નીગોદથી માંડી ને સર્વ જીવોની જ્ઞાનામાંત્રા કઈંક અંશે ખુલી હોય જ છે.
વસ્તુને જાણવાની આત્માની અનાવૃત (પ્રગટ) રહેલી ચેતન્યશક્તિને દૃષ્ટિ કહેવાય છે.

અજ્ઞાનતાથી જીન આજ્ઞા વિરુદ્ધ કહી લખાઈ ગયું હોય તો મિચ્છામીદુક્કડમ.


Saturday, March 24, 2012

03/30/2011 પ્રાતીભજ્ઞાનથી યુક્ત સામર્થ્ય યોગ

શ્રોતાને શાસ્ત્ર સાંભળવાથી જ્ઞાન થાય છે પરંતું અનુભવ થતો નથી. સયોગી/અયોગી ગુનાસ્થાનાકનું સ્વરૂપ જાણ્યા પછી તેને અનુભવવા માટે આ યોગી પોતાનું વીર્ય ફોરાવે છે. પોતાનું સામર્થ્ય પ્રગટાવે છે. આ અનુભવ શબ્દો થી સમજી ન શકાય તેવો છે. તેથી સ્વાત્માનુંભવ ગોચર જ એવો યોગ પ્રગટે છે એને પ્રાતીભ જ્ઞાનથી યુક્ત યોગ પણ કહે છે.
પ્રાતીભ જ્ઞાન એટલે પ્રતિભાથી પ્રગટેલું જ્ઞાન. જરાય પણ મર્યાદાની બહાર ગયા વગર યથાર્થ મુક્તિના માર્ગને જ અનુસરનાર એવું અપૂર્વ તત્વચિંતન નામનું વિશિષ્ઠ જ્ઞાન. અને તેનાથી યુક્ત એવો સામર્થ્ય ની પ્રધાન્તાવાળો આ ધર્મયોગ.
આ ધર્મયોગમાં ધ્યાન,તત્વચિંતન-આત્મભાવની એકાગ્રતા-દેહાંતિતતાનું અપૂર્વ ચિંતન વગેરે ભાવો જ હોય છે અને આવો ધર્મવ્યાપાર ક્ષપક શ્રેણીમાં (૮-૧૨ ગુણસ્થાનક) જ આવે છે. જે શ્રુત જ્ઞાનથી પર અને કેવળ જ્ઞાન પહેલાની પ્રભાત જેવો છે અને અહીં આવો જ યોગ લેવાનો છે.
આ સામર્થ્ય યોગ અનુભવાત્મક જ છે અને શબ્દોથી ન વર્ણવી શકાય તેવો અને પ્રાતીભ યુક્ત છે અંને કેવળ જ્ઞાન નું પ્રબળ સાધન બને છે. આવા યોગથી જ જીવ મોહનો ક્ષય કરે છે અને કેવલી થાય છે.
અલ્પ પણ વિલંબ વગર આ યોગથી સર્વજ્ઞપણ!ની (૧૩મુ ગુણસ્થાનક) સિદ્ધિ થાય છે
સારાંશ કે ગુરુમુખે શાસ્ત્ર શ્રવણથી શ્રોતા મુક્તિના ઉપાયરૂપ સમ્યગદર્શન, જ્ઞાન, ચરિત્ર ત્રણે ગુણોનું સ્વરૂપ જાણીને જ્ઞાન માત્ર મેળવે છે અનુભવ મેળવી શકતો નથી, પરંતું ઉપાયોનું બરાબર જ્ઞાન થવાથી તેનો અનુભવ મેળવવા માટે બહુંજ ઉત્સાહ થી આત્મ અનુભવનો અસાધારણ પ્રકાશ ચમકે છે અને અંતરમાં અસામાન્ય ચેતન શક્તિ સ્ફુરાયમાન થાય છે. આનેજ પ્રાતીભાજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાન પૂર્વક પોતાના આત્મ વીર્યને મોહના નાશ માટે વપરાતો આ જીવ ક્ષપક શ્રેણી માંડે છે અને સામર્થ્ય યોગ નાં બળે મોહસાગર તરી બારમે (ક્ષીણ મોહ) ગુણસ્થાનકે આવી ઘનઘાતીકર્મો ખપાવી તેરમે ગુણસ્થાનકે જઈને કેવલ્ય અવસ્થાને જલ્દીથી પ્રાપ્ત કરે છે.
બાળ બુધ્ધિના કારણે જીન આજ્ઞાથી વિરુદ્ધ કઈ લખાયું હોયતો મિચ્છામીદુક્કડમ

Friday, March 23, 2012

ગાથા ૪ શાસ્ત્રયોગ

ગાથાર્થ: પ્રમાદ વગર અને શ્રધ્ધા સહીત શાસ્ત્રીય સુશ્મ્બોધના કારણે આગમ વચન અનુસાર અને તેજ કારણે અતિચાર વગરનો યથાશક્તિ જે ધર્મયોગ તે શાસ્ત્રયોગ જાણવો.
અહીં યોગ(ધર્મ વ્યાપાર) સંબધી શાસ્ત્રોમાં કુશળતા મેળવીને તે પ્રમાણે કરાતો અતિચાર વગર નો ધર્મ વ્યાપાર
તે શાસ્ત્રયોગ.
આ શાસ્ત્રયોગ અપ્રમાંદી જીવને હોય છે. આ જીવ શાસ્ત્રના શુષ્મ અભ્યાસ ને કારણે નિંદા, વિકથા વગેરે પ્રમાંદો વગરનો હોય છે અને તેથીજ તેનો ધર્માંવ્યપાર દોષ વગરનો, અતિચાર વગરનો, ખામી વગરનો અને અવિકલ હોય છે.
કેવો પ્રમાદી? આ આત્માને દર્શન મોહનીય કર્મનો વિશેષ ક્ષયોપક્ષમ હોવાથી અત્યંત વિશ્વાસ, અત્યંત પ્રેમ અને અત્યંત શ્રધ્ધા હોય છે અને શાહ્સ્ત્રોના સુશ્મમાં શુશ્મ અર્થોની પટુતા યુક્ત બોધ થવાથી તે અગમોના વચન અનુસાર થોડી પણ કાલ,વિનય, બહુમાન વગેરે વિકલતા વગરનો અને જરા પણ અપૂર્ણતા વગરનો ધર્મ વ્યાપાર કરે છે અને તેનેજ શાસ્ત્રયોગ સમજાવો. આ આત્મા પોતાનાં શરીરની શક્તિ અનુસાર જ જરા પણ દોષ ન લાગી જાય તે પ્રમાણે ધર્મ વ્યાપાર કરે છે.
ઈચ્છા યોગમાં ઈચ્છા ની પ્રધાનતા છે અને પ્રમાદ હોય શકે જયારે શાસ્ત્ર યોગમાં શાસ્ત્રની પ્રધાનતા છે અને પ્રમાદ નો અભાવ છે.
બાળ બુધ્ધિના કારણે જીન આજ્ઞા વિરુદ્ધ કહી પણ લખી ગયું હોય તો મિચ્છામી દુક્ક્ડમ.

ગાથા ૧ વીર શબ્દનો અર્થ અને ઇષ્ટદેવતા મહાવીર

અહીં તીર્થંકરના નામમાં જે વીર શબ્દ છે તેના અર્થો નીચે પ્રમાણે છે.
૧. બહુંજ ઊંચું અત્મ્વીર્ય
૨.તપ વડે કર્મનો નાશ કરનાર
૩. કષાય વગેરે ભાવ શત્રુનો વિજય કરનાર
૪. કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીને મેળવનાર
પ્રભુમાં સાચા ગુણો છે અને અન્ય દેવોમાં ન સંભવી શકે એવા અસાધારણ ગુણો પ્રભુમાં છે તેથી તેવા ગુણો ગાવા એજ પરમાત્માનું ભાવ સ્તાવનું સ્વરૂપ છે. એટલે જ અહીં જીનોત્તમ, આયોગ અને યોગીગ્મ્ય વગેરે વિશેષણોવડે અને વીર શબ્દના જુદાજુદા અર્થ કરવારૂપ મહાવીર પ્રભુના અસાધારણગુણોની પ્રસંસા દ્વારા ઇષ્ટદેવતાની સ્તુતિ કરવારૂપ મંગળાચરણ કર્યું છે.
પ્રભુમાં ઇષ્ટત્વ અને દેવત્વ માનવાના કારણો:
મહાવીર પર્ભુમાં અન્ય દેવો કરતા અતિશય ગુણો હોવાથી તેમના પ્રત્યે ઇષ્ટત્વ ગ્રંથકારને યોગ્ય લાગ્યું છે
સંસારમાં વધારે સુખ અને આનંદના ક્ષેત્રમાં જે જીવો છે તેમાં દેવપણું મનાય છે તેમ પ્રભુ પરમગતિ (મુક્તીગતિ)ને
પામ્યા હોવાથી તેમાં દેવત્વપણું માનેલ છે.

Monday, March 19, 2012

03/19/2012 (Monday) Gatha 35 page 160

ગાથા ૩૫ પેજ ૧૬૦ તારીખ: ૦૩/૧૯/૨૦૧૨

  • અનાદિકાલીન મોહની મલીનતા ધોવાતાં આત્મા નિર્મળ બને છે, તેની દ્રષ્ટિ બદલાય છે.
  • પરમાર્થ સાધવાની પાત્રતા પ્રગટે છે.
  • પાત્રતા પ્રગટ થવારૂપ ભાવપુણ્યોદય વધતાં ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેંચાતો આવે છે.
  • ઉત્તમ નિમિત્તોનું સતત વારંવાર સેવન કરતો કરતો જીવ પોતાની મલીનતાને વધુ ને વધુ ટાળતો સત્ય માર્ગે પ્રયાણ કર્તો અંતે પરમાર્થપદની પ્રાપ્તિ કરે છે.
  • તારણ: શુભનિમિત્તોના સંયોગનું કારણ અવંચક ત્રય, અવંચક ત્રયનું કારણ સત્પ્રણામાદિ, અને તે સત્પ્રણામાદિનું કારણ ભાવમલની અલ્પતા છે.

Tuesday, February 28, 2012

02/28/2012 (Tuesday) Gatha 34 page 155 and 156

૦૨/૨૮/૨૦૧૨ ૩૪ (યોગ, ક્રિયા, અને ફળ એ ઉત્તમ ત્રિપુટી છે)

  • ગાથાર્થ: શાસ્ત્રોમાં યોગ, ક્રિયા, અને ફળ નામનાં જે અવંચક ત્રય (ત્રિપુટી) સંભળાય છે તે સાધુ પુરુષોને આશ્રયી (સત્પુરુષોને આશ્રયી) ઇષુ (બાણ) દ્વારા લક્ષ્યને વિંધવાની ક્રિયાની ઉપમા સમાન પરમ ઉત્તમ ત્રિપુટી છે.
  • અવ્યક્તસમાધિ: યોગાવંચક, ક્રિયાવંચક, અને ફલાવંચક. મોહનીય-જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મનો હીનાધિકપણે ક્ષયોપશમ વિશેષ થવાથી પ્રગટ થયેલો તેવા પ્રકારનો ચિત્તનો પરિણામ વિશેષ.
  • વ્યક્તસમાધિ: કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થતો હોય ત્યારે આવેલી દશા (ક્ષપકશ્રેણીમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં). તેના કાર્ય સ્વરૂપ વીતરાગ દશા તેરમા-ચૌદમા ગુણસ્થાનકે પ્રગટ થાય છે.
  • અવંચક: જે પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે, આત્માનું અહિત ન કરે, આત્માને અહિતભણી ન લઈ જાય, અમોઘ અવન્ધ્ય, અચૂક ફળ લાવ્યા વિના ન જ રહે, એવો જે યોગ, એવી જે ક્રિયા, અને એવું જે ફ્ળ તે અવંચકયોગાદિ ત્રિપુટી
  • યોગ: સદગુરૂ આદિ શુભ નિમિત્તોનો મિલાપ, સમાગમ, પ્રાપ્તિ, સંયોગ
  • ક્રિયા: ગુરૂ આદિને કરાતી નમસ્કાર અને પ્રણામાદિ ક્રિયા
  • ફળ: તજ્જ્ન્ય કર્મનિર્જરા રૂપ ભાવમલક્ષય એ ફળ જાણવું
  • કારણ-૧: મિથ્યાત્વ આદિ દોષો મંદ પડવાથી, ભવસ્થિતિનો પરિપાક થવાથી, કાળ-સ્વભાવ-નિયતિ આદિ પાંચ સમવાયિકારણો મળવાથી
  • કાર્ય-૧: જીવ ચરમાવર્તમાં આવે છે
  • કારણ-૨: જીવ ચરમાવર્તમાં આવે + બહુ કાલ ગયે છતે જીવનો ભાવમલ કંઈક વધારે પ્રમાણમાં ક્ષય
  • કાર્ય-૨: દેવ-ગુરુ પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર-પ્રણામ-દુઃખી જીવો ઉપર દયા, ભવ-ઉદવેગ, દ્રવ્યથી વ્રતોનું પાલન, પુસ્તકો પ્રત્યે બહુમાનભાવ, ગુણી પુરુષો ઉપર અદ્વેષ આદિ પ્રાથમિક ગુણો પ્રગટ થાય છે.
  • કારણ-૩: બીજની પ્રાપ્તિ
  • કાર્ય-૩: યોગદશાની પ્રાપ્તિ અને યોગ-ક્રિયા અને ફળનો અવંચકભાવ પ્રાપ્ત થાય છે.

Wednesday, February 8, 2012

02/08/2012 (Wednesday) gatha 33 page 149-150

૦૨/૦૮/૨૦૧૨ ગાથા ૩૩ – યોગબીજના કારણનું કારણ

લઘુકર્મી: જે આત્મા દુઃખી પ્રત્યે દયા આદિ ગુણોવાળો થાય છે, તે કંઈક ઉત્તમ-લઘુકર્મી બન્યો છે.

ભાવપુણ્ય: લઘુકર્મિતા એ જ આત્માની પવિત્રતા કરનાર હોવાથી ભાવપુણ્ય કહેવાય છે. મોહનીયકર્મના ક્ષયોપશમને ભાવપુણ્ય કહેવાય છે. આ ભાવપુણ્ય એ કંઇ કર્મ નથી પરંતુ કર્મોની હીનતારૂપ છે. જેમ લોહચુંબક લોઢાને ખેંચે તેમ આ ભાવપુણ્ય જ શુભ નિમિત્તોને ખેંચી લાવે છે.

બાહ્ય શુભનિમિત્તો: માનવભવ, જૈનશાસનની પ્રાપ્તિ, સદગુરૂનો યોગ, તેમની વાણી રૂપી અમ્રુતનું પાન, ધર્મક્રિયામાં ઓતપ્રોતતા, સતત જ્ઞાન-ક્રિયાનું સેવન, આ બાહ્ય શુભનિમિત્તો છે.

અભ્યન્તર શુભનિમિત્તો: તેના દ્વારા મન-વચન-કાયાનું જોડાવું અથવા સદગુરૂનો મીલાપ થવો તે શુભયોગ, શાસ્ત્રજ્ઞાન અનુસારે ઘર્મકાર્યોમાં પ્રવ્રુતિ કરવી તે શુભક્રિયા અને તેનાથી જન્ય કર્મોની નિર્જરા થવી તે શુભફળ આ ત્રણે અભ્યન્તર શુભનિમિત્તો છે.

શુભનિમિતો: ઉત્તમજીવને જ પોતાની પાત્રતાના કારણે જ બાહ્ય અને અભ્યન્તર શુભનિમિત્તોની પ્રપ્તિ થાય છે. શુભનિમિતો જ મુક્તિની સાધનામાં અવન્ધય કારણ બને છે. મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જીવને ઉત્તમ બનાવે છે અને તેની ઉત્તમતાથી ખેંચાઈને શુભનિમિત્તોનો જીવની સાથે સંયોગ કરાવે છે. આ શુભનિમિત્તો ઉપાદાનની (આત્માની) કલ્યાણકારી શુદ્ધિનું પ્રધાન કારણ બને છે, અને તે શુદ્ધિ મુક્તિદાયક બને છે.